અદભૂત મન મનોજ નાવડીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અદભૂત મન

અદભૂત મન
જેવા આપણા વિચાર એવા આપણા કાર્ય

આપણે બધા જાણીએ છીએ કે આ બ્રહ્માંડ માં કોઈ પણ વસ્તુઓ કે પદાર્થો સ્થિર નથી. મતલબ કે બધી જ વસ્તુઓ અને પદાથો ચાલતા અને ફરતા રહે છે (Always moving). જેમ કે સૂર્ય, પૃથ્વી, બ્રહ્માંડ, પશુ, પક્ષી, પાણી, પવન, ખુદ માણસ અને નાના મા નાના અણુ પર સ્થિર નથી. તો આના પરથી એવો અંદાજ આવી જાય કે, તો આપણુ આ અદભૂત મન કઈ રીતે સ્થિર રહે ? શુ મનને સ્થિર કરી શકાય ? તો ચાલો આગળ વાચીયે કે આ ચેતન મન ને કઇ રીતે સ્થિર કરી શકાય?

પંચ મહાભૂત અહંકાર, બુદ્ધિ, અવ્યક્ત (પ્રકૃતિ), દસ ઇન્દ્રિયાઁ અને એક મન એમ પાંચ તત્વનુ બનેલું છે.

આ અદભૂત મન આપણી અંદર રહે છે અને તે આપણા બઘા વિચારો, ભાવનાઓ અને ક્રિયાઓને નિયંત્રિત કરે છે. તો આપણે એને સાચો મિત્રજ બનાવવું પડે, નહી દુશ્મન. આ મન પર જે કાબુ કરી લે તેજ સમજદાર અને બુદ્ધિશાળી વ્યકિત કહેવાય.
હુ દરરોજ તેની સાથે રહું છું જેમ કે, ઉંઘુ શુ અને દરરોજ સવારે તેની સાથે જાગુ છુ. જો આપણે કોઈ સાથે આટલો સમય પસાર કરતા હોઈએ, મતલબ મન સાથે. તો તેની સાથેની મિત્રતા વિકસાવવાનો અર્થજ નથી? પ્રશ્ન ઉભો થાય છે તમે કોઈની સાથે મિત્રતા કેવી રીતે વિકસિત કરો છો જેને તમે જોઈ શકતા નથી અથવા સ્પર્શ કરી શકતા નથી અથવા ખરેખર વાત પણ કરી શકતા નથી?

તો ચાલો આપણે તે નુ રહસ્ય જાણવાની કોશિશ કરીયે.

ભગવદ્ ગીતા કહે અને સમજાવે છે કે આપણે કાં તો આપણા મનના ઉપયોગ થી ખુશ અને આઝાદ થઈ શકીએ છીએ અથવા આપણી ચેતનાને સંપૂર્ણપણે અધોગતિ કરી શકીયે છીએ. અસ્વસ્થ પરિસ્થિતિઓ, અસ્વસ્થતાવાળા સ્થળો અથવા અમૈત્રીપૂર્ણ લોકોથી બચવું શક્ય છે, પરંતુ મન એવી વસ્તુ છે જેનાથી આપણે છટકી ના શકીએ.

મહાવીર ભગવાને પણ કહ્યું છે કે મનને જેણે વશ કર્યું, એણે જગતને વશ કર્યું અને મન વશ નથી થયું તો પોતે મનને વશ થઈ ગયેલા હોય.

ભગવાન ગૌતમ બુદ્ધ કહ્યું છે કે મનુષ્ય મન બધું છે, તમે જે વિચારો છો તે બની જાઓ છો.

ભગવદ્ ગીતા માં મનની વૃત્તિનું વર્ણન આ પ્રમાણે કર્યું છે: "જેણે મનને જીતી લીધું છે તેના માટે મન શ્રેષ્ઠ મિત્ર છે; પરંતુ જે તે કરવામાં નિષ્ફળ ગયો છે, તેનું મન સૌથી મોટું શત્રુ રહે છે."

चञ्चलं हि मन: कृष्ण प्रमाथि बलवद्दृढम् |
तस्याहं निग्रहं मन्ये वायोरिव सुदुष्करम् |

આ શ્રલોક મા અજુનઁ શ્રી કૃષ્ણ ભગવાન ને કહે છ કેઃ મન ખૂબ અશાંત, મજબૂત અને અવરોધવાળું છે. તે મને એમ દેખાય છે કે, આ મનને પવન કરતા પણ નિયંત્રિત કરવું વધુ મુશ્કેલ છે.

જ્યારે અર્જુન મુશ્કેલી ભર્યા મનનું વર્ણન કરે ત્યારે તે કહે છે હુ બેચન છુ કારણ કે મન વિષયથી જુદી જુદી દિશામાં ફરતુ રહે છે. તે અશાંત છે કારણ કે તે કોઈની ચેતનામાં ઉલ્લંઘન પેદા કરે છે, તિરસ્કાર, ક્રોધ, વાસના, લોભ, ઈર્ષ્યા, ચિંતા, ડર, જોડાણ વગેરેના રૂપમાં તે મજબૂત છે કારણ કે તે તેની જોરદાર પ્રવાહોથી બુદ્ધિને પરાજિત કરે છે અને તેના અધ્યાપકોને નષ્ટ કરે છે. ભેદભાવ, મન પણ અવરોધિત છે કારણ કે જ્યારે તે કોઈ હાનિકારક વિચારને પકડે છે, ત્યારે તે જવા દેવાનો ઇનકાર કરે છે અને તેના પર વારંવાર અને સતત બૂમ પાડતો રહે છે, બુદ્ધિના નિરાશાને પણ. આમ તેની અશુદ્ધ લાક્ષણિકતાઓ ગણાવીને અર્જુને કર્યું કે પવન કરતા પણ મનને કાબૂમાં રાખવું વધુ મુશ્કેલ છે. તે એક શક્તિશાળી સાદ્રશ્ય છે કારણ કે આકાશમાં કોઈ પણ શક્તિશાળી પવનને નિયંત્રિત કરવાનું વિચારી શકાય નહીં.

(શ્રી કૃષ્ણ તે છે જેણે ખૂબ શક્તિશાળી-મનવાળા યોગીઓ અને પરમહંસના મનને બળપૂર્વક આકર્ષિત કર્યા છે. અર્જુન આમ દર્શાવે છે કે કૃષ્ણએ પણ તેમના અશાંત, મજબૂત અને વિરોધી મનને આકર્ષિત કરવું જોઈએ)

असंशयं महाबाहो मनो दुर्निग्रहं चलम् |
अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गृह्यते

ભગવાન શ્રી કૃષ્ણે અજુઁને કહ્યું: હે કુંતી પુત્ર, તમે જે કહો છો તે સાચું છે; મનને ખરેખર નિયંત્રિત કરવા માટે ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ સતત પ્રયત્ન અને વૈરાગ્ય દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે.

असंयतात्मना योगो दुष्प्राप इति मे मति: |
वश्यात्मना तु यतता शक्योऽवाप्तुमुपायत:

જેનું મન અવિરત છે તેના માટે યોગ પ્રાપ્ત કરવું મુશ્કેલ છે. જો કે, જેમણે મનને કાબૂમાં રાખવાનું શીખ્યા છે, અને જેઓ યોગ્ય માધ્યમથી નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે છે, તેઓ યોગમાં મનને નિયંત્રિત કરવામા પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે. આ મારો અભિપ્રાય છે.

श्रेयो हि ज्ञानमभ्यासाज्ज्ञानाद्ध्यानं विशिष्यते।
ध्यानात्कर्मफलत्यागस्त्यागाच्छान्तिरनन्तरम्।

અભ્યાસ કરતા જ્ઞાન શ્રેષ્ઠ છે; જ્ઞાન થી શ્રેષ્ઠ ધ્યાન છે અને ધ્યાન થી પણ શ્રેષ્ઠ કર્મફળ નો ત્યાગ છે; ત્યાગ થી તરત જ શાન્તિ મળે છે.

ઉદાહરણ: આજે સારુ સારું ખાવુ છે, આજ ગળુ ખાવું, આજ ફલાણું નથી ખાવું, આ ઇચ્છાઓનો ત્યાગ કરવો પડે. કેટલી બધી ઇચ્છાઓ! જેનો કોઈ અંત નથી. આ બધી ઈચ્છાઓ પુરી ના કરો તો જ મનષય મન કાબુ માં રહે, કયારેક પુરી કરવી પણ પડે.
આપણે જયા સુધી કોઈ ની સાથે ઝગડો ના કરીએ અને એકબીજા સાથે કેળવણી ના કેળવીએ તયા સુધી તેની સાથે મિત્રતા ના કરી શકો.

ગુજરાત માં પાલીતાણા તાલુકાના રાજપરા ગામમાં જન્મેલા સતી શ્રી ગંગાબાઈ એ ભજન ગાયુ છે. (સાંભળશો તો જ મનને જાણી શકશો)

વિપદ પડે પણ વણસે નહીં રે, તોઈ હરિજનનાં પરમાણ રે.

મેરુ તો ડગે પણ જેનાં મનડાં ડગે નહીં પાનબાઈ, મરને ભાંગી પડે બ્ર્હમાંડ રે.

ચિત્તની વૃતિ સદા નિર્મળ રાખે રે, કોઇ દી' કરે નહીં આશ રે,
દાન દેવે પણ, રેવે અજાજી રે, વચનુંમાં રાખે વિશ્વાસ રે.

હરખ રે શોકની જેને ના’વે રે હેડકી ને આઠે રે પહોરે આનંદ રે
નિત્ય રહે સદા સંતોના સંગમાં તોડે રે માયા કેરાં ફંદ રે.

તન મન ધન જેણે પ્રભુને અર્પે રે, ધન્ય નિજાજી નરને નાર રે,
ગંગાસતી એમ બોલ્યાં રે પાનબાઇ, પ્રભુ પધારે એને દ્વાર રે.

જો મન મા દઢ઼પણે નિષ઼ય કરવામા આવે તો તે બધુંજ શકય છે. મનને જો કાબૂમાં રાખવું હોય તો આ થોડા નીચેના નિયમોનું પાલન જરુંર કરો.

૧. મન સાથે મિત્રતા કરો.
૨. મન ને કહો કે સારા વિચાર જ નિમાઁણ કરે. સારા વિચારો થી સારુ કાયઁ થાય છે.
૩. મન ચંચળ છે તેથી તેની સાથે સમજણ કેળવણી પડશે.
૪. શાંત મન કયારેય ભટકતું નથી. આથી હંમેશા શાંત રહેવાનો પ્રયત્ન કરતા રહેવો.
૫. તમારા મનને દરેક પરિસ્થિતિમાં સારી રીતે તાલીમ આપો, સારુ જોવા અને કરવા માટે.

મનોજ નાવડીયા