Hapiness of truth books and stories free download online pdf in Gujarati

સત્યનું સુખ

"સત્યનું સુખ"


"સત્યથી કોઈનું અહિત ના થાય"


અત્યારનો સમય એટલે કળીયુગ. મનુષ્ય ઉપર કાળ ફરે. ખોટાં અને દુષ્ટ લોકોનો સમય. અત્યારે સાચા મનુષ્યની વાતોને કોઈ માનતું નથી અને જૂઠાં લોકોની મનમોહક વાતોને તરત જ માની જાય છે. અહિયા કોઈ સત્ય બોલતુ નથી કારણ કે સત્ય બોલે તો ભોજન તો મળે છે પરંતુ મનુષ્યને સંતોષ નથી થતો. આથી તેમને સત્ય કરતા જૂઠ નો સહારો વધુ લે છે કારણ તેેને સત્ય શું છે તે ખરેખર ખબર જ નથી. આ બધાથી તેમને સાચુ સુખ મળતુ નથી.


થોડા સમય પહેલાની જ વાત છે. મારે મારા દિકરા માટે રમકડું લેવાનુ હતુ. આથી તે સવારે હુ અને મારો દીકરો રમકડુ લેવા નીકળી પડ્યા. એક રમકડાંની દુકાન જે પેહલા માળે હતી તે દુકાન પર અમે પહોચ્યા. દુકાનમાં એક મુખ્ય માણસ આગળ ના મુખ્ય ટેબલ પર બેઠેલા અને અંદર ની બાજુ એક સેલ્સમેન વાળા ભાઈ ઊભેલા. અમે તે સેલ્સમેન વાળા ભાઈ પાસે ગયાં અને રમકડાં બતાવવા માટે કહયુ.


ઘણા બધા રમકડા જોયા પણ ચારેબાજુ રમકડાં અને રમકડાં જ એટલે દીકરાને બધા રમકડાં પસંદ આવે. પરંતુ મે કહ્યું, લેવાનું તો એકજ છે. આથી ઘણા રમકડાં જોયાં પછી એક રમકડુ પસંદ આવ્યુ.


મે સેલ્સમેન વાળા ભાઈ ને પુછ્યુ તો તે રમકડાના ૨૪૦ રુપિયા કહ્યા. મને રમકડું નાનુ લાગ્યું એટલે મે કહ્યુ એક નાના રામકડાના આટલા બધા રુપીયા ના હોય.


આમ તો આપણે બધા ભાવ ઉતારવાની કોશીશ તો કરીયેજ. તો મે તે ભાઈને ભાવ ઉતારવાનુ કીધુ પણ તેણે માંડ ૧૦ રુપીયા જ ઉતારયા. થોડી દલીલો કરીને મે પણ ૧૦ રુપીયા ઉતરાવ્યા અને છેવટે ૨૨૦ રુપીયામા ભાવ રાખ્યો.


હવે અમે મેઈન કાઉન્ટર ના ટેબલ પાસે ગયા અને તેજ સમયે મારા એક મિત્રનો ફોન આવેલો અને મારી તેની સાથે વાત ચાલતી હતી અને મે તે મિત્ર ને ત્યાજ દુકાન નીચે બોલાવેલ. તેજ સમયે કાઉન્ટર વાળા ભાઈએ દુર ઊભેલા સેલસવાળા ભાઈને ભાવ પુછયો અને કહ્યું કે ૨૨૦ રુપીયા પણ પેલા ભાઈ ૧૨૦ રુપીયા સમજયા.


તે જ સમયે મારુ પણ ધ્યાન ના હતુ કારણકે હુ જલ્દી મા હતો અને મારી રાહે એક મારો મિત્ર દુકાન નીચે રાહ જોઈ રહ્યો હતો. એટલે મેં રુપીયા પોકેટ માથી કાઢીને આપ્યા અને તે ભાઈએ ૧૨૦ રુપીયા લઈને બાકી રુપીયા મને આપ્યા. અને મે પણ રુપીયા ગણ્યા નહીં એને સીધા પોકેટ માં નાખીને નીચે ઉતરી ગયા.


નીચે મારો મિત્ર ઉભો હતો અને અમે જુની વાતો અને સારા સમાચાર પુછ્યા અને અમે પાછા ઘરે જવા નિકળયા. ઘરે આવીને ખિસ્સા માથી પોકેટ કાઢયું અને રુપીયા ગણ્યા તો ૧૦૦ રુપીયા વધારે નિકળયા.


હવે મનમાં વિચાર આવ્યો કે શુ કરવુ.. આ રુપીયા પાછા આપવા કે નહીં. અહીયા હુ અને ઘણા બધા લોકો એવુ વિચારતા હોય છે કે,


૧. આપણને તો ફાયદોજ થયો છે તો શું કામ રુપીયા પાછા આપવા.

૨. આપણે કઈ સામેથી ખોટું તો નથી કરયું તો આપણી ભુલ નથી.


પરતું એક રીતે જોવા જઈએ તો તે એક સત્ય ની વિરુધ પગલુ માંડયું કહેવાય કે આપણને ખબર અને જાણ હોવા છતાં તે કાર્ય ખોટુ થયુ છે તેનો વિચાર નથી કરતા.


મે તો આખરે રુપીયા પાછા આપવાનું વિચાર્યુ અને તે દુકાન પર ગયો અને તે દુકાન વાળા ભાઈને બધી વાત કહી અને ૧૦૦ રુપીયા પાછા આપ્યા અને કહ્યું સવારે જે રમકડાં લેવા અવેલા તેણા ૧૦૦ રુપીયા ભુલથી ઓછા લીધા છે. તે ભાઈયે પણ ઘણો અભાર માન્યો અને તે રમકડા ની સાચી કીમત ૨૦૦ રુપીયા હતી એને મારી પાસે થી ફકત ૮૦ રુપીયા લીધા અને ૨૦ રુપીયા પાછા આપ્યા.


આથી મનુષ્ય જો વિચારે તો તે બધું કરી શકે છે પણ એક સત્યનુ પગલુ આપણે જ માડવું પડે છે.


આમ "સત્યથી કોઈનુ અહિત ના થાય" પરતુ ફાયદો તો થાયજ છે.


મનોજ નાવડીયા.

Manoj Navadiya.


E mail: navadiyamanoj_62167@yahoo.com


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED