WILD FLOWER - 2 books and stories free download online pdf in Gujarati

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-2

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-2
ચારે મિત્રોની ટોળકી એમ.એસ.યુનીવર્સીટી આર્ટ કોલેજની હોસ્ટલની કેન્ટીનમાં આવ્યાં. ત્યાં કબીર એ કહ્યું બાઇક તમે લોકોએ ખોટી જગ્યાએ પાર્ક કરી છે અહીં મૂકી દો. મસ્કીએ કહ્યું સુરેખ લાવ ચાવી હું મૂકી દઊં છું એમ કહી એણે બાઇક કબીરની બાઇક સાથે મૂકી દીધી પછી બોલ્યો ? બસ શાંતિ ?
સુરેખ અને અભિજીત કેન્ટીનમાં પહેલાં પ્રવેશ્યા પાછળ કબીર અને મસ્કી... અંદર પ્રવેશતાં માહોલ મસ્ત હતો બધાનો ગણગણાટ સાથે ધીમુ મ્યુઝીક વાગી રહેલુ બે ટેબલ છોડી બાકીનાં ટેબલ પર બધાં બેઠેલાં હતાં.
છોકરીઓનાં ગ્રુપ પણ હતાં બધાં ગરમાગરમ નાસ્તો અને સોફ્ટડ્રિંક પી રહેલાં ચારે જણાંની નજર બધે ફરી રહી હતી સુરેખે એક તરફ નજર કરી અને સ્થિર થઇ ગઇ. એ અટક્યો.
કબીરે સુરેખ તરફ જોઇને કહ્યું અલ્યા કેમ અટક્યો ? ઓહો સમજ્યો.. ઓહો આ અહીંયા છે ? અને હવે આ સુરેખ્યો અહીં કાયમ આવવાનો. પણ સુરેખ કંઇ સાંભળી નહોતો રહ્યો એની નજર સ્થિર થઇ હતી એ એમાંજ હતો.
કબીરે કહ્યું "અલ્યા અભલા હવે આને જગાડ અને કહે કે જોયાં વિના એને જઇને મળીલે અને આપણો ઇન્ટ્રો નવેસરથી કરાવે.. અભિજીતે કહ્યું "સુરેખ ક્યાં ખોવાયો ? કોણ છે ? ઓળખે છે.
કબીરે કહ્યું કેમ ના ઓળખી ? આપણી સ્કૂલમાં તો હતી આ સુરેખની લાઇન આડી થઇ હતી.. પણ સાલી એ મચકજ નહોતી આપી એમાં એ સ્કોલર થઇ ગયો અને ત્રણે જણાં હસી પડ્યાં.
મસ્કીએ કહ્યું "ઓય સુરેખ તારાથી ના બોલાતું હોય તો હું બોલાવી લાવુ ? કોણ છે ? કઇ છે બતાવ મને.. હવે સુરેખનું આ લોકો પર ધ્યાન ગયુ એણે આ બધાની વાત સાંભળ્યા વિનાજ બોલ્યો તમે અહીં ઉભા રહો હું આવુ છું એમ કહીને સીધી લાઇનમાં ત્રીજા છેલ્લાં ટેબલ તરફ ગયો ત્યાં છોકરીઓનું ગ્રુપ બેઠુ હતું.
સુરેખે ત્યાં જઇને કહ્યું "હાય સુરેખા, સ્વાતી, શ્રેયા, અને બે જોડકી વંદના વેદીકા.. કેમ છો ?
સુરેખાએ સુરેખ તરફ આશ્ચર્યથી જોઇને કહ્યું " ઓહ સ્કોલર તું અહીં ક્યાંથી આર્ટ ફેકલ્ટીની હોસ્ટેલ કેન્ટીનમાં ? તું એકલો છે કે તમારી આખી વલ્ગર ટોળખી પણ છે ?
સુરેખે તરતજ ગરમ થઇને કહ્યું "એય વલ્ગર એટલે ? અમે સ્કોલર છીએ પરસન્ટેજ ના આવે એટલે આર્ટમાં નથી ગયાં. હવે સ્વાતી અકળાઇને બોલી.. એવું નથી હોં અમારે પણ મસ્ત પરસન્ટેજ આવેલાં પણ જેને જેમાં ઇન્ટરેસ્ટ હોય એમાં જાય. બાય ધ વે તું અહીં શું કરે છે ?
સુરેખે કહ્યું "કેમ શું કરે છે ? એટલે ? તમે જે અહીં કરો છો એજ કરવા અમે આવ્યાં છીએ.
સુરેખાની આંખોમાં મસ્તી ચઢી એણે કહ્યું "ઓહો ક્યા બાત હૈ અડધી ચાની કટીંગ અહીં નહીં મળે અહીંતો બધુ આખુ આખુજ મળશે અને બધીજ બહેનપણીઓ એક સાથે હસી સુરેખે બાજુમાંથી ખુરસી ખેંચી અને સુરેખાની બાજુમાં બેસી ગયો. જો મારુ નામ સુરેખ તારુ સુરેખા આ બને લીટી ભેગી થાય તો કંઇ નવી રચના થાય તને ખબર છે ને ? કે જો અહીં ભણાવીને સમજાયુ ?
સુરેખની વાત સાંભળી બધી ફ્રેન્ડ્રસ એક સાથે ફરી હસી સ્વાતી બોલી" સુરેખા વાતમાં તો દમ છે.. આમ પણ આ બચારો સ્કૂલથી તમે જોમેટ્રી ભણાવવાનો ટ્રાય કરે છે એટલે શ્રેયાએ કહ્યું "પણ આ બંન્ને જણાં મેગ્નેટનાં વિરૂધ્ધ ભાર છે ભેગાં થવાની જગ્યાએ જુદી જુદી દિશામાં વાત કરે છે ?
વેદીકાએ કહ્યું "પાવર જ નથી પછી શુ કરવાનું ? એય સુરેખ થોડો મેગ્નેટીક પાવર ચાર્જ કરાવીને આવજે.
સુરેખ કહે પણ કોણે ક્યાં એડમીનશન લીધું એતો જણાવો ત્યાં સ્વાતીએ વચ્ચે ટાપશી પુરતા કહ્યું "હું અને સુરી બંન્ને અહીં આર્ટ કોલેજમાં એડમીશન લીધુ અને અહીં હોસ્ટેલમાંજ રહીએ છીએ. વંદના વેદીકા આર્ટસ ફિલ્ડમાં અને અમારી ભણેશ્રી શ્રેયાં સાયન્સમાં....
સુરેખે કહ્યું "વાહ ક્યા બાત હૈ તો તો આ આર્ટ કોલેજની શકલ સુરત બદલાઇ જવાની.
સ્વાતીએ કહ્યું તારો પેલો ભરૂચવાળો કબીર પણ અહીં છે ને ? મેં એને પરમદિવસે જોયેલો...
સુરેખે કહ્યું "હાં એ અહીંજ છે એની સાથે તો આવ્યો છું એમ કહીને એનાં ત્રણે દોસ્તોને હાથ કરીને બોલાવ્યાં...
સ્વાતી કહે "બોલ શું પીશ, ચા કે કોક... ? સુરેખને મસ્તી સૂજી એણે કહ્યું "એ બધુ આ મારાં મિત્રોજ પીશે હું તો રસ પીશ.. એ પીવા તો અહીં ખેંચાઇ આવ્યો છું અને ફરી બધાં હસી પડ્યાં...
સુરેખાએ કહ્યું "અહીં રસ નથી મલતો એનાં માટે રસનાં કોલા પર જવું પડે. સ્કોલર છે પણ કંઇ ખબર તો છે નહીં. ત્યાં કબીર આવ્યો એ બોલ્યો "એય વાંકી લીટી એ તારી આંખોમાં ઝાંખવા આવ્યો છે અને રોક્યો પણ રોકાયોજ નહીં. અભિજીતે સ્વાતી સામે જોયુ અને સ્વાતીએ મીઠું સ્મિત આપ્યુ અને બોલી અભી તેં તો ગુજરાતી લીટરેચર લીધુ છે ને ?
અભિજીતે કહ્યું તને કેવી રીતે ખબર ? સ્વાતી કહે તું કહે નહીં પણ અમારાં જાસુસ બધેજ ફેલાયેલા છે અને આ મસ્કી..હી… એની મસ્તીની ગુલાંટ બંધ નથી થઇ લાગતી. મસ્કીએ કહ્યું "એય તું અભલાને જે કહેવું હોય કહે મારી સાથે માથાકૂટ ના કરીશ.
વેદીકાએ કહ્યું "મેં જ સ્વાતીને કહેલુ કે અભી એ આર્ટસ કોલેજમાં ગુજરાતી લીટરેચર જોઇન્ટ કર્યુ છે. હવે એ વધારે કવિ થઇને ફરવાનો. આ બધાને કવિતાઓ સંભળાવશે.
સુરેખને સાંભળીને હસુ આવ્યુ એ કવિતા સંભળાવશે પણ સ્વાતી સાંભળવા માગે ત્યારે ને ? અને અભિ તરફ જોઇને આંખ મારી પછી બોલ્યો હમણાં સુરેખાએ કહ્યુંને કે કીટલી મિત્રો... ત્યાંજ એણે એક લાઇન કહી હતી ગુજરાતી કવિતાની"જ્યાં જ્યાં નજર મારી ફરે યાદી ભરી આપની...
સ્વાતીએ કહ્યું "વાહ વાહ કલાપી.. અભિજીતે સુધારતાં કહ્યું ના હવે બોટાદકર.. કેમ કવિ ભૂલે છે.
સુરેખે કહ્યું "એ ભલે કવિ ભૂલે પણ તને નહીં ભૂલે... બધાં હસી પડ્યાં અને સ્વાતી શરમાઇ ગઇ...
ત્યાં આ ચારે માટે ચા-કોફી આવી ગયાં તો મસ્કીએ કહ્યું "આ ઓર્ડર કોણે આપ્યો ? મારે તો કોક પીવી છે યાર એક ચા પાછી મોકલ કોક મંગાવ અને વંદના બોલી આમતો ચા નો ચૂસીયો છે અને હવે અહીં કોક પીવી છે ?
કબીરે કહ્યું "કોક એટલે... વંદના તું પણ સમજી નહી.. તું કહે છે ને ગુલાંટ મારવાનુ નથી ભૂલ્યાં ? આ ગુલાંટ કહેવાય.
બધાં ફરીથી હસી પડ્યાં. સુરેખ- સુરેખા તરફજ જોઇ રહેલો સુરેખા એ ધ્યાન બદલવા કહ્યું "તમારાં બીજા બધા બેન્ડવાજા ક્યાં છે ? તમારી તો નવગ્રહની ટોળકી છે ને ? બધાં બીજા ગ્રહો આથમી ગયાં ?
અભિજીતે કહ્યું "એય ગ્રહ વાળી બીજા હજી અમારે અડ્ડે છે તારી બહુ ઇચ્છા હોય તો એક ફોન અને ટોળકી આખી હાજર અમારાં નવે નવ ગ્રહ બહુ પ્રબળ છે જો અમે કોઇને આડા ઉતર્યા તો સામે વાળાની તો કૂંડળીજ બગડી જશે.
સુરેખ હસી પડ્યો એણે કહ્યું કંઇ નહીં તમે તમારો પ્રોગ્રામ કેરી ઓન કરો અમે જઇએ. એવું લાગ્યું કે હું અહીં મળવા આવ્યો કોઇને ખાસ ગમ્યુ નથી.
સ્વાતી બોલી "કેમ એવું બોલે છે ? એવું કંઇ નથી મને તો ગમ્યુ યાર કેટલાં સમય પછી મળ્યાં અને બધાની ફેકલ્ટી પણ જાણવા મળી.
વંદનાએ કહ્યું સારુ થયુ મળવાનું થયું આજે અમે પૈસા ચૂકવી દઇએ છીએ પણ વસુલ કરવા ફરીથી તો મળવું પડશે એમ કહીને હસવા માંડી.
અભિજીતે કહ્યું "અમે તો કબીરને મળવા આવવાનાં હવે. અને સુરેખને સુરાગ મળી ગયો એટલે એય આવવાનો સુરેખાએ મોં મચકોડતાં કહ્યું "માન ના માન મૈં તેરાં મહેમાન.. પછી સ્વાતીને કહ્યું "તું બોલવાદેને બધાને મને કોઇ રસ નથી...
સુરેખે કહ્યું હું પહેલાં જ બોલ્યો હતો ને મારે તો રસ પીવાં છે મારાં માટે તો રસનું કોલું અહીંજ છે હું તો આવવાનો.. પછી ધારધાર આંખ કરીને કહ્યું "મારી આંખોજ એવી છે ભલભલાનો રસ કાઢીને પી લઊં અને એ સાંભળી સુરેખા ઉભી થઇને બહાર તરફ ચાલવા માંડી...
સ્વાતી બોલી" એય સુરેખા એક મીનીટ આ જો...
વધુ આવતા અંકે - પ્રકરણ-3


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED