અલિશા ને ઘણી વાર એવું પણ થતું શું ઈશ્વર હશે કે નહી?
જો ઈશ્વર હોય તો મારી સામે આવી ને કેમ નથી કહેતો અલિશા તારે જીવનમાં આ જ કરવાનું છે. અને આજ કામને વળગી રહેવાનું છે એ સતત ત્રણ મહિના સુધી ધ્યાન કરયા પછી તે એ તારણ પર આવી કે.હું ગરીબોના કલ્યાણ પાછળ મારી જીંદગી પસાર કરીશ.હું મારા જીવનમાં એવું કામ કરીશ કે મારુ કામ મને ઉત્સાહ વધારે.
અલિશા એ સવારમાં જ તેની “માં” ને કહ્યું. ‘માં હુ ગરીબોના કલ્યાણ પાછળ મારી જીંદગી પસાર કરીશ.મે ઈશ્વર સાથે વાત કરી માં.ઈશ્વર મને કહ્યું તું ગરીબ માટે કામ કર તારા કામ સાથે હું જોડાશ.અલિશાની માં પણ ખુશ થઇ ગઇ.પણ,તેના માટે તારે કોય કાયઁ કરવુ પડશે અલિશા.
“વહાણ દરિયાકિનારે હંમેશાં સલામત હોય છે, પણ એ દરિયા કિનારે રહેવા માટે નથી સર્જાયુઁ”
હા, મા મને ખબર છે.હું તેના માટે હવે પુરે પુરી તૈયાર છું.
અલિશાની માત્ર બાર વષઁની ઉંમર હતી.એને ઘણું બધુ જીવનમાં શીખવાનું હતું.અલિશા અને તેની માતા આજ ગાડઁનમા બેસીને વાત કરી રહ્યા હતા.માં હું તને એક વાત કેહવા માગું છૂં.હું બે દિવસ પછી આ ઘર છોડી શહેરમાં જવા માંગું છું,શું તું મને રજા આપીશ?માં તને ખબર છે હું ગરીબની સેવા કરવા માંગું છું પણ તે અહિં નહી થઇ શકે.જો હું શહેરમાં નહી જાવ તો મને ખબર કેમ પડશે કે ગરીબ કોણ છે?ગરીબ કયા રહે છે? ગરીબ શું ખાય છે? ગરીબી કેવી હોય? કેમકે મારે ગરીબોનાં કલ્યાણ માટે મારી જીંદગી પસાર કરવી છે.
અલિશા તું ગરીબની સેવા આપણાં ગામમાં પણ કરી શકે છે?હા,માં હું કરી શકું છું,પણ તેના માટે અનુભવની મારે જરૂર છે.હું તને ના નહીં પાડું મે તને પહેલા પણ કીધું હતું અને અત્યારે પણ તને કહું છું.તું એક ઈશ્વરનું સંતાન છે.અમારું કામ તારું ઘડતર કરવાનું છે.હું તને શા માટે રોકી શકુ,અમારુ કામ હવે પૃરુ થયું,હવે તું તારી જીંદગી જીવી શકે છો,તું જયા પણ જા ત્યાં ઈશ્વર તારુ ભલું કરશે અને તારુ ધ્યાન રાખશે.તું જઇ શકે છો અલિશા.પણ,મેં કહેલા શબ્દ યાદ રાખજે તું તારા જીવનમાં ક્યારેય ભૃલી નહી જતી કે તું એક ઈશ્વરનું સંતાન છે.
પણ હું તને તારા જીવનના સંઘર્ષની વાત કરવા માગું છું.કે હવે પછીનું તારું જીવન કેવું હશે.આ વાતને તું જીવન ભર ભુલતી નહિ.તારા જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે.
અલીશા આપણા બધાનો જન્મ આ પુથ્વી પર કોઈ ઉદ્દેશથી થયો છે.આ ઉદેશને પૂર્ણ કરવા માટે તારે અનેક સંકટ માંથી પ્રસાર થવું પડશે.
ઈશ્વરે પણ આ પુથ્વી પર કોઈના કોઈ ઉદ્દેશથી આ પુથ્વી પર જન્મ લીધો હતો.શ્રી રામે રાવણના વધ માટે અને ધર્મમાં સ્થાપન માટે માનવ અવતાર ધારણ કર્યો હતો.અને શ્રી કૃષ્ણએ અધર્મના નાશ માટે જન્મ લીધો હતો.એવી રીતે તારો જન્મ પણ કોઈ ઉદ્દેશ માટે થયો છે.અલીશા તું ઈશ્વર જેટલી મહાન નથી.કોઈ મોટા ઉદ્દેશ માટે તારો જન્મ નથી થયો. પણ દરેક માનવીને પુથ્વી પર આવવાનું કોઈને કોઈ કારણ હોઈ છે.
"માં" તું મને એમ કેહવા માંગે છે કે મારો જન્મ કોઈ ઉદ્દેશ માટે થયો છે.અને તે ઉદેશને મારે ગમે તેવી પરિસ્થિતિમાં પૂર્ણ કરવાનો છે.
હા, અલીશા.
જીવનમાં એક સત્ય એવું પણ છે કે કોઈ મનુષ્ય સર્વસ્વ નથી.તથા કોઈ મનુષ્ય નકામો નથી.અલીશા તને માર્ગ પર મળતા દરેક મનુષ્ય પાસેથી કંઈકને કંઈક જાણવા મળશે.તે જ તારા સપનાના પગથિયાં રચશે.
થોડા વર્ષ પછી તું યુવાનીમાં પ્રવેશ કરીશ.અલીશા યુવાની એટલે તું ધારે તે કરી શકે.યુવાનીમાં તારી અંદર એટલી ઉર્જા હશે કે તું તારા જીવનમાં કંઈ પણ કરી શકીશ.એ યુવાનીમાં તું તારા લક્ષ પર ધ્યાન કેન્દ્રિત કરજે.
આ યુગમાં ઘણા યુવાન તને રસ્તે એવા પણ જોવા મળશે કે તે ફકત સમયને બરબાદ કરી રહ્યા છે.તે વ્યર્થ જીવન જીવ્યા કરે છે.તેને બસ એટલી જ ખબર છે કે અમુક ઉંમરના માણસો યુવાનીમાં પ્રવેશ કરે છે.
"માં" યુવાની કેવી હોવી જોઈએ.યુવાનીમાં એવું તો હું શું કામ કરૂં.માં તું મને જણાવીશ કે આ યુવાની માંથી મારે કેવી રીતે પ્રસાર થવું.
અલીશા યુવાની ઉર્જા સભર હોવી જોઈએ.યુવાની તું તારું મનગમતુ કામ કર.પણ તે કામ તારી પ્રતિષ્ઠા વધારે તેવી હોવું જોઈએ. એક લક્ષ પર આધારીતે.
લક્ષ એવું નહીં કે આજ આ તો કાલ બીજું.જો તું લક્ષને બદલીશ તો ક્રિકેટના બોલ જેવું થશે.જેમ તે બધાના હાથમાં ફરતો રહે છે.અને પછી તે બોલના ઉપયોગ બાદ તેને ફેંકી દેવામાં આવે છે.
અલીશા તને માર્ગ પર આવા કોઈ લક્ષ વગરના માણસો ઘણા જોવા મળશે.તે યુવાન દેખા દેખીમાં જીવતો હશે.આ વ્યક્તિ પાસે બંગલો છે મારી પાસે કેમ નથી.તેને મેળવા માટે તે તેના એક લક્ષથી બીજા લક્ષ તરફ તે ભટકતો રહેશે.તે યુવાન પાસે યુવાની નથી.તેના માંથી યુવાની નીકળી ગઈ છે.તે યુવાન પાસે જરા પણ આત્મવિશ્વાસ નથી.
"માં" યુવાનીમાં હું કેવા કામ કરું જેથી ઈશ્વર ખુશ થાય. અને હું પણ એક આદર્શ બનું.
અલીશા યુવાનીમાં જ જીવનનું ઘડતર કરવાનું હોઇ છે.યુવાનીમાં જ તારી છબીને તું શ્રેષ્ઠ બનાવવાના પ્રયત્ન કરજે.જેથી તને પાછળની ઉંમરે પસ્તાવાનો વારો ન આવે.યુવાનીમાં તું દેશ માટે સમાજ માટે કાર્ય કરજે.જે આપણા જીવનનો વિકાસ કરે છે.જેથી કરી ભવિષ્યમાં લોકો તને આદર્શ બનાવશે.
તારા જીવનમાં તું જે કાર્ય કરે તેમાં ઉતાર-ચઠાવ તો આવવના જ પણ તેનાથી તું નાસી પાસ ન થતી.તારી સાથે ઇશ્વર સાથે તમે સમજી તું ફરી પ્રયત્ન કરજે.દુનિયામાં એવું કોઈ નથી કે કોઈને કઈ ચિંતા ન હોઈ.કોઈ વ્યક્તિ કાયમ માટે ખુશ નથી રહેતી.સંઘર્ષ અને મુશ્કેલી વગરનું આ દુનિયામાં કોઈ નથી.
અલીશા આ દુનિયામાં સૌથી સુખી અને ખુશ લોકો મોટાભાગે ખૂબ જ મહેનત કરે છે.તેવો દરરોજની ચોવીસ કલાક માંથી અઠાર કલાક કામ કરે છે.તેને જે કામ કરવું હોઈ તેમાં તે કયારેય આળસ કરતા નથી.
જો તારે આ દુનિયામાં કંઈક બનવું જ હોઈ તો તારે પહેલા તારામાં ઉર્જા ભરવી પડશે.
હું આ કરી શકું છું.મારાથી આ કેમ ન થાય.હું કોઈ પણ સંજોગોમાં મારુ કાર્ય પૂર્ણ કરીશ.મારા કોઈ પણ કામમાં ઈશ્વર મારી સાથે છે.
ક્રમશ....
લેખક -કલ્પેશ દિયોરા.
આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળ
સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...
મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.
મો-8140732001(whtup