WILD FLOWER - 3 books and stories free download online pdf in Gujarati

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-3

વાઇલ્ડ ફ્લાવર્સ
પ્રકરણ-3
સુરેખ અને સુરેખાનો સંવાદ ચાલુ હતો. સુરેખ-સુરેખાને સ્કૂલ સમયથી ખૂબ પ્રેમ કરતો પણ ભણવાની જાગરૂકતાએ થોડી મર્યાદાઓ રાખી હતી. સુરેખનો મિત્ર કબીર આર્ટ કોલેજની હોસ્ટેલમાં એડમીશન લીધુ હતુ એનાં કોલેજનાં કોર્ષ માટે. મિત્રો બધા એની હોસ્ટેલ કેન્ટીનમાં આવ્યાં ત્યાંજ સુરેખને સુરેખાનાં દર્શન થઇ ગયાં.
કોલેજમાં આવ્યા પછી એ થોડો બિન્દાસ થયો હતો જોકે ભણવામાં એટલોજ હોંશિયાર અને ગંભીર હતો. પરંતુ સુરેખાને જોયાં પછી એનું હૈયુ હાથના રહ્યું અને સુરેખાની સાથે એણે વાતચીત ચાલુ કરી હતી. પણ સુરેખાને ગમી નહોતું રહ્યું એ બીલકુલ મચક આપી નહોતી રહી.
સુરેખે કહ્યું મારો ગમતો રસનો ગરાસ તો અહીં છે એટલે હું અહીં તો આવવાનો અને ધારદાર આંખો બનાવીને કહ્યું "મારી આંખોજ એવી છે કે હું આંખોથીજ ભલભલાનો રસ પી લઊં.
સુરેખાએ સાંભળ્યુ અને એ ઉભી થઇને કેન્ટીનની બહાર ચાલવા માંડી અને એની ખાસ ફ્રેન્ડ સ્વાતી પાછળ દોડી અને બોલી "એય સુરેખા એક મીનીટ આજે તો આપણે અહીં વાતો કરવા ભેગાં થયેલાં અને તું આમ મૂડ બગાડીને ક્યાં ચાલવા લાગી ?
સુરેખાએ કહ્યું "સ્વાતી મને આ બધામાં રસ નથી મારે ભણવાનુ છે અહીં આવીને કંઇક એવુ એચીવ કરવું છે કે મારાં પાપાને હું ભવિષ્યમાં મદદ કરી શકુ તને ખબર છે ને મારાં ઘરની સ્થિતિ... મારે પાછળ મારી બે વર્ષ નાની બેન એનુ ભણવાનુ ચાલે છે. મારાં પાપા મારી ફી અને બધાં ખર્ચા કેવી રીતે કાઢે છે હું જાણુ છું એ સુરેખનાં પાપા તો કલેકટર છે મારાં પિતા કલાર્ક...
સુરેખને એવાં પ્રેમનાં નખરા પોષાય મને નહીં મારે મારી કેરીયરનું ધ્યાન રાખવાનુ છે અને આજકાલનાં છોકરાઓ "ટાઇમપાસ" કરે છે જ્યાં છોકરી જોઇ નથી અને લટુડાપટુડા કર્યા નથી મને નથી ગમતું આવુ બધુ મને ખબર છે સ્કૂલ ટાઇમથી મારી પાછળ પડ્યો છે. પણ હવે નહીં ચાલે.
સુરેખાએ સ્વાતીને લાંબુલચક ભાષણ અને પોતાનાં ઘરની સ્મિતિ સમજાવી દીધી. સ્વાતી પણ સાંભળીને ચૂપ થઇ ગઇ અને ઉદાસ થઇ ગઇ એ બોલી "ચાલ આપણે રૂમ પર જતાં રહીએ હવે પાછા નથી જવુ તારી વાત સાચી છે પણ અભિ.. પણ આવ્યો છે. એને ખરાબ લાગશે. ઘણાં સમયે એ મળ્યો છે થોડીવાર...
સુરેખાએ કહ્યું "તારે બેસવુ હોય તો બેસ અભિ સાથે વાત કરીને તુ રૂમ પર આવી જજે. પ્લીઝ મને કોઇ દબાણ ના કર.આમ બોલીને સુરેખા રૂમ પર જતી રહી અને સ્વાતી વિચારોમાં પડી ધીમા પગલે કેન્ટીનમાં આવી ત્યાં બધાં એ લોકોનાં પાછા આવ્યાની રાહ જોતાં હતાં.
એકલી સ્વાતીને પાછી આવેલી જોઇને સુરેખ ઝંખવાયો એણે સ્વાતીને પૂછ્યુ "કેમ સુરેખા ક્યાં? જતી રહી ? એનો ચહેરો જોઇને અભિજીતે કહ્યું "ભાઇ બસ કર એને ના ગમતુ હોય તો છોડ કેડો એનો.
સ્વાતીએ સુરેખને કહ્યું "એ ડીસ્ટર્બ છે હમણાં કંઇ તારી દાળ ગળે એમ લાગતુ નથી એને કંઇક બનવુ છે આમ "ટાઇમપાસ" નવી કરવો એને એનાં પાપાનાં પૈસાની ચિંતા છે એણે એવુ કીધુ એટલે હું પણ માની ગઇ એની વાત સાચી છે.
સુરેખનો ચહેરો પડી ગયો એ ત્યાં ખુરશી પર બેસી પડ્યો અને બીજી ચા મગાવી. અભીએ સ્વાતીને પૂછ્યુ "કેમ એવું તો એણે શું કીધુ તને ? એકદમ મજાક મસ્તીનું વાતાવરણ ઉદાસ અને ગંભીર થઇ ગયું એટલે મસ્કી એનું નામ મુકેશ પણ બધાં સ્કૂલ ટાઇમથી મસ્કીજ કહેતા આખો વખત મજાકમસ્તી કરતો એનાં પાપા મોટાં બીલ્ડર હતાં ભણવામાં ઢ હતો પરંતુ જેમતેમ પાસ થઇ જતો એને આ ગંભીર વાતાવરણ થયું ના ગમ્યું એણે કબીરને કહ્યું "એય કબીર ચાલ આ લોકોને શાંતિથી વાતો કરવા દે આપણે પેલાં ટેબલ પર બેસીએ કંઇક જોરદાર મંગાવી એ...
કબીર થોડાં આશ્ચર્ય સાથે મસ્કીનું કહેવું માનીને બીજા ટેબલ પર જઇને બેઠાં અને સોફટ ડ્રીંક ઓર્ડર કર્યુ. મસ્કીએ કહ્યું "શું આમ પ્રેમ બ્રેમ નાં નાટક.. આપણે તો મજા કરવાનાં આવી બધી ગંભીર વાર્તામાં કોઇ રસ નથી.
અભીએ ફરીથી પૂછ્યું સ્વાતી એવું તો શું થયું શું કીધુ કહેને ? આપણે ચાર જણાં સ્કૂલ સમયથી ખાસ ફ્રેન્ડ છીએ. તું તો મારી સાથે છે ને સ્વાતીએ સ્માઇલ આપતા કહ્યું " એટલે તો પાછી આવી પણ સુરેખાનું દુઃખ થયું.
સ્વાતીએ કહ્યું એનાં પાપા ક્લાર્ક અને સુરેખનાં કલેક્ટર એટલે સુરેખને પ્રેમ બ્રેમની ઐયાશી પોષાય મને નહીં મારાં પાપા કેવી રીતે અમારાં ખર્ચા કાઢે છે મને ખબર છે મારે સીરીયસલી ભણી તૈયાર થવું છે ખૂબ આગળ આવવું છે પાપાને મદદ કરવી છે.
આવું સાંભળી અભીએ સુરેખ સામે જોયુ... સુરેખે અભિ સામે. સુરેખ ચૂપ થઇ ગયો હતો. ખિન્ન મને બોલ્યો અભિ તું અને સ્વાતી વાતો કરો હું બહાર થોડુ ચાલીને આવુ છું પ્લીઝ થોડીવાર મારે એકલાં ટહેલવું છે એમ કહી ઉભો થઇ ગયો.
અભી એ કહ્યું પણ તેં તો ચા મંગાવી છે. પીને જાને હું તો થોડીવાર સ્વાતી સાથે બેઠો છું સુરેખે કહ્યું "તું પી લેજે એમ કહીને બહાર નીકળી ગયો. કબીર અને મસ્કી ટીવી પર મેચ જોવામાં બીઝી રહ્યાં એમણે સુરેખને બહાર જતો ના જોયો.
સુરેખ બહાર નીકળીને લેડીઝ હોસ્ટેલ તરફ જોઇ રહ્યો પણ કંઇ દેખાયુ નહીં એ વિચારમાં પડી ગયો. સુરેખાને આટલી બધી ચિંતા છે? હું એની સાથે ટાઇમપાસ કરુ છું ? એને ખબર નથી હું એને કેટલો પસંદ કરું છું ? એનાં પાપા કલાર્ક મારાં કલેકટર એવો ડાયલોગ મારી એણે મારી અને એની જગ્યા બતાવી દીધી. એની વાત પણ સાચી છે એની નાની બહેન રુપા ક્યા ભણે છે. હું નાનો હતો ત્યારે મેં આ બધી સ્થિતિઓ જોઇ છે.. પણ હું એને પ્રેમ કરુ છું એણે બે ઘરની સ્થિતિ વચ્ચે મારો પ્રેમ મૂકી દીધો.. ગૂગળાવી દીધો. હું શું કરું?
સુરેખ વિચારોમાં ટહેલતો હતો અને ત્યાં ગર્લ્સ હોસ્ટેલની રૂમ નં.18ની બારીમાંથી બે આંખો એની સામે જોઇ રહી હતી એ સુરેખા એને રૂમમાં અંધારુ રાખી એને જોઇ રહી હતી એની આંખો નમ થઇ ગઇ હતી પણ સ્થિતિ સંજોગની નાગચૂડમાં બંધાયેલી હતી એણે થોડીવાર જરૂર સુરેખનાં પ્રેમનો એહસાસ થયેલાં પણ અત્યારે એ સુરેખને રીસ્પોન્સ આપવાની સ્થિતિમાં નહોતી એણે નમ આંખો ધ્યાનથી દૂર કરીને પોતાનાં બેડ પર આવી સૂઇ ગઇ અને એની આંખમાંથી અશ્રુ સરી પડ્યાં.
મનોમન સુરેખા બોલી રહી હતી પાપા મને તમારાં શબ્દો યાદ છે તમારી શીખામણ મેં માથે ચઢાવી છે હું એવું કંઇ નહીં કરુ જેથી તમારી આબરૂ ખરાબ થાય મારુ ભણતર બગડે હું મારી આંખમાં આવેલાં સ્વપ્ન મારાં હૈયા સુધી પહોંચવા નહીં દઊ અને એમ વિચારતાં વિચારતાં ધુસ્કે ધુસ્કે રડી પડી.
અભિ અને સ્વાતી બધી વાત કરી રહેલાં અભીએ કહ્યું "મેં ગુજરાતી લીટરેચરમાં માસ્ટર કરવાનુ નક્કી કર્યુ છે મારે પ્રોફેસર થવું છે ગુજરાતી સાહિત્યમાં "કંઇક કરી ઘૂટવાની ઇચ્છા છે સ્વાતીએ કહ્યું" હું તારાં સાથમાં છું હું આર્ટમાં આવી છું હું પણ કોઇને કોઇ આર્ટમાં માસ્ટરી લઇશજ. અભિએ સ્વાતીનાં હાથમાં હાથ મૂકીને કહ્યું "હું પણ તારાં સાથમાંજ છું પણ એકવાત કહ્યું આ સુરેખ આમ ખૂબ ભોળો, ક્યારેક શાણો ક્યારેક ઊંડો લાગે છે પણ હું એને ઓળખું છું ત્યાં સુધી એ સુરેખાને સાચો પ્રેમ કરે છે.
સ્વાતીએ કહ્યું "મને ખબરજ છે એ કલેક્ટરનો છોકરો છે આટલો પૈસો છે ઘરમાં પણ બધાંજ એનાં પાપા, મંમી કેટલાં ડાઉન ટુ અર્થ છે એ બધાં ગુણો સુરેખનાં છે ક્યારેય એણે કોઇ રીતે ભણવાનો કે પૈસાનો ધમંડ નથી કર્યો.
સુરેખા પણ ખૂબ લાગણીશીલ છે પણ એને એનાં પાપા અને નાની બહેનની ચિંતા રહે છે. એની જગ્યાએ એ સાચી છે હવે બધુ ડેસ્ટીની પર છોડીએ સાચો પ્રેમ હશે તો ભેગાં થશેજ પણ બેમાંથી એકેય ટાઈમપાસ નથી કરી રહ્યાં એ નક્કીજ.
અભીએ કહ્યું "ચાલ હવે અને જઇએ બે બાઇક પર આવ્યાં છીએ પેલો એકલો બહાર લટાર મારી રહ્યો છે મને સમય આપવા એ બહાર નીકળી ગયો છે મને ખબર છે.
સ્વાતીએ કહ્યું "ઓકે.. ચલ હું પણ રૂમ પર જઊં. સુરેખા એકલી ઉદાસ થઇને ગઇ છે એની સાથે બેસુ પણ તું અહીં આવતો રહેજે ક્યારેક મુવીનો કે કોઇ પ્રોગ્રામ બનાવીશું મારાં પાપા નથી કલાર્ક કે નથી કલેકટર તારાં પાપાની જેમ દુકાનદાર છે એમ કહીને બંન્ને જણાં હસી પડ્યાં.
અભી કહે તું દુકાન બોલીને મને યાદ આવ્યું મારે પાપા પાસે જવાનુ છે દુકાન આજે સન્ડે છે વધારાનાં માલ આવવાનો હતો ચાલ હું જઊં તારે તો આજે પાપાની દુકાન બંધ હશે ને...
એય મસ્કી.. કબીર ચલો જઇએ. કબીર અને મસ્કી ઉભા થઇ ગયાં. મસ્કી બોલ્યો "હું પેલા ગોટીયા જોડે આવેલો ગાડી ના લીધી પણ કબીર તું તો આવીશને ડ્રોપ કરવા મારી કાર ત્યાં ગલ્લેજ પડી છે. ચારે જણાં બહાર નીકળ્યાં સ્વાતી હોસ્ટેલમાં ગઇ અને સુરેખને બોલાવીને બાઇક ચાલુ કરી ચારે મિત્રો ત્યાંથી નીકળી ગયાં.
સ્વાતી રૂમ પર પહોંચીને એણે જોયું સુરેખા બારીમાંથી બહાર જોઇ રહી છે એની આંખો સૂઝેલી છે એણે કહ્યું "એય આમ અંધારામાં શું કરે છે ? સુરેખાએ કહ્યું "શું કરુ ? આ....
વધુ આવતા અંકે - પ્રકરણ-4

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED