Transformation books and stories free download online pdf in Gujarati

પરિવર્તન

"પરિવર્તન"

'નિષ્ફળતા એજ સફળતા ની ચાવી'

મારા બધા પ્રિય મિત્રોને મારા સાદર પ્રણામ.

આપણા જીવંનમા અભ્યાસ અને સાહિત્યનો બહુ મોટો ફાળો હોય છે. સાહિત્ય એટલે જીવનન ઘડતરનો આધાર. ઘણા લોકોને પુસ્તકો વાંચવામા રૂચિ નથી હોતી અને કંટાળો-આળસ આવતો હોય છે. આવા લોકો પેહલાજ લાંબા ફકરા જોઈને તેને વાંચતાં નથી અને ડરી જતા હોય છે. આના કારણે તે મનમા તેને ઉતારી અને યાદ નથી રાખી શકતા.

ઘણા સમય પહેલાની વાત છે. એક ડફોળ છોકરો જેની સાદી અને સરળ જીંદગી રોજ બરોજની જેમ ચાલતી રહેતી હતી. દરરોજ સવારમાં શાળાએ ભણવા જાય અને બપોરે પાંછો ઘરે આવી જાય પણ કોઈ ની સાથે કોઈ ઝગડો કે કોઈ સમસ્યા નહીં. પંરતુ એકજ સમસ્યા, ભણવામાં ખૂબ જ નબળો. શાળામા તો તેને પાસ થવાના પણ ફાંફા પડતા હતા. બે કક્ષામા તો ઍવુ બન્યું કે શિક્ષકો પણ મુંજવણ માં પડી ગયા કે આ વિધાર્થી ને કઈ રીતે આગળ ની કક્ષામા મોકલવો. કારણે કે ટોટલ સાત વિષયમાંથી બે વિષય માં તો નાપાસ. પણ સારા શીક્ષકો ની કૂપાથી, વર્ષ ના બગડે એટલે તેને સડાવ પાસ કરવામાં આવ્યો.

પણ છોકરા નું મન બહુ ઉદાસ રેહવા‌ માંડ્યું. આનું એક જ કારણ કે તે ભણવામાં પરિવર્તન નોહતો લાવી શક્યો. જેને વાંચવાની ખબરજ ના પડતી અને રુચિ જ ના‌ જન્મતી.

પરંતુ સમય ક્યાં સ્થિર રહે છે. એક નાના પરિવર્તને તેના જીવનને બદલી નાખ્યું.

એક વાર એવું બન્યું કે તે તેના ટયુશૂન ક્લાસ ના શિક્ષીકા બેન જ્યારે વિધાથી ને પુસ્તકમાંથી જોઇને ભણાવતા હતા તો તેણે નિરીક્ષણ કર્યું કે આ શિક્ષીકા પુસ્તકમાંથી જોઈને એક નાની લાઈન બહુ શાંતિથી બોલે છે અને તેજ લાઈન જોયા‌ વગર પાછા બોલીને વિધાર્થી ને સંભળાવે છે. મતલબ કે શિક્ષકાને તે લાઇનના‌ શબ્દ મનમાં યાદ રહી જાય છે. તો તેણે પણ આવુ કર્યું તો તેને મનમાં થોડું યાદ રહેવા લાગ્યું. મતલબ કે તેના "એક નાના નિરીક્ષણ અને શિક્ષક ના આડકતરા પ્રોત્સાહન થી પરિવર્તન થયું"

આ તો ઠીક, એક પરિવર્તન આવ્યું પછી બીજુ પરિવર્તન પણ થયુ. તેણે સાંભળ્યું હતું કે સવારે વહેલા જાગીને વાંચવાથી તરતજ યાદ રહે છે તો તેણે માં ને કહી દીધું કે મને સવારે વહેલા પાંચ વાગે જગાડે. છોકરો સવારે વહેલા પાંચ વાગે જાગી ને પહેલા ની જેમ પુસ્તક ધીમે થી વાંચવા નુ ચાલુ કર્યુ અને એકજ વાક્ય ને સતત ચાર થી પાંચ વાર વાંચતો તો તેને તરતજ યાદ રહેવા લાગ્યું. સવારે વાંચવાનો મતલબ એ જ છે કે સવારનુ વાતાવરણ બહુ જ શાંત અને ઠંડુ હોય છે. ઘૌઘાટ વાળા વાતાવરણમાં મનને સ્થિર નથી કરી શકાતું. આવા અદભૂત પરિવર્તન થી તે વર્ષ ના અભ્યાસ મા સારા માકઁસ સાથે રીઝલ્ટ મળયું અને શિક્ષકો પણ ખુબ ખુશ થયા.

આમ પરિવર્તન લાવવા માટે મનુષ્યને ઘણી મહેનત કરવી પડે છે.

આથી પુસ્તકો અથવા અભ્યાસમાં મારુ માનવુ એવું છે કે સૌથી પેહલા કોઈ પણ મોટા ફકરાની‌ નાની લાઇનને પંસદગી કરીને તેને શાંત વાતાવરણમાં અને ધીરેથી એક એક શબ્દના ઉચ્ચારણ સાથે શાંતિથી વાંચવામાં આવે તો તે શબ્દના‌ સાચાં સારને સાચી રીતે સમજી શકાય છે અને તે મનમાં તરતજ ઉતરી જાય છે. કોઈ પણ પુસ્તકો પણ આવીજ રીતે વાંચીયે તો જ તે તેનો સાચો આનંદ અને વાંચનના અથૅને સમજી શકાય છે અને પુસ્તકો વાંચવામા અત્યંત રુચિ જન્મે છે.

"પરિવર્તન થી જ મનુષ્યનો વિકાસ થાય છે". જો મનુષ્યમાં પરિવર્તન ના થાય અથવા ના કરવામાં આવે તો તેનો વિકાસ રૂંધાય જાય છે. જો મનુષ્યમા ધીરેથી પરિવર્તન થાય તો સારું કહેવાય અને ઝડપથી પરિવર્તન થાય તો ઘણુ સારું કહેવાય. પરંતુ પરિવર્તન થતું રહેવું જોઈએ.


મનોજ નાવડીયા.

Manoj Navadiya

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED