જીવનમાં ગોઠવણ મનોજ નાવડીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવનમાં ગોઠવણ

"જીવનમાં ગોઠવણ"

સમજદાર વ્યક્તિ ગમે ત્યા ગોઠવાઈ જાય છે

જીવનમા ગોઠવણ એટલે સમજદાર વ્યક્તિના થોડા પ્રયત્ન અને પરિવતૅન થી બગડેલી પરિસ્થિતિ ને પાછી સારી સ્થિતમા લાવી શકાય છે. મતલબ જીવનમા ગોઠવણી કરવા માટે વ્યક્તિએ સમજદાર બનવું પડશે.

આપણા સમાજ માં ઘણા લોકો છે જેને પોતાના ઘરમા અને બહારના સમાજમાં ઘણી સમસ્યા અને ઝગડા થતા હોય છે, જેમ કે કોઈના પતિ-પત્ની, સાસુ-હોવ, મા-દિકરી, બહેનો વચ્ચે, ભાઈ વચ્ચે, ક્યારેક દોસ્તો વચ્ચે, માલિક અને કામદાર વચ્ચે, બે પાડોશીઓ વચ્ચે...

આનુ સૌથી મોટુ કારણ એજ છે કે આમાંથી કોઇ એક વ્યક્તિ અથવા બંને એકબીજા સાથે ગોઠવણ (Adjustment) નથી કરતા. મતલબ આવી પરીસ્થિતિ મા કઈક પોતાનુ જતુ કરીને કે કયારેક આપીને તે પરીસ્થિતિ ને સારી રીતે પાછી સ્થિતી મા લાવી શકતા નથી. ઘણા શાણા લોકો આ ગોઠવણમાં માનતા નથી હોતા તેથી જ પાછલી જીદગી માં તેઓને દુઃખ સહન કરવું પડે છે.

આ સમજવા માટે બે સાચી વાર્તા કહુ,

૧) એક નાનુ કુટુંબ જેમાં એક પતિ અને પત્ની સાથે રેહતા હોય છે. રોજ પતિ નોકરી કરવા જતો રહે છે અને પત્ની ઘરના ઘર કામ કરતી હોયે છે. જયારે પતિ નોકરી કરી ને સાંજે ઘરે આવે તો તે થાકી ગયેલ હોય છે અને પત્ની પણ ઘર કામ કરીને થાકી ગયેલ હોય છે. તો ત્યારે પતિ તેની પત્ની પાસે પાણી નો ગ્લાસ માંગે છે. તયારે પત્ની ને અહમ હોય કે હુ શુંકામ આપુ તે જાતે લઈ લે અને પતિ ને પણ અહમ હોય કે હુ થાકીને આવેલ છુ તો તેને મને પાણી આપવુ જોઈએ.

આવી નાની નાની વાતમાં બંને વચ્ચે ઝઘડો થઈ જાય છે. અને આવા નાના ઝગડા માથી મોટા ઝગડા અને ખરાબ પરિસ્થિતિનુ નિર્માણ થાય છે.

તો આવી પરિસ્થિતિ માં બંને કઇ રીતે ગોઠવણી કરી શકાય તે જોઈએ.

ગોઠવણ ૧ : પતિએ ઘરમાં આવતા નીરીક્ષણ કરવુ જોઈએ કે જો પત્ની કામંમા હોયે તો પતિને જાતે પાણી પીવા જતુ રહેવુ જોઈએ.

ગોઠવણ ૨ : જો પતિના આવવાના સમયે પત્ની બધુ કામ પુરુ કરીલે તો તેના પતિને પાણી આપી શકે છે.

ગોઠવણ ૩ : જા પત્ની ને કામ વધારે હોય તો તે થોડા સમયનુ મેનેજમેન્ટ કરી ને તે તેને પાણી આપી શકે. બાકી રહેલા કામને પાછળથી કરવુ જોઈએ.

શ્રેષ્ઠ ગોઠવણ ૪ : આપણે ઘરમા પાણીનુ સ્થાન તો પેહલાથીજ ગોઠવેલ છે તો ત્યાં જ જઈને પીવુ જોઈએ. આપણે કોઈને પણ હુકમ Order ના દઈ શકાય.

૨) બે પાડોશીઓ ભાડાના મકાનમાં સાથે રહેતા હોય છે. પણ તે બન્ને પાડોશીઓ નુ ઈલેકટ્રીક બીલ ભેગુ આવે છે. તો આ બાબતે તેમની વચ્ચે ઘણીવાર ઝગડા થતાં હોય છે.

તો આવી પરિસ્થિતિ માં બંને કઇ રીતે ગોઠવણી કરી શકાય તે જોઈએ.

ગોઠવણ ૧ : જો મકાન માલિક જ ઈલેકટ્રીક બીલ ના લે અને મકાનના ભાડામાં થોડી રકમ વધારીને લઈ લે તો બંને વચ્ચે ઝઘડોજ ના પરિણમે.

ગોઠવણ ૨ : તેઓ બન્ને જે ઈલેકટ્રીક બીલ આવે છે તેને સરખી રકમમાં વહેંચી લે. કયારેક કયારેક બેમાંથી એક પાડોશીને જતુ-લેતુ કરવુ પડશે કારણ કે કોઈ ની પાસે ઈલેકટ્રીક સામાન વધારે હોય શકે છે તો કોઈ ની પાસે ઓછો.

શ્રેષ્ઠ ગોઠવણ ૩ : જો એક નાનું સબ મીટર કોઈ એકનાં ભાગ માં મુકી દે તો બંને ઈલેકટ્રીક બીલ સરખા ભાગમાં વહેંચી લે તો કોઈ ને પણ કોઈ જાતનુ દુઃખ અને ઝગડો જ ના થાય.

ઉપર ની બે વાર્તા પરથી એવો ખ્યાલ આવી જાય છે કે એક સમસ્યા ના ઘણા ઉકેલ હોય છે. જો માણસ ધારે તો આવી જુદીજુદી ગોઠવણના (Adjustment) ઊપયોગથી સમસ્યાને હલ કરી શકાય છે. So "Be adjustable in Life"

"શ્રેષ્ઠ ગોઠવણી શ્રેષ્ઠ પરીણામો આપે છે"

"સમજદાર વ્યક્તિ તેજ છે જેનું મન સ્થિતિસ્થાપક છે"

મનોજ નાવડીયા.