સીધો રસ્તો મનોજ નાવડીયા દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સીધો રસ્તો

"સીધો રસ્તો"


"સીધા રસ્તા ઉપર મનુષ્યનુ અવળું મન"


આ કહાની એવા માણસો પર આધારીત છે જેમા કોઈ મનુષ્ય જીવનમાં સાચો રસ્તો અને સાચુ માર્ગદર્શન શોધે છે, ત્યારે તે બીજા લોકોને રાહ અને માર્ગદર્શન માટે પુછેવા જાય છે, ત્યારે એેવા લોકો ને પોતાને પુરેપુરી ખબર અને જાણકારી ના હોવા છતા તે બીજાને અવળો રસ્તો અને રાહ બતાવે છે. મતલબ એવો કે ખુદ પોતાને ના ખબર અથવા જ્ઞાન ના હોય તો તેવા મનુષ્ય સરળતાથી સાફ ના નથી પાડતાં, પરંતુ ખોટો રશ્તો કે ખોટી રાહ બતાવીને બીજાને ગેરમાર્ગે દોરવી જાય છે. આવુ કરવામાં ઘણા લોકો માટે તેમને આનંદ અને મજા પણ આવતી હોય છે. પરંતુ આવી મજા એક દિવસ તેના માટે મુશ્કેલીઓ ઊભી કરે છે.


એક સુંદર નાની વાર્તા જેમા એક ગરીબ પરીવાર ના ભાઈ જેનુ નામ છે નરેશભાઈ, જે એક ફુડ ડીલીવરી માં નૌકરી કરે છે. આથી તેને એક ઓનલાઇન ઓર્ડર ની ડિલીવરી કરવાની હતી. તેની પાસે મોબાઇલમાં ઓનલાઇન ઓડર અને એડ્રેસ માટે એપ્લિકેશન હતી તેથી તેના પર મેપિંગ કરીને ડિલિવરી કરતાં હતા. પરંતુ એકવાર અચાનક એપ્લિકેશના મેપ માં ખામી દેખાડે છે અને નકશા દેખાતો બંધ થઈ જાય છે. આથી ફક્ત તેના એડ્રેસ પર કામ ચલાવવુ પડે એમ હતુ.


હવે નરેશભાઈ રસ્તામાં આવતા એક ભાઈને એડ્રેસ માટે પુછે છે તો તે સરળતાથી તેને સાચો રસ્તો બતાવે છે. હવે નરેશભાઈ ત્યાથી આગળ જાય છે અને તે ઘર ની નજદીક પહોચવાની ત્યારીમાં જ હતા. પરંતુ ઘર મળતું નાં હોવાથી તે રસ્તામાં આવતા બીજા અક ભાઈને પુછે છે. (હવે આ ભાઈ ને કઈ ખબરજ ના હતી અને તે વિસ્તાર ની પણ જાણ ના હતી. તે ખુદ ને પોતાને બહૂ ખબર અને જાણકાર હોય એવો અહમ વાળો ​​માણસ સમજતા હતા).


તો તે માણસ નરેશભાઈ ને બીજો રસ્તા દેખાડી દે છે. હવે નરેશભાઈ તેણે કહેલા રસ્તા પર જવા લાગ્યા. પણ નરેશભાઈ ને ક્યા ખબર હતી કે પેલા ભાઈએ બીજો ખોટો રસ્તો બતાવી દીધો છે. પણ સાચેજ એક મનુષ્ય બીજા મનુષ્ય પર વિશ્વાસ રાખીનેજ ચાલતા હોય છે. આથી નરેશભાઈ તેણે બતાવેલા રસ્તા પર ઘણા દુર નીકળી ગયા.


હવે નરેશભાઈ એ બીજા એક ભાઈ ને રસ્તા માં પુછ્યુ તો કહયુ કે તે મકાન તો બહુ પાછળ રહી ગયું. આથી નરેશભાઈને પણ થોડો ગુસ્સો તો આવ્યો પણ શું કરી શકે અને મનમાં વિચાર આવ્યો કે ડિલીવરી મોડી થવાને લીધે સારું રેટિંગ નહીં મળે અને નોકરી માંથી પણ કાઢી શકે છે.


હવે નરેશભાઈ પાછા એડ્રેસ શોધતા શોધતા શેરીઓનાં નાકાં પર પહોચે છે એને તેજ શેરીની બહાર ના નાકા પર, પહેલા ખોટી રાહ બતાવવા વાળા ભાઈ દેખાય આવે છે અને તેની પાસે નજદીક જાય છે અને તે તેને શાંત સ્વભાવે કહે છે કે તમે મને ખરેખર જીવનનો સાચો રસ્તો બતાવ્યો છે જે મને જીવનભર યાદ રહશે (તે ભાઈ ને પણ મનમાં લાગી આવ્યુ કે મને ખબર ના હોવા છતા મે ખોટો માર્ગ બતાવ્યો).


હવે નરેશભાઈ પોતાની ડીલીવરી પોતાના ગા઼હકના ઘરે પહોચાડે છે. ડીલીવરી મોડી થવાની બધી વાત ઓર્ડર કરેલા ભાઈ ને કહે છે અને આ સાંભળીને ખરેખર તે ગા઼હક નરેશભાઈ ને 5 સ્ટાર રેટિંગ આપીને આનંદિત કરી દે છે.


આથી આ દુનિયામાં ઘણાં બધા લોકો એવા હોય છે કે જે સીધો રસ્તો હોવા છતાં બીજાને અવળી રાહ ચીંધે છે.


ભુતકાળમાં પણ આવા ઘણા ઈતિહાસ થઈ ગયા જેમ કે મહાભારત માં મામા શકુનીએ હંમેશા દુર્યોધન ને ખોટી રાહ બતાવતા રહયા તેથી દુર્યોધન અને કૌરવો નો સંહાર થયો.


આથી આપણે આવા મનુષ્ય માં આવી ના જઈએ તેનુ ખુબ ઊડાઈ પૂર્વક ધ્યાન રાખવું જોઈએ અને કોઇને પણ ખોટી રાહ કે ખોટું માર્ગદર્શન આપવું ના જોઈએ.


"સાચી સલાહ અને માર્ગદર્શનજ બીજા મનુષ્યના જીવનને મુસીબતો માંથી તારે છે".



મનોજ નાવડીયા.

Manoj Navadiya.

E mail: navadiyamanoj_62167@yahoo.com