દુઃખમાં સુખ મનોજ નાવડીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દુઃખમાં સુખ

"દુઃખમાં સુખ"


'આરંભ અને અંતની પહેલી'


દુ:ખ અને સુખ તો એક ગાડાના પૈડા જેવું છે, જે હંમેશા ચાલતું જ રહે છે. કયારેક મનુષ્યને દુ:ખ તો કયારેય સુખનો અનુભવ થતો રહે છે. પરંતુ મોટા ભાગે મનુષ્યને દુઃખનો અનુભવ વધારે થતો હોય છે, કારણકે તે પોતાનાં સુખનાં સમયને યાદ નથી રાખતો. સુખનો સમય હોય ત્યારે તે આનંદ અને મૌજથી ફરતો રહે છે, જ્યારે દુ:ખમાં તે નિરાશ થઇ જતો હોય છે.


એક ગાડાનાં પૈડાને જ જોવો તેને કયારેક સારા રસ્તે, તો કયારેક ખરાબ રસ્તે ચાલવું પડે છે. સારા રસ્તે તેને સુખનો અનુભવ અને ખરાબ રસ્તે દુ:ખનો અનુભવ થતો રહે છે. પણ એક નજર પૈડા પર મારો તો તમને જોવા મળશે કે તેનો થોડો ભાગ જમીન સાથે સંપર્કમાં હોય છે, ત્યાં તેને દબાણનો અનુભવ થતો હોય છે એટલે વિચારો કે તેને ત્યાં દુ:ખજ લાગતું હોય છે પણ પૈડાનો બાકીનો એરીયા હવામાં ખુલ્લો હોય છે એટલે ત્યાં તેને સુખનો અનુભવ મળતો હોય છે. આથી મોટા ભાગે સુખ વધારે અને દુ:ખ ઓછું હોય છે. પરંતુ મનુષ્ય તેને ઓળખી નથી શકતો કે નથી જોઈ શકતો. પરંતુ બીજા મનુષ્ય સુખી છે તેને જોઈને મનમાં ખોટો ભ્રમ રાખીને દુ:ખી થાય છે.


જો આપણે કોઈ સંગીતનું પ્રસારણ ટીવી પર જોતા હોય તો તેમાં દરેક વખતે આપણને ગમે એવાં સંગીતો ના આવે ? જ્યારે મનને ગમતું ગીત આવે, આપણે સાંભળીએ અને જોઈએ ત્યારે સુખ અને આનંદનો અનુભવ થાય છે પણ જ્યારે ગમતું ગીત ના આવે તો દુ:ખ પહોચે છે. પરંતુ તે સંગીતના પ્રસારણને ટીવી પરથી બાદ નથી કરી શકતાં પણ તેને જોવું જ પડે છે. આથી આ જીવનમાં મનુષ્યને દુઃખ અને સુખ માથી પસાર થવુજ પડે છે.


જ્યારે બાળકો નાના હોય ત્યારે તેને મમ્મી કે પપ્પા મારે તો બાળક બહું રોવે છે, ઉદાસ અને દુઃખનો અનુભવ થાય છે, પણ થોડા સમય માટે. પછી તે દુ:ખને ભુલીને રમત રમવા લાગે છે, તે સુખ અને આનંદ પ્રાપ્ત કરે છે.


દુઃખનો અનુભવ થાય તો સુખની ખબર પડે બાકી સુખ અને દુઃખ તો એક શબ્દ છે. આથી દુઃખમા પણ સુખનો અનુભવ થાય તો તેવા મનુષ્ય માટે બધુ સમાન થઇ જાય છે.


કોઈનું દુ:ખ લેવાય તો લઈ લવ,

તેના જીવનમાં સુખ ભરાઇ તો ભરી દવ,

બે પળનાં જીવનમાં સાથે જીવાઈ તો જીવી લવ..


મનુષ્ય પાસે એક જ રસ્તો છે પોતાના દુ:ખને દુર કરવા માટે, જો તે બીજા દિન દુ:ખી લોકોને જોવે તો તેને પોતાનુ દુ:ખ નાનું લાગવા લાગે છે. આથી ગમે તેમ કરીને ધીરજ રાખવી પડે અને સમયને પસાર થવા દેવો જોઈએ. પંરતુ સારા કર્મ કરતા રહેવું તે અત્યંત જરુંરી છે.


એકવાર વિશ્વના સર્જનહાર બ્રહમાજીએ વિચાર કર્યો કે મે આ ધરતી ઉપર મનુષ્યનું સર્જન તો કર્યુ પણ હવે આ મનુષ્યને વશમાં કઈ રીતે રાખીશું. આથી ભગવાન બ્રહમાએ ઘણો વિચાર કર્યો અને બે અનુભવનું સર્જન કર્યુ, સુખ અને દુ:ખનો અનુભવ. જેને મનુષયનાં મનમાં રહેવા માટે સ્થાન આપ્યું. સુખ અને દુ:ખને કહ્યું હવે તારે પૃથ્વી પરનાં મનુષ્ય સાથે રહેવાનું છે.


ભગવાન વિષ્ણુ, જે વિશ્વનું પાલનપોષણ કરે છે તેને ગોઠવણ કરી કે તારે મનુષ્યને પોતાનાં કર્મો મુજબ જ સાથે રહેવાનુ છેે. જો માણસ સારા કાર્યો અને કર્મો કરે તો તેને સુખ આપજે, ખરાબ કાર્યો કે કર્મો કરે તો તેને દુઃખ આપજે.


અંતે ભગવાન શિવ જે અંત અને અનંત છે તેણે મનુષ્યનાં સુખ અને દુ:ખોનો અંત કરવાનો છે. પરંતુ જીવનના પૈડાંમા અને કર્મોમા વિક્ષેપ ના પહોંચે એટલે તેને દુઃખ અને સુખને કહ્યું કે તમારે મનુષ્ય સાથે થોડા સમય માટે જ દુ:ખની પીડા આપવાની છે અને થોડા સમય માટે તેને સુખમા આનંદ આપવાનો છે. એટલે કે તમારો જન્મ અને મુત્ય વારંવાર થતું રહેશે..


ના કર તું સુખમાં અતિ આનંદ,

ના થા તું દુ:ખમાં અતિ નિરાશ,

રાખ તું થોડી ધીરજતા,

સમય સાથે વહી જાઈ તે,

સુખ અને દુ:ખ છે એક પહેલી,

જે સમજે તે જ મહાન...



"દુઃખ તાકાત જ્યારે સુખ નિર્બળ છે"



મનોજ નાવડીયા

Manoj Navadiya

E-mail: navadiyamanoj_62167@gmail.com