તલાશ - 2 ભાગ 55 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

તલાશ - 2 ભાગ 55

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે.  આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.

 
પ્રિય વાચકો, સૌથી પહેલા તો વચ્ચેથી અચાનક તમારા બધા ની  રસક્ષતિ કરીને 15-20 દિવસ સુધી તલાશ -2 ના નવા હપ્તા અપલોડ ન કરવા બાદલ દરગુજર કરશો. કેટલાક અંગત કારણોસર હું આટલા દિવસો ન લખી શક્યો. પણ તમારો જે અવિરત પ્રેમ મને સતત ફોન વોટ્સએપ અને રૂબરૂ મળીને મળતો રહ્યો એ બદલ ખુબ ખુબ આભાર.  હવે (જોકે માંડ  બે ત્રણ પ્રકરણ બાકી છે.) વાર્તા રેગ્યુલર આવશે. સાથે જ ટીમ  માતૃભારતી નો પણ ખુબ ખુબ આભાર. ક્યારેક ડેડલાઈન ચુકી જાય તો પણ મારી વાર્તા ના પ્રકરણ નિયમિત રીતે પ્રકાશિત કર્યા છે. 

xxx  

"બોલ હવે તારે શું ખુલાસા કરવાના છે? અને ત્યાં ઇઝી ચેર પર બેસી ને જ બોલજે. અહીં મારા પલંગ પર તારા માટે જગ્યા નથી. તારી વાત પુરી થાય પછી હું પરમિશન આપું તો જ તું અહીં આ આપણા, મારા બેડરૂમમાં રોકાઈશ  નહીં તો ગેસ્ટરૂમમાં તારી પથારી તૈયાર કરાવી છે ત્યાં. અને જો તારે મારી પરવાનગી વગર અહીં આ બેડરૂમમાં રોકાવું હોય તો કાલે બપોરે મારી અમેરિકાની ફ્લાઇટ હું પકડી લઈશ." બેડરૂમમાં ઘુસતા જ નીતાએ એક શ્વાસે નિનાદ ને કહ્યું. 

"રિલેક્સ, નીતુ  ડાર્લિંગ..."

"ડોન્ટ કોલ મી ડાર્લિંગ, એટલીસ્ટ નોટ નાવ. એન્ડ સ્ટાર્ટ યોર સ્ટોરી, આમેય સ્ટોરી બનાવવામાં તું ઉસ્તાદ છે." કૈક ઉદાસ અવાજે નીતા એ કહ્યું.  

"ઓકે આ બધું લગભગ 18 મહિના પહેલા શરૂ થયું. તું તો જાણે છે કે કંપનીનો ફેલાવો વધારવા આપણે બધા હંમેશા કઈ ને કઈ કરતા હોઈએ છીએ. એવા જ એક કામ માટે હું ઓસ્ટ્રેલિયા માં હતો. મને મારા સોર્સ દ્વારા એક નવી ઓફર મળી કે ઓસ્ટ્રેલિયાના ટોપ 5માં સ્થાન ધરાવતા બિઝનેસ ટાયકૂન પોતાની દીકરી ની જીદ પુરી કરવા એક ફેશન હાઉસ ખોલવા માંગે છે, અને એની પહોંચ ન માત્ર ઓસ્ટ્રેલિયા, પણ ન્યુઝીલેન્ડ ઉપરાંત અનેક એશિયાઈ અને યુરોપિયન દેશોમાં પ્રભુત્વ ધરાવે છે. અને ત્યાંના પ્રધાનમંત્રી સાથે અંગત સંબંધ ધરાવે છે. મેં મોકાનો ફાયદો ઉપાડવાનું નક્કી કર્યું. મેં મારા વચેટિયા દ્વારા એ બિઝનેસમેન સાથે અને પછી એની દીકરી સાથે મિટિંગ કરી એ મારા ચાર્મથી અંજાઈ ગઈ. ને મારી તમામ શરતો સાથે બિઝનેસ ડીલ કરવા તૈયાર થઈ ગઈ. અને ચટ મંગની અને પટ શાદી.જેવું.."

"સા  હલકટ એટલે મિટિંગની એ જ રાતે તે વગર લગ્ને ......"

"બસ, નીતુડી બહુ થયું. માન્યું કે હું તારો ગુનેગાર છું પણ, હું એટલો હલકટ કે લંપટ હવસખોર નથી કે કોઈને મળું ને માત્ર 4-6 કલાકમાં જ એની સાથે શારીરિક સંબંધ બાંધી બેસું."

"ઓકે તો શારીરિક સંબંધ બાંધવા તારે કેટલા કલાક નો સાથ જોઈએ?" કૈક વ્યંગ થી નીતાએ પૂછ્યું પણ એની આંખમાં પાણી આવી ગયા. નિનાદે આ જોયું એ પોતાની ખુરશીમાંથી ઉભો થઇ નીતા તરફ આગળ વધ્યો કે તરત જ નીતાએ એને રોક્યો અને કહ્યું. "નિનાદ અગ્રવાલ, ડોન્ટ મુવ" નિનાદે જોયું તો નીતાએ પોતાનો જમણો હાથ પોતાના ગળા પાસે રાખ્યો છે અને એમાં વચલી આંગળીમાં પહેરેલી ગુલાબી નંગ વાળી વીંટીના ડાયમંડ પર એનો અંગુઠો રાખ્યો છે. એ અટક્યો અને બોલ્યો. "ઓકે, સોરી નીતા હું હવે અહીંથી નહિ ઉઠું. પણ પ્લીઝ મારી વાત તો પુરી સાંભળ." 

"બોલ જલ્દી, મને બહુ નીંદર આવે છે અને આમેય તારી આ મનોહર કહાનીઓમાં મને રસ નથી. હવે હું તને ખુલાસો કરવા માટેની ટાઈમ લિમિટ બાંધી દઉં એ પહેલા જલ્દી જલ્દી બોલવા માંડ"

"18 મહિનાની વાત કરતા અઢાર કલાક પણ ઓછા પડે નીતા, એટલી સમજદાર તો તું છે. છતાં હું ઝડપથી કહેવાની કોશિશ કરીશ. હા તો અમારી પહેલી મુલાકાત માં ગ્રેશ મારા વ્યક્તિત્વ થી અંજાઈ ગઈ.  અને મારી બધી શરતો કબૂલીને મારી પાર્ટનર એટલે કે બિઝનેસ પાર્ટનર બનવા તૈયાર થઇ ગઈ. મેં ઈંવેંસ્ટંમેન્ટ લગભગ 85% રૂપિયા એના લીધા. જયારે પાર્ટનરશીપ 50% હતી તો પણ એણે વાંધો ન લીધો. મેં એના બની ઓળખાણ નો ભરપૂર ફાયદો કંપનીના કામ માટે કરવા માંડ્યો અને આપણને જેવા જાંબાઝ માણસની જરૂર છે એવા માણસો ખોળવા મંડ્યા. અને જ્યાં જરૂરી હોય ત્યાં સરકારી મશીનરીમાં આપણા માણસો ને ગોઠવવા મંડ્યા ફેશન હાઉસમાં ફેશન ઉપરાંત ડેટા કલેક્શન નું કામ પુરજોશમાં શરૂ થયું. અને 'કટિંગ એન્ડ ફિટિંગ' શરૂ થઇ પછી 2 મહિને હું ફરી ઓસ્ટ્રેલિયા ગયો ત્યારે મેં જોયું તો ગ્રેસ પોતે જેમ અહીં તું કંપનીના હિતમાં કામ કરે છે એમ દેતા કલેક્શનમાં અને નાના મોટા ઓપરેશનમાં રસ લેતી થઇ હતી અને હું જયારે ત્યાં પહોંચ્યો એજ વખતે એને મને પ્રપોઝ કર્યું. મેં એને તારા, આપણા દીકરા અને કંપની વિશે બધું જ જણાવી દીધું."

"તો તરત જ એણે ડિવોર્સ લઈ લેવાનું કહ્યું હશે?" નીતાએ એને રોકીને ઈર્ષ્યાથી પૂછ્યું.

"ના. આપણા લગ્નની અને સંતાનની વાત સાંભળીને એને તરત જ કહ્યું કે 'નીતા મેડમ'ને તો ડિવોર્સ દેવાનું સ્વપ્નમાં પણ ન વિચારતો એને તારા પર કેટલો ભરોસો છે. તમારે ત્યાં લગ્નસંબંધની એક ઈમોશનલ વેલ્યુ છે એ હું સમજુ છું.'

"તો પછી તારે એની સાથે સંબંધ.." નીતાએ પૂછ્યું 

" 'પણ અહીં મને એવા કોઈ સંબંધની જરૂર નથી તું મને ગમે છે તારું કામ અને કામ કરવાની રીત મને ગમી. જેટલા દિવસ તું અહીં રોકાઈશ એટલા દિવસ મારો પતિ બનીને રહે' ગ્રેસે મને કહ્યું હતું. "

"અને તને મસ્ત મોકો મળી ગયો." ગુસ્સાથી નીતાએ કહ્યું. 

"ના એને ધક્કો મારીને હું એના ફ્લેટમાંથી નીકળી ગયો અને એક બારમા ગયો. અને ચિક્કાર દારૂ પીધો. મારે નશામાં ધૂત થવું હતું અને તને બધું સાચું કહી દેવું હતું મે તને ત્યાંથી ફોન કર્યો પણ તે ફોન ન ઉચક્યો. મે સતત દોઢ કલાક ટ્રાય કરી પણ તે ફોન ન ઉચક્યો. મને તારી ચિંતા થઇ અને મેં મોહનલાલને તારે વિશે પૂછ્યું તો એણે  જણાવ્યું કે તું ગરવાલે સન્સના મેરેજમાં ગઈ છો. મેં સતત પીવાનું ચાલુ રાખ્યું. અને આખરે બારના બાઉન્સર્સ જયારે મને બહાર ફેંકી દેવા ઉઠ્યા એજ વખતે ગ્રેસ કે જે ક્યારની મારા પાછળના ટેબલ પર બેઠી હતી એણે એમને રોક્યા અને મને સહારો આપીને બહાર લઇ આવી મેં સખ્ત પીધું હતું અને એના પર વોમિટ કરી. પણ એને જેમ તેમ એના ડ્રાઇવરની સહાયથી.મને એના ફ્લેટ પર લઇ ગઈ. પણ એ રાત્રે તે ફોન શું કામ ન ઉચક્યો?"  

"નિકુંજને ગળામાં કઈક ફસાઈ ગયું હતું. કોઈ રમકડાંનો પાર્ટ કે એવું કંઈક. મને સૌમિલે માંડ બધી લેડીઝની ગપસપ માં હતી ત્યાંથી શોધી અને એ સમાચાર આપ્યા.હું ગભરાઈ ગઈ હતી. કેમ કે ઘરના બધા મેમ્બર કોઈ ને કોઈ કામે મુંબઈની બહાર હતા, જેમતેમ મેં એને આપણી હોસ્પિટલ પહોંચાડ્યો એ શ્વાસ પણ નહોતો લઇ શકતો. તાત્કાલિક ડો.મહેતાએ એની સારવાર કરી અને નિકુંજનો જીવ બચ્યો હું ગભરાયેલી હતી. એટલે એ વાત મેં આજ દિવસ સુધી ઘરનાથી છુપાવી હતી ડો. મહેતાને અને સૌરવ અને નિકુંજને પણ આ વિશે કોઈને કઈ ન કહેવાનું કહ્યું હતું. હું મારી ભૂલ કબૂલ કરું છું. મારે આ વાત છુપાવવાની જરૂર ન હતી." નીતા એ રડતા રડતા કહ્યું. 

"બસ એવું જ કૈક મારી સાથે પણ થયું. મારે તને બધું કહી દેવું હતું. મારે તારાથી કંઈ છુપાવવું ન હતું. જયારે હું હોશમાં આવ્યો ત્યારે ગ્રેસના બેડરૂમમાં હતો. ઘરમાં નોકરો હોવા છતા એણે કોઈની પરવા વગર મને નવડાવીને મારા કપડાં બદલ્યા હતા. મેં જોયું તો એ આખી રાત જાગતી બેઠી હતી એની આંખો રડીને સૂઝી ગઈ હતી અને મારી આ હાલત માટે એ પોતાની જાતને દોષી માનતી હતી. મેં એને સાંત્વન આપવા એક હળવું આલિંગન આપ્યું અને એ મને વળગી પડી અને એટલું જ કહ્યું કે 'જેમ તું તારી પત્ની 'નીતા મેડમ ને દગો નથી આપી શકતો એમ હું તારા વગર નહિ જીવી શકું.' મેં એના વાંસા પર હાથ પ્રસરાવ્યો હું એને અળગી કરવાની કોશિશ કરતો હતો પણ એ મને છોડી નહોતી રહી. મેં દૂર જવાની કોશિશ કરી પણ.. એ મને એકદમ વળગી રહી  અને... અને .. છેવટે..આખર હું પણ કોઈ સંત પુરુષ નથી એક પુરુષ છું જુવાન છું." કહેતા નિનાદ ની આંખોમાં પાણી આવી ગયા નીતાને થયું કે હું એને માફ કરી દઉં. છતાં એણે પૂછ્યું. "ચાલો પહેલીવાર જે થયું એ ભૂલ હતી પણ પછી દર 3-4 મહિને પંદર દિવસ? હું એટલી મહાન નથી કે તારી આટલી ભૂલોને માફ કરી શકું."

"એ બનાવ પછી 2 દિવસમાં જ હું ત્યાંથી નીકળી ગયો હતો અને એ દરમિયાનમાં મેં એક પણ વાર એને સ્પર્શ તો શું વાત પણ કરી ન હતી. અને અહીં આવી ને મેં તને એના નામ અને નવી કંપનીમાં એના હોદ્દા સિવાય બધું જ જણાવી દીધું હતું."

"તે મને એમ કહ્યું હતું કે કટરે એક છોકરી સાથે સબંધ રાખવો પડ્યો હતો  અને આમેય હું સતત તારી સાથે થોડી હોઉં છું મેં તો ઉલટાની તારી ઇમાનદારીના વખાણ કર્યા હતા. પણ પછી?"

"બીજી વાર લગભગ 5 મહિને હું ઓસ્ટ્રેલિયા ગયો 3-4 દિવસ સુધી અમારે માત્ર કામની વાતો ની જ ચર્ચા થઈ. હું એના એપાર્ટમેન્ટમાં નહીં પણ હોટલમાં જ ઉતર્યો હતો. લગભગ 5માં દિવસે એના પપ્પાને અચાનક હાર્ટ એટેક આવ્યો એ 3 દિવસ આઈસીયુમાં હતા. મેં પણ કામમાંથી સમય કાઢીને એને હોસ્પિટલમાં સાથ આપ્યો એ સાવ ભાંગી પડી હતી 4 થે દિવસે એના પપ્પાને રજા મળી ત્યારે એમણે ગ્રેસને પોતાના બંગલે થોડા દિવસ રોકાવા આવવા કહ્યું. એ ન માની ને પોતાના એપાર્ટમેન્ટ પર ચાલી ગઈ. એના પપ્પાએ મને રિક્વેસ્ટ કરીને મને એને મનાવવાનું કહ્યું. હું ફરી એના એપાર્ટમેન્ટ પર ગયો. એ મારી મોટી ભૂલ હતી. એ શૂન્ય મસ્તક થઈને ઉદાસ બેઠી હતી. એ ઉદાસીમાં પણ ખુબ જ સુંદર દેખાતી હતી અને એને મનાવવાનો બદલે હું એને ઊંચકીને એના બેડરૂમમાં લઇ ગયો અને પછી... હવે મને લાગે છે કે કોઈ નશેડી ને નશા ની લત લાગે એમ મને એની લત લાગી ગઈ છે. પણ હું આપણા નિકુંજના સોગંદ ખાઈને કહું છું કે માત્ર 30 મેં સુધી તું કઈ આદુ અવળું પગલું ન ભરતી હું બધું પપ્પાજીને કહી દઈશ અને આ જે 'કટિંગ એન્ડ ફિટિંગ' કંપની વિશે મારા ગ્રેસ સાથેના સંબંધો વિશે બધું જ. અને તને વચન આપું છું કે આજ પછી અત્યારથી જ હું અગર જીવનમાં ગ્રેસ ને મળીશ તોય અમારા સંબંધ પ્રોફેશનલ જ રહેશે. પ્લીઝ તું મારુ નશા મુક્તિ કેન્દ્ર બન. નહીં તો એટલું ચોક્કસ છે કે હું આપઘાત.." એનું વાક્ય અધૂરું રહ્યું નીતા એને વળગી પડી.

xxx 

લગભગ 15 મિનિટ પછી બન્ને એ એકમેક ને રડતા શાંત પડ્યા પછી નીતાએ કહ્યું. "ચાલ ઓસ્ટ્રેલિયા વાળી વાત તો મેં તારી માની લીધી પણ જર્મની દુબઇ નો ખુલાસો તે નથી આપ્યો અને કદાચ હું ગ્રેસ માટે તને માફ કરી દઉં તો પણ જર્મનીની ક્રિશ્ટિના અને દુબઈની ભગવાનભાઇ ની શ્વેતા.."

"તારી વાત સાચી છે નીતા. પણ માણસે એક ભૂલ કરી હોય એટલે હમેશા એને ગુનેગાર માનવો યોગ્ય નથી પહેલી વાત દુબઈના ભગવાન ભાઈની શ્વેતાની તો જયારે પાર્ટનરશીપમાં ફાઇનલ સહી થતી હતી ત્યારે મને ખબર પડી કે ભગવાન ભાઈનું નામ માત્ર છે. બધું ઇન્વેસમેન્ટ શ્વેતાના સ્વર્ગસ્થ પતિના રૂપિયે એ લોકો કરી રહ્યા છે. હું લગભગ 275 કરોડ રૂપિયા રોકી ચુક્યો હતો મેં તરત જ સ્પષ્ટતા કરીને ભગવાન ભાઈને કહ્યું હું માત્ર તમને જ ઓળખું છું મને શ્વેતાને ઓળખવામાં કે એની સાથે કોઈ બિઝનેસ કરવામાં રસ નથી તો એમને જણાવ્યું કે એક્ટિવ પાર્ટનર એ જ રહેશે માત્ર સહી શ્વેતાની રહેશે."

"હમમમ. અને ક્રિસ્ટિના.." શંકાશીલ પત્ની ની જેમ નીતા એ પૂછ્યું.

"ઓહ્હ ક્રિસ્ટિના, અરે એ આંટી તો પપ્પાથી 3-4 વર્ષ મોટા છે લગભગ 75+ ઉંમરના. પણ એમને એમના 2 ભારાડી ભત્રીજા ને લાઇને ચડાવવા હતા. અને બધા રૂપિયા એમને એમ ઉડાવવા નહોતા દેવા. એટલે યુરોપના મારા એક ફ્રેન્ડ દ્વારા મારો સંપર્ક કર્યો મારે જર્મનીમાં એક બ્રાન્ચ ખોલવી હતી. ઇન્વેસમેન્ટ પણ બહુ ઓછું કરવાનું હતું. એટલે.. "

"તું સાચું કહે છે?

"હા હું જેટલું બોલ્યો એ બધું જ સાચું બોલ્યો છું. તારા સમ " કહીને એને નીતાને બાહોપાશમાં ભરી નીતાને લાગ્યું કે છેલ્લા દોઢ વર્ષથી ખોવાયેલ એનો પતિ એને ફરીથી મળી ગયો છે અને એ નિશ્ચિન્ત થઈને એને વળગીને બેડ પર સુઈ ગઈ 10 મિનિટમાં એને નીંદર આવી ગઈ પણ નિનાદ, નિનાદ જાગતો હતો અને એની આંખોમાં એક પિચાશી ચમક હતી. અને વિજયનું સ્મિત એના ચહેરા પર રમી રહ્યું હતું.  

ક્રમશ:

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Rakesh

Rakesh 5 માસ પહેલા

Umesh Donga

Umesh Donga 5 માસ પહેલા

Parash Dhulia

Parash Dhulia 6 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 6 માસ પહેલા

MINAXI PATEL

MINAXI PATEL 6 માસ પહેલા