સિક્રેટ જિંદગી - (ભાગ-૧) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિક્રેટ જિંદગી - (ભાગ-૧)

સિક્રેટ જિંદગી

તમારું સપનું સાકાર કરવાની પ્રેરણાત્મક કથા



લેખકના શબ્દો....


રાત્રીનાં ચાર વાગી ગયા હતા.આજુબાજુ અંધકાર હતો.હું પથારીમાં સૂતો હતો પણ,મને નિંદર નોહતી આવી રહી.
મને કોય જગાડી રહયૂ હતું મને ખબર ન હતી કે તે વ્યકતી કોણ હતી પણ મારી નિંદર તે ખરાબ કરી રહયુ હતુ.મને કોઇ કહી રહીયુ હતુ.તું જાણે છે તું કોણ છે? અને તુ કયાથી આવે છે?
મે “ના” મા જવાબ આપ્યો,પણ તેને મે કહયું તું કોણ મને કેહવા વાળો કે મને પુછવા વાળો,અને તું કયાથી આવે છો?

હું ઈશ્વર.....!!!!!

મારી આંખ થોડી વધારે ખુલી.આખા રૂમમાં અજવાળું અજવાળું થઈ ગયું.મને ડર લાગી રહ્યો હતો.મે સવાલ કર્યો જો તમે ઈશ્વર હો તો તમે મને દેખાય કેમ નથી રહયા?
તું આંખ બંધ કર હૂં તારી સામે જ છુ.મે આંખ બંધ કરી એટલું તેજ હતું કે હું જોઇ ન શકયો.
તરત જ મેં આંખ ખોલી નાખી.

તો શું તમે ઈશ્વર છૉ?
હા” હું ઈશ્વર છુ,તું જાણે છો તું કોણ છે?હું તને કેહવા માટે આવ્યો છું.તું મારૂ સંતાન છે..
આ પૃથ્વી પર મેં તને જન્મ આપ્યો છે.તું એમ વિચાર કરીશ કે જન્મતો મારા માતા-પિતા એ આપ્યો પણ તું યાદ રાખજે તેમને પણ જન્મ મેં જ આપ્યો છે.

તો તમે મને કેહવા શું માંગો છો?
તું મારો પુત્ર છે....!!!!તું પૃથ્વી પર તારૂ મનગમતું કામ કર અને મને ગમતું કામ કર.તું જે કામ કર તે લોકોના કલ્યાણ માટે હોવું જોઇએ.હું તારા પર પ્રસન્ન થઇશ અને તું જે કામ કરીશ તેમાં પુરે પુરો સાથ મારો હશે.


મારી આંખ થોડી વધારે ખુલી હું ઝબકી ગયો સવાર પડી ગઇ હતી.આ પેહલા મે ક્યારેય આવું સપનું જોયું ન હતું.કે ન કોઇ સાથે વાતચીત કરી હતી.સવાર પડતા જ મેં પેન અને નોટ હાથમાં લીધી અને લખવાની શરૂવાત કરી. તે મારૂ મનગમતું કામ હતું.હું જાણતો ન હતો કે હું શું લખી રહયો છુ પણ મારી કલમ અને ઈશ્વર પર મને પુરે પુરો ભરોસો હતો.કેમકે હું એક ઈશ્વરનું સંતાન હતો.
લી.કલ્પેશ દિયોરા.


પ્રારંભીક..................

હા, તમે માનો કે ન માનો પણ તમે એક ઈશ્વર સંતાન છો.માનવી જીવનમાં કઇ પણ કરી શકે છે.
જો તે ધારે તો?આ પુસ્તકમાં હું તમને વાત કરી રહ્રયો છુ.એક છોકરીના જન્મથી મુત્યુ સુઘીની એક સફરની.તેના જીવનમાં ગમે તેવી પરિસ્થિતી આવે પણ તે ડરતી નથી તેનો સામનો કરે છે.
શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણા જીવનનો ઉદ્દેશ શું છે? શું બધાના જીવનનો ઉદ્દેશ એક જ છે? કે પછી દરેકનું જીવન તેઓના પોતાના હાથમાં છે? ભલે દુનિયાએ ટૅક્નોલૉજીમાં આકાશ આંબી લીધું હોય, પણ આપણે બધા કોઈને કોઈ રીતે જાણવા માંગીએ છીએ કે ‘મારા જીવનનો હેતુ શું છે?’ તમે પણ જરૂર વિચાર્યું હશે કે, “હું શા માટે અહીંયા આવિયો છું?
આજના વિજ્ઞાન જગતે પણ એનો જવાબ મેળવવા માટે લાખ કોશિશ કરી છે.શું વિજ્ઞાન એનો જવાબ આપી શક્યું છે? મનોવિજ્ઞાન અને પ્રાણીશાસ્ત્રના પ્રોફેસર, ડેવિડ પી. બારાસે એ વિષે જણાવ્યું: “ઉત્ક્રાંતિ પ્રમાણે આપણે જીવીએ છીએ એ કંઈ આપણને હેતુ આપતું નથી.” જીવવિજ્ઞાનના ઉત્ક્રાંતિવાદ પ્રમાણે જીવનાર પ્રાણીઓનો એક જ હેતુ છે: જીવવું અને બાળકોને જન્મ આપવો. તેથી, પ્રોફેસર બારાસે સૂચન કર્યું: ‘આખા વિશાળ વિશ્વનો કોઈ હેતુ નથી.તેથી માનવીઓની જવાબદારી છે કે જીવનનો કોઈ હેતુ રાખે.’

શું જીવનનો હેતુ આપણા દરેકના હાથમાં છે?બીજા શબ્દોમાં કહીએ તો, શું આપણે પોતે જે કંઈ કરીએ એ જ જીવનનો હેતુ છે? ના, એવું જરાય નથી. ઈશ્વરે આપણને બનાવ્યા પછી કંઈ સાવ નિરાધાર છોડી દીધા નથી. આપણે કંઈ આપોઆપ આવી ગયા નથી.આપણી પૃથ્વીનો જ વિચાર કરો.મનુષ્યને બનાવતા પહેલાં ઈશ્વરે આ પૃથ્વીને તૈયાર કરવામાં વર્ષો લીધા છે. વળી, પૃથ્વી પર એવી એક પણ વસ્તુ નથી જે આપોઆપ આવી ગઈ હોય. ખુદ ઈશ્વરે દરેક વસ્તુને બનાવી છે.


ઘણા લોકો જિદંગીના સફરનો આનંદ લેતા હોય છે. તો ઘણા લોકોને જીદંગીના સફરનો આનંદ લેવામા રસ પણ નથી હોતો.તે તેનાં જીદંગીના વર્ષ તેની વ્યસત જીદંગીમા પસાર કરવા માંગતા હોય છે.

સામાન્ય રીતે જીદંગીમા એવું બનતું હોય છે કે કોઇ છોકરાનો જન્મ થાય તે ભણીગણી મોટો થાય,
તે પછી તે કોઈ સારી નોકરી ગોતી લેશે ત્યાર પછી તે કોઈ સારી છોકરી શોધી લગ્ન કરી લેશે.
એક –બે વષૅ પછી સંતાન તે ત્યાર બાદ પતિ-પત્ની સુખેથી જીવશે ત્યાર પછી ધીમે ધીમે ઘડપણ અને પછી મૃત્યુ .


તમે કેહેશો કે આ સરસ જીદંગી છે પણ આ તમારી જીદંગી નથી.જીદંગી એવી રીતે જીવી જોઇયે કે તમે કોઈને કામ આવો તમારા ગયા પછી લોકો તમને યાદ કરે.જે લોકોને જીદંગીમાં કશું કરવું જ નથી એ લોકો ઉપર કીધું તે પ્રમાણે તેની નોર્ર્મલ જીદંગી જીવે છે.પણ જે લોકોને પોતાની જીંદગીમાં કઇક બનવું છે તેને કંઇક અલગ રીતે પોતાની જીંદગી જીવી પડશે.

કોઈ યુવાન તેની જિદગીમાં એવું માંને છે કે તમે જીવો ત્યાં સુધી મોજ કરો.પણ કોઈ બીજો યુવાન એવું પણ માને છે કે મારું જીવન મારા હાથમાં છે મારે જે રીતે તેનું ઘડતર કરવું હોયે તે રીતે હું કરી શકું છું.


ક્રમશ....


લેખક -કલ્પેશ દિયોરા.


આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળ
સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.


મો-8140732001(whtup