secret jindgi - 6 books and stories free download online pdf in Gujarati

સિક્રેટ જિંદગી - (ભાગ-૬)અલીશા હું તને મારાથી દુર કરવા નથી માગતી પરંતુ તું કોઈ હેતુથી જઇ રહી છો.તો હું તને ખુશીથી રજા આપવા માંગો છું.તને મારી પાસે રેહેવા માટે દબાણ નથી કરી રહી છે અને અહીં રહેવા માટે દબાણ નથી કરી રહી.પણ તું મારી આ વાતને ક્યારે ભૂલતી નહીં તું તારા જીવનમાં દરેક લક્ષને પ્રાપ્ત કરીશ.હા ,માં હુ ક્યારેય નહી ભુલુ.ઈશ્વર સાથેની વાત અને તારી સાથેની એ વાત.


અલિશા એ માત્ર બાર વર્ષની ઉંમર ઘર છોડયુ.અલિશા જાણવા માંગતી હતી કે લોકો કઇ રીતે પૈસા કમાય છે?લોકો નું જીવન કેવું છે?લોકો જીવન કેવી રીતે જીવે છે?કોય દુ:ખી કેમ થાય છે? ને કોય સુ:ખી કેમ થાય છે?અલિશા તેના ગામથી નજીકનું શહેર બરોડા આવી.બરોડાનુ વાતાવરણ કઇક અલગ જ અલિશાને લાગી રહ્યું હતું.બરોડામાં અલિશા એ એક નાનકડો રૂમ રાખી રહેવાનું શરુ કરું.અલિશા એક જ કામ માટે શહેરમાં આવી હતી કે હું ગરીબોનુ કલ્યાણ કઇ રીતે કરું.તે આજ પહેલી વાર શહેરમાં આવી હતી..
શહેર કેવું હોય ?તે ક્યારેય અલિશા એ જોયું ન હતું.આજ તે શહેર તરફ રવાના થઇ.ગામડાનું વાતાવરણ અને શેહરનું વાતાવરણ અલગ જ હતું.ગામડામાં લોકો એક્બીજા મદદ માટે દોડી આવતા.અહી તો કોઈ એક્બીજાની સામું પણ જોવા કોઈ ત્યાર ન હતું.અલિશાને લોકો તાકી તાકી જોય રહ્યાં હતાં.અલિશાને થયું આ લોકો મને તાકી તાકીને કેમ જોવે છે.થોડીવાર પેહલા તો મને કોઇ જોવા પણ ત્યાર હતું નહીં.હું પણ તેની જેવી માણસ જ છું.શું તેવો ને મારમાં અને તેનામાં કઈ ફરક દેખાતો નહી હોય ને પણ અલિશાને નાનપણથી ટેવ હતી ચંપલ વગર ચાલવાની.તે બપોરના તડકામાં ચંપલ વગર સડક પર ચાલી જતી હતી.અલિશાને તેનું ભાન થતાજ તે તરત જ એક દુકાનમાં જઇ ચંપલ લઇ આવી.


અલિશા બરોડામાં આવી તેને ધીમે ધીમે છ મહિના થઇ ગયા ખબર પણ ન પડી.હવે અલિશા શેહરની રેહણી જાણી લીધી હતી.તેના મનમાં ઘણા સવાલ હતા.તે સવાલના જવાબ તે મેળવવા માગતી હતી.આજ સવારમાં જ ઊઠતા અલિશાને સમાચાર મળ્યા કે .“તારા માતા -પિતાનું અકસ્માતમાં મૃત્યુ થયું છે”અલિશા થોડી વારતો ગભરાય ગઇ.આગળ એક ડગલું પણ ભરી શકી નહી.થોડીવાર શાંત રહી તેણે ગામ તરફ જવાનો રસ્તો પકડ્યો.કેમકે અલિશા સિવાય બીજું કોય ન હતું તેમનું.


છ મહિનાની અંદર જ અલિશા ના માતા-પિતાનું મુત્યુ થયું.માતા-પિતાના અકસ્માતથી અલિશા ભાંગી પડી.અલિશા ને કઇ સમજાતુ ન હતું કે તે શું કરે.તે નર્વસ હતી.હું શું કરીશ?મારું આ દુનિયામાં બીજુ કોઇ નથી.પણ અલિશાને તેની માંના શબ્દ યાદ હતા.તું એક ઈશ્વરનું સંતાન છે.
તું કઇ પણ કરી શકે છો.હા,માં હું તારા આ શબ્દો ક્યારેય નહી ભુલુ.મે મારી માં ને આપેલ વચન એ કેવી રીતે ભુલી શકુ.“માં” હું ઈશ્વર સાથેની વાત અને તારી સાથેની એ વાત ક્યારેય નહી ભુલુ.
અલિશા બે મહીના પછી ફરી વાર બરોડા જવા રવાના થઇ.અલિશાનુ સપનું હતું કે જીવનમાં હું કઇક બનું અને ગરીબોનુ કલ્યાણ કરૃં.સાંજના ૭:૩૦ કલાકે અલિશા ઘરની બાહર જમવા માટે નીકળી.
એટલી બધી ટ્રાફિક હતું કે લોકો ભીડમાં ધીમે ધીમે જઇ રહીયા હતા.તે રોજની જેમ આજ પણ બરોડાના રસ્તા પર જઇ રહી હતી.તેને લાગી રહ્યું હતું કે મારો કોઇ પીછો કરી રહ્યું છે.
અલિશા ચાલતી ચાલતી જતી હતી.અલિશા ને કોઇ એ પાછળથી પકડી ગાડીમાં બેસારી દીધી.અલિશા રાડો પાડી રહી હતી.....બચાવો......બચાવો.....પણ ટ્રાફિક અટલૂ હતી કે અલિશાનો અવાજ કોઇ સાંભળી રહ્યું ન હતું ..


તેના મોં પર અને આંખ પર પટી બાંધી દીધી.અલિશા જાણતી પણ નોહતી કે આ લોકો મને શા માટે પકડીને લઈ જાય છે.તે લોકોને મારી પાસેથી શું જોઇયે છે.અલિશા ને એ લોકો કોઇ મકાનમાં લઈ આવ્યા.તે જાણતી ન હતી કે મકાન છે કે ફલેટ ?કેમકે તેની આંખ બંધ હતી.પણ તેના અંદાજ પ્રમાણે તે કઇ રહી હતી.

અલિશા કઇ બોલી શકતી ન હતી.તેને એ લોકો એ આખી રાત્ર એક રુમમાં રાખી અલિશા પર બળાત્કાર કર્યૉ.તે કઇ બોલી શક્તિ ન હતી.ફક્ત ચાર લોકોનો જુદો જુદો અવાજ સંભળાય રહ્યાં હતા બળાત્કાર તો ઠીક છે,પણ એટલી હદ સુધી તેને હેરાન કરી કે તે બેભાન થઇ ગઈ.તે બળાત્કારીઓ એ અલિશાને રાત્રે રસ્તા પર જ ગાડીમાંથી ફેકી દીધી.


અલિશા સુમસાન સડક પર લોહી લુહાણ હાલતમાં નગ્ન અવસ્થામાં બેભાન થઇ રસ્તા પર પડી હતી.તે હજૂ બેભાન અવસ્થામાં રસ્તા પર પડી હતી.ત્યાં જ કોય ટ્ક અલિશા ના પગ પરથી પસાર થઇ ગયો.રાત્રિનો સમય હતો ઘનઘોર જંગલ હતું.સવાર પડતાં જ અલિશા પર કોઈનું
ધ્યાન ગયું.થોડીવારમાં જ ત્યાં ઘણા લોકો ભેગા થઇ ગયા અલિશા ને હોસ્પીટલમાં લઇ જવામાં આવી.તે હોસ્પીટલમાં હજી બેભાન અવસ્થામાં જ હતી.અલિશા ને બંને પગે ફેકચર આવ્યું હતું .તે ત્રીજે દિવસે જાગતા જ બોલી..બચાવો... બચાવો..!!!!!!તે હોસ્પીટલમા હતી.
લોકો થોડી જ વારમાં દોડી આવ્યા અલિશા પાસે.અલિશાને ખબર પડી ગઇ કે હું હોસ્પીટલમા છું.
તેના બંને પગ પર પાટા હતા.હું ઊભી થઇ રહી હતી.કોઇએ કહ્યું “તમારા પગમાં ફેકચર છે”તમે ઊભા નહી થઈ શકો.હું થોડી વાર તો ગભરાય ગઇ.

ક્રમશ....લેખક -કલ્પેશ દિયોરા.આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળ

સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.મો-8140732001(whtup)

બીજા રસપ્રદ વિકલ્પો