વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-33
મસ્કી અને મેકવાન ઓફીસમાં વાત કરી રહ્યાં હતાં અને બહાર ઉભો ઉભો મેકવાનની ઊંચા અવાજે થતી વાત સાંભળી કબીર લહાય જેવો લાલ થઇ ગયો. એને થયું મસ્કીએ મારો વીડીયો ઉતરાવ્યો છે ? કેમ ? શા માટે એણે એવું કર્યું ? પેલીએ એનોય ઉતારી નાંખ્યો ? એ સાંભળવા વધુ કાન સરવા કરીને બારણે ઉભો રહ્યો.
મેકવાને મસ્કીને ધમકાવતાં કહ્યું તારે એ બજારુ છોકરીઓ પાસે વીડીઓ એવો ઉતરાવવાની કેમ જરૂર પડી ? શા માટે ? તેં તો કહેલું આ તારો ખાસ મિત્ર છે. તો ખાસ મિત્રનો કોઇ આવો વીડીયો ઉપતરાવે ? એમાં તારો પણ ઉતરી ગયો હવે આમાં મજાની વાત એજ છે કે તારો વીડીયો એ ગેંગસર પાસે પહોંચી ગયો અને તારાં મિત્રનો તારાં ફોનમાંજ રહ્યો.
મેકવાનની ઝીણી એ ખંધી નજરથી મસ્કી થથરી ગયેલો એણે મનમાં વિચાર્યું મારાથી લોચો વાગી ગયો છે હવે માટે ના છૂટકે પાપાની મદદ લેવી પડશે. પણ હમણાં નહીં પછી એમને જણાવીશ. એમ વિચારતો રહ્યો.
મેકવાને પૂછ્યું શું વિચારમાં પડી ગયો ? તું કોઇ ચિંતા ના કરીશ એ દમણીયાને પણ હું સારી રીતે ઓળખું છું તને કંઇ નહીં કરે પણ તેં હાથે કરીને મોંકાણ ઉભી કરી છે.
ઉભો થઇ ગયેલો મસ્કી ચેરમાં બેસી ગયો અને મનમાં કંઇક વિચારીને બોલ્યો મેકવાન સર કંઇક રસ્તો કરજો આતો બકરુ કાઢતાં ઊંટ પેઠું છે. મારે વડોદરા પાછા જવાનું છે અમે લોકો અત્યારે નીકળી જવા માંગીએ છીએ.
મેકવાને એકદમ નિસ્પૃહતા બતાવતા કહ્યું તો તું નીકળી જા બિંદાસ શું ચિંતા કરે છે અહીં નું હું ફોડી લઇશ જા એવો કોઇ તે મોટો ગુનો નથી કર્યો કે આટલો ડરે છે. ચલ તારાં મિત્રને બોલાવ તમે ચા નાસ્તો કરો અને પછી નીકળી જાવ એજ સારું છે.
મસ્કીએ કહ્યું હમણાં મામલો ગરમ છે એટલે હું નીકળી જઊં પછી હું અને પાપા બંન્ને સાથે આવીશું તમારી વાત સાચી છે એમ ડરી જઇએ કેમ ચાલે? મેં એવો કોઇ ક્રાઇમ નથી કર્યો... એમ મનમાં કોઇ પ્લાન વિચારી નીકળવા તૈયાર થઇ ગયો.
*******************
આજે ફાઇનલ રીહર્સલ છે અને પરમદિવસે કોલેજમાં ફાઇનલ પ્રોગ્રામમાં પરફોર્મન્સ આપવાનું છે. સુરેખે અભી સ્વાતી- બધાને કહ્યું એટલીસ્ટ આપણે નાટકમાં છીએ એટલાં જણાં તો આજે ફાઇનલ રીહર્સલ કરી લઇએ ઘરે તમે લોકો આવી જાવ કાલે તો ફાઇનલ પરફોરમન્સ આપવાનું છે.
અભીએ સુરેખનાં ફોનમાં વાત કરીને કહ્યું "હાં હાં અમે બપોરે તારે ત્યાં પ્હોચી જઇશું હું સ્વાતીને હોસ્ટેલ પરથી લઇને તારાં ઘરે આવી જઇશ. અને અભીએ પછી સ્વાતીને ફોન કર્યો કે સુરેખનો ફોન હતો આજે બપોરે એનાં ઘર ફાઇનલ રીહર્સલ માટે જવાનું છે.
સ્વાતીએ કહ્યું "પણ પેલા કબીરનું શું થયું? એનું પણ નાનો છેલ્લે કિરદાર છે ને? જોકે એ રીહર્સલમાં નહીં આવે તો પણ કરી શકશે તેં એને ફોન કરેલો ? એનાં શું સમાચાર છે.
અભીએ કહ્યું રાત્રે તારી પાસેથી ઘરે આવ્યો પછી ક્યાંય સુધી તારી સાથે વિતાવેલી ક્ષણોમાંજ ખોવાયેલો ચલો. તારો સાથે માણેલી ક્ષણો આંખ સામેથી હટતીજ નહોતી તારી ખૂબજ યાદ આવતી હતી હવે તો આપણાં મંગળ ફેરા ક્યારે ફરાય એનીજ રાહ જોઊં છું પછી તો હું....
સ્વાતીએ કહ્યું "એય મારાં રોમીયો હું આખી રાત પછી તારી યાદમાં પડખા ઘસતી રહી તું હજી જાણે મારી પાસેજ હોય એવાં એહસાસ થતો હતાં. ઓશીંકુ પગ વચ્ચે નાંખી પડી રહી અને ઓશીકું ભીનું કરતી રહીં....
અભી કહે સાચેજ હવે જાણે નથી રહેવાતું તારાં વિના પછી મોડાં કબીરને ફોન કરેલો એ ખબર નહીં કંઇક ખૂબજ અકળાયેલી લાગી રહેલો એ અહીં પાછો તો આવી ગયો છે. પણ એણે ખાસ કંઇ વધારે જણાવ્યું નહીં પણ મસ્કીડાથી ખૂબ હર્ટ થયો હોય એવું જરૂર લાગ્યું.પણ વિશેષ કંઇ ખબર નથી મારી પાસે.
સ્વાતીએ કહ્યું અરે લાંબી મુસાફરીથી થાકેલો હશે એ મસ્કીથી હર્ટ થયો હોય એવું તે કેવી રીતે માની લીધુ ? એણે એવું કંઇ સ્પષ્ટ કીધું તને ?
અભી કહે ના એવું નહીં પણ બોલતો હતો દોસ્ત દોસ્ત ના રહા ? સ્વાતીએ કહ્યું સાચું બસ ઢીંચયું હશે બંન્ને જણાએ અને પેલું કબીરીયાનેતો મફતકા ચંદન ઘસ બે લાલીયા એવો ઘાટ છે એ મફતનું મનોરંજન અને મફતમાં મસ્તી કરવાજ મસ્કી જોડે ગયેલો પેલાએ કંઇક એની હેસીયત બતાવી દીધી હશે.
અભી કહે જે હોય એ પણ આજે તો ખબર પડવી જોઇએ હું હમણાં એનેજ ફોન કરું છું કે નાટકમાં ભલેતારો સાવ જ નાનો રોલ હોય પણ આજે ફાઇનલ રીહર્સલ સુરેખનાં ઘરે છે તું આવી જજે.
સ્વાતી કહે ઠીક છે તું આવી જા જલ્દી હું રાહજ જોઊં છું તારી પછી અહીં આપણે પણ થોડી....પછી સુરેખનાં ઘરે જઇએ સુરેખા પણ સીધી ત્યાં જવાની છે પછી નાટક પતે એટલે અહીં રહેવા આવી જશે આમ તો આજે જ આવવાની હતી પણ છેલ્લી ઘડીએ એણે પ્લાન બદલ્યો કહે સુરુનાં ઘરે ફાઇનલ રીહર્સલ છે એ પતાવીને પછી નાટક ભજવાઇ જાય પછીજ હોસ્ટેલ આવી જઇશ એટલે હજી આજનો દિવસ એમદમ મારે એકાંત છે આવી જા જલ્દી....
અભીએ કહ્યું આવું છું હવે નાહી ધોઇ પરવારીને ચા નાસ્તો કરી દુકાને એક આંટો મારી સીધો તારી પાસેજ આવું છું. તારે કશું લાવવાનું છે ? લેતો આવું ન્હાવાનાં સાબુ શેમ્પુ, ટુથ પેસ્ટ બ્રશ કંઇ પણ ? સ્વાતીએ કહ્યું ચંદનનો સાબુ લેતો આવજે બાકી બધું તો છે આજે આપણે... કંઇ નહીં ચલ બધુ તું બોલાવી ના દે તું આવ પછી વાત રાહ જોઊં છું.
અભીએ કહ્યું ઓકે ડાર્લીંગ હું રાહ જોઊં છું અને ફોન મૂક્યો .
************
દમણથી મસ્કી અને કબીર પાછાં આવી રહેલા ત્યારે કબીર સાવ ચૂપજ હતો એ બધું સાંભળી ગયો છે એવું મસ્કીને ખબરજ ના પડવા દીધી પણ ખૂબ પીવાથી હેન્ગ ઓવર થયું છે માથું ખૂબ દુ:ખે છે ભારે છે એવાં કારણ આપી ચૂપ રહ્યો પણ ઊંઘતો રહ્યો અને ત્રાંસી નજરે મસ્કીનાં ચ્હેરાનાં હાવભાવનો અભ્યાસ કરતો રહ્યો એને એટલું ખરાબ લાગી રહેલું કે હું નશામાં ચકચૂર હતો અને મસ્કીએ પેલી વેશ્યા પાસે મારો અને રોમાનો બિભત્સ નગ્ન વિડીઓ ઉતરાવ્યો ? ફોટા લીધાં ? એવું કરવા પાછળ મસ્કીનો ઇરાદો શું છે? એ શા માટે એવું કરે ? એ એનું કારણ વિચારવા લાગ્યો શું એ મને બ્લેકમેઇલ કરવા આવું કરે ? પણ મને શા માટે બ્લેકમેઇલ કરે ? મારી પાસે એવું શું છે ? એ મને બ્લેકમેઇલ કરે ? હું તો ભરુચનાં એક સામાન્ય વિસ્તારમાંથી આવું છું મારું બેકગ્રાઉન્ડ એવું નથી તો ?
કબીર મનમાં વિચારવા લાગ્યો સુરેખ અભી બધાં આમ મોઢે કહી દેનારાં પણ આનાં જેવા ખતરનાક લુચ્ચા નહીં મારોજ વાંક છે કે હું દારૂ અને છોકરીઓનાં જલસા કરવાની લાલચમાં એની સાથે ગયો.. બે દિવસમાં મેં કેટલું પીધુ ? એણે મારી પાછળ પૈસા ખર્ચ્યા પછી વિડીયો ઉતરાવ્યો કેમ ? હું તો એને કંપની આપવા દોસ્તીમાં મોજમજા કરવાં આવેલો એના મનમાં સાચે શું કીડો હશે ? એ મને કોઇ પ્લાન કરીનેજ સાથે લઇ ગયેલો ? એ વંદનાને ના લઇ જઇ મને કેમ લઇ ગયો ?
કબીરને વિચારોમાં અટવાયેલો જોઇ ડ્રાઇવ કરતાં કરતાં મસ્કી બોલેલો અલ્યા જ્યારથી નિકળ્યા છીએ ત્યારથી તું એક અક્ષર નથી બોલ્યો અને વિચારોમાં છે ક્યારનો તું અને તારો ચહેરો પડી ગયેલો છે શું વાત છે ? હવે તો આપણે પહોચવા આવ્યા હજી કંઇ બોલવું નથી ? એવું તો કેવું હેંગ ઓવર થયું છે ? સુરત ગયું ભરૂચ ગયુ તોય તે કંઇ નોંધ ના લીધા શું થયું છે ?
કબીર કહ્યું "કંઇ નહીં યાર તારાં જેવાં દોસ્ત હોય તો મને શું થવાનું ? તું છે ને સાથે પછી ? અને બીજું તને કહું હું તને કંપની આપવાજ આવેલો મને થયું તને કંપની આપુ થોડું રખડતાં આવીએ થોડું પીધુ મસ્તી કરીશું. બાકી આ છોકરીઓ બોકરીઓનો પ્રોગ્રામની મને તો કલ્પના પણ નહોતી અને મારી એનાં માટેની હેસીયત પણ નથી તું મોટાં બાપનો એકનો એક દીકરો તને પોષાય બધુ આપણા કામ નહીં મારી ભૂલ એ છે કે હાથીનાં પેગડામાં પગ મૂકવા ગયો... ફરી ભૂલ નહીં કરું અને ત્યાં મસ્કીનાં ફોન પર રીંગ આવી એણે ઉપાડ્યો સામેથી કોઇ બોલ્યું.. હા વડોદરા પહોંચી જવા આવ્યો... અને મસ્કીએ....
વધુ આવતા અંકે --- પ્રકરણ-34