ખોટી જીદ મનોજ નાવડીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોટી જીદ

"ખોટી જીદ"


'જીદ કરવાથી ફાયદો નહીં પણ નુક્શાની થાય છે'


એક નાના મધ્યમ પરીવારનો નાનો દિકરો, નામ હતુ પવન. પવન ઘણો તોફાની, બજારમાં બહાર જઈએ તો કોઈ ને કોઈ વસ્તુ અથવા રમકડાં લેવામા જીદ કર્યા જ કરે. ખાસ કરીને જોવા જાવી તો તેની માં ના કહેલા શબ્દોને તો માનેજ નહીં.. આમ એક રીતે જોવા જાઈએ તો નાના બાળકો વધારે જીદ કરતા હોય છે. કારણ કે તેણે નાની ઉમરમાં સમજદારી ઓછી હોય છે. સારુ શું અને ખરાબ શું તે બાળકોને ખબર નથી હોતી.


"મનુષ્યને સારા સંસ્કાર અને શિક્ષાજ તેના જીવનની સારી રચના કરે છે"


એક વાર બન્યું કે તેના પગમાં પહેરવાના શાળાના શૂઝના અંગુઠા વાળા ભાગમં કાંણુ પડી ગયુ. જીવન માં આવી ઘટના દરેક નાના બાળકો સાથે બને છે કારણકે બાળકો ના શરીરમાં વિકાસ થાય છે તયારે શૂઝ કયાંકથી ફાટી જાય છે. આથી આવા કાંણુ પડેલા શૂઝ પહેરે તો તેના દોસ્તો તેના પર હસશે એવી ભાવનાથી તેણે માં ને ના પાડી દીધી કે આવા કાંણા વાળા શૂઝ નહી પહેરીશ. માં એ તેને સમજાવવાના ઘણા પ઼યતન કરયા અને મોટી જીદ કરી કે હુ આવા શૂઝ નહીં પહેરુ એટલે નહી પહેરુ.. અને ગુસ્સામાં ને ગુસ્સામાં સ્કૂલના શૂઝ પહેરયા વગરજ જતો રહ્યો. માં પણ શુ કરે તાત્કાલીક નવા શૂઝ ની વયવસ્થા તો ના કરી શકે અને રુપીયાની ની પણ ઘણી સમસ્યા હતી.


પણ માં તે માં કહેવાય, તેના હૃદયમાં દુ:ખ તો ધણુ લાગયુ. પવન માં નો એક ના એક દિકરો હતો.


એક બાજુ પવનની જીદ, શૂઝ પહેર્યા વગર શાળાએ જતો રહ્યો અને સ્કૂલે પહોચી ગયો. અને બીજી બાજુ માં પાસે થોડા રુપિયા બચાવેલા હતા તો માં એ તરતજ નવા શૂઝ દુકાન માંથી ખરીદી લીધા અને તેના પાડોશી મિત્ર છોકરી, કાજલ પણ તેજ શાળા માં અભ્યાસ કરતી હતી તો માં એ નવા શૂઝ તેની સાથે શાળાએ મોકલાવી દીધા.


આ દુનિયામાં મનુષ્ય ગમે તેટલુ કરે પણ સમયની ગતીને કોઈ પણ રોકી નથી શકતુ.


આથી નવા શૂઝ પવન પાસે પહોચે તે પહેલા પવન સાથે નાની ઘટના બની ગઈ કે તે સ્કૂલના ફળીયામા મિત્રો સાથે રમત રમતો હતો અને ખુલ્લા મેદાન માં જમીન પર કપ્શી પાથરેલી હતી. આથી પવનના પગ ઉઘાડા હોવાથી રમતા રમતા કપ્ચી ના પથથર ની અણી પગ મા વાંગી ગઈ અને લોહી નિકળવા લાગયુ. લોહી નીકળતું હોવાથી તેજ સમયે પગના જખમ ને તેણે રુમાલથી બાંધી દીધો.


આવી ઘટના બની એટલે પવને જુની આજની, માં સાથે ની વાત યાદ આવી કે.. શૂઝ ભલે કાંણા વાળા હોત પણ તેણે શૂઝ પહેરેલા હોત તો તેણા પગમા કપ્ચી ના વાગત. પણ એક નાની જીદ ને લિધે ખરાબ પરીણામ ભોગવવુ પડયુ. પવને પણ તેની જીદ નો અફસોસ થયો.


આ વિચારતા વિચારતા થોડા સમયમા તો તેણી પાડોશી મિત્ર છોકરી કાજલ તેની પાસે નવા શૂઝ લઈને પહોચી ગઈ અને પવનને શૂઝ આપી દીધા અને કહ્યું કે આ શૂઝ તારી માં એ મોકલાવ્યા છે. પવને શૂઝ પેહરી લીધા અને આ ઘટનાથી શીખ મેળવી લીધી કે જીવનમાં ખોટી જીદ કયારેય ના કરવી જોઈએ.


આ દુનિયામાં ઘણા લોકો એવા છે જે મોટા હોવા છતાં નાનાં બાળકો ની જેમ ખોટી જીદ કરતા હોય છે. મતલબ કે આવા લોકોમા સમજણ નો અભાવ જોવા મળતો હોય છે. આથી નાના બાળકો હોય કે મોટા, જીદ ને છોડવાનો પ઼યતન કરવો જ જોઈએ. જીદ ને ત્યાંરેજ છોડી શકાય છે જ્યારે મનુષ્ય મોહ નો ત્યાગ કરી દે. મોહ નો ત્યાગ કરવામાં આવે તો જીદનો જન્મજ નથી થતો.


"ખોટી જીદ કરવાથી માણસ ને ખરાબ પરીણામ ભોગવવુ પડે છે"


મનોજ નાવડીયા

Manoj Navadiya


E mail: navadiyamanoj_62167@yahoo.com