વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-8 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-8

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-8
મહેફીલનો રંગ જ બદલાઇ ગયો. બધાં જોશમાં આવી ગયાં. મસ્કીએ સુરેખાને જોઇ.. સુરેખાએ વીશ કર્યુ થેંક્સ કરીને મસ્કીએ સ્વાતીને કહ્યું" હવે તારી ગીફ્ટનો સ્વીકાર થઇ ગયો. મસ્કીએ સુરેખની સામે જોઇને કહ્યું ભાઇ હવે બધાની સાથેજ પીજે આ એકસાઇટમેન્ટમાં પાછો એકલો પેગ ના ચઢાવતો.
એ સાંભળી બધાએ એક સાથે હાસ્ય કર્યુ સુરેખનો મુડ ઠીક થઇ ગયો. સુરેખા સ્વાતીની બાજુમાં બેસી ગઇ. વંદનાં અને વેદીકા પણ એ બાજુમાંજ બેઠી હતી બધાં મિત્રો સામે હતાં. ત્યાં તમસે કહ્યું "ભાઇ કેક કાપ તો બીજી આગળ ચાલે.
અભીએ સુરેખે કેક ખોલીને મૂકી એટલે એમાં એક મીણબત્તી મૂકી અને પ્રગટાવી. કબીરે કહ્યું "અલ્યા એકજ મીણબત્તી ? કેમ આ એકજ વર્ષનો છે ?
કબીર સાંભળ તો ખરો એમ કહી મસ્કીએ કહ્યું એક મીણબત્તી પ્રતિક છે આપણી ટોળી સાથે મારી બર્થડે મનાવવ્યું પહેલુ વર્ષ.. મારી ઊંમર જાણીને શું કરવુ છે? પછી એણે વંદના તરફ જોયુ વંદના હસી રહી હતી.. મસ્કીએ જોયુ ના જોયુ કર્યુ અને નજર હટાવી.
બધાં મિત્રો ઉભા થઇ ગયાં અને મસ્કીએ મીણબતી ફૂક મારીને હોલવી એક સાથે અવાજ ઉઠ્યો હેપ્પી બર્થ ડે મસ્કી... વંદનાએ વીશ કરતાં કહ્યું "મસ્કી તેં સરસ જવાબ આપ્યો બધાં મિત્રોની ટોળી સાથે પહેલી બર્થ ડે..
સુરેખે વચ્ચે ઉમેર્યું.. ટોળી સાથે કે તારી સાથે પહેલી ? વંદના શરમાઇ ગઇ પછી બોલી "મને નથી ખબર મેં તો બધાં ફ્રેન્ડ્ઝને ધ્યાનમાં રાખીને કહ્યું હતું મસ્કીએ થેંક્સ કહ્યું.
તમસે કહ્યું "ચાલો લાવો પેગ હાથમાં પકડાવો. અભી કહે સોરી ધીરજ રાખ કેક તો ખાવા દે.. કેમ આટલો ઉતાવળો? તું મોઢામાં શાયરી રાખ એટલે તને બધુ યાદ ના આવે. સુરેખે હસતાં હસતાં કહ્યું "હવે તારી સાંજ ક્યાં ગઇ ? હજી તો ઘણીવાર છે.. બધાં હસી પડ્યાં.
મસ્કીએ કેક બધો જ મિત્રોને ટુકડો ટુકડો ખવરાવી પછી સુરેખા-સ્વાતી-વેદીકા અને છેલ્લો વંદનાને ખવરાવી વંદનાએ એનો મોઢામાં કેક મૂકીને બાકીની કેક એનાં મોઢાં ચહેરાં પર ચોપડી દીધી. મસ્કી ઓય ઓય કરતો રહી ગયો અને ચહેરો જોકર જેવો બની ગયો.
મસ્કીએ કેક ચોપડતી વંદનાની આંખોમાં ઉભરાતો પ્રેમ જોયો એ સાવધ થયો થેંક્સ કહીને ચૂપ થઇ ગયો.
કબીરે કહ્યું "મસ્કી તારી બર્થડેનાં દિવસે આજે નવુ ચેપ્ટર ચાલુ થયુ છે કે શું ? એમ કહી વંદનાની સામે જોયુ વંદના શરમાઇ ગઇ પણ મસ્કીએ કંઇ ધ્યાન ના આપ્યુ ત્યાં અભીએ બધાને ગ્લાસ પકડાવવા માંડ્યાં. બધાં મિત્રોને હાથમાં ગ્લાસ હતાં. વંદના અને સ્વાતીએ ડીશમાં બધાં નાસ્તા કાઢ્યા અને ફ્રેન્ડસ બધા ઉભા થઇને ગ્લાસ ટકરાવીને ચીયર્સ કર્યુ અને બધાં એ સીપ લેવાની ચાલુ કરી.
વંદનાએ લાલ ગુલાબનો ગૂચ્છો કાઢ્યો અને મસ્કીને ફરીથી વીશ કરીને કહ્યું હેપી બર્થડે એન્ડ આઇ.... આઇ કરતી બોલતી અટકી ગઇ મસ્કી સમજી ગયો પણ કંઇ બોલ્યો નહીં બધાંની નજર વંદના તરફ હતી પણ કોઇએ સમજીને ધ્યાન ના આપ્યુ. મસ્કી શું કરી રહ્યો છે જવાબમાં એ ત્રાંસી નજરે જોઇ રહ્યાં. સુરેખા આ બધું ક્યારની જોઇ રહી હતી.
બધી ગર્લ્સે ડીશમાં નાસ્તો એને કેક લીધી અને ખાવાનું ચાલુ કર્યુ તમસનાં ગળે સાકી ઉતરી સાથેજ એણે બધાંની સામે કહ્યું "આજે હું બીજી શાયરી રજૂ કરુ છું. બધાએ ચાલુ કરે પહેલાંજ વાહ વાહ કરવા માંડ્યુ.
તમસ ચીઢાયો "સાલાઓ બોલવાતો દો પહેલાંજ વાહ વાહ કરો છો.. બધાં એક સાથે ખડખડાટ હસી પડ્યાં ત્યાં વેદીકા બોલી "ઇરશાદ ઇરશાદ...
તમસે કહ્યું "હાં હવે સારું…. તો સાંભળો સાલાઓ.. ફરીથી એક સીપ મારીને ગળુ સાફ કર્યું અને બોલ્યો..
એક નજર જુએ બીજી નજરને કહેવા કંઇક માંગે..
બીજી નજર જુએ પણ ના જતાવે છૂપાવા કંઇક માંગે
અરે આ તો પ્રેમછે હજાર છુપાવો તમે એમના છૂપે
કબૂલ કરી લો સામ સામે આખી જમાત છે ખડે પગે
વાહ વાહ કવિ પણ તમે કોને અનુલક્ષીને આ કહી છે એતો કહીદો એટલે અમને પણ ખબર પડે.
તમસે મસ્કી અને વંદનાની સામે જોઇને કહ્યું "સમજનારને ઇશારો કાફી. એજ સમયે સુરેખ અને સુરેખાની નજર મળી સુરેખાએ નજર ઢાળી દીધી. સુરેખા આવી ત્યારથી ચૂપચાપ હતી બધાની ધમાલ તમાશાની જેમ જોઇ રહી હતી ના કોઈ ભાગ ના પ્રતિભાવ સપાટ ચહેરે બધુ જોઇ રહી હતી.
તમસ બોલી રહેલો.. બધાં પોત પોતાની મસ્તીમાં હતાં. અભી-સ્વાતી હસી હસીને વાતો કરી રહેલાં.. વંદના મસ્કીને પીતો જોઇ રહી હતી અને પોતાની નજરથી એને પી રહી હતી. તમસ પોતાની મસ્તીમાં અને વેદીકા બધાની સામે નજર ફેરવી રહી હતી.
સુરેખને થયુ હું બોલાવુ સુરેખાને ? એ જવાબ આપશે ? એને તો કોઇ રસજ નથી કશામાં.. અભી સાથે વાતો કરતી સ્વાતીની નજર સુરેખા પર પડી અને એ બોલી "એય સુરુ તું તો કંઇ બોલ ? આમ કેમ આટલી ચૂપચાપ બેઠી છે જાણે કોઇને ઓળખતીજ ના હોય.. આવું કંઇ સારુ લાગે ? ધીમેથી બોલતી સ્વાતીને સુરેખાએ કહ્યું "હું બેઠી છું બરાબર છુ બધાને જોયા કરુ છું બધાંકેવા આનંદ લૂટે છે.. અને...
સ્વાતી બોલી સુરેખ સિવાય બધેજ જુએ છે મને ખબર છે પણ એક મિત્ર જેમ તો તું વાત કરી શકે ને ? ત્યાંજ સુરેખનો અવાજ આવ્યો એણે ત્રણ પેગ પુરાં કરી દીધાં હતાં ક્યારનો સુરેખાને જ નિરખી રહેલો એને અત્યારે બીજા કોઇમાં રસ નહોતો એનાં હોઠ ફફડયાં..
"હાથ ફેલાવીને ઉભો છું જન્મોથી રાહ જોઇ બેઠો છું.
તારી આવવાની રાહ જોવામાં જગત આખું ભૂલી બેઠો છું.
પળ પળ તારી યાદમાં રોજ સ્વપ્ન સજાવીને બેઠો છું.
સળગું છું દિવસ રાત પ્રેમ અગનમાં રાખ થવાની રાહ જોઉ છું.
તમસ અને બધાં ઉભા થઇ તાળીઓ પાડવા લાગ્યા વાહ વાહ કવિરાજ તમે તો ક્યાંથી ક્યાં પહોચી ગયાં.
સુરેખે બધાને થેંક્સ કહ્યું સુરેખાની સામે જોયું પણ સુરેખાનાં હાવભાવમાં ફરકજ નાં પડ્યો એ નીચે નજરે ધરતી પર નખ ઘસતી બેસી રહી હતી.
સુરેખે આગળ ચલાવ્યુ બધાં એકદમ સાંભળવા અધીરાં થયાં.
મારી આંખમાં તસ્વીર તારી છે તને હું પૂજું છું
પુજારી બની કરુ આરાધના તું મને ખૂબ વ્હાલી છું.
અને સુરેખાની નજરો ઊંચી થઇ સુરેખની આંખમાં જોવા લાગી.
સુરેખે આગળ શાયરી વધારી બધાની વાહ વાહ સાથે.
"સ્વીકારની રાહ જોતો વર્ષોથી તને કરગરુ છું
એક "હા" સાંભળવાં મારાં કર્ણોથી હું તરસુ છું.
વિશ્વાસ રાખ તારી ઘડી ઘડીનાં હું સાથમાં છું.
તારાં એક ઇશારે મારો જીવ આપવા રાજી છું.
સુરેખાએ સુરેખની આ શાયરી સાંભળી સુરેખ એની તરફજ હાથ કરીને બોલી રહેલો. સુરેખાની આંખોમાં આંસુ આવી ગયાં એ હીબકે ચઢી ઉભી થઇને રૂમની બહાર જતી રહી. સ્વાતી એની પાછળ ગઇ. સ્વાતીએ કહ્યું "સુરુ પ્લીઝ બસ રડ નહીં. પ્લીઝ.
સુરેખાએ કહ્યું "મને આવોજ ડર હતો એટલેજ હું આવવા રાજી નહોતી પણ મસ્કીએ કહ્યું "ત્યાં સુધી કેક નહીં કપાય એટલે પાર્ટીનાં રંગમાં ભંગ ના પડે એટલે હું આવી હું તમારાં બધાનો આનંદ સ્પોઇલ કરવા નહોતી માંગતી સુરેખને માટે હું લાયક નથી સ્વાતી....
ત્યાંજ પાછળથી સુરેખનો અવાજ આવ્યો. એણે કહ્યું "સુરેખા એનો જવાબ સુરેખ પાસેથી લેને....
સુરેખાએ કહ્યું "સુરેખ તું ખૂબ સારો છોકરો છે તને ઘણી છોકરીઓ મળી રહેશે. મારાંમાં એવું કંઇ નથી અને મારી પાસે કશું નથી પ્લીઝ હું તારે લાયકજ નથી. મારી સાથે આવુ ના કર આતો મને ગીલ્ટ ફીલ કરાવે છે મારી મંઝિલ મારુ લક્ષ્ય કંઇક જુદુ છે એમાં મને કોઇ સાથ આપી શકે એમ નથી કારણ કે મારે સ્વમાનથી આપ બળે આગળ આવવું છે હું તમારાં બધાં સાથે ભળી શકું એમ નથી. વિધાતાએ મારાં ભાગ્યમાં જે લખ્યુ છે એજ હું ભોગવી રહી છું અને ભોગવવું રહ્યું...
સુરેખે કહ્યું "હું તારી પાસે ભીખ માંગુ છું તારી સાથે ટાઇમપાસ નથી કરવા આવ્યો.. અને આજે તો મારે...
વધુ આવતા અંકે --- પ્રકરણ-9