WILD FLOWER - 9 books and stories free download online pdf in Gujarati

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-9

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-10
સુરેખની શાયરીઓ સાંભળી એમાં અંતિમ કડી સાંભળીને સુરેખાની આંખમાં આંસુ આવી ગયાં એ ઉભી થઇને રડતી રડતી બહાર આવી ગઇ પાછળ સ્વાતી પણ આવી. પછી સુરેખ અને સુરેખાને વાતો કરતા જોઇને એ પાછી રૂમમાં આવી ગઇ.
મસ્કીએ પેગ પીતા કહ્યું "સાચુ કહુ યાર.. મને આજ નથી ગમતું.. પ્રેમ કરો તો કરો... ના કરો તો ના કરો આ શું બધી ખેંચા ખેચ ? એટલેજ મને પ્રેમ કરતાં ડરજ લાગે છે મને તો આવું બધુ કરતાં આવડે નહીં જે કહેવુ હોય એ મોઢે આવાં બધાં .... બા... નથી ફાવતું આપણુ કામ નહીં. અહી તો તડ ફડજ ફાવે યાર મજા કરોને શું આમ રોંદણાં રોવાનાં.. પ્રેમ કરવો છે તો કરો નિભાવો પણ આમ આગળ પાછળ ફુંદેડીની જેમ ફર્યા કરવાનું શું ? કરવો હોય તો કર નહીંતર તું તારાં રસ્તે હું મારાં રસ્તે આપણને આવુ બધુ ના ફાવે. મસ્કીને પેગ પીતો જોઇ એનો બબડાટ પણ એનાં મનની વાત કહી દીધી. બધાંની નજર વંદના તરફ ગઇ.
હજી આજે તો પમરાટ પ્રેમનો થયો અને મસ્કીએ મનની વાત કહી દીધી વંદનાએ એમાં સૂરમાં સૂર પુરાવતાં કહ્યું સાચી વાત છે મને પણ તડ ફડજ ગમે વેવલા વેડાં નાં પોસાય સ્વાતીએ કહ્યું "ધીમે બોલ યાર.. બધાનાં સ્વભાવ અને સ્થિતિ સરખાં ના હોય જે પાણીનો રેલો તમારી નીચે નથી આવ્યો એટલે તમને ખબર ના પડે પણ બીજાની સંવેદનાનું ધ્યાન રાખવાનું પ્રેમની પરીભાષા બધાં માટે જુદી જુદી હોય છે તમારે જે રીતે કરવો હોય એમ કરો બીજાને શા માટે ઘસીટો છો ? વાતાવરણ મસ્તીની જગ્યાએ ગંભીર થઇ ગયું.
કબીરે કહ્યું "બીજા કોઇએ કંઇ બોલવુ છે ? એટલે વંદનાએ કહ્યું "મસ્કી હું તને સ્પષ્ટજ પૂછી લઊં આઇ લાઇક યુ.. વીલ યુ ? મસ્કીએ વંદના સામે જોયુ એનો અડધો નશો ઉતરી ગયો પછી બોલ્યો "મેં મારી મનની વાત કરી દીધી હું તને લાઇક કરુ છું પણ મારી લાઇફ સ્ટાઇલ ફાસ્ટ ફોરવર્ડ છે બોલ ફાવશે ? પછી ડાયલોગ ના મારીશ કે હું ટાઇમ પાસ કરુ છું. ત્યાં વંદનાએ બધાને અચરજ થાય એવું કરી નાંખ્યું. વંદનાએ મસ્કીનાં હાથમાંથી ગ્લાસ લઇ લીધો અને બાકી રહેલું ડ્રીંક એક શ્વાસે પી ગઇ. મસ્કીતો આંખો ફાડીને જોતોજ રહ્યો એ સાવ બદલાઇ ગયો આણે આ શું કરી નાંખ્યું ?
વંદનાએ મસ્કીની આંખમાં આંખ પરોવીને કહ્યું તું ફાસ્ટ ફોરવર્ડ છે તું તો હું ડબલ ફાસ્ટ ફોરવર્ડ છું બોલ ફાવશે ? મસ્કી તો ગેલમાં આવી ગયો અને વંદનાનાં હોઠ પર હોઠ મૂકી દીધું બધાં જોતાં રહ્યાં અને બંન્ને જણાં વળગીને કીસની મજા માણી રહ્યાં. પછી બધાએ તાળીઓ પાડીને વધાવી લીધાં.
કબીરે કહ્યું બહાર જુદી ફીલ્મ ચાલે છે અંદરતો એડલ્ટ ચાલુ થઇ ગઇ ભાઇ અભી તારો શું વિચાર છે ? અભીએ હસ્તાં હસ્તાં કહ્યું અમે તો અમારી મસ્તીમાં છીએ...
તમસ આ બધું જોઇ રહેલો એણે કહ્યું "યાર અહીતો નવી નવી લવ સ્ટોરી ચાલુ થઇ ગઇ મારી શાયરી મારાં ગળામાંથી બહાર નીકળતી નથી. સાલુ અવનવું જ થયું.
બધાં એક સાથે હસી પડ્યાં. વાતાવરણ પાછુ હળવુ થઇ ગયું. કબીરે હિંમત કરી બારણુ ખોલ્યુ અને સુરેખ અને સુરેખાને કહ્યું "તમારું પત્યુ હોય તો અંદર આવો નવા શુભ સમાચાર છે.
સુરેખ અને સુરેખાને આર્શ્ચય થયુ બંન્ને અંદર આવ્યાં. સુરેખા સ્વાતીની બાજુમાં બેઠી. એણે વંદનાને મસ્કીને વળગીને બેઠેલી જોઇ આર્શ્ચય થયુ એને હસુ આવી ગયું.
સુરેખે જોયું એ બોલ્યો "ચાલ હસી તો ખરી પછી કબીરને કહ્યું" શુભ સમાચાર શું છે એ તો કહે...
કબીરે કહ્યું "આ સામે જોને ફીલ્મનાં પોસ્ટર જેવાં મસ્કીને વંદના.. અને વંદનાએ મસ્કીનાં ગાલે ચુમ્મી ભરી લીધી. સુરેખને હસુ આવી ગયુ ઓહો એમ વાત છે.
સુરેખે કહ્યું "સાલા મસ્કીડા તારો પહેલેથીજ આવો પ્લાન હતો કે શું ? બંન્ને છુપા રૂસ્તમ અમને ખબરજ ના પડવા દીધી. ક્યારે શું થઇ ગયુ અને સીધાંજ ચોંટી ગયાં ? અહીંતો હજી મૂહૂર્ત નથી નીકળ્યાં.
સુરેખાને ફરીથી હસુ આવી ગયું તમસે કહ્યું યાર મસ્કી એતો માહોલ સજાવી દીધો. લાવ પેગ બનાવ જો આ દારૂ પેટમાં જશે તો શાયરી બહાર આવશે. પણ સાચુ કહું તો આ સુરેખ્યા માટે શાયરી બોલેલો અને થોડીવાર પછી સાચેજ પગરવ થયાં અને અહીં શુભ પગલાં થઇ ગયાં.
કબીરે કહ્યું "શુભ પગલાં થયાં પણ એમાં મૂહૂર્ત આ બંન્નેનું નીકળી ગયુ એમ કહી વંદના અને મસ્કી તરફ જોયું ત્યાં અભી બોલ્યો "ચાલો પેગ બનાવો કબીર તારે તો આજે પરોણાની સેવાજ કરવાની છે તને ક્યારે મેવા મળશે ખબર નથી.
કબીરે બધાનાં પેગ બનાવતાં બનાવતાં કહ્યું "મારે કોઇ ઉતાવળ નથી.. તમારાં પગલાં થયાં એમાં મારાં જીવનમાં કોઇનો પગરવ માંડ થશે લો ચાલો ત્રીજો રાઉન્ડ ચાલુ થયો અને સુરેખનો ચોથો.. સુરેખાએ સુરેખનો ચોથો સાંભળી આંખો ઊંચી થઇ એણે સુરેખ સામે જોયું કંઇ બોલી નહીં પણ એની આંખમાં જરૂર કોઇ સંદેશ હતો.
સુરેખે સુરેખાની સામે જોઇને કહ્યું "મારો છેલ્લો ભાઇ બસ બહુ થયું હવે હું નહીં પીવાનો. મસ્કીએ કહ્યું "હજી તો શરૂ થયુ છે. ઓકે પહેલો પડાવ એનો છેલ્લો બસ પછી તો મારે નક્કી કરવાનું છે છેલ્લો ક્યારે ?
સુરેખાએ નજર નીચી કરી નાંખી.. સ્વાતી અને સુરેખ સુરેખા સામે જોઇ રહેલાં. વંદનાએ મસ્કીને કહ્યું "મારી ગીફ્ટ ગમી ? મસ્કીએ કહ્યું "તેં ગુલાબ આપ્યાં એ ગમ્યાં પણ સૌથી વધારે એ ગુલાબથી પણ કોમળ તારાં હોઠ ખૂબ ગમ્યાં આ ગીફ્ટ સૌથી વધુ મધુર હતી નશીલી હતી. એમ કહીને વંદનાનાં હોઠમાં ગ્લાસ મૂક્યો વંદનાએ સીપ મારીને કહ્યું " બસ હવે આ તો કડવું છે... તારાં હોઠ મીઠાં છે.
મસ્કીએ મસ્તી કરતાં કહ્યું તો હોઠ લે એમાં મનેજ ફાયદો છે એમ કહી શરમ ફરી નેવે મૂકી બંન્ને જણાંએ દીર્ધ ચુંબન લીધુ વંદનાનાં હાથ મસ્કીને ફરતે વીંટાઇ ગયાં. કબીરે કહ્યું "એય લયલા મજનું હવે પછી રાખજો પ્રોગ્રામ અહીં બધાં બેઠાં બેઠાં નિશ્વાસ નાંખે છે અને તમે લોકો એકબીજાનાં શ્વાસમાં શ્વાસ પરોવો છો.
સુરેખાએ વંદના અને મસ્કીનું ચુંબન જોયું અભીની નજર સુરેખ પર પડી અને... પાછી નજર નીચી કરી દીધી. અભીએ કહ્યું "ચાલો અંતાક્ષરી ચાલુ કરો બધાએ કમ્પલસરી એક કડી ગાવાની જેને જે ગીત ગાવુ હોય એ ગાય. કયો અક્ષર આવ્યો છેલ્લે એવું કંઇ નહીં એટલે ગીત દ્વારા જેને જે ગાવું હોય એ ગાય શું કહો છો ?
બધાએ એકી સાથે વાત વધાવી લીધી એટલે અભીએ કહ્યું "તમસ તું ચાલુ કર પછી લાઇનમાં બધાએ એક પછી એક ગાવાનું તમસે કહ્યું ઓકે ચાલ હું જ ચાલુ કરુ છું એણે ગાયું.
સુરજ કી ગરમીસે જલતે હુએ તનકો મિલ જાયે તસુવરકી છાયા.. એણે સરસ રાગ અવાજમાં ગાયુ બધાએ તાળીઓથી વધાવી લીધો પછી કબીરે મજાક કરી.. આણે તો તાપમાં તપાવ્યા ખબર નહીં એને છાંયડો ક્યારે મળશે ? બધાં હસી પડ્યાં.
પછી અભીનો વારો આવ્યો. એણે સ્વાતી સામે જોઇ ગાયુ તેરે મેરે મિલનકી યે રૈના નયા કોઇ ગુલ ખીલાયેગી તભીતો ચંચલ હૈ તેરે નૈના દેખોના.... સરસ ગાયુ અને કબીરની કોમેન્ટ્રી આવી.. વાહ આજે મિલન કંઇક નવુ ગુલ ખીલાવશે સ્વાતી જોરથી હસી પડી.
પછી બધાએ કહ્યું કબીર તારો વારો ગા.. પછી કોમેન્ટ્રી અમે આપીશું કબીર ગંભીર થઇ ગયો એણે ગાયુ..
મેરા જીવન કોરા કાગઝ કોરા હી રહે ગયાં. અને બધાંએ તાળીઓ ના પાડી કહ્યું "તો લખાવી લેને નામ આમ બાવા જેવો કેમ ફરે છે ? બધા સાથે કબીર ખડખડાટ હસી પડ્યો.
એય મસ્કી તારો વારો છે ગા મસ્ત ગીત માહોલ પ્રમાણે તારાં મસ્કી થોડીવાર ચૂપ રહ્યો પછી ગાયુ" ભીગે હોઠ તેરે.. પ્યાસા દીલ મેરાં.. બધાએ તાળીઓથી વધાવ્યો અને મસ્કીએ પાછાં એનાં હોઠ વંદનાનાં હોઠ પર મૂકી દીધાં ગીત બંધ થઇ ગયું.
પછી વારો આવ્યો સુરેખનો.. સુરેખે કહ્યું "મારુ ગમતુ ગીત ગાઊં છું રખે કોઇને.. અને ગીત ચાલુ કર્યુ.
ખુદા ભી આસમાન સે જબ જમી પર દેખતા હોગા મેરે મહેબૂબને કીસને બનાયા સોચતા હોગા.. ખુદાભી અને બધાએ તાળીઓ પાડી વધાવ્યો. સુરેખની નજર ગાતાં ગાતાં માત્ર સુરેખા ઉપર મંડાયેલી હતી. સ્વાતીએ કહ્યું" સુરેખા હવે તારો ટર્ન છે ચાલ ગા.. અને સુરેખા સુરેખ સામે જોઇને.....
વધુ આવતા અંક ---- પ્રકરણ-10

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED