talash 2 part 4 books and stories free download online pdf in Gujarati

તલાશ 2 - ભાગ 4

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો  હેતુ માત્ર મનોરંજનનો છે. 

 

નાસામાં થયેલા શૂટ આઉટના ખબર પુરા લંડનમાં ફેલાય હતા. અનેક ન્યુઝ પેપર અને ચેનલના પત્રકાર ત્યાં પહોંચ્યા હતા. પોલીસેએ બધાને નાસાના મુખ્ય ગેટ પાસે જ અટકાવ્યા હતા. એ માટે વધારાની પોલીસ મંગાવવી  પડી હતી. ભલે નાસાવાળા પોતાની સિક્યુરિટી સર્વિસ  ચલાવતા હતા પણ આખરે એ બધા ગ્રેટ બ્રિટનના નાગરિકો હતા. વળી અનોપચંદ એન્ડ કુ.નું મોટું રોકાણ બ્રિટનમાં પણ હતું. બધા પત્રકારને એક્ઝેટ શું થયું છે એ જાણવું હતું  કેટલાક ને ન્યુઝ મળતા નોર્થ મિડલસેક્સ યુનિવર્સિટી હોસ્પિટલ પહોંચ્યા હતા. જે નાસાની ઓફિસથી 10-12 મિનિટના અંતરે  હતી. 'બ્રિટન ટુડે' નામની ચેનલની એક પત્રકાર સ્ટેલા પણ આ ન્યુઝ કવર કરવા આવી હતી. એણે ઉત્તેજનાથી પોતાના બોસ બોબને ફોન લગાવ્યો. ફોન ઉચકાતા જ એ બોલી. "બોબ એક બ્રેકિંગ ન્યુઝ છે. તને નાસા ખબર છે ને ઓલી પ્રાઈવેટ સિક્યુરિટી એજન્સી. એમાં શૂટ આઉટ થયું છે. 3-4 જણા મરાયા છે. અને ઘાયલ ને તથા મરેલા લોકોને નોર્થ મિડલસેક્સ યુનિવર્સિટી હોસ્પિટલ લઇ જવાય છે. હું ત્યાં જાઉં છું. ત્યાં  કોઈ ફોટોશૂટ વાળને ત્યાં મોકલ, અહીંના ફૂટેજ હું ફ્રેન્ક સાથે મોકલી આપું છું. તું તૈયારી કરાવ કહી એણે ફોન કટ કર્યો. બોબ આ સમાચાર સાંભળીને બેસી પડ્યો. કેમકે "બ્રિટન ટુડે' ચેનલમાં નિનાદનો મોટો શેર હિસ્સો હતો. 

xxx

 "એ લોકો અંદર જ લાગે છે. આ કાર જુઓ" ચાર્લી કહ્યું. ચાર્લી અને જીતુભા કાર પાર્ક કરીને રો હાઉસના કમ્પાઉન્ડમાં ઘુસ્યા.બન્નેના હાથમાં ગન હતી " ચાર્લી તું કિચન સાઇડથી પાછળ જા, અને જો હું અહીં ગેટ પાસે છું."

"પણ ત્યાં 2-3 લોકો હશે. તો તમે મારી પાછળ જ રહો." 
"એ લોકો અહીં ગેટ પાસેથી ભાગી જશે." જીતુભાએ કહ્યું અને ચાર્લી કંઈક બડબડ કરતો આગળ વળ્યો. ત્યારે હત્યારો હોલની બારી પાસેથી મેઈન દરવાજા પાસે આવ્યો ચાર્લી કમ્પાઉન્ડમાં થોડો આગળ પહોંચ્યો હતો જયારે જીતુભા હજુ રો હાઉસના મુખ્ય દરવાજા પાસે હતો. બન્નેએ એક સાથે હત્યારાને જોયો અને જીતુભા એ ત્રાડ પાડી. "હેન્ડ્સ અપ ત્યાંજ ઉભો રહે નહીં તો વીંધાઈ જશે, અને તારા બીજા સાથીઓને બોલાવ." અચાનક આવી રાડ સાંભળીને હત્યારો ચોંક્યો અને એનું ધ્યાન જીતુભા પર પડ્યું એણે કઈ પણ વિચાર્યા વગર એના પર ફાયર કરી દીધો. જેવો એનો હાથ ઉંચકાયો એજ વખતે જીતુભા એ છલાંગ લગાવી અને પોતાનું સ્થાન બદલ્યું. અને વળતો ફાયર કર્યો જે બુલેટ સીધી હત્યારાના જમણા હાથમાં વાગી. આ બધી ધમાલ જોઈને ચાર્લી પણ પોતાની ગન ચલાવી.એની ગોળી સીધી હત્યારાની છાતીમાં ઘુસી ગઈ."ઓ બાપરે' એમ એક રાડ પાડીને એ ત્યાં જ ઢળી પડ્યો. 

xxx

"ઈડિયટ્ ચાર્લી આ શું કર્યું તે." જીતુભાનો પિત્તો ગયો.

"ચિલ્લા નહીં જીતુભા, મેં તારો જીવ બચાવ્યો છે." ચાર્લી પણ બરાડ્યો.અને જીતુભાને તુંકારે બોલાવ્યો.  

"બિહેવ યોર સેલ્ફ ચાર્લી, તું તારા બોસ સાથે વાત કરી રહ્યો છે. હું પણ એની છાતીમાં ગોળી મારી શકતો હતો.પણ એ જીવતો હોત તો એ આપણને બતાવત કે આપણી ઓફિસમાં હુમલો કરનાર કોણ હતા." જીતુભાનાં આવા પ્રત્યાઘાતથી ચાર્લી થોડો મૂંઝાયો અને કહ્યું. "સોરી સર, મારો એ મતલબ ન હતો. પણ તમને આવા ખુલ્લા શૂટ આઉટ નો ઝાઝો એક્સપિરિયન્સ ન હોય એટલે મેં ગભરાઈને ગોળી ચલાવી."

"તે કદી કાશ્મીરના આતંકવાદી સામે ઇન્ડિયન મિલિટરીના ઓપરેશન વિશે સાંભળ્યું છે? મેં એવા અનેક ઓપરેશનમાં હિસ્સો લીધો છે સમજ્યો. મને કેટલો એક્સપિરિયન્સ છે એ સમજવા માટે હજી તું બહુ ટુકો પડીશ." કહીએ હત્યારા પાસે પહોંચ્યા. તે જ વખતે પોલીસની 2 ગાડી ત્યાં આવી પહોંચી બધા એ મરેલા હત્યારા પાસે પહોંચ્યા. પછી જીતુભાએ દરવાજો ઠોક્યો.

"કોણ છે?" અંદરથી મિસિસ બ્રિગેન્ઝાનો ગભરાયેલો અવાજ આવ્યો એમણે ગોળીબારના અવાજ સાંભળ્યા હતા. પણ કોણ લોકો છે એ જોવાની એની હિંમત થતી ન હતી. 

"મિસિસ બ્રિગેન્ઝા, હું જીતુભા, મુંબઈથી આવ્યો છું એ. દરવાજો ખોલો હવે કોઈ ભય નથી હત્યારો મરી ગયો છે."

"આ તો ઓલ ઇન્ડિયન અંકલનો અવાજ છે." મિશેલે કહ્યું. જીતુભાં એ આટલા દિવસોમાં 3-4 વખત એની સાથે 15-20 મિનિટ ગાળી હતી એ અવાજ ઓળખી ગઈ.પછી મિસિસ બ્રિગેન્ઝાએ દરવાજો ખોલ્યો અને જીતુભાને થેંક્યુ કહ્યું. મિશેલ દોડીને જીતુભાને વળગી પડી. બહાર હત્યારાની લાશ પડી હતી. અને પોલીસ પોતાની કાર્યવાહી કરી રહી હતી. "સર, તમારે આ તમારી ગનનું લાયસન્સ અને એમાંથી ચાલેલી ગોળીઓનો હિસાબ વિલિયમ સરને 2 દિવસમાં સોંપવો પડશે કહી. પોલીસ ઓફિસરે હત્યારાની લાશને સાથે મંગાવેલ  એમ્બ્યુલન્સમાં મુકાવી 

"એક મિનિટ એના ખિસ્સામાંથી કઈ નીકળ્યું કઈ ઓળખપત્ર  વિગેરે." જીતુભાએ પૂછ્યું.

"ના એના ખિસ્સામાં માત્ર થોડા પાઉન્ડ છે. બાકી કઈ નથી અને આમેય આ નશેડીને હું ઓળખું છું 6-7 કેસ અમારા સ્ટેશનમાં તેની વિરુદ્ધ નોંધાયા છે. નક્કી કોઈ મોટા માથાએ એને હાયર કર્યો હશે." કહી એ લોકો વિદાય થયા. એ જ વખતે સિન્થિયા ત્યાં પહોંચી. અને મિશેલને સહી સલામત જોઈને એ એને ભેટી પડી પછી એને છોડીને જીતુભાને હગ કર્યું અને કહ્યું. "થેન્ક યુ. જીતુભા."

"અરે એમાં થેંક્યુ શું. એ મારી ભાણેજ છે. મારી દીકરી કહેવાય એને બચાવવા માટે થેંક્યુ ન કહેવાનું હોય."

"હત્યારાને તો મેં મારી નાખ્યો. અને બધી ક્રેડિટ આ જીતુભાને?" કહી ચાર્લી એ પોતાના હાથ ફેલાવ્યા સિન્થિયાને ભેટવા. પણ સિન્થિયાએ એને દૂરથીજ થેન્ક યુ કહ્યું. હમણાં લગભગ કલાક પહેલા એની જીતુભા સાથે પોતાના અને ચાર્લીના સંબંધો વિષે ચર્ચા થઈ હતી એ એને યાદ આવી ગઈ. ટીનેજ મિશેલની સામેએ અનેકવાર ચાર્લી ને ભેટી હતી એટલું જ નહીં મિશેલની સામે જ એણે ચાર્લીને ફ્રેન્ચ કિસ પણ કરી હતી. કદી સંકોચ ન અનુભવ્યો હતો પણ આજે.જે રીતે માઈકલની ઓફિસમાં ચાર્લીએ એને ટેકો દેવાના બહાને કમરમાંથી પકડી હતી એ વખતે આટલા ટેન્શનમાં પણ એ ચાર્લીના સ્પર્શને ઓળખી શકી હતી એ સ્પર્શમાં માત્ર સહાનુભૂતિ ન હતી. સાથે સાથે જાણે સેક્સ્યુઅલ ડોમિનિકન પણ હતું. આસ્પર્શથી ચાર્લી જતાવવા માંગતો હતો કે, હવે માઈકલ તો મરી ગયો અને માત્ર હું જ તારો સહારો છું. પણ એ વખતે ચાર્લી ને ખબર ન હતી કે માઈકલ હજી જીવે છે. અચાનક સિન્થિયા એ વિચાર્યું 'બસ ઇનફ ઇઝ ઇનફ' ચાર્લી ને હવે પોતાની પાસે નથી જ આવવા દેવો." 

xxx

પાર્ટી જબરદસ્ત રહી હતી.અને એથી ય વધુ જબરદસ્ત ખબર મળી હતી, કેટલાક ટુકડે વાત સ્નેહા સામે કેટલાક ટુકડે વાત સુમિત સામે થઇ હતી. સ્નેહા પોતાના બેડરૂમમાં પ્રવેશી. એણે નાઈટ સુટ પહેર્યો હતો "સુમિત આ તો જબરું છે. તે કઈ સાંભળ્યું?"

"હા સ્નેહા પણ હવે મને ઊંઘ આવે છે અને આમેય 4 જણા એસોર્ટિંગ કરવા બેઠા છે સવારે નિરાંતે બધી વાત સાંભળશું."

"હું શું કહું છું. પપ્પાજીને ફોન કરીને કહીએ?" સ્નેહા ભાગ્યે જ આટલી ઉત્તેજિત થતી

"સ્નેહા તને આજે શું થયું છે. અત્યારે દોઢ વાગ્યો છે. આમેય સવારે બધું સાંભળીને પછી પપ્પાને ફોન કરીશું."

"ઓકે. પણ એક વાત તો છે. પપ્પાની નજર કેટલી પહોંચે છે. 2 મહિના પહેલા એમને અંદાજ આવી ગયો હતો કે મદ્રાસમાં કંઈક  થશે અને આપણને અહીં 2 મહિના માટે શિફ્ટ કર્યા. પપ્પા ખરેખર જીનિયસ છે." કહીને એને સુમિતની બાજુમાં બેડ પર લંબાવ્યું. એ જ વખતે સુમિતના મોબાઈલમાં રીંગ વાગી. કોણ છે અત્યારે વિચારતા સુમિતે ફોન ઊંચકીને જોયું તો 'બોબ લંડન' લખેલું હતું.એણે ફોન ઉચક્યો. 

"સુમિત બોલું છું બોબ, બોલ શું હતું.?" એણે કહ્યું.

"સોરી ટુ  ડિસ્ટર્બ યુ સુમિત સર, મેં નિનાદ સર ને 2-3 વાર ફોન કર્યો પણ એમનો ફોન નોટ રિચેબલ જ આવે છે અને..."

"કઈ વાંધો નહીં બોલ શું હતું."

"સર મને ખબર છે અત્યારના ઇન્ડિયામાં રાત્રીના લગભગ બે વાગ્યા હશે. પણ એક બહુ જરૂરી અને બહુ જ ખરાબ ખબર છે એટલે."

"વાતમાં મોણ ન નાખ અને જલદી કહે મને ખબર છે તું ન્યૂઝનો માણસ છે. કોઈ જરૂરી ખબર હોય તો જ તું અડધી રાત્રે ફોન કરે."

"સર નાસાની ઓફિસમાં એટેક થયો છે. અને 3-4 જણા માર્યા ગયા છે. મારા સોર્સના જણાવ્યા પ્રમાણે માઈકલ પણ.."

"ઓહ્હ. ગોડ." સુમિત બોલ્યો સાંભળીને સ્નેહા પણ ઉભી થઇ ગઈ અને સુમિતને પૂછ્યું "શું થયું?"

"એની વે બોબ કઈ વિશેષ ન્યુઝ મળે તો ફોન કરજે હું જાગું જ છું." કહી સુમિતે ફોન ડિસકનેક્ટ કર્યો અને સ્નેહાને બધું કહ્યું. પછી એણે અનોપચંદ ને ફોન લગાવ્યો. 

xxx

રાઉન્ડ શેપ ના સોફા કે જેમાંથી એકનો પાછળનો ભાગ હોલની બારી બાજુ હતો એના પર બેસીને બધા હમણાં જ મિસિસ બ્રિગેન્ઝા એ બનાવેલી કોફી પી રહ્યા હતા. જીતુભાએ પૂછ્યું. "સિન્થિયા હવે શું?" 

"મને અહીં મિશેલની સલામતી જોખમમાં લાગે છે." સિન્થિયા એ કહ્યું.

"હું ક્યારનો એજ કહું છું. આ બધા પાછળ માર્શા છે. નહીં તો તારા ઘરનું એડ્રેસ.."

"ચાર્લી ચુપચાપ અમારી વાત સાંભળ નહી તો અહીંથી જા." જીતુભાએ  કડક અવાજમાં કહ્યું. 

"જીતુભા સર મેં 2-3 વખત આ વાત કહી તમે ઇગ્નોર કરી પણ હવે મારે સુમિત સરને તમારી કમ્પ્લેન કરવી પડશે. અહીં બધાનો જીવ જોખમમાં છે અને તમને સાચી વાત સાંભળવા.."

"સુમિત ભાઈ અને નિનાદ ભાઈનો નંબર તારી પાસે છે. તારો મોબાઈલ પણ તારી પાસે છે. નાવ, મારે સિન્થિયા સાથે મિશેલની સલામતી બાબત ખાનગી વાત કરવી છે."

"ઓકે. હું સુમિત ભાઈ સાથે પછી વાત તો કરીશ જ, પણ નાસા માં હું પણ મહત્વનો માણસ છું અને મિશેલ સિન્થિયા માઈકલની સાથે સાથે આપણા તમામ એજન્ટની જિંદગી જોખમમાં છે. તો તમને વાંધો ન હોય તો હું અહીં ચુપચાપ બેસું."

"ઠીક છે. હવે સિન્થિયા મિશેલને ક્યાંક તારા માં-બાપ કે કોઈ સલામત જગ્યાએ. ખસેડવી પડશે 2-3 દિવસ."

"વેમ્બલીમાં મારા કાકા રહે છે. અહીંથી લગભગ 1 કલાકનો રસ્તો છે. વેમ્બલી ફાયર સ્ટેશનની બાજુમાં જ એમનું ઘર છે. મિશેલ તને બતાવશે જીતુભા તું મુકવા જઈશ. મારે હોસ્પિટલ પહોંચવું છે. માઈકલ અને પેલા 2 છોકરાઓનું પોરેશન ચાલી રહ્યું છે. કદાચ ત્યાં મારી જરૂર પડશે."

"ઓકે. તો આ ફાઇનલ, મિસિસ બ્રિગેન્ઝા તમે મિશેલના થોડા કપડાં બુક્સ અને જરૂરી સમાનની બેગ રેડી કરી દો અને પછી 3-4 દિવસ તમારા ઘરે રહેજો અહીં લોક રહેશે અને સિન્થિયા તું પણ 2-3 દિવસ માટે હોસ્પિટલની નજીક કોઈ હોટેલ શોધી લે જે તારા થોડા કપડાં અને જરૂરી સામાન બેગમાં ભરી લે." 

"મારા માટે શું હુકમ છે બોસ," ચાર્લી કહ્યું.

"તું પણ તારા ઘરે જા અને આરામ કર, ઓફિસમાં પોલીસ તપાસ કાર્યવાહી પુરી થાય એ જ ક્ષણે ફરીથી ઓફિસ ચાલુ થઈ જવી જોઈએ. સોરી મારે તને કડક શબ્દોમાં કહેવું પડ્યું એ બદલ પણ મને હજી એ હુમલો શું કામ થયો એ સમજાતું નથી અને તું નાહક માર્શાનું નામ વારે વારે લે છે. જો કે હજી પણ તું મારી કમ્પ્લેન કરી શકે છે સુમિત ભાઈને" જીતુભા એ બેફિકરાઈથી કહ્યું. 

"ના મને ખરાબ નથી લાગ્યું પણ ઇન્ચાર્જ તરીકે તમારે બધા માણસોની વાત સાંભળવી જોઈએ. અને મને લાગે છે કે સિન્થિયા 3-4 દિવસ મારા ઘરે જ રોકાય કેમ કે મારુ ઘર હોસ્પિટલથી નજીક છે. ચાલ સિન્થિયા તારી બેગ તૈયાર કરવામાં હું મદદ કરું." બોલતા ચાર્લી ઉભો થયો. સિન્થિયા પોતાના ઘરમાં જ 2-3 દિવસ રહેશે તો ગમે તેમ એને ફોસલાવીને સહવાસ માણી શકાશે; વિચારીને એણે કહ્યું.  સિન્થિયા ઉપરાઉપરી મળેલા 2 આઘાતમાંથી બહાર આવી ન હતી એણે જીતુભા સામે જોયું.

"સહુથી પહેલા એક વાત બરાબર સાંભળી લે ચાર્લી, અને આપણા દરેક એજન્ટને પણ તું ફોન કરીને જણાવી દેજે કે ઓફિસ બહાર હમણાં 15 દિવસ કોઈ પણ એકબીજાને મળે નહીં. એ લોકો કોણ છે એ શોધવું પડશે અને એને ઠેકાણે પાડવા પડશે. મને અહીં મિશેલ પર હુમલો કરવાના છે એ કહ્યા ઉપરાંત એણે આજે જ ભારત પાછા ચાલ્યા જવાની અને ન જાઉં તો સવાર પહેલા મને મારી નાખવાની ધમકી પણ આપી હતી અરે એને મારી ફ્લાઇટ પરમ દિવસની છે અને હું કઈ હોટેલમાં ક્યાં રૂમમાં ઉતર્યો છું એ બધી માહિતી એની પાસે છે. એટલે જ સિન્થિયા તારે ત્યાં નહીં અને કોઈ હોટેલમાં રોકાશે." જીતુભા એ કહ્યું. 

"તો પછી હું નીકળું. મારે સવારે ઓફિસમાં પહોંચી બધું સંભાળવાનું છે."

"જા અને ઓલી માર્શાવાળી ફૂટેજ સાચવીને રાખજે હું સવારે તારી પાસે માંગીશ." 

"ઓકે." કહી ચાર્લી નીકળ્યો. પછી જીતુભાએ સિન્થિયાને કહ્યું. "હી ઇઝ ધ કલ્પ્રિટ" (એજ ગુનેગાર છે).    

 ક્રમશ:

 
અનોપચંદના ફેમિલીને ખબર પડી ગઈ છે કે નાસા પર હુમલો થયો છે. એ લોકો હવે શું પગલાં લેશે.? જીતુભાને ચાર્લી શું કામ કલ્પ્રિટ લાગ્યો? શું મિશેલ સલામત વેમ્બલી પહોંચશે? પાર્ટીમાં એવી શું ખબર મળી કે સ્નેહા આટલી ઉતેજીત હતી? જીતુભા પોતાનો જાણ બચાવવા બ્રિટનમાંથી ભાગી છૂટશે?  જાણવા માટે વાંચો તાલાશ  ભાગ 5

તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો. 

 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED