secret jindgi - 7 books and stories free download online pdf in Gujarati

સિક્રેટ જિંદગી - (ભાગ-૭)તે ત્રીજે દિવસે જાગતા જ બોલી..બચાવો... બચાવો..!!!!!!તે હોસ્પીટલમા હતી. લોકો થોડી જ વારમાં દોડી આવ્યા અલિશા પાસે.અલિશાને ખબર પડી ગઇ કે હું હોસ્પીટલમા છું.તેના બંને પગ પર પાટા હતા.હું ઊભી થઇ રહી હતી.કોઇએ કહ્યું “તમારા પગમાં ફેકચર છે”તમે ઊભા નહી થઈ શકો.હું થોડી વાર તો ગભરાય ગઇ.

કેમકે હું જાણતી ન હતી કે મારા પગમાં ફેકચર છે.અલિશા ને ધીમે ધીમે બધુ યાદ આવી રહ્યું હતું.બળાત્કારી ઓના અવાજ યાદ આવી રહ્યા હતા.તે મનમાં મનમાં વિચારી રહી હતી મને શા માટે હવે હોસ્પીટલ લોકો લાવ્યા છે?એક સ્ત્રીની ઇજજત સંસારમાંથી વહી જાય પછી તે ક્યારેય પાછી આવતી નથી.લોકો મને એક બળાત્કારી સ્ત્રી તરીકે જૉશે.,લોકો મને સડક પર શું કેહશે.મારે હવે જીવીને શું કામ છે?ઇશ્વર મારા બંને પગ પણ છીનવી લીધા.અલિશા રાત્રે ૩:૧૫ એ ઊભી થઇને હોસ્પીટલની બારી એ થી આત્મહત્યા કરવા જઇ રહી હતી.અલિશા જેવી ઊભી થવા જાય છે.ત્યાં જ તેની માં યાદ આવે છે.અલિશા આ તું શું કરી રહી છો?તારામાં હજી જીવ છે.તું આવું કદી ન કરી શકે.તું ઇશ્વરને પ્રાર્થના કર કે તને મૃત્યુ માંથી બચાવી તેમણે.તું એમ કહે કે હે ઇશ્વર..! તારો ખુબ ખુબ આભાર.હું તારું સંતાન છું કદાસ મારાથી કઇક ભૂલ થઇ હશે માટે તે મને સજા આપી હશે પણ હવે તે ભુલ નહી થાય.કદાચ એ ભુલ મારી જાણ બાહાર હશે.હું જે કામ કરીશ તે લોકોના કલ્યાણ માટે કરીશ.અલિશા તું ડર નહી જીવનમાં પરિસ્થીતી તો બદલતી રહેવાની તું તારા જીવનમાં આગળ વધ.કેમકે તું એક ઇશ્વરની પુત્રી છો.

હા"માં"

અલિશા ફરી બેડ પર સુઇ ગઇ.તે એટલી બધી પીડા સહન કરી રહી હતી તો પણ ઇશ્વરનો આભારમાંની રહી હતી.કેમકે ઇશ્વરની ઉચ્છા મુજબ જ આ દુનિયા ચાલે છે.તેના વગર સૃંકુ પાંદડું પણ કોઇ હલાવી શકતું નથી.હું જાણતી ન હતી કે તે બળાત્કારીઓ કોણ છે?પણ ઇશ્વરએ બળાત્કારીઓ ને જરૂર સજા આપશે.અલિશા ને હોસ્પીટલમા બે મહીના થઇ ગયા.અલિશા પાસે નસઁ આવીને પુછયૂ, તમે કોયને બોલાવી શકો છો?તમારા સગા સંબધીને કે તમારા માતા-પિતાને.અલિશા થોડીવાર અચકાણી કઇ બોલી નહી પછી કહ્યું .,

"ના"

હું એક ઇશ્વરનું સંતાન છું મને સારુ થઇ જશે ઇશ્વર મારી સાથે છે.અલિશાનો જવાબ સાંભળી નસઁ પણ ચોંકી ગઇ.હું ધીમે ધીમે હવે હોસ્પીટલમાં ચાલવા લાગી હતી.મારી બાજુમાં જ બેડ પર એક નાનકડો એવો છોકરા સુતો હતો.હું ઘણા દિવસથી તેને જોય રહી હતી.નસઁ દરરોજ સવારે અને સાંજે તેને ઈન્જેકશન આપવા માટે આવતી હતી.તેને હું દરરોજ જોય રહી હતી
છોકરો જોવામાં ૭-૮વષઁનો લાગી રહ્યો હતો.જ્યારે નસઁ તેને ઈન્જેકશન આપતી તો છોકરો રડવા લાગતો ધ્રુજવા લાગતો..અલિશા ને તેની માં ના શબ્દો યાદ આવ્યા.અલિશા તું તારુ મનગમતું કાયઁ કરીશ તો તારુ દૃ;ખ દુર થઇ જશે.અલિશા ધીમે ધીમે તે છોકરા પાસે ગઇ.અલિશા જાણવા માંગતી હતી કે મારી માતા જે કહી રહી હતી.તે સાચું છે કે ખોટું?

તારું નામ શું છે?

મીત..!!

તને શું રમવું ગમે છે?

વોલીબોલ!!!

પણ હું હવે નહી રમી શકુ મને ડોકટર ના પાડે છે.કોઇ દવાનૂં રીયકશન આવી ગયું છે તેને કારણે મારું શરીર નબળું પડી ગયું છે.અરે..! એવું તો કઇ બનતું હશે.તને જો રમવું ગમતું હોય તો તું રમી શકે છો.તું ઇશ્વરને પ્રાર્થના કર તને બધુ સારુ થય જશે અને થોડા દિવસમાં જ તું રમતો થય જશ.
હુ તને વોલીબોલનો સરસ મજાનો બોલ લઇ આપું છું તેનાથી તું રમજે.અલિશા એ છોકરાના પપ્પાને વોલીબોલના દડાના પૈસા આપ્યા.છોકરા એ ઇશ્વરને પ્રાર્થના કરી હે ઇશ્વર મને જલદી સાજો કરી દેજે મને વોલીબોલ રમવું બોહૂં ગમે છે.હું રમવા માંગું છું.

વોલીબોલનો બોલ જોતા છોકરો રાજી રાજી થઇ ગયો.તે બેડ પરથી ઊભો થઇ ગયો અને રમવા માટે તૈયાર થઇ ગયો.ડોકટર સાંજે તપાસ માટે આવ્યા.તે છોકરાને સાંજે જ સારું થઇ ગયું.
ડોકટર પણ થોડીવાર વિચારી રહ્યા.ડોકટરે તે છોકરાને કાલે રજા આપવાનું નસઁને કહયું.
અલિશા ને થયું ઇશ્વર છે એ સત્ય છે.તેને કોય ન નકારી શકે.

મારી “માં” ખોટી ન હોયે શકે તેના શબ્દો પર મારે વિશ્વાસ કરી આગળ વધવું જોઈએ.સવારમાં છોકરા એ જતા જતા એક સરસ મજાની સ્માઇલ આપી અલિશાને થેક્યું કહયુ.
પણ ' અલિશાની પીડા હજુ થોડી થોડી શરું હતી.ઇશ્વર જે કરે તે સારા માટે કરે છે.અલિશાને હવે સારું થઇ ગયું હતું.હવે થોડાક દિવસો મા જ હોસ્પીટલમાથી રજા આપવાના હતા.અલિશા હોસ્પીટલ ઘણું બધું ત્યાં રહીને શીખી હતી.અલિશા વિચાર કરતી હતી કે કદાસ ઇશ્વર ડોકટરનુ સજઁનનો કરુ હોત તો મારું શું થાત?પણ ઇશ્વર પર મને ભરોસો હતો કે ઇશ્વર મારી સાથે છે એટલા માટે ઇશ્વરે ડોકટરને બનાવ્યા.

જીવનમાં જે વાત કરો તે હમેશાં ર્પાઝિટિવ કરો તેનાથી તમારું મન પ્રફુલીત રહેશે.કોયને તમે નેગેટીવ વાત કરશો.મેં આ ન કરુ હોત તો સારું હતું.મેં આમ ન કીધુ હોત તો સારું હતું .
મન વિચારોમા વીંટળાયેલું રહેશે.તમે ર્પાઝિટિવ વાત કરશો તો એ વાત ને કહી તમે, ભૂલી જશો..
તે વાતનો તમને અફસોસ નહીં થાય.

અલિશા આજ હોસ્પીટલમાથીં રજા લેવાની હતી.હોસ્પીટલની બાહર નીકળતા જ તેને ઘણા લોકો જોવા મળીયા જેવો ફક્ત સમય બરબાદ કરી રહ્યાં હતાં.કોઇ દુકાનની સામે તો કોઇ હોટલમાં તો કોઇ ચા ની લારી પર ગપાટા મારી રહ્યા હતા.અલિશાને થયુ આ લોકોની પાસે કોય કામ નહી હોય..?

ઇશ્વર આ લોકો ને કઇ કામ નહી આપ્યૃં હોઇ.તે લોકોને એ પણ નહી ખબર હોય કે કાલ મારુ શું થવાનું છે?જો તેને ખબર હોય.તો તેને એક એક ક્ષણ જિંદગીની જીવી લેવી જોઇએ.બની શકે કાલે તે મૃત્યુ પણ પામે પણ' તે શા માટે આ કામ નથી કરતા? અલિશા તેનું કારણ શોધવા માંગતી હતી.અલિશાએ તેનાં જીવનમાં ઘણાં બધાં પુસ્તકો બાળપણથી જ વાંચી લીધાં હતાં.અલિશા જીવન અને મુત્યુ શું છે? તે જાણતી હતી.

અલિશા ઘણા દિવસ પછી તેની રૂમ પર આવી.તેણે નક્કી કર્યુ કે હું લોકો ને પૂછીશ કે તમે શા માટે તમારું જીવન બરબાદ કરો છો?તેને બળાત્કારની પીડા યાદ આવી રહી હતી.પણ અલિશા એને ભુલી તેની નવી જીંદગી શરુ કરવા માંગતી હતી.તે સવાર મા વહેલાં તૈયાર થઇ નીકળી પડી.તે હવે ધીમે ધીમે ચાલવા લાગી હતી.તે લોકોને સવાલ કરી રહી હતી તમે શું કરો છો?તમે કંઇ કામ નથી કરતા?અલિશાને એક જ જવાબ મળંતો હતો.તું કોણ મને કેહવા વાળી? મારી મરજી હું જે કરું એ.


ક્રમશ....લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળ
સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...


મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.મો-8140732001(whtup)


બીજા રસપ્રદ વિકલ્પો