"કો઼કરોચની ફરીયાદ"
'જેના સાથે તેવા નહી'
રાત્રે લોકો સૂતા હોય ત્યારે સભા કરીએ
આખી દુનીયામાં કોકરોચ ને ભલા કોન ના ઓળખે. આમ તો તે બધા ના ઘરમાં અને રસોડામાં જોવા મળતા હોય છે. ખાસ કરીને બધા નાના છોકરાઓ, છોકરીઓ અને સ્ત્રીઓ ને ખાલી નામજ સાંભળતા મનમાં ભયંકર ડર પેદા થઈ જાય છે જાણેકે કો઼કરોચ તેને ખાઇ ના જાય. પરંતુ આનાથી ગભરાવાની જરૂર નથી કારણ કે માણસ તેનાથી વધારે શક્તિશાળી છે, તે એક નાનુ જીવજંતુ છે.
આમ તો કો઼કરોચ દીવસે ઓછા જોવા મળે છે, પોતાના નાના ઘર જેમ કે નાની બખોલ, દર, ગેસ સિલિન્ડર ના પાઈપ ના દર, ફી઼જના પાછળના ભાગમા રહેતા હોય છે, જયા ગરમી કે તાપમાન જળવાઈ રહેતુ હોય છે.
કો઼કરોચ બહુજ સવેનદીલ, સતર્ક, અંધકારમાં જોઇ શકે છે અને ઝડપથી દોડી શકવાનો અદભૂત ગુણ રહેલા હોય છે.
જયારે રાત્રે અંધકાર થઈ જાય છે તયારે તે બધા એક સાથે ભોજન ની શોધમા બહાર નીકળે છે. કોઈ પણ મનુષ્ય, પશુ, પક્ષી, પા઼ણી કે જીવજંતુ માટે ભોજન એ પા઼થમીક જરુરીયાત છે.
આ દુનિયાના માનવલોકોથી કો઼કરોચ અને તેના પરીવાર ત્રાસી ગયા છે. એકવાર બધા કો઼કરોચો સભા કરવા ભેગા થાય છે અને તે બધા રસોડામાં જાય છે. મસ્ત મજાના ડાઈનિંગ ટેબલ પર ટેબલ અને ખુરશીની ગોઠવણ કરે છે. બધા બેસીને ભોજન ચાલું કરે છે. ભોજન કરતાં કરતાં મુખ્ય કો઼કરોચ રાજા કહે છે કે આ સભા એટલે બોલાવવામાં આવી છે કે આપણા પર આ માણસ જાતી ભારે પડતી જાય છે. આપણા કુટુંબોની ઝેરી કેમીકલ અને પાવડર થી ક્રૂર હત્યા કરે છે, તેની સાથે સાથે ખુદના આહાર તરીકે પણ ઊપયોગ કરતા જાય છે જેમ કે પીવાના સુપ તરીકે અને કયારેક કયારેક તો જીવતા જાગતા જ ખાય જાય છે. આપણે તો તે લોકોને કોઈ હાની પહોચાડતા નથી. કોઈપણ પ્રકારનું ઝેર ઉત્પન્ન કરતા નથી અને ડંખ મારવાની ક્ષમતા પણ નથી. આપણે આ મનુષ્યને પાઠ ભણાવવો પડશે.
બધા કો઼કરોચો નક્કી કરે છે કે આપણે પોતાના કચરા અને લાળથી ખોરાકને પ઼દૂષિત કરીશુ જેમાં ખરાબ બેક્ટેરિયા હોય છે જે ફૂડ પોઇઝનિંગ, અતિસાર અને ચેપનું કારણ બનશે. આપણા મળ અને શરીરના ભાગોથી શ્વાસની ધૂળ એ એલર્જીક પ્રતિક્રિયા અને અસ્થમાનું કારણ બને છે, તે ફૂડ પોઇઝનિંગનું કારણ બને છે. આનાથી માણસ જાત મા હાહાકાર મચી જશે.
અચાનક રાજા નો સાચો અને સલાહકાર મંત્રી કહે છે કે આપણે તેની સજા કુદરતના હાથ માં સોંપી દેવી જોઈએ. કુદરત જ મનુષ્ય ને દંડ કરશે. આ સાંભળીને સભા મા ખળભળાટ થવા લાગ્યો. સાચા મંત્રી પર પણ જુદાં જુદાં આક્ષેપ કરવા લાગ્યા. પરંતુ મંત્રી પણ એમ ના બનાવવામાં આવ્યા હાય જેનામાં ખાસ લક્ષણો અને પ઼જા ની રક્ષા થાય એવા ગુણો હોય તેજ બની શકે. મંત્રી એ બધા સાથીઓ ને સમજાવતા કહ્યું કે જો આપણે આવુ કૃત્ય કરશુ તો આપણામા અને મનુષ્ય મા શુ ફરક રહેશે.
જયા સુધી મનુષ્ય મા આવી ખરાબ બુદ્ધિ અને ભાવના રહશે તયા સુધી આપણી જાતી એટલે કે પા઼ણી, પશુ, પક્ષી, જીવજંતુ ની જાતી ઊચી જ રહેશે. મનુષ્ય જાત નીચી રહેશે. આ સાંભળીને રાજા અને બધા સાથીઓ ખૂબ આનંદીત થઈ ગયા અને મંત્રીના પક્ષ મા આવી ગયા અને સભા દરખાસ્ત કરી.
"એક નાના જંતુ થી જો આવુ કાર્ય થઈ શકે તો મનુષ્યથી શું ના થઈ શકે".
કો઼કરોચો ની હત્યા ક્રૂર અને નિરર્થક છે. આથી આપણે આપણા ઘરને ઓછા આકર્ષીત, ખોરાક અને ખાદ્ય પદાર્થોને સજ્જડ સીલબંધ કન્ટેનરમાં મૂકવા જોઈએ. નિયમિત ધોરણે કચરો, ગેસ, રેફ્રિજરેટર્સ અને કબાટોની પાછળના ભાગો સહિતના બધા વિસ્તારોને સાફ રાખવા જોઈએ.
શ્રી સુંદર પિચાઈ, વિશ્વના સર્વોચ્ચ સર્ચ એન્જીન, GOOGLE ના સીઈઓ સાથે બનેલી એક ઘટના:
"Cockroach theory on Self Development"
એક રેસ્ટોરન્ટ માં અચાનક એક કો઼કરોચ કયાકથી ઉડીને આવ્યો અને એક મહિલાના હાથ પર બેઠો. ભયભીત અને ડરી ગયેલી મહિલાએ બૂમ પાડી, કો઼કરોચ… કો઼કરોચ… તેને આ રીતે ગભરાયેલ જોઈને, તેના અન્ય સાથીઓ અને રેસ્ટોરન્ટમાં હાજર અન્ય લોકો પણ ગભરાઇ ગયા. આવા માહોલમાં, મહિલાએ તેના હાથને ઝડપથી ઝટકો આપ્યો અને કો઼કરોચ તેના હાથ પરથી ઉડી ગયો.
પરંતુ તે ઉડીને બીજી સ્ત્રીના હાથ પર બેઠો. હવે બીજી સ્ત્રીને ગભરાવવાનો વારો હતો અને આ રીતે બીજી સ્ત્રી પણ જોરજોરથી બુમો પાડવા લાગી, કા઼કરોચ… કા઼કરોચ…
આ તમામ નાટક એક વેઈટર દુરથી ઊભો રહીને જોઈ રહ્યો હતો અને સ્ત્રીને મદદ કરવાના લક્ષ્ય સાથે, તેની નજદીક ગયો ત્યારે તે કા઼કરોચ ઉડયો અને વેઈટરના ખંભા પર બેસી ગયો. પણ વેઈટર કો઼કરોચ ને જોઇને ગભરાયો નહીં અને ગભરાવાની બદલે, તે શાંત ઊભો રહ્યો અને કો઼કરોચની કિયા ને કાળજીપૂર્વક જોતો રહ્યો. જ્યારે કો઼કરોચ સ્થિર બન્યો, ત્યારે વેઈટરએ તક જોઇને કાકરોચને તેના હાથથી પકડીને બહાર ફેંકી દીધો.
શ્રી સુંદર પિચાઈ આ મનોરંજક દ્રશ્ય એ જ રેસ્ટોરટમાં ઘણા સમય થી જોઈ રહ્યા હતા, ત્યારે તેના મનમાં એક સવાલ આવ્યો કે તે બે મહિલાઓની સમસ્યા માટે જવાબદાર કો઼કરોચ હતો! જો હા, તો શા માટે તે વેઈટરે બુમો પાડી નહીં, શા માટે તે શાંત રહ્યો? તેણે કેવી રીતે કોઈ મુશ્કેલી વિના તે ભયંકર પરિસ્થિતિને સંભાળી લીધી. તેથી તે આપણને બતાવે છે કે કોકરોચ પરિસ્થિતિ માટે જવાબદાર નહોતો, પરંતુ તે બે મહિલાઓ પરિસ્થિતિને સંચાલિત કરવામાં અસમર્થ હતી, ફક્ત તે લોકોજ પરિસ્થિતિને યોગ્ય રીતે સંચાલિત કરી શક્યા ન હતા.
શ્રી સુંદરને લાગ્યું કે તે મારા પિતા, મારા સાહેબ અથવા મારી પત્નીના ચિસોના અવાજથી હુ પરેશાન નથી, પરંતુ તે મારી અયોગ્યતા છે કે મને તે પરિસ્થિતિને સારી રીતે અને કેવી રીતે નિયત્રણ મા લેવી તે ખબર નથી.
"સાચી સમસ્યા કરતાં વધુ હું તે સમસ્યા પ઼તયે મારુ વર્તન છે જે ખરેખર મને પરેશાન કરે છે"
મનોજ નાવડીયા.