WILD FLOWER - 7 books and stories free download online pdf in Gujarati

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-7

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-7
મસ્કીની બર્થડે પાર્ટીની તૈયારી થઇ ચૂકી હતી. સુરેખે બોટલનું સીલ તોડીને બધાનાં પેગ ભરવા માંડ્યા ત્યાંજ કબીરે કહ્યું કેક પછી કાપજે પહેલાં. ત્યાંજ મસ્કીને વિચાર આવ્યો એણે કહ્યું "ભલે પેગ ભર, પણ હું બે મીનીટ આવું મનમાં ખબર નહીં શું વિચાર સ્ફુર્યો અને કોઇને કંઇ કીધાં વિના સડડાટ રૂમમાંથી બહાર નીકળી ગયો. મસ્કીનું આવું અચાનક રૂમમાંથી બહાર નીકળી જવું બધાં આશ્ચર્ય પામ્યા. કબીરે બૂમ પાડી અલ્યા પાર્ટી છોડીને ક્યાં જાય છે.
પણ મસ્કી, મસ્કી જ હતો. અચાનક શું સૂર રઢ્યુ અને એ કબીરની હોસ્ટેલમાં છોડી ગર્લ્સ હોસ્ટેલમાં ઘુસવા ગયો ત્યાં બહારજ રેક્ટર ઉભા હતી એણે રોક્યો એય આમ લેડીઝ હોસ્ટેલમાં ક્યાં ઘૂસે છે ? મસ્કીએ બે હાથ જોડીને કહ્યું "મેમ મારી બર્થ ડે છે પ્લીઝ એકજ મીનીટ માટે મારે રૂમ નં. 18 માં ઇન્વીટેશન આપવા જવુ છે પ્લીઝ એલાઉ મી ગયો અને તરતજ પાછો આવી જઇશ પ્લીઝ.
રેક્ટરે કહ્યું કોને મળવા જવુ છે એને નીચે બોલાવુ છું મસ્કી કહે મેમ એ નહીં પ્લીઝ હું ગમે તેવો છોકરો નથી ઘનરાજ પટેલનો છોકરો છું ઇન્વીટેશન આપીને આવુ જવુ અને રેક્ટર વિચાર કરે એટલામાં એ ઘૂસીને રૂમ નં. 18માં આવી ગયો ત્યાં સ્વાતી નીકળવાની તૈયારી કરતી હતી અને એ મસ્કીને જોઇ આધાત પામી "એય તું અંદર કેવી રીતે આવ્યો ?
મસ્કીએ કહ્યું ઇન્વીટેશન આપવા તમને બંન્ને ને તને અભીએ કહ્યું હશે હું સુરેખાને ઇન્વાઇટ કરવા આવ્યો છું સુરેખા એ કહ્યું "હેપી બર્થડે મસ્કી પણ મારાથી નહીં અવાય સોરી...
મસ્કીએ કહ્યું "હું રાહ જોઇશ તારે આવવાનું છે ત્યાં કેક કપાય પછી આવી જજે કોઇ દબાણ નહીં કરે પ્લીઝ અને હાં તું નહીં આવે ત્યાં સુધી કેક નહીં કપાય એટલું બોલી સડસડાટ હોસ્ટેલમાંથી બહાર નીકળી કબીરની રૂમ તરફ જવા લાગ્યો.
રેક્ટર એને જોતીજ રહી સ્વાતીએ કહ્યું "સુરેખા તું આવે છે ? કે હું જઊં ? સુરેખાએ કહ્યું ના સોરી હું નથી આવતી મારા જેવી પાર્ટીનો રંગ બગાડશે. પ્લીઝ તું જા અને સ્વાતી એને મનાવવા ના રહી ઓકે તું તારુ ધાર્યુ કર હું જઊ છું અને સ્વાતી હોસ્ટેલની બહાર નીકળવા ગઇ અને રેક્ટરે એને રોકી "તું પાર્ટીમાં જાય છે ? ત્યાં મી. સહેગલ રેક્ટર છે તને ખબર છે ને ? તરત પાછી આવજે.. અને સાંભળ પેલો છોકરો મસ્કી પેલા બીલ્ડરનો છોકરો છે ? સ્વાતીએ કહ્યું હાં મેમ બધાં છોકરાઓ સારાં અને સંસ્કારી છે બસ બર્થ ડે પાર્ટી માટેજ ભેગા થયા છે હું જલ્દી આવી જઇશ. રેક્ટરે કહ્યું પેલી તારી રૂમ પાર્ટનર નથી આવતી સુરેખા ? સ્વાતીએ કહ્યું ના એનુ મન નથી અને રેક્ટરને કહીને એ કબીરનાં રૂમ તરફ આવી ગઇ.
સ્વાતી કબીરનાં રૂમમાં આવીને બબડી પેલી રેક્ટર કેટલી પંચાત કરે છે ? પછી મસ્કીની સામે જોઇ બોલી" તેં તારી ઓળખાણ આપી ? મસ્કી કહે એ રોકતી હતી એટલે કહેવુ પડ્યું.
સુરેખ સ્વાતીની સામેજ જોઇ રહેલો ત્યાં અભી બોલ્યો કેમ ? સુરેખા ના આવી ? સુરેખ જવાબ સાંભળવા તલપાપડ થયો સ્વાતીએ કહ્યું ના એણે મસ્કીને રૂમમાંજ વીશ કરી દીધુ પછી એનાં હાથમાં લાવેલી એ બોક્ષ મસ્કીને આપી કહ્યું " આ તારી ગીફ્ટ મારાં અને સુરેખા તરફથી મસ્કીએ થેંક્યુ કહીને ગીફ્ટ પાછી આપીને કહ્યું "સુરેખા આવે તો જ આ ગીફ્ટ સ્વીકારીશ બાકી એને પાછી આપી દેજે.
સુરેખ ફરીથી નિરાશ થયો એણે મસ્કીની સામે જોઇને કહ્યું હેપી બર્થડે મસ્કી એમ કહીને ભરેલો પેગ નીટ મોઢે માંડી દીધો. બધાં જોતાંજ રહ્યાં. મસ્કીએ સુરેખની આંખમાં જોયુ પછી બોલ્યો થેંક્સ પછી સુરેખે કહ્યું "સોરી યાર હું એમજ પી ગયો.
કબીરે કહ્યું " આજે બર્થડે છે મસ્કીની બધાં પ્લીઝ આનંદમાં રહેજો. એય હીરો તને કહુ છું એમ કહી સુરેખ સામે જોયુ સુરેખે કહ્યું એ આનંદનાં આવેગમાંજ મારાંથી પેગ પીવાઇ ગયો.
અભી કહે "વાહ વિરૂધાર્થ તો તારી પાસેથી શીખવાનાં છે મારે લીટરેચર વાતો અભી બોલી ઉઠ્યો જામથી જામ ટકરાયા નથી અને આનંદનો આવેગ ? વાહ ભાઇ વાહ.
સુરેખે ફરીથી પેગ બનાવ્યો અને બધાની સાથે મૂકી દીધો. ઓકે બસ હવે બરાબરને ? કબીરે કહ્યું ? બરાબર હવે.. ચલ મસ્કી કેક કાપીએ પછી બધુ શરૂ થાય પ્લીઝ મને તો પીવાની ચળ ઉપડી છે. મસ્કી કહે હમણાં હજી વાર છે એટલી શું ઉતાવળ છે અરે તમસ કંઇક થઇ જાય યાર તારી શાયરી-ગીત- ગઝલ કંઇ પણ ચાલુ કરને મહેફીલનો રંગ જમાવ પ્લીઝ.
તમસ બોલ્યો મસ્કી તારી બર્થડે છે એટલે કંઇક તો રજુ કરીશ મારુ મન દીલ સ્ફુરાવે એટલે ચાલુ કર્યુ પણ આ મહેફીલ સવાર સવારમાં ચાલુ થઇ.. સાંજની મજા કંઇક ઓર હોય છે.
સાંજ ઢલે અસ્તાચળે સૂરજ આથમે
સંધ્યામાં રંગ આકાશમાં કેવા નીખરે.
પછી આવતી રેશમી રાત યાદોની ગઝલ ખૂલે
મસ્કી તારી મસ્તી મને બહુ ગમતી મારુ દીલ ઝૂમે.
અભીએ કહ્યું શાયર તારી શાયરી સવાર અને સાંજના જુએ જો દિવસ હોય મોજ મસ્તીનો તો દિવસની ઘડીઓ કેમ ગણએ ?
કબીર બોલ્યો "વાહ વાહ આતો જુગલબંધી થઇ ગઇ ભાઇ તમસ તું તારે થવાદે બધાં મિત્રો મળે ત્યારે ક્યાં કોઇ ઘડી ચોઘડીયુ જોયુ તું તારે થવા દે ભલે સાંજ હોય કે સવાર,
તમસ ધીમે ધીમે ખૂલી રહેલો એણે કહ્યું આજની આપણે દોસતોની મીજબાનીનો રંગ કંઇક અનેરો છે અહીં બેઠેલાં બધાંનો ચહેરામાં એક ચહેરો મારી આંખમાં દેખાયો પછી સુરેખની સામે જોઇને બોલ્યો.
"રંગ તારાં પ્રેમનો એવો ચઢાવ કે આભ ધરતી પર આવે
નશો પ્રેમનો આ મદીરાને હરાવે જો બારણે કોઇ આવે
ધબકાર દીલનાં એવાં ધબકે કોઇનો અણસાર આવે
સાંભળું છું પગરવ કોઇનાં જે તારાં મનમાં રંગ લાવે
ખોટો પડુ હું શબ્દોમાં મારાં તો મારી શાયરી લાજે
અને ત્યાં રૂમનાં બારણે ટકોરા વાગ્યાં.. કબીરે તરતજ બારણું ખોલ્યું તો સામે મી. સેહગલ ઉભેલાં એમણે કહ્યું તમે બધાં ભેગાં થઇને શું કરો છો ? કબીરે કહ્યું "સર મારાં ખાસ મિત્ર આ મસ્કીની બર્થડે છે એ મનાવીયે છીએ.
સેહગલે કહ્યું "પણ કંઇ બીજુ કંઇ કરતાં નથીને ? જો જો ધ્યાન રાખજો એની વે હેપી બર્થ ડે મસ્કી.. પછી બોલ્યાં સવાર સવારમાં પાર્ટી ? અને ટીપોય પર નજર પડી હોવા છતાં બે ધ્યાન કરીને પાછાં વળી ગયાં. કબીર એમની પાછળ ગયો કંઇક વાત કરીને પાછો આવી ગયો. રૂમ બંધ કરીને કહ્યું "જવાદો પાર્ટી.. સરનું પછી જોઇ લઇશું. મસ્કીએ કહ્યું.. હું …સમજી ગયો છે માલ ઘણો ચિંતા ના કર.
ત્યાં અભી જોરથી હસી પડ્યો અને તમસને કહ્યું "તારી શાયરીએ પગરવ સાંભળ્યાં પણ રેક્ટરનાં... સાલા એવી શાયરી બોલ કે પગરવ સાંભળાવાનુ મન થાય. અને બધાંજ એક સાથે હસી પડ્યાં. ત્યાંજ કબીરનાં મોબાઇલમાં રીંગ આવી "કબીરે કહ્યું "હલ્લો હાં મારાં રૂમ પરજ છીએ આવી જાવ.. પણ તમને કોણે કહ્યું ? ઓહ મસ્કીએ તો આવી જાવ. અને ફોન મૂક્યો.
મસ્કીએ ઇશારામાં પૂછ્યું "કોણ છે ? મેં કોને કીધુ ? કબીર કહે તને ખબર નથી ? મને પૂછે છે ? વંદના અને વેદીકા આવે છે અને થોડીવારમાં વંદના વેદીકા પાછળ પાછળજ આવી પહોચ્યા. કબીરે કહ્યું ક્યાંથી ફોન કરેલો ? એટલી વારમાં આવી ગયા ? વંદનાએ કહ્યું "અરે નહીં બહારથીજ કન્ફ્મ કરીને આવીએ ને ? તમારુ શું ? તમે લોકો પ્રોગ્રામ બદલી નાંખો એટલે કનફર્મ કર્યું હતું.
સ્વાતી હસી પડી... હાં હાં સાચી વાત છે આલોકોનું ભલૂપૂછવુ ક્યારે શું બદલી નાંખે ખબર ના પડે ? અભીએ કહ્યું એટલે ? અમે શું બદલી નાંખીએ ? કેમ ભરોસો નથી ?
સ્વાતીએ કહ્યું "હળાહળ કળીયુગ છે ધ્યાન રાખવુ પડે ક્યારે દુકાનનું પાટીયુ બદલાઇ જાય ખબર ના પડે.
મસ્કીએ સ્વાતીની ખેંચતા કહ્યું "જો દુકાનવાળાની છોકરીને એટલે દુકાનનાં પાટીયાનો મુહાવરો કીધો. સાંભળી બધાં હસી પડ્યાં ત્યાં તમસે કહ્યું "વાહ વાહ શું વાત કીધી છે સાંભળી.
તારાં આવવા પહેલાં જાણે ઉદાસી ઉદાસી હતી
જેવી તારી આહટ સાંભળી મનની ઘંટડી વાગી ગઇ.
હજી ખબર છે મને પૂરી મારી શાયરી નહી જાય નક્કીથી
આવનારનાં પગલાં માણું સુરેખ તું છે ભાગ્યશાળી
ત્યાં ફરીથી રૂમનાં દરવાજા પર નોક થયુ અને કબીર બબડ્યો "પેલો સહેગલ આવ્યો પાછો.. યાર શાંતિથી મજા પણ નથી લેવા દેતાં અને થોડાં કંટાળા સાથે દરવાજો ખોલ્યો... બધાંની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ હતી સામે સુરેખા ઉભી હતી. સુરેખતો આંખો ચોળતો રહ્યો સાચેજ આવી? સુરેખાએ આવીને ફરીથી મસ્કીને વીશ કર્યું એટલે મસ્કીએ થેંક્યુ કહી સ્વાતીને કહ્યું કે....
વધુ આવતા અંકે ---પ્રકરણ-8

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED