વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-32 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ચતુર

    आकारसदृशप्रज्ञः प्रज्ञयासदृशागमः | आगमैः सदृशारम्भ आरम्भसदृश...

  • ભારતીય સિનેમાનાં અમૂલ્ય રત્ન - 5

    આશા પારેખઃ બોલિવૂડની જ્યુબિલી ગર્લ તો નૂતન અભિનયની મહારાણી૧૯...

  • રાણીની હવેલી - 6

    તે દિવસે મારી જિંદગીમાં પ્રથમ વાર મેં કંઈક આવું વિચિત્ર અને...

  • ચોરોનો ખજાનો - 71

                   જીવડું અને જંગ           રિચાર્ડ અને તેની સાથ...

  • ખજાનો - 88

    "આ બધી સમસ્યાઓનો ઉકેલ તો અંગ્રેજોએ આપણા જહાજ સાથે જ બાળી નાં...

શ્રેણી
શેયર કરો

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-32

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-32
મસ્કીએ મેકવાનને ફોન કર્યો. એમની સાથે વાત કરીને ઉપરથી મૂડ બગાડ્યો મેકવાને પૂછ્યું મજા આવીને ? અને પૈસા મેં એડાવાન્સ પે કરી દીધાં છે. તારે ટીપ આપવીં હોય તો ઠીક છે ખુશ થઇને બાકી કોઇ પેમેન્ટ કરવાનું નથી. મસ્કીને શું જવાબ આપવો ખબરજ ના પડી. એને પછી ભાન આવ્યું કે આ ધંધામાં તો એડવાન્સ પેમેન્ટ લે છે કામ પતે પછી નહીં હું પણ સાવ ડફોળ સાબિત થયો મને બેવકુફ બનાવી ડબલ પૈસા લઇ ગઇ હવે મેકવાનને કયા મોઢે સાચી વાત કહેવી ?
વળી કબીરાયાને પણ મેં સળી કરી એ પણ બગડ્યો છે... ત્યાં એનાં ફોનમાં રીંગ આવી એણે કંટાળા સાથે ફોન ઉચક્યો અને સામેથી જે સાંભળ્યું એ સાંભળીને એની આંખે અંધારા આવી ગયાં એને થયું હું ક્યાં ફસાયો ? હું બીજાને ફસાવવા ગયો હુંજ ફસાયો. એણે ડર થતા કંટાળા સાથે ફોન કાપી નાંખ્યો એવું કહીને કે રોંગ નંબર... પાછી રીંગ વાગી એજ નંબરથી હવે એણે સીધો ફોન સ્વીચ ઓફ કર્યો. પછી ફ્રેશ થઇ નીચે જવાની તૈયારી કરી અંદરથી એને કોઇ અગમ્ય ડર લાગી રહેલો.
*************
અભીએ સ્વાતીને ફોન કર્યો અને બોલ્યો "એય સ્વીટુ તારાં ત્રણની જગ્યાએ પાંચ દિવસ મેં જવા દીધાં હવે મારાથી નહીં રહેવાય આ દિવસો કેવી રીતે પસાર કર્યા છે મારુ મન જાણે છે આપણે ક્યારે મળવું છે. અને આગળ સાંભળ સુરેખનો ફોન હતો કે રીહર્સલ બરાબર થઇ ગયું છે પુરુજ ફાઇનલ રીહર્સલ બધાં સાથે કરી લઇએ આવતા શુક્રવારેતો પ્રોગ્રામ છે વચ્ચે માંડ પાંચ દિવસ રહ્યાં.
સ્વાતી એ કહ્યું મારાં પર પણ સુરેખાનો ફોન હતો એ બે દિવસ પછી અહીં હોસ્ટેલ આવી જવાની છે. બીજી ઘણી વાતો છે પણ તું પહેલા મારાં રૂમ પર આવી જા પછી સુરેખાનાં ઘરે સાથેજ જઇએ ફાઇનલ રીહર્સલ માટે.. પણ તુ મૂડ સરખો કરીને આવજે પ્લીઝ.
અભીએ કહ્યું "પેલો કબીર આવી ગયો પાછો દમણ રખડીને આવ્યો એવો મને ફોન કરેલો રૂબરૂ મળીશ ત્યારે બીજી વાત જાણીશ પણ વાત પરથી એવું લાગે છે કે એ બેને કંઇક થયું છે. સ્વાતીએ કહ્યું" એ બે વચ્ચે શુ થવાનું ? કબીરતો પેલા મસ્કીનો એક નંબરનો ચમચો છે. ઠીક છે મળીએ ત્યારે વાત. પણ તું આવે છે ને મારાં રૂમ પર ? રેક્ટરની ચિંતા ના કરીશ તું આવીજા હું બધુજ મેનેજ કરી લઇશ.
અભીએ કહ્યું હું આવુંજ છું આ ફોન મૂકું અને નીકળું એમ કહીને એણે ફોન કાપી ખીસામાં નાંખ્યો અને પછી દુકાનમાંથી નીકળી બાઇક સ્ટાર્ટ કરીને સ્વાતીને મળવા નીકળ્યો.
પંદર મીનીટમાં તો હોસ્ટેલ પર આવી ગયો અને એણે બોયઝ હોસ્ટેલ પાસે બાઇક પાર્ક કરી નીચેથીજ કબીરનાં રૂમ તરફ નજર કરી કબીરનાં રૂમની બારી બંધ હતી એ નજર નાંખી સીધો લેડીઝ હોસ્ટેલ તરફ જવા લાગ્યો.
અભીએ જોયું કે એણે હોસ્ટેલમાં એન્ટ્રી મારી સામેજ રેક્ટર બેઠી હતી એણે આંખો ઝીણી કરી પૂછ્યું અભી તું અહીં શું કરે છે ? અભીએ કહ્યું "મેમ સ્વાતીને મળવાનું છે અરજન્ટ નાટકની સ્કીપ્ટ ડીસ્કસ કરીને પાછો જતો રહીશ.
રેક્ટરે હસતાં હસતાં કહ્યું વાહ સ્ક્રીપ્ટ તો તને મોઢે છે કંઇ અહીં જા જલ્દી પાછો આવજે સ્વાતીએ મારી સ્ક્રીપ્ટ લખી નાંખી છે... અભી આગળ કંઇ જવાબ આપ્યા વિનાજ ઝડપથી દાદર ચઢી ગયો.
સ્વાતી રાહ જોઇને ઉભી હતી એણે એવું સરસ મેનેજ કરેલું કે રેક્ટર સલુજા કંઇ બોલીજ ના શકી અભી આવ્યો એવો સ્વાતીનાં રૂમમાં ઘૂસી ગયો. સ્વાતી પણ રૂમમાં આવી અને દરવાજો બંધ કરી સ્ટોપર મારી દીધી.
અભી કંઇ બોલે પહેલાંજ સ્વાતીએ એને ખેંચીને સીધો બેડ પર ધક્કો માર્યો. અભી કંઇ સમજે પહેલાં તો સ્વાતી એની છાતી પર ચઢીને બેસી ગઇ.. અભીએ હોઠ ફફડાવી બોલવાની તૈયારી કરી ત્યાંજ સ્વાતીએ એનાં હોઠ પર હોઠ મૂકી દીધાં.
જોઇતું હતું અને વૈધે કીધું અભીએ પણ એના હોઠ સ્વાતીનાં હોઠ પર મૂકી જાણે લોક કરી દીધી. અભી સ્વાતીને આંખનાં ના પલકારામાં પકડી પ્રેમ કરવા લાગ્યો. બંન્ને જણાં અમર્યાદા રીતે પ્રેમ કરવા માંડ્યાં.
************
મસ્કી અજાણ્યા નંબરથી આવેલા ફોનથી ડરી ગયેલો, ફોન ફરીથી આવ્યો ત્યારે એ સાચેજ ગભરાઇ ગયેલો હું આ લલનાઓ બોલાવીને વધારે ફસાયો છું હવે મેકવાન સરને ના છૂટકે વચ્ચે નાંખવા પડશે એમ વિચારતો વિચારતો કબીર સાથે નીચે આવ્યો.
મસ્કી અને કબીર બંન્ને મેકવાનની એટલે કે હોટેલની વાતાનુકુલીત ઓફીસમાં આવી ગયાં. મસ્કીનું મોઢું પડેલું હતું મેકવાન એની આરામદાયક ચેરમાં બેસી ફોન પર વાત કરી રહેલાં. મેકવાનની નજર મસ્કી અને કબીર પર પડી ઇશારાથી બંન્નેને બેસવા માટે કહ્યું.
થોડી અકળામણ સાથે મસ્કી મેકવાનની ફોન પર થતી વાતો સાંભળી રહ્યો એને એની મુશ્કેલી રજૂ કરીને કોઇ ઉકેલ કરવો હતો અને મેકવાન હોટલની સ્કીમ અંગે કોઇ એજન્ટ સામે વાત કરી રહેલો. ધીરજ ખૂટતાં મસ્કીએ કહ્યું સર ફોન નિપટાવો માટે ખાસ વાત કરવી છે.
મેકવાને થોડી નારાજગી સાથે વાત ટુંકાવી અને મસ્કીને જોઇને મોં પર સ્મીત લાવીને કહ્યું "ઓહો યંગ મેન આવી ગયો ? મેકવાનમાં હોટલ માટે જરૂરી હોસ્પિટાલિટી મેનર્સ ઘણી હતી એને ખ્યાલ આવી ગયેલો કે આ કંઇક અકળામણમાં છે એથી સ્મિત સાથે પૂછી લીધું.
મસ્કીએ કહ્યું સર કાલે તમે જે બંદોબસ્ત કરેલો એ તમારી જાણીતી છે ? વિશ્વાસુ સોર્સ હતો ? મેકવાને કહ્યું અરે હું એ એજન્સી સાથેજ વાત કરી રહેલો કેમ શું થયુ કંઇ ગરબડ કરી છે ? મેકવાને સાવ અજાણ્યા થઇને પૂછ્યું....
મસ્કીએ કહ્યું સર તમે મને એવું કીધું કે આમાં પેમેનટ એડવાન્સ કરવાનું હોય તમે કરી દીધેલું મને કંઇ આપવા ના પાડી... મેકવાને કહ્યું હાં બરાબરજ છેને. કેમ શું થયું એ કહીને....
મસ્કીએ કહ્યું પણ એ સાલી... રાં...ડોએ તો મારી પાસેથી 20k કઢાવી લીધા કે અમારો ચાર્જ રોકડામાં આપી દે મારી સાથે મીટીંગ કર્યું છે હવે એની પાસેથી પાછા થોડા મળે ? આવી કેવી એજન્સી છે તમારી કે હોટલ માલિક સાથેજ ચીટીંગ કરે ? અને એય મારી સાથે ? જેની વ્યવસ્થા તમે પોતેજ કરી હોય છતાં મારી સાથે આવું બની ગયું ?
મેકવાને એની સામે ઝીણી આંખ કરીને પછી કીધું ભાઇ મસ્કી તે શું કર્યુ રાત્રે ? એ તું પહેલાં મને કહીશ ? તે નોર્મલ મોજ મજાજ કરી છે ને ? કે કંઇ બીજુ પણ કંઇ ? એમ બોલીને કબીર સામે જોયું પછી મેકવાને કબીરને કહ્યું ફ્રેન્ડ તું હમણાં થોડો સમય બહાર જઇશ ? મારે મસ્કી સાથે પર્સનલ વાત કરવી છે.
કબીર તરતજ ઉભો થઇ ગયો અને રીસ્પેક્ટ આપતો બહાર નીકળી ગયો.... પછી મેકવાને મસ્કીની તરફ ચેર ખેંચીને કહ્યું મસ્કી તે જે રાત્રે કર્યુ ઠીક નથી કર્યું મને બધોજ રીપોર્ટ મળી ગયો છે તારે ક્યા કારણે એવું કરવું પડ્યું.
મસ્કી એ ના સમજ્યો હોય વર્તીને કહ્યું કેમ ? શેની વાત કરો છો ? જે કામ માટે છોકરીઓ બોલાવી હતી એજ તો કર્યું છે બીજું એ લોકો સાથે શું કરવાનું હોય ?
મેકવાને કહ્યું "એ લોકો સાથે જે કરવાનું હોય એજ કરવું જોઇતું હતું એ લોકો પાસે કંઇ કરાવવાનું નહોતું સમજ્યો આ લોકો ઘણાં ચાલાક અને શાતીર હોય છે તેં તારાં આ મિત્રનાં ફોટા અને બિભત્સ રોમા સાથેની ક્રીડાનો વીડીયો ઉતરાવ્યો છે ને ? એને સમજણ પડી ગઇ હતી આ સ્વીટી બહુ પહોચેલી માયા છે અહીંના દમણનાં ગેંગસ્ટરની માનીતી છે ભલે ધંધો કરે છે પણ તારાં જેવા નવા બકરા પણ શોધે છે.
મસ્કીએ કહ્યું તો અંકલ તમારે એવી છોકરીઓ નાં બોલાવવી જોઇએ જે આપણને બ્લેકમેલ કરી એનો કોઇ સાગરીત મને ફોન કરે છે સ્વીટી સાથેનાં મારાં બિભત્સ ફોટા અને વીડીયો શેર કરીને એનું શું ?
મેકવાને કહ્યું તું ટ્રેપીંગ કરવા ગયો અને તું જ ટ્રેપ થઇ ગયો પણ હું કંઇક મેનેજ કરું છું ચિંતા ના કરીશ એમ કહી ખંધી નજર મસ્કીની સામે જોયું મસ્કી મેકવાનની નજરથી પણ જાણે થથરી ગયો એને મનમાં થયું આમાં મારે પાપાને વચમાં નાંખવા પડશે લોચો પડી ગયો.
બહાર ઉભેલો કબીર વાત સાંભળીને લ્હાય જેવો લાલ થઇ ગયો.
વધુ આવતા અંકે --- પ્રકરણ-33