WILD FLOWER - 1 books and stories free download online pdf in Gujarati

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-1

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-1
એય સુરેખ... કીટલી પર બેઠેલાં ટોળામાંથી કોઇએ બૂમ પાડી સુરેખની નજર કીટલી પર બેઠેલી ટોળી પર પડી અને એની આંખમાં આનંદ છવાયો એણે બાઇક ધીમી કરી અને ટોળી બેઠી હતી એ કીટલી પાસે આવી બાઇક પાર્ક કરી અને બોલ્યો "અરે શું વાત છે ? સવાર સવારમાં બદમાશ ટોળકી અહીં અડ્ડો જમાવીને બેઠી છે એણે બૂમ પાડનાર અભિજીતને કહ્યું "ક્યા અભી... મુઝે બોલા નહીં કલ કે આજ સુબહ તુમ સબ યહાઁ આને વાલે હો... ત્યાં બીજો મિત્ર મસ્કી બોલ્યો ભાઇ તેરા નામ હૈ સુરેખ ઔર તુ સીધા ચલતા હૈ તો તેરી લાઇન સીધી હૈ તો કયું બુલાયે ?
ત્યાં ત્રીજો ટીખળી બોલ્યો "ઓય જોમેટ્રી માસ્ટર તુજે પતા હૈ સીધી સુરેખ લાઇન પર ટપકું મૂકી વર્તુળ મૂકીને ગોળા કરી શકાય એવું મનજીત ગોટી બોલ્યો. બધાં ખડખડાટ હસી પડ્યાં.
સુરેખે કહ્યું "ઓય ગોટી બહુત બોલતા હૈ સાલે પહેલે જોમેટ્રી કે પ્રમેય યાદ કરલે બાદમેં મેં તુઝે અરેથમેટીક પઢાતા હું. ત્યાં નસીમે કહ્યું "યાર અરેથમેટીક છોડ એથલેટ બનને કી બાત કર અભી સુબહ સુબહ ચા કી ચુસ્કી મારી હૈ અચ્છા મૂડ હૈ.
ત્યાં કબીરે કહ્યું "સવાર સવારમાં બાઇક લઇને ક્યાં જાય છે ? આજે તો સનડે છે કોલેજ ચાલુ નથી...બધાં એક સાથે ફરી હસી પડ્યાં. અભિજીતે કહ્યું સાલો અબ ખીંચના બંધ કરો વો સ્કોલર હૈ સાથમેં બડા પ્લેયર હૈ...
સુરેખે કીટલીવાળાને બૂમ પાડીને કહ્યું ચંદુ એક કટીંગ આપ. અને થોડીવારમાં ટેણીયો ચા હાથમાં પકડાવી ગયો. સુરેખે એક મુંઢો ખેંચીને બેઠો અને બોલ્યો.. અરે મુઝે પતા હૈ કોલેજ બંધ હૈ આજ.. પર મૈં ઐસે ધુંમને નીકલા થા...
ત્યાં કબીર ફરીથી બોલ્યો કોઇ ઐસે ધુમને નહીં નીકલતા કોઇ શિકારતો નહીં મિલા ?
સુરેખ કહ્યું "ઓય કબીર તૈરી આર્ટ કોલેજ મેં તો બહેનતર શિકાર મિલતે હૈ ઐસા સુના હૈ કબીરે કહ્યું " આજા કભી તેરી નજર પડે વહાઁ શિકાર મિલેગા...
અભિજીતે કહ્યું "વાહ તેં તો કવિતા યાદ કરાવી દીધી જ્યાં જ્યાં નજર મારી પડે યાદી ભરી આપવી... બધાં ફરીથી ખડખડાટ હસી પડ્યાં. સુરેખ કહ્યું "હાં યાર આઠમાં ધોરણની કવિતા શું મસ્ત હતી જ્યારે જ્યારે મસ્ત છોકરી જોઇએ અને આવી કડીઓ યાદ આવી જયા એમ કહીને અભિજીતને ધબ્બો મારી દીધો.
ત્યાં છેક છેલ્લે બેઠેલો બેજોન પારસી બોલ્યો. ક્યાં તમે લોકો કવિતા, બવિતા અને બધી બોર વાતો લઇને બેઠાં ? મને તો સવાર સવારમાં મારાં બાવાએ ધમકાવ્યો. સાલા સ્કુલમાં તો રખડ્યા કર્યુ. હવે કોલેજમાં સારુ ધોળજે નહીતર પાઁઉ વેચવા બેસવું પડશે.
અરે નસીમ તું કેમ શાંત બેઠો છે ? કંઇ બોલને ? નસીમે કહ્યું" યાર સાચું કહું મારે તો આર્મીમાં જવુ છે બીજામાં રસ નથી સુરેખે કહ્યું "યાર ટ્રાય કર સારો વિચાર છે... પણ તું આ બદમાશ ટોળીમાં બેસીસ તો આર્મી ભૂલી હવાલદાર બનવુ પડશે.
ત્યાં પેલો મસ્કી ભડક્યો. બદમાશ ટોળકી એટલે ? બધાં મિત્રોજ છે ને હવે તો યુવાન થયા આ ઉંમર મસ્તી નહીં કરીએ તો ક્યારે કરીશુ ? બુઢ્ઢા થયા પછી ?
સુરેખે કહ્યું મસ્તીની ક્યાં ના છે એનાં વિના ફ્રેશજ ક્યાં થવાય છે ? મને તો દરેક એઝામ સમયે થોડું વાંચ્યા પછી ધમાલ કરવી ગમે છે તોજ બધુ યાદ રહે છે.
અભિજીત કહે "હાં તારી વાત સાચી છે મને કાયમ એક વાતનું આશ્ચર્ય થાય કે સાલો આ સુરેખ આટલી મસ્તી કરે રખડે તોય અવ્વલ કેમ આવે છે ? તારી ભણવાની રેખા બહુ ઘાટ્ટી લાગે છે.
કબીર કહે ના ના રેખા બેખા કંઇ નહીં એની યાદશક્તિ જોરદાર છે સાલો એકવાર વાંચે એ યાદ રહી જાય મને તો પહેલેથી આર્ટમાં રસ છે જોઇએ આગળ શું થાય છે પણ તમસ તેં કેમ આવો નિર્ણય લીધો ? કોલેજ નહીં કઇ નહી થિયેટર કરવુ છે એકટીંગનો કીડો છે તારામાં ?
સુરેખે કહ્યું "તને સ્ટેજમાં એક્ટીંગ અને મોટાં અદાકાર થવુ હોય ખોટું નથી એમ પણ તારી એક્ટીંગ નેચરલ છે તને નાટકમાં જોયો છે કોલેજ નામની કરવાની આર્ટસમાં કંઇ મહેનત નથી પાસ થઇ જવાશે તું ટ્રાય કર બરોબર છે. બધાએ ચા પીધી થોડી વાતો થોડી મસ્તી કરીને ઉભા થયાં.
અભિજીતે સુરેખની પાસે આવી કહ્યું "કઇ બાપુ જવા નીકળેલો ? સુરેખો કહ્યું "આવવુ છે ચાલને થોડું ફરી આવીએ મન ફ્રેશ થશે. અભિજીતે કહ્યું "ચાલ તારી પાછળજ બેસી જઊં એણે બૂમ પાડી કબીરને કહ્યું ઓય કબીર તુ આવે છે ? અને બીજા કોને મૂડ છે ? ચાલો થોડું રખડી આવીએ ?
તમસે કહ્યું "ના મારે ઘરે જવુ પડશે. પાપાને કામ છે મારુ મારે એમને હેલ્પ કરવાની છે મારાથી નહી અવાય તમે જઇ આવો મનીન્દર અને મનજીત કહે અમે તો અહીં બેઠા છીએ જઇ આવો.
મસ્કીએ કહ્યું ચલ કબીર હું તારી પાછળ બેસી જઊં આમ બાકીનાં બેઠાં બીજા ઘરે ગયાં અને ચાર જણાં સુરેખ અભિજીત-કબીર અને મસ્કી બે બાઇક પર નીકળ્યાં.
બધાં મિત્રો એકજ સ્કૂલમાં હતાં પણ પોતપોતાનાં ઇન્ટરેસ્ટ અને રીઝલ્ટ આવ્યું એમ અલગ અલગ સ્ટ્રીમની કોલેજમાં એડમીશન લીધાં પણ શનિ-રવિ હજી બધાં અહીં કીટલી પર ભેગા થતાં.
સુરેખે અને મનીષે સાયન્સ કોલેજમાં એડમીશન લીધુ કબીરને આર્ટમાં રસ હતો એણે શાકુન્તલ આર્ટસ કોલેજમાં લીધુ અભિજીત, મસ્કી, મરજીત, મનીન્દર, નસીમ બધાએ આર્ટસ કોલેજમાં એડમીશન લીધુ તમસને સમજાવેલો ભલે થીયેટર કરવુ હોય તો અમારી કોલેજમાં આવીજા. આ બધાં સરસ્વતી વિદ્યા સંકુલમાં એડમીનશ લઇ લીધેલું.
સુરેખ અને મનીષ બંન્નેએ સાયન્સ કોલેજ સીટીકોલેજમાં એડમીશન લીધેલુ આમ બધાં સેટ થઇ રહેલાં.
બધાંના સ્વભાવ, સ્થિતિ, શોખ જુદા જુદા હતાં પણ આખી ટોળીની દોસ્તી મજબૂત હતી અને આ ગ્રુપ બની રહે એવી બધાની ઇચ્છા હતી.
વડોદરા શહેર, રંગીન સાથે સુસાંશૃત વાતાવરણ આર્ટ, આર્ટસ, સાયન્સ કોલેજો બધુ હતું કંઇક કરી આગળ આવવાની બધાની ધગશ હતી જોઇએ આગળ શું થાય છે ? કોણ શું કરે છે ? હજી બધાં સીંગલ હતાં પણ કબીર માટે બધાને વહેમ હતો કે એને કોઇ ગર્લફેન્ડ છે અને એની સાથે ખેંચાઇને શાકુન્તલમાં એડમીશન લીધુ છે.
ચારે મિત્રો બે બાઇક પર નીકળ્યાં. સુરેખે અભિજાતને કહ્યું કઇ બાજુ જવુ છે ? અભિજાતે મસ્કીને પૂછ્યુ "અલ્યા મસ્કી ક્યાં જવુ છે ? મસ્કીએ કહ્યું સન્ડે ઉજવીએ બીજુ શું ? શું કહે છે ? કબીર ?
કબીરે કહ્યું "ચાલો મારી હોસ્ટેલ ત્યાં જઇએ મજા આવશે હજી હમણાં એડમીશન થયુ છે ત્યાં કોઇ લીલોતરી જોવા મળે તો મજા આવી જાય.
મસ્કીએ કહ્યું "હાં ચાલો નવી નવી ઓળખાણો થશે આમ તો કબીરને ખાસ ઓળખાણ થઇ ગઇ લાગે છે એની મદદથી આપણે પણ ઓળખાણ થાય એમ કહીને અભિજીત તરફ જોઇને આંખ મારી...
અભિજીતે કહ્યું "ચાલો કંઇક જુદોજ માહોલ હશે સુરેખ ચલ એ બાજુજ જઇએ એમ કહીને બધાએ કબીરની હોસ્ટેલ તરફ બાઇક હાંકી...
સુરેખે કહ્યું "મહારાજા સયાજીરાવ યુનીવર્સીટી ઓફ બરોડા જે એમ.એસ. યુનીવર્સીટીથી ઓળખાય છે. આપણે બધાં એકજ યુનીવર્સીટીમાં સ્ટ્રીમ જુદી જુદી અને બધાંનાં રસ જુદા જ્યાં આમ વાતો કરતાં કરતાં હોસ્ટેલ સુધી પહોચી ગયાં.
વિશાળ યુનીવર્સીટી વિસ્તાર એમાં આર્ટ સ્ટ્રીમની હોસ્ટેલ તરફ આવ્યાં ત્યાં વિશાળ ગાર્ડન સામે સરસ વાતાવરણ હતુ સુરેખ બોલ્યો "યાર ઘર કરતાં તો અહીં સારુ લાગે છે કેવો મસ્ત માહોલ છે...
કબીરે કહ્યું "આ અમારી હોસ્ટેલ અને સામે લેડીઝ હોસ્ટેલ વચ્ચે કોમન ગાર્ડન, સામે મેસ અને પાછળ સ્પોર્ટ્સ રમવા માટે મેદાન.. મને તો ઘર કરતાં અહીંજ ગમે છે.
મસ્કી બોલ્યો "તું અહીં રહેવા આવી ગયો ? ચલને તારો રૂમ જોઇએ. કબીરે કહ્યું "ક્યારનો આવી ગયો 10 દિવસ થઇ ગયાં હજી બધાં આવી રહ્યાં છે. રૂમમાં નહીં અહીની કેન્ટીનમાં જઇએ ત્યાં બધાં હશે ચાલ..
બધાં કેન્ટીન તરફ ગયાં અને કેન્ટીનમાં પ્રવેશતાંજ સુરેખની નજર સ્થિર થઇ ગઇ.. એ જોતો જ રહ્યો... કબીરે કહ્યું કેમ અટક્યો ? ઓહો... સમજ્યો...
વધુ આવતા અંકે ---પ્રકરણ-2

બીજા રસપ્રદ વિકલ્પો