તલાશ - 2 ભાગ 56 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

તલાશ - 2 ભાગ 56

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. 

સવારે 3.30 વાગ્યે જીતુભા ઉઠી ગયો. આગલી રાત્રે જ દુબઈ પોલીસનું એને નો ઓબ્જેક્શન મળી ગયું હતું. હવે એ સ્વતંત્ર હતો. એની મરજી મુજબ જ્યાં જવું હોય ત્યાં જવા માટે. એને જલ્દીથી ઘરે પહોંચવું હતું. એની ટિકિટ તો કંપની તરફથી બુક થઈ જ ગઈ હતી. 5 વાગ્યાની ફ્લાઇટ હતી. ફટાફટ પ્રાતઃ ક્રમ પતાવી, સ્નાન કરી ફ્રેશ થઈને એ પોતાના હોટલના રૂમમાંથી બહાર આવ્યો એરપોર્ટ માટેની ટેક્સીનું એણે પહેલા જ રિસેપ્શન પર કહી રાખ્યું હતું. બેગ ઉપાડવા આવનાર વેઈટરને 10 દિરહામની ટીપ આપીને એ હોટેલની બહાર ઉભેલી ટેક્સીમાં ગોઠવાયો. હોટલનું પેમેન્ટ કંપની દ્વારા કરી દેવાયું હતું. "આહ દુબઈ, બાય દુબઈ," એ મનોમન બડબડયો અને ટેક્સી એરપોર્ટ તરફ ઉપડી. 

xxx  

"હા હું જેટલું બોલ્યો એ બધું જ સાચું બોલ્યો છું. તારા સમ " કહીને એણે નીતાને બાહોપાશમાં ભરી નીતાને લાગ્યું કે છેલ્લા દોઢ વર્ષથી ખોવાયેલ એનો પતિ એને ફરીથી મળી ગયો છે અને એ નિશ્ચિન્ત થઈને એને વળગીને બેડ પર સુઈ ગઈ 10 મિનિટમાં એને નીંદર આવી ગઈ પણ એણે જોયું 'નિનાદ,  નિનાદ જાગતો હતો અને એની આંખોમાં એક પિચાશી ચમક હતી અને વિજય નું સ્મિત એના ચહેરા પર રમી રહ્યું હતું. ગ્રેસને તો ભૂલી જવાનું એણે નીતાને વચન આપ્યું જ હતું. અને આમેય જ્યારથી ક્રિસ્ટિના આંટીના બે રખડેલ ભત્રીજાની 2 યુવાન દીકરીઓ ક્રિસ્ટી અને નાતાલિયાને એણે જોઈ હતી ત્યારથી ગ્રેસ એના મનમાંથી ઊતરી ગઈ હતી અને ભગવાનભાઈ ની યુવા, વિધવા, પણ અત્યન્ત ફેશનેબલ અને ફ્લર્ટી દીકરી પાર્ટનરશીપ ડીડ માં સહી કરવા આવી. ત્યારે નશામાં ઝૂમતી હતી. પહેલા એણે નિનાદને કિસ કરી અને પછી સહી કરી, એને .રૂબરૂ જોઈ હતી ત્યારે એ અંદરથી ખળભળી ઉઠ્યો હતો. અને મુંબઈમાં એના નવા ખુલનાર  સ્ટોરની પાર્ટનર રાજકુમારી પદ્મિની ... ઓહો હો હો  ગોડ . હે ભગવાન આ આટઆટલી સુંદરીઓ શું કામ બનાવી અને બનાવી તો ભલે બનાવી આ લગ્ન પ્રથા શુ કામ શરૂ કરાવી? ' ઓહ્હ ગોડ આ નિનાદ ને હું કેવી રીતે અટકાવી શકશે એક ઈલાજ છે. સમાજમાં આબરૂ ભલે જતી પણ છૂટાછેડા લઇ લેવા. પણ, પણ, મને આ ઘર છોડીને જવાનું મન નથી થતું. શું કરું હું નિનાદ ને કેવી રીતે અટકાવું. આજે બીજી છોકરીઓ માટે અને પોતાની અંગત મિલ્કત માટે એ ઘરના અન્ય સભ્યો થી નવા સાહસ 'કટિંગ એન્ડ ફીટીંગ' વિશે ઘરનાને જણાવ્યું નથી, તો કાલે એ મિલકત માટે અનોપચંદ ને કે સુમિતભાઈને મારી નાખતા પણ નહિ અચકાય.. ઓહ્હ ગોડ. બચાવો, નીતા જોરથી રાડ પાડી ઉઠી. અને હડબડીને પથારીમાં બેઠી થઈ ગઈ. એનો શ્વાસ ફૂલી ગયો હતો  પરસેવે એ રેબઝેબ થઈ ગઈ હતી. આ બધું એને સ્વપ્ન માં જોયું હતું. (ક્રિસ્ટિના આંટીના ભત્રીજા ની દીકરીઓ, ભગવાન ભાઈની યુવા વિધવા દીકરી, અને મુંબઈની એની નવી બિઝનેસ પાર્ટનર રાજકુમારી પદ્મિની.) નિનાદ પણ હડબડી ને બેઠો થઇ ગયો અને નીતાના વાંસામાં હાથ ફેરવતા પૂછ્યું. "શું થયું નીતા. કઈ બૂરું સ્વપ્ન જોયું કે શું?'" નીતાએ એની સામે જોયું.નિનાદ નો ચહેરો એ જયારે પહેલીવાર એના પ્રેમમાં પડી ત્યારે હતો એવો જ નિર્દોષ દેખાયો. એના ગાલ પર પસ્તાવાના સુકાયેલા આંસુ પણ એણે જોયા."શું થયું નીતા? કઈ કહેતો ખરી." નિનાદે ચિંતિત સ્વરે કહ્યું. 

"તારી 'કટિંગ એન્ડ ફિટિંગ'ની દરેક પાર્ટનર મારા સ્વપ્નમાં આવી હતી" કહીને નીતાએ એને બધી વાત કરી. સાંભળીને નિનાદ સહેજ હસી પડ્યો અને કહ્યું. હવે મારે બીજા અનેક સ્ટોર ચાલુ કરવા પડશે. જો તું વર્ણન કરે છે એવી પાર્ટનરો મળતી હોય તો." સાંભળીને નીતા પણ સહેજ મુસ્કુરાઈ. પછી નિનાદે કહ્યું. "નીતા, ભગવાનભાઈની દીકરી 45 વર્ષની છે. અને જે એક્સિડન્ટમાં એનો પતિ માર્યો ગયો એમાં એ અલમોસ્ટ હેન્ડીકેપ થઈ ગઈ છે. એ ફ્લર્ટ તો શું કરવાની? વહીલચેરમાંથી ઉભી પણ નથી થઇ શકતી. અને ક્રિસ્ટિના આંટીના રખડેલ ભત્રીજા માંથી કોઈ પરણ્યો જ નથી. હવે મુંબઈમાં મારા જે પાર્ટનર છે એ રાજકુમારી નહિ રાજકુમાર છે. મધ્ય પ્રદેશ ની  એક રિયાસતના. પણ હવે તને સ્વપ્ન આવ્યું છે તો હવે નવા સ્ટોરમાં પાર્ટનરશીપ ની શરતોમાં આ શરત ખાસ મુકાવવી પડશે કે થનાર પાર્ટનર યુવાન આકર્ષક અને સુંદર સ્ત્રી જ હોવી જોઈએ. કહી એ હસી પડ્યો અને નીતા પણ એ હાસ્યમાં જોડાઈ. 

"પણ તું પપ્પાજીને બધું કહી કેમ નથી દેતો." તારે શું કામ 30 મેં ની રાહ જોવી છે?'

"ડબ્બુ તું ભૂલી ગઈ? 31 મેં ના રોજ પપ્પાનો બર્થ ડે છે. આખી જિંદગી એમણે આપણને આપ્યું છે. હવે એનો દીકરી કમાતો થયો છે એટલે ભેટમાં મારી 'કર્ટિંગ એન્ડ ફિટિંગ'ના 21 સ્ટોર આપવા છે. એટલે પ્લીઝ તું પાપને 30 મેં સુધી કઈ ન કહેતી."પણ નિનાદ એ ભૂલી ગયો હતો કે જેનાથી એ વાત છુપાવવા માંગે છે એનું નામ અનોપચંદ છે અને એની નજરોથી કઈ પણ છુપાવવું મુશ્કેલ છે. 

xxx  

જયારે 5 વાગ્યેને પાંચ મિનિટે દુબઈથી જીતુભાની ફ્લાઇટ મુંબઈ આવવા ઉપડી એ જ વખતે મુંબઈમાં સવારે સાડા છ વાગ્યે અનોપચંદ પોતાના બંગલાની લોનમાં એક આલીશાન ખુરસી પર બેઠો હતો. એના સામે પડેલી ટિપોય પર તાજા અખબારોનો ઢગલો પડ્યો હતો એણે ચીવટથી એક અખબાર ઉચક્યું અને મોઢામાં દબાવેલી હોકલી માંથી એક ઊંડો કસ લીધો આ એની એક માત્ર કુટેવ હતી. સવારે અખબાર વાંચે ત્યારે હોકલી માં સુગંધી તમાકુ ભરીને કસ મારવાની. માંડ 2-3 પાના પર નજર ફેરવી હશે ત્યાં એના મોબાઈલમાં એક રિંગ વાગી. રિંગ ટોનથી એ ચમક્યો કેમ કે કોઈ ખાસ નંબર માટેની એ ખાસ રિંગ હતી. મોબાઈલમાં નજર નાખ્યા વગર પણ એને સમજાયું કે કોનો ફોન છે. એણે ચીવટથી અખબારની ઘડી વાળી અને અખબારને ટિપોય પર મૂક્યું જમણા હાથથી પોતાનો મોબાઈલ ઉચક્યો અને મોઢામાં રહેલ હોકલીને ડાબા હાથમાં લઇ અને રૂવાબદાર અવાજે કહ્યું."હેલ્લો"

"અંકલ, કેમ છો મજામાં?" અનોપચંદને અંકલ કહેનારા માંડ 2-3 લોકો જ હતા. પણ ફોન કરનાર ખાસ હતો.

"હા, તું કેમ છે. બાળગોપાળ, બધા ઠીક છે ને?"

"હા તમારી મહેરબાની છે. આજે તમને ડિસ્ટર્બ કરવાનું કારણ એ છે કે પાણી માથા સુધી પહોંચવા આવ્યું છે. 'એના' કારસ્તાન વધી ગયા છે."

"હશે, હવે છોકરું છે. ભેગા જમવા બેઠા હોઈએ તો કોઈ 2 કોળિયા વધારે પણ ખાય તો શું? મૂક ને એ બધું."

"પણ ભાભીને એની બધી વાતની ખબર છે, અને હવે તો એ ઘર આંગણે પણ... અને એની બેવફાઈની વાત તો ભાભી લગભગ 1 વર્ષથી જાણે છે. મને મારા સોર્સ દ્વારા હમણાં જ ખબર પડી મને નવાઈ લાગે છે કે ભાભીએ પણ તમારાથી ..."

"હમમમ, મામલો સિરિયસ છે. ખેર હો પછી નિરાંતે વાત કરીશ."

"ભલે અંકલ મારે કઈ કરવાનું હોય તો ચોક્કસ જણાવજો." કહી ફોન કરનારે ફોન કટ કર્યો એ અમેરિકામાં અનોપચંદના બધા લીગલ ધંધા સાંભળનાર મોહનલાલનો દીકરો હતો. 

xxx      

સાડા સાત વાગ્યા હતા. નીતા લગભગ અડધો કલાક પહેલા ઉઠી હતી ફ્રેશ થઈને એણે પૂજા કરી અને પોતાના બેડરૂમમાંથી બહાર આવી એને પોતાનું માથું સાડીના પાલવ થી ઢાંક્યું હતું. એ રસોડા તરફ જતી હતી એણે જોયું તો બંગલાના વરંડામાં અનોપચંદ છાપુ વાંચતો બેઠો હતો. અનોપચંદનું ધ્યાન એના પર પડ્યું. એણે નીતાને કહ્યું."નીતા દીકરી સવિતાને કહે તારી અને મારી બન્નેની ચા અહીંયા આપી જાય. અને અહીં મારી પાસે બેસ." નીતા અનોપચંદની લાડકી પુત્રવધુ હતી. એ ઘણીવાર એને આ રીતે બોલાવતો અને ક્યારેક ઘરના કોઈ કામ વિષે કે કોઈ પાર્ટી વિશે ચર્ચા કરતો. નીતા એ સહેજ મુસ્કુરાઈ ને 'ભલે' કહ્યું પછી નોકરાણી સવિતાને બન્નેની ચા વરંડામાં આપી જવા કહ્યું અને દાદરા ઉતરીને વરંડામાં અનોપચંદ પાસે પહોંચી. અને પગે લાગવા ઝૂકી તો અનોપચંદે એને ના કહી અને પોતાની બાજુની ખુરસી પર બેસવા કહ્યું. એટલામાં સવિતા ચાની કીટલી અને એક ટ્રેમાં બિસ્કિટ લઈને ત્યાં આવી બન્નેના કપ ભર્યા પછી ત્યાંથી પાછી કિચનમાં ગઈ. એ ગઈ કે તરત જ અનોપચંદે નીતાને કહ્યું. "નીતા આ જો. ઇન્ડિયામાં એક નવી જ બ્રાન્ડ લોન્ચ થઇ રહી છે. હું ઘણા દિવસથી વિચારતો હતો એ આપણે કોઈ મીડીયમ રેન્જની ગારમેન્ટ બ્રાન્ડ લોન્ચ કરવી જોઈએ. પણ આપણે મોડા પડ્યા. અને આ કોઈએ અહીં મુંબઈમાં પોતાનો નવો સ્ટોર ખોલવાની જાહેરાત પણ કરી દીધી સાંભળ્યું છે કે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ જર્મની બીજા 2-3 યુરોપિયન દેશ અને દુબઈમાં એમના એક્સક્લુઝિવ સ્ટોર છે." કહી એક અખબાર નીતા તરફ લંબાવ્યું. એના શબ્દો નીતાના કાનમાં કોઈએ ધગધગતું શીશુ ભરી દીધું હોય એમ ગુંજી રહ્યા હતા. એના હાથમાંથી અનોપચંદે પકડાવેલું અખબાર સરી પડ્યું એનું પૂરું શરીર ધ્રુજી રહ્યું હતું. એ પરસેવે રેબઝેબ થઇ ગઈ હતી. એનું માથું ટેબલ પર ઢળી પડ્યું.

xxx 

"જીતુભા, ક્યાં છો તમે?" મુંબઈ એરપોર્ટ પર ઉતરીને જીતુભા એ મોબાઈલ ચાલુ કર્યો કે તરત જ એને ગુલાબચંદનો ફોન આવ્યો.

"અરે ગુલાબચંદજી, કેમ છો મજામાં? હું દુબઈથી હમણાં જ મુંબઈ ઉતર્યો હું મારા મહેમાન ની આજે જ કૈક એરેન્જમેન્ટ કરવું છું. સોરી તમને 3-4 દિવસ હેરાન કરવા બાદલ."

અરે કોઈ વાંધો નહિ હું અહીં વહેવારિક કામેં  મુંબઈમાં આવ્યો છું. અને કાલે બપોર સુધી અહી જ છું, અને તમે આજે નહીં કાલે તમારા મહેમાનોને લેવા આવજો. તમે હમણાં ઉતર્યા છો થાક્યા હશો. આજે આરામ કરો કાલે બપોર પછી મળીએ." કહી ગુલાબચંદે ફોન કટ કર્યો જીતુભા એ ફટાફટ ટેક્સી પકડી અને પોતાના ઘરે પહોંચ્યો. ઘરમાં એના મામા સુરેન્દ્રસિંહ અને માં એ બેજ હતા. સ્નાન કરી નાસ્તો કરીને એને પોતાના બેડરૂમમાં લંબાવ્યું. ત્યાં એના મોબાઈલમાં ફરીથી રિંગ વાગી "સ્ક્રીન પર જોતા જીતુભા બોલ્યો. "બોલ સોનકી, શું કામ છે?"

"અરરરર, જીતુભા તમે તમારી બહેન ને આમ સોનકી કહો છો એ સારું નથી. જીગ્ના બોલું છું ઓળખીને? તમને મેં કહ્યું હતું ને કે મારવાડી માંજ મારો કંઈક મેળ પડશે. તો સાંજે તમારી આ ફ્રેન્ડની સગાઈમાં આવી જજો અને પૃથ્વી જીજુ ને તમારી સાથે લઇ આવજો. 

ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Rakesh

Rakesh 5 માસ પહેલા

Umesh Donga

Umesh Donga 5 માસ પહેલા

Anish Padhiyar

Anish Padhiyar 6 માસ પહેલા

Bhayani Alkesh

Bhayani Alkesh માતૃભારતી ચકાસાયેલ 6 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 6 માસ પહેલા