તલાશ 2 - ભાગ 5 Bhayani Alkesh દ્વારા પુષ્તક અને વાર્તા PDF

તલાશ 2 - ભાગ 5

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો  હેતુ માત્ર મનોરંજન નો છે. 

 

"ઓકે." કહી ચાર્લી નીકળ્યો. પછી જીતુભા એ સિન્થિયાને કહ્યું. "હી ઇઝ ધ કલ્પ્રિટ" (એ જ ગુનેગાર છે). સાંભળીને સિન્થિયા જીતુભા સામે તાકી રહી પછી કહ્યું. તને  ખાતરી છે કે એ જ ગુનેગાર છે? અને જો ખાતરી હતી તો એને અત્યાર સુધી જીવતો કેમ છોડ્યો અરે મને ઈશારો કર્યો હોત તો હું એને ઉડાવી દેત. મિસિસ બ્રિગેન્ઝાને મિશેલ બેગ પેક કરીને નીચે હોલમાં આવી ગયા હતા. એ બધી વાતો સાંભળતા હતા.

“જો સિન્થિયા અત્યારે તને માઈકલની તબિયતની ચિંતા છે. ઉપરાંત મિશેલની સલામતીની પણ ફિકર છે. એટલે તારું મગજ કામ નથી કરી રહ્યું. હવે સિનારિયો સમાજ, આપણે ગાર્ડનમાંથી નાસામાં કંઈક ગરબડ છે એ જોઈને દોડ્યા. જયારે ત્યાં પહોંચ્યા ત્યારે સિક્યુરિટી ગાર્ડ બહાર મરેલા પડ્યા હતા. અંદર લોલા અને માર્કોસ પણ મરેલા હતા. જયારે હેનરી ડેવિડ અને માઈકલ મરણતોલ હાલતમાં હતા. ઉપરાંત બીજું કોઈ હાજર ન હતું. જે કહી શકે કે હુમલો કોણે કર્યો છે. જયારે હું ઉપર હતો ત્યારે પોલીસ આવી પછી તું એની સાથે ઉપર આવી એ વખતે ચાર્લી ક્યાં હતો?"

"મને નથી ખબર એ ક્યાંક અંદર જ હતો,ત્યાંથી જ બહાર આવ્યો."

"હવે વિચાર માર્કોર્સને બાથરૂમમાં ઘૂસીને ગોળી મારી છે. જયારે ચાર્લી અંદર હતો, વળી એ તારા અને માઈકલ પછીનો સહુથી સિનિયર મેમ્બર છે. અને એના કહેવા પ્રમાણે જો માર્શા એ હત્યારાને બોલાવ્યા હોય તો એ લોકો ચાર્લીને શુ કામ જીવતો રહેવા દે? એટલીસ્ટ એકાદ ગોળી તો એને વાગી હોય અથવા એકાદ ગોળી એને સામે ચલાવી હોય જેમ હેનરી અને ડેવિડે ચલાવી એમ"

"ઓહ.. ગોડ મને આ વિચાર જ ન આવ્યો." સિન્થિયા માથું પકડીને બોલી. પછી ઉમેર્યું. "પણ તો પછી એ તો દાવો કરે છે કે ફૂટેજ ચેક કરો. માર્શા એ જ મેઈન ગેટ પર આદેશ આપીને દરવાજો ખોલાવ્યો હતો." 

"એક્ઝેટલી શું થયું એ તો મને નથી સમજાતું પણ એક શક્યતા છે કે માર્શા  કોઈ કામે બહાર  જતી હોય એ વખતે. ચાર્લી એને કહ્યું હોય કે "પ્લીઝ ગેટ પર મને મળવા ક્લાયન્ટ આવ્યા છે એને અંદર મોકલી દે. પછી પોતે નીચેના બાથરૂમમાં ભરાયો હોય. પોતે ક્યાં છુપાય છે એ એણે હુમલાખોરને પહેલેથી કહી રાખ્યું હોય જેથી કોઈ એને નુકસાન ન પહોંચાડે. પછી જયારે પોલીસ આવી ત્યારે પોતે હળવેકથી બાથરૂમમાંથી બહાર આવી ગયો. અને જયારે એણે માર્શા સાથે વાત કરી ત્યારે પોતે કેમેરામાં કેપ્ચર ન થાય એવું કર્યું હોય. મે બી બાથરૂમ માંથીજ બોલ્યો હોય. "

"તો પછી માર્શા ક્યાં ગઈ?" અને માર્શા એની સાથે સામેલ નથી, એવું કઈ રીતે નક્કી થાય.?"

"હું માઈકલ પાસે પહોંચ્યો ત્યારે એ ભાનમાં હતો. અને મને ઓળખીને એ 'માર્શા  માર્શા' એમ 2 વખત બોલ્યો શક્ય છે કે 4 હુમલાખોર અંદર આવ્યા એ સિવાયના એના બીજા સાથીદારો બહાર છુપાઈને ઉભા હોય અને માર્શાને કિડનેપ કરી લીધી હોય એ દ્રશ્ય માઈકલે જોયું હોય એટલે જ એનું નામ બોલ્યો હોય કદાચ એને ક્યાંક લઇ જઈને મારી નાખી હોય અથવા એના પાસેથી નાસાની વધુ વિગત કઢાવવા કિડનેપ કરી હોય. શક્ય છે કે આ એજ ગ્રુપ છે જેના હાથમાંથી તમે નવીન ને છોડાવ્યો હતો."

"ઓહ્હ્હ. તો તો માર્શા ને એ જીવતી નહીં છોડે. ઉપરાંત જ્યોર્જ કંઈક કામે પોતાના માં બાપ ને મળવા ગયો છે. એનો જીવ પણ જોખમમાં છે."

"માત્ર જ્યોર્જ જ નહીં નાસાના તમામ એજન્ટ. કેમ કે ચાર્લી એની સાથે ભળી ચુક્યો છે."

"તો હવે? મિશેલને વેમ્બલી..."

"મિશેલને વેમ્બલી મોકલવાનો કોઈ અર્થ નથી એ લોકો રસ્તામાં જ ઘાત  લગાવીને બેઠા હશે. મને પણ સાડા અગિયારની ફ્લાઇટ ન પકડું તો સવાર પહેલા ઉડાવી દેવાની ધમકી આપી છે."

"ઓહ્હ ગોડ મને કઈ સમજાતું નથી શું કરવું?"

"સૌથી પહેલા તો સમજી લે ચાર્લી હમણાં 10 મિનિટમાં તને પૂછશે કે હું અને મિશેલ વેમ્બલી જવા નીકળ્યા કે નહીં.? એને કહી દેજે હા. નીકળી ગયા. પછી તારો ફોન સ્વીચ ઓફ કરી નાખજે.અને મિશેલને લઈને તું અને મિસિસ બ્રિગેન્ઝા હોસ્પિટલની બાજુમાં કોઈ હોટેલમાં શિફ્ટ થઇ જાઓ." હું મારી હોટલમાં જઈને કહીશ કે મારી ટિકિટ કન્ફર્મ થઇ છે અને હું સાડા અગિયારની ફ્લાઇટ પકડીને ઇન્ડિયા જાઉં છું. કહી હું ચેક આઉટ કરી નાખું છું. પછી હોસ્પિટલ નજીક તમે જેમાં રોકાશો એ નહીં બીજી હોટલમાં રોકાઇશ દરમિયાન હું શેઠજી સાથે ચાર્લી નું શું કરવું એ અંગે વાત કરી લઉ છું. 

"જીતુ મને જીવનમાં પહેલીવાર ડર લાગી રહ્યો છે. હું ફોન ચાલુ ન રાખી શકું?"

"ના"

"પણ મને તારી મદદની જરૂર અચાનક પડે તો?"

 "બહુ જરૂરી હોય તો હોટલનો ફોન વાપરજે." જીતુભાએ કહ્યું  સિન્થિયા એ પોતાના 3-4 જોડી કપડાં ફટાફટ એક બેગમાં ભર્યા, પછી બધા સિન્થિયાની કારમાં ગોઠવાયા, જીતુભાને હોટેલ પર ડ્રોપ કરીને પછી સિન્થિયા મિશેલ અને મિસિસ  બ્રિગેન્ઝા હોસ્પિટલથી 3 બિલ્ડીંગ દૂર એક હોટેલમાં 2 રૂમ બુક કરીને રોકાયા. એ વખતે ચાર્લી એ પોતાના ઘરમાં ફ્રેશ થઈને પલંગ ઉપર પડ્યો હતો. એણે કંઈક વિચારીને પોતાના મોબાઇલ માંથી એક નંબર ડાયલ કર્યો. એજ વખતે જીતુભા અનોપચંદ સાથે વાત કરી રહ્યો હતો. 

xxx

"જીતુભા વેમ્બલી જવા નીકળી ગયો છે. ત્યાંથી સીધો એરપોર્ટ જશે અને ફ્લાઇટ પકડીને ઇન્ડિયા." ચાર્લી કોઈને ફોનમાં કહી રહ્યો હતો. 

"ગુડ જોબ તારા પાઉન્ડ તારા કચરાના ડબ્બામાં મુક્યા છે. લઇ લેજે અને નવી કોઈ ઇન્ફોરમેસન હોય તો અપડેટ આપજે. આજ નંબર પરથી. અને સવારે આ સિમ થેમ્સ નદીમાં ફેંકી દેજે. 

xxx

"સર, એનું મરવું બહુ જરૂરી છે. આ તો આપણા જ સ્ટાફનો માણસ છે એટલે તમારી પરમિશન માંગી." જીતુભાએ અનોપચંદને કહ્યું.

"જીતુભા મને લાગે છે કે તારે આરામની જરૂર છે. આપણે પછી વાત કરીશું 4-6 કલાક આરામ કરી લે, તે હોટલ બદલી કે નહીં?"

"શેઠજી મને આરામની જરૂર નથી. એને માર્યા વગર મને ચેન નહીં પડે."

"એ ભલે હજી જીવતો જીતુ, તારું મગજ પણ સ્ટ્રેસમાં આવી ગ્યું છે. અત્યારે પ્રાયોરિટી માર્શાને શોધવાની છે. ચાર્લી ને મારવાના આપણ ને પછી પણ મોકો મળશે."

"હા એ વાત તો યાદ જ ન આવી."

"તને શું લાગે છે કોણે આ કામ કર્યું હશે?"

"મારા હિસાબે નવીન ને આપણે છોડાવ્યો એનો બદલો લીધો છે."

"ઓહ હવે મગજમાં બેઠું કે ઓલી છોકરીએ તને ફોન શું કામ કર્યો." સાંભળીને જીતુભા એક ક્ષણ ચોંકી  ઉઠ્યો. પછી કહ્યું. "એટલે શેઠ જી, ઓલી નીના ગુપ્તા."

"યસ એ જ એજ છોકરી. પણ મને નથી લાગતું કે એને ખબર હોય કે એને રાજસ્થાનમાંથી ભગાડનાર તું જ છે."
"ઠીક છે શેઠ જી એ જે હશે એને ભરી પીશું પહેલા મને માર્શા ને ક્યાં શોધવી એ વિષે વિચારવું પડશે. મને નથી લાગતું કે મારે પરમ દિવસે સવારે ફ્લાઇટ પકડવી જોઈએ. એકાદ અઠવાડિયું તો બધું સેટ કરવામાં જશે.  

"એ માર્શાનું લોકેશન તને મોહનલાલ અડધા પોણા કલાકમાં જણાવશે."

"ઓહ તો એનેય મારી જેમ ઘડિયાળ મળી છે એમ ને" સહેજ મુશ્કુરાઈને જીતુભાએ પૂછ્યું."

"ના એ છોકરી ને ડાયમંડના ઈયરિંગ્સ નો શોખ છે" હસીને અનોપચંદે કહ્યું પછી ફોન કટ કર્યો.  

xxx

"જીતુભા, શું વાત થઇ" હોસ્પિટલની સામે આવેલ એક નાની રેસ્ટોરાંમાં બેસીને સિન્થિયા જીતુભાને ત્યાંની લેન્ડ લાઇન થી પૂછી રહી હતી.

"સિન્થિયા તું હોસ્પિટલમાં પહોંચ, મને શેઠે કૈક અગત્યનું કામ કહ્યું છે. એ પતાવવા જવું પડશે. 

"જીતુ, આપણો ફોન પૂરો થાય પછી મારે એક બીજો ફોન વીલીને કરીને ચાર્લી ને એરેસ્ટ કરવાનું કહેવું છે પછી હું ફ્રી જ છું. જ્યાં જવાનું હશે ત્યાં હું સાથે આવીશ." 

"હમણાં તો હું હોસ્પિટલમાં આવું છું. મને માર્શાની ખબર મળશે એટલે હું જઈશ. તારી જરૂર નથી હું એકલો કાફી છું. હોસ્પિટલમાં પણ માઈકલનો જીવ જોખમમાં છે. અમારે ત્યાં આવા હોસ્પિટલમાં એટેકના ઘણા બનાવ બને છે." જીતુભા એ એને કહ્યું. પણ અનોપચંદ એન્ડ કંપનીના નેટવર્કથી એ હજી અજાણ્યો હતો.

xxx

"ક્રિસ્ટોફર તું ક્યાં છે?" નિનાદ પૂછી રહ્યો હતો.

"સર, નાસા પર હુમલો થયો છે અને.."

"મને ખબર મળી ચુકી છે. અત્યારે તું ક્યાં છે?'

"નોર્થ મિડલસેક્સ યુનિવર્સિટી હોસ્પિટલમાં રિપોર્ટિંગ કરવા એટલે કે વિડીયો ઉતારવા આવ્યો છું. સ્ટેલા સાથે."

"એને રવાના કર. ને તારે ઓફિસમાં જવાની જરૂર નથી. તારે માઈકલ ની આજુબાજુમાં રહેવાનું છે."

"ભલે સર, હમણાં જ એનું ઓપરેશન પૂરું થયું છે. પણ હાલત બહુ ક્રિટિકલ છે. સ્પે. રૂમ માં શિફ્ટ કર્યા છે. ડેવિડનું લોહી બહુ જ વહી ગયું છે. એ કદાચ નહીં બચે. અને હેનરી કદાચ કાલે કંઈક ઇન્ફોર્મેશન આપી શકશે."

"ગુડ જોબ અત્યારે સિન્થિયાને આવું કઈ પૂછવાની હિંમત ન હતી. ખેર તું કઈ રીતે..?"

"સર હું ગોઠવી લઈશ. આપ ચિંતા ન કરો" 

"યાદ રાખજે એની નજીક જ રહે જે સાવ નજીક"

"ઓકે. પણ અહીં કઈ થાય તો પછી?"

"ગમે તે હોય ઉડાવી દેજે. કોઈને પૂછવાની જરૂર નથી. હું સંભાળી લઈશ છતાં સલાહની જરૂર પડે તો જ જીતુભાને તારી ઓળખ આપજે. મેં તને એનો ફોટો મોકલ્યો હતો " 

"યસ સર".

xxx

"શું કરવું છે. હવે?"

"કઈ નહીં આરામ."

"તો પછી વેમ્બલીના રસ્તે.."

"કોઈ વેમ્બલી નહીં જાય. આપણું આ ઓપરેશન પૂરું થયું." 

"ઓલી નું શું કરીશું." 

"કઈ નહીં સવારે એને છોડી દઈશું  જો એ કઈ કામની માહિતી આપે તો જીવતી નહીં તો પછી...."

"પણ આપણે ત્યાં રોકાવું જોઈતું હતું. કોઈ એને છોડાવવા આવશે તો?"

"પાગલ એને છોડાવવા કોણ આવવાનું?"

"કંઈક ટ્રેકિંગ સિસ્ટમ વાપરતા હોય તો ગોતી શકે." 

"તારી વાત વિચારવા જેવી છે. અઝહર પણ અત્યારે એ લોકો આઘાતમાં છે. અને આટલું જલ્દી કોઈ એક્શન લે એવું મને નથી લાગતું."

"નાઝ, લડાઈમાં જીતવાનો એક સુવર્ણ રુલ યાદ રાખજે દુશ્મન ને ક્યારેય ઓછો ન આંકવો."

"ઓકે તો પછી જમવાનું પતાવીને ત્યાં પહોંચી જઈએ. મારા બીજા સોહર ના શું ખબર છે?. "

"શાહિદ આપણી બ્રિટનમાંથી બહાર નીકળવાની વ્યવસ્થા કરવા ગયો છે. સવારે 6 વાગ્યા સુધીમાં આપણે 3ણે અલગ અલગ રસ્તે અહીંથી બહાર નીકળી જવાનું છે."

"મને નથી લાગતું કે એ લોકો ત્યાં સુધી પહોંચી શકે." નાઝે કહ્યું પણ એના વિચાર ખોટા હતા. માર્શા નું લોકેશન મોહનલાલની ટીમે જીતુભાને આપી દીધું હતું.  

xxx

"સિન્થિયા આ ''ઇન્ડિયન કરી' નોર્થ મિડલસેક્સમાં કઈ જગ્યાએ છે?" હોસ્પિટલમાં માઈકલના સ્પે રૂમમાં જીતુભા સિન્થિયાને પૂછી રહ્યો હતો 

"કેમ ભૂખ લાગી છે?" સિન્થિયા એ સહેજ મુસ્કુરાઈ ને પૂછ્યું. રૂમની બહાર બેઠેલ પુરુષ નર્સ આ સંવાદ ધ્યાનથી સાંભળતો હતો બહેરા લોકો માટેનું કાનમાં સાંભળવાનું યંત્ર એણે કાનમાં લગાવેલું હતું હમણાં 10 મિનિટ પહેલા જ એ સ્પે રૂમમાં ફલાવર વાઝમાં તાજા ફૂલ મૂકી ગયો હતો. પાંચેક મિનિટ પહેલા જીતુભા એ રૂમમાં પ્રવેશ્યો કે તરત જ એણે જીતુભાને ઓળખ્યો હતો. એ ક્રિસ્ટોફર હતો. 

ક્રમશ:


 નાઝ, અઝહર અને શાહિદની ત્રિપુટી હવે નાસાની પાછળ પડી છે. પણ જીતુભાને ખબર મળી ગઈ છે કે માર્શા ક્યાં છે. શું ક્રિસ્ટોફર જીતુભાની મદદ કરશે ? જીતુભા માર્શા ને છોડાવી શકશે.? ચાર્લી નું શું થશે. જાણવા માટે વાંચતા રહો તલાશ 2 ભાગ 6  

 

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

 

રેટ કરો અને રિવ્યુ આપો

Priti Patel

Priti Patel 3 માસ પહેલા

Bhayani Alkesh

Bhayani Alkesh માતૃભારતી ચકાસાયેલ 8 માસ પહેલા

Varsha Prajapati

Varsha Prajapati 11 માસ પહેલા

Bhavisha R. Gokani

Bhavisha R. Gokani માતૃભારતી ચકાસાયેલ 1 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 1 વર્ષ પહેલા