વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-6 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વાઇલ્ડ ફ્લાવર્સ - પ્રકરણ-6

પ્રકરણ-6
સુરેખ-અભી ચાની કીટલીએ બેઠાં છે અને કબીર અને મસ્કી આવી પહોંચે છે. ચાનો ઓર્ડર આપીને પછી અભી કહે છે તારો ચહેરો જોયો કબીર મહીનો થઇ ગયો ક્યાં હતો ? બોચીયા ?
કબીરે કહ્યું "તારી બાજુમાં બેઠો છે એનો ચહેરો જો મારાં ચહેરાની પત્તર ક્યાં ખાંડે છે ? એને દર્શન કરાવવા પડશે.
અભીએ કહ્યું "બસ કાલે શનિવાર.. અમે લોકો તારી હોસ્ટેલ આવીએ છીએ શું કરે છે સુરેખ ? સુરેખે કંઇ જવાબ ના આવ્યો એટલે મસ્કીએ કહ્યું "યાર આમ દેવદાસ ના બનીજા. વારે વારે કાલે હું બધાને લઇને જઇશ. બોલો કેટલા વાગે ?
કબીરે કહ્યું સવારથી આવી જાવ કંઇક પ્રોગ્રામ બનાવીશુ વધુ સમય થઇ ગયો કંઇ મંસ્તી નથી કરી યાર સાવ બોર દિવસો ગયા. અભીએ કહ્યું "થઇ જાય.. બોલો સુરેખ મહારાજની જય.. સુરેખે ત્રાંસી નજર કરીને કહ્યું" મારી જય શેનો બોલાવે છે ? આ મસ્કીડાની બોલાવ તને ખબર નથી કાલે એની બર્થડે છે એની જય બોલવાની છે. મસ્કીની બર્થડે છે જાણીને બધાનાં ચહેરા પર ખુશી છવાઇ. કબીર કહે ક્યારનો બોલતો નથી ? પાર્ટી આપવી પડશે.. એમ ના ચાલે.
મસ્કી કહે પાર્ટી પાર્ટી શું કરે છે અરે હું આપવાજ થનગની રહ્યો છું કાલે નવી ગાડી મળવાની છે કાલે એનુ મૂહૂર્ત વાર શું ? પણ મારે આઇટમની વ્યવસ્થા કરવી પડશે. એય કબીરડા તારાં રૂમ પર કરીએ વાંધો નથી ને ? એમ કહી ગલ્લેથી સીગરેટ સળગાવીને ધુમાડા ફૂંકવા માંડ્યો.
સુરેખ કહે આઇટમ આઇટમ કરે છે પણ કંઇ બબાલ ના થાય એ જોજો. મસ્કી કહે "તું કલેક્ટરનો દીકરો શું કામનો ? પાછો ઉપરથી ગભરાવે છે. બધી વ્યવસ્થા હું કરીને આવીશ કાલે સવારે હું બધાને લેતો જઇશ. અભી તુ સુરેખનાં ઘરે આવી જજે તમને બંન્નેને લઇને હું કબીરનાં ત્યાં પહોચી જઇશું.
અભી કહે પેલા તમસને સાથે લેવો પડશે એ આર્ટીસ્ટ સાથે હશે મજા આવશે. મનજીતતો નથી અંબાલા ગયો છે અને મનીશ આવશે ? સુરેખ તું પૂછી લેજે હા પાડે તો તારાં ઘરે જ એને પણ બોલાવી લેજે ઘણાં સમયે મસ્ત મસ્ત પાર્ટી થઇ મજા અને સુરેખની ભૂખ સંતોસાઇ જાય. શું કહે છે ?
કબીર કહે "એને ભૂખ છે એની એનેજ નથી ખબર પડતી.
એય બસ હવે જરા જીભડી લગામમાં રાખ. બધી વાતમાં મને શેનો આગળ ઘરે છે ? મસ્કીડા તારી બધી વાત મને ખબર છે આ બધાને કહે તારે કલબનાં શું થયુ હતું ? તારાં બાપા કેમ બગડેલાં ?
મસ્કી કહે "તુ પણ એ ક્યાં યાદ કરે છે ? એતો દિવસો થઇ ગયાં રાત ગઇ બાત ગઇ.. કાલે બર્થ ડે છે એટલે બાપા કંઇ કહેવાનાં નથી.. પણ તેં કલબની વાત કરીતો કહી દઊં એ દિવસે બાપા જોડે પીવા બેઠેલો ? બિપીનજીજુ હતાં મજા આવી ગઇ મને થોડી ચઢી એમાં બાપા બગડેલાં કે જીરવાતું ના હોય તો શા માટે પીએ છે ? એમાં ચઢીતો એમનેજ હતી અને બધાંજ એક સાથે હસી પડ્યાં.. કંઇ નહીં આગળ જે થયુ કંઇ શેર કરવા જેવુ નથી.
અભી કહે છોડ બધી વાત કાલનુ ફાઇનલ બરાબરને ? તારે શું ગીફ્ટ જોઇએ છે ? મસ્કી કહે બધાં મારી બર્થડે માં મસ્ત મૂડ બનાવીને આવો એજ ગીફ્ટ બાકી મારે જોઇતું હું માંગી લઇશ.
બધાં આમ શનિવારનો પ્રોગ્રામ નક્કી કરીને છૂટા પડ્યાં.
*****************
સુરેખનાં ઘરે અભી અને તમસ આવી ગયાં. મનીશે ના પાડી એને ફાવે એવુ નથી. અભી કહે આ મનીયાને મારાં જેવુ છે એનાં બાપા શનિ-રવિમાં ઘંટીએ જ બેસાડી દે છે. બચારો.. હું તો મારાં બાપાને કહીને આવ્યો છું કે હું દુકાને નથી આવવાનો રવિવારે આમ પણ રજા તોય સ્ટોક લઇ આવીશ એવુ કહી દીધુ એટલે કાંઇ બોલ્યા નથી અને પૈસા પણ માંગી લીધાં.
સુરેખે કહ્યું "હું મોમ પાસેથી લઇ લઊં છુ પૈસા.. આમ તો મેં વાત કરી છે કે મારાં ફ્રેન્ડની બર્થડે પાર્ટીમાં જઊ છું કંઇ બોલી નથી ચૂપચાપ SK આપી દીધાં. અભી કહે વાહ તેરી તો નીકલ પડી...
તમસ બધાની વાતો સાંભળી રહેલો અને ચૂપ હતો.. સુરેખ સમજી ગયો એણે કહ્યું "યાર તારુ શેરીંગ હું કરીશ ચિંતા ના કર. એટલામાં મસ્કી ન્યૂબ્રાન્ડ BMW લઇને આવી ગયો. બધાંતાં નવી BMW જોઇને ખુશ થઇ ગયાં.
તમસે કહ્યું "વાહ શું ફાંકડી કાર છે કેટલાની છે ? સુરેખે કહ્યું "છોડને કરોડપતીનો વંઠેલો છોકરો છે આપણે એન્જોય કરવાનું કેરી ખા આંબા ના ગણ.. અને બધાં તૈયાર થયેલાં મિત્રો ગાડીમાં ગોઠવાઇ ગયાં.
મસ્કીની જોડે આગળ સુરેખ અને પાછળ અભી, તમસ બેસી ગયાં અને મસ્કીએ BMW હોસ્ટેલ તરફ મારી મૂકી. બધાં હાહા હીહી કરતાં ક્યારે હોસ્ટેલ પહોચી ગયાં ખબર ના પડી. હોસ્ટેલની નીચે ગાડી પાર્ક કરીને બધાં ઉર્ત્યા. હોસ્ટેલની બાલ્કની અને બારીમાંથી બધાં ન્યૂબ્રાન્ડ BMW જોઇ રહ્યાં આ કોણ કુંવર આવ્યો ગાડી લઇને ?
કબીરતો બારીમાંથી જોઇને નીચે દોડી આવ્યો. ગાડી જોઇને બોલ્યો "સાલા મસ્કી તને તો તારાં બાપાએ જેકપોટ આપી દીધો. તારો કરોડપતિબાપ દીલદાર છે યાર, કાશ.. અમારે.. મસ્કીએ કહ્યું ડીકી ખોલુ છું અમુક સામાન સાચવીને લેજો બાકી બધી બેગ્સ ભરેલી છે સોડાબોટલ ખાવાનુ બધુ જ લઇને આવ્યો છું પાર્ટીનો રંગ ફીકો ના પડે અને બહુ ચર્ચા ના કરશો.
અભી-કબીર-તમસ બધાએ કેરી બેગ્સ અમે ખોખા લઇ લીધાં સુરેખ અને મસ્કીએ પણ એક એક બેગ ઉઠાવી બધાં કબીરનાં રૂમમાં લઇને ગયાં.
કબીરે રૂમ ચોખ્ખો ચણાક કરી રાખેલો. એને કોઇ ડર નહોતો મસ્કી અને સુરેખ બંન્ને પહોચી વળે એવાં હતાં. બધાં રૂમનાં ભેગા થયાં અને પછી સુરેખે ઘરેથી પોતે લાવેલા એ બેગ કાઢી ટેબલ પર મૂકી. બધાંને આશ્ચર્ય થયુ કે તું શું લાવ્યો છે ?
સુરેખે બેગમાંથી મોટુ બોક્ષ કાઢ્યુ એમાં બેસ્ટ ફલેવરની કેક હતી એમાં લખેલું હેપી બર્થડે મુકેશ અને નીચે લખેલું ફેન્ડસ પાર્ટી-મસ્કીએ કહ્યું આમ મુકેશ કેમ લખાયુ મસ્કી નહોતું લખાવાનુ મારી ફોઇએ એવું દેશી નામ રાખુ છે ને ?
બધાં એક સાથે ખડખડાટ હસી પડ્યાં. સુરેખે કબીરને પૂછ્યુ "તારે કોઇને બોલાવવાનાં છે કે ? અભી કહે અત્યારે થોડી પાર્ટી કરવાની છે ? હજીતો ઘણી વાર છે. અને બોલવવાનાં જ છે ને ? સ્વાતી.. સુર... અને પછી બોલતો બંધ થઇ ગયો.
કબીર કહે મારો રુમ પાર્ટનર નાસ્તો લેવા ગયો છે એ છે અને બાજુની રૂમનો સુરીયો આવશે મારાં ખાસ ફ્રેન્ડ બની ગયા છે બાકી બીજી કોઇ નથી.
અભી કહે પ્રોગ્રામ મેં એરેન્જ કરી રાખ્યો છે હમણાં કેક નહીં પહેલાં ગીતો ગાઇશું મસ્તી કરીશું પછી કેક કાપી પાર્ટી કરીને પછી દૂર ક્યાંક લોંગ ડ્રાઇવ પર જઇશું બોલો ? બધાંએ એક સાથે વાત વધાવી લીધી. મસ્કી કહે જો યાર જેને બોલાવવા હોય એને બોલાવો... કેક જ્યારે કાપવી હોય કાપીશુ પણ પહેલાં એક બે પેગ સાથે નાસ્તાની મીજબાની કરીશુ પછી ગીત સંગીત અને રાસડા લઇશું.
અભી કહે એય રાસડાવાળી આ હોસ્ટેલ છે કલબ નહીં તું કહે એમ કરીશુ પણ વધારે ધાંધલ ધમાલ નહીં થાય અહીં કબીરની વાટ લાગી જશે. એટલેજ પાર્ટી પછી લોંગ ડ્રાઇવની વાત કરી છે મેં.
સુરેખ કહે મસ્તી મજાક ગીત સંગીત કરીશુ પણ બધાં કાબૂમાં રહેજો નહીતર બબાલ થશે તો આવી બનશે.
મસ્કી કહે અત્યારની બબાલની વાતો ના કર ચાલો નાસ્તો આવી ગયો છે કબીરનો રૂમ પાર્ટનર નાસ્તો લાવતો જોઇને બોલ્યો. એનો પાર્ટનર કહે "ગરમા ગરમ છે ગોટા, સમોસા, પાપડી, મચ્ચા, ચટણી બધુ છે ચાલો ઠંડુ થાય પહેલાં તૂટી પડો.
કબીરે રૂમની વચ્ચે છાપા કાઢી એમાં નાસ્તો ગોઠવ્યો ત્યાં અભીનાં ફોન પર રીંગ આવી "અભીએ કહ્યું "હાં સ્વાતી અમે લોકો આવી ગયાં છીએ તમે આવો છો ને ? ગરમા ગરમ નાસ્તો છે મસ્ત. આવી જા. "સ્વાતીએ કહ્યું "હું આવુ છું..પણ સુરી કદાચ. અભીએ કહ્યું "તું તો આવીજા.. એને કહી જો પછી એની મરજી.
સુરેખ કાન દઇને સાંભળી રહેલો અને ખ્યાલ આવી ગયો કે કદાચ સુરેખા નહીંજ આવે. એનો મૂડ બગડ્યો. મસ્કીએ સુરેખને જોઇને કહ્યું "એ અભલાને વાત કરવા દે ચાલ તું બોટલ કાઢ મારાંથી તો રહેવાતુ નથી અને સુરેખે બોટલનું સીલ તોડ્યું.
કબીર કહે "સાલો સીલ તોડવામાં એક્ષપર્ટ છે. એ સાંભળી બધાં ખડખડાટ હસવા માંડ્યાં. અભી કહે "તું પણ સીલની વાત ક્યાં કરે છે ? એની જોડે સીધા મોઢે વાત નથી કરતી હજી પણ હું કંઇક કીમીયો અજમાવુ છું એને આવવુજ પડશે.
સ્વાતીએ ડ્રેસ ચેઇન્જ કર્યો અને સુરેખાને કહ્યું "તુ આવે છે ? મસ્કીની બર્થડે છે બધાં કબીરની રૂમ પર ભેગાં થયાં છે ચલને મજા આવશે. સુરેખાએ કહ્યું "સોરી તું જા મને નહીં ફાવે ત્યાં.
સ્વાતીએ કહ્યું "અરે ત્યાં રોકતી નહીં વીશ કરીને આવી જ્જે તને કોઇ દબાણ નહીં કરે રોકાવા. સુરેખાની આંખો જોઇને સ્વાતીએ કહ્યું " ઓકે ઓકે હું જઊં... આ ફોન અહીં રાખ એમ કહી એનો ફોન મૂક્યો. સુરેખા સ્વાતીને જતી જોઇ રહી અને ત્યાં... """"""""

વધુ આવતા અંકે ---પ્રકરણ-7