કર્મનુ ફળ મનોજ નાવડીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કર્મનુ ફળ

"કર્મનુ ફળ"


'કર્મનુ ફળ આં જીવનમાંજ ભોગવવું પડે છે'



એક શાળામાં ભણતા ૯ વર્ષના બે વિધાથીઓ ની સાચી વાર્તા છે. એકનુ નામ મિથુન અને બીજાનુ નામ પવન. મિથુન ભણવામાં બહુ હોશીયાર વિધાથી હતો અને તે દરેક પરીક્ષામાં પેહલા નંબરે પાસ થતો હતો.


પેહલા નંબરે પાસ થતો હોવાથી તેના વર્ગ શિક્ષકાએ તેને મોનીટર બનાવ્યો. મોનીટર એટલે બધા વિદ્યાથીઓ પર નજર રાખવાની અને કોઈ પણ વિદ્યાથી અવાજ-તોફાન ના કરે તેનુ ધ્યાન રાખવાનું અને શિક્ષકના નાના નાના કામો પુરા કરવાના.


પણ તેને એક ખોટી કુટેવ હતી, જેનુ કર્મ ફળ તેને આજ સમયમાં મળવાનું હતું, જ્યારે શિક્ષકા ચાલુ વર્ગમા ભણાવતા હોય ત્યારે મિથુન મોનીટર મોટા ભાગના ૩-૪ વિદ્યાથીઓના લંચ બોક્ષ ખોલાવે અને બધો નાસ્તો પોતે એકલોજ ખાઇ જતો. તે પણ ચાલુ વર્ગમાં છેલ્લા બાકડા પર છુપાય ને. આવુ કરવાનુ તેનુ એક જ કારણ હતુ કે ખાવાનો મોહ, નાના હોવી ત્યારે જુદી જુદી વાનગી ભાવતી હોય છે. મોનીટર હોવા ને લીધે કોઈ પણ વિદ્યાથી તેને ના પાડી શકતા નહીં અને જો ના પાડે તો અવાજ અને તોફાન કરવાનુ બહાનુ બતાવીને શિક્ષકા સામે ઊભો કરી દે.


શિક્ષકા તેમને મારશે એવી બીકના લીધે કોઈ પણ તેની સામે બોલી ના શક્તુ આથી બધા વિદ્યાથીઓ મોનીટરથી હેરાન પરેશાન રેહતા અને કેટલાકને લંચ બ્રેકમા ભુખ્યા રહેતા.


તેજ વર્ગમાં પવન પણ બધા વિદ્યાથિઔ સાથેજ ભણતો. પવન બહુ હોશિયાર ના હતો પણ સમજદાર અને દયાળુ હતો. એવો સમજદાર વિદ્યાથી કે તે બીજા લોકો ના દુ:ખોને તરજ પારખી જતો.


હવે એક વાર ચાલુ વર્ગમાં મિથુનની નજર પવન પર પડી. તેણે પવનનું લંચ બોકસ માગ્યુું અને મિથુને તેને બહાનુ બતાવ્યું કે તે પોતાનુ લંચ બોકસ તેના બદલામાં ખાવા આપશે. આથી પવને પોતાનુ લંચ બોકસ મિથુનને આપી પણ દિધુ. મિથુન મસ્ત પાછલા બાંકડા પર બેસીને ખાંઈ ગ્યો.


પવનને તો પહેલીથી જ ખબર પડીજ ગઈ હતી કે આ મોનિટર વિદ્યાથિઓને પેરશાન કરે છે અને બધાનાં લંચ બોક્સ ખાઈ જાય છે.


ભગવાન પણ ખુદ પોતે જાતે કઈ નથી કરતા પણ બીજાની મદદથી કર્મનુ ફળ આપે છે.


પવનને એક વાર યુક્તિ કરી કે શિક્ષકાબેન પણ લંચ બોક્સ લઈને આવે છે અને તે મુખ્ય આગળનાં ટેબલ પર બેગમાં મુકે છે.


એકવાર શિક્ષકા બેન બ્લેક બોર્ડ પર લખવામાં વ્યસ્ત હતા અને મિથુન પાછળની પાટલી પર બેસીને બીજાનુ લંચ બોકસ ખાવામાં વ્યસ્ત હતો. આથી પવનને બન્નેને ખબર ના પડે તે રીતે શિક્ષકાનુ લંચ બોકસ બેગ માથી બહાર કાઢીને પોતાની પાસે લઈ લીધુ અને પવને તે લંચ બોકસ મિથુન પાસે બીજા વિદ્યાથીઓની મદદથી પહોચાડી દીધુ.


અચાનક શિક્ષકાની નજર તેના ખુલ્લી બેગમા ગઈ એને જોઈને ખબર પડી કે મારૂ લંચ બોક્સ ક્યા.


શિક્ષકાએ બધા વિદ્યાથીઓને પુછયું મારુ લંચ બોક્સ ક્યા. તો બધા વિદ્યાથીઓ મિથુનની સામે જોવા લાગ્યા. શિક્ષકાની નજર પણ મિથુન પર પડી અને તેની નજદીક ગયા તો લંચ બોક્સ મિથુન પાસે પડેલુ અને તે પણ ખાલી.


ખાલી લંચ બોક્સ જોઈને શિક્ષકા મિથુન પર ગુસ્સે થઈ ગયા. મિથુનને શિક્ષકા સામે ઘણી આના કાની કરી પણ મિથુનની ભુલ તો હતીજ. એટલે શિક્ષકા તેણે પુરો દિવસ વર્ગની બહાર વાકા વળવાની સજા આપી અને મોનીટરમાંથી બે દખલ કર્યો.


આ ઘટનામાં મિથુનને ખબરજ ના રહી કે શિક્ષકાનુ લંચ બોક્સ તેની પાસે કઈ રીતે અને કોણે પહોચાડ્યું. આ હતુ મિથુને કરેલા ખરાબ કર્મનુ ખરાબ ફળ. જે સમય આવે ત્યારે મળી જ જાય છે.


આ દુનિયામાં મોટા ભાગના મનુષ્ય પણ આવુજ વિચારતા હોય છે કે તેમને પોતે કરેલાં પાપનું ફળ આ જન્મોમાં નહી પણ બીજા જન્મોમાં મળશે એટલે આ જન્મની ચિંતા નથી કરતા. અને જો પાપો કરશે તો ગંગા માતામાં ધોઈ નાખશે અને બચી જશે. પણ આ મનુષ્ય ઘણુ વિપરીત વિચારતા હોય છે જે સત્ય નથી.


"જે મનુષ્ય કર્મના પૈડાને ઓળખી જાય છે, તે મનુષ્ય હંમેશા સુખ અને મોક્ષને પામે છે" એમાં કોઇ શંકાને સ્થાન નથી.


"સારા કર્મનુ ફળ સારુ અને ખરાબ કર્મનુ ફળ ખરાબ"


મનોજ નાવડીયા

Manoj Navadiya.

E mail: navadiyamanoj_62167@yahoo.com