secret jindgi - 5 books and stories free download online pdf in Gujarati

સિક્રેટ જિંદગી - (ભાગ-૫)હું આ કરી શકું છું.મારાથી આ કેમ ન થાય.હું કોઈ પણ સંજોગોમાં મારુ કાર્ય પૂર્ણ કરીશ.મારા કોઈ પણ કામમાં ઈશ્વર મારી સાથે છે.

"માં" હું મારા મનથી કયારેક હારી જાવ.હું મારું કાર્ય પૂર્ણ ન કરી શકું.હું નિરાશ થઈ જાવ.એક ખૂણામાં જઈને બેસી રવ.મને આજુબાજુ અંધકાર જ દેખાય મારા જીવનથી હું હારી ત્યાર હું કેવી રેતે ઉભી થાવ.

અલીશા તે એક ખૂણામાં જઈને બેસી રહેવા માટે મારા પેટે જન્મ નથી લીધો.તારા જીવનનો કોઈ ભવ્ય પ્રસંગ બનાવવા માટે તે મારા પેટે જન્મ લીધો છે.

તું તારા મનને ભટકવા ન દે.તારામાં જેટલી શક્તિ છે તેનો તું ભરપૂર આનંદ લે.ભારત દેશના એક એક ખૂણે જઈને પકૃતિને માણવાની મજા લે.દેશમાં થઈ ગયેલા મહાપુરુષોના જીવનચરિત્રોનો તું રાત દિવસ અભ્યાસ કર.કે તેણે તેના જીવનમાં કેવી રીતે સીધી પ્રાપ્ત કરી.તેણે તેના જીવનમાં કેવા કપરા દિવસો જોયા ત્યારે તેને સિદ્ધિ મળી.તને તેના જીવન પરથી પ્રેરણા મળશે.

"હા" માં તું તો કઈ રહી હતી કે કોઈના જેવું નહીં પણ તને ગમે અને ઈશ્વરના ગમે તેવું જીવન જીવવું. પણ અત્યારે તો તું કોઈના જીવન પરથી જીવવાની વાત મને કરી રહી છે.

અલીશા હું તને એમ નથી કહી રહી કે મોટાપુરુષો એ જે કાર્ય કર્યા તે કર.પણ તેમણે જે મહેનતથી દુનિયામાં કાર્ય કર્યા તેવી જ મહેનત તારા કાર્યમાં તારે કરવાની છે.ત્યાર જ તું સફળતા હાંસલ કરી શકીશ.


અંગ્રેજીમાં એક કહેવત છે,અલિશા

"use the past to butied the future"

જો તમારે ઉજ્જવળ ભવિષ્ય બનાવવું હોય તો ભવ્ય વારસા નો ઉપયોગ કરો.

ઈંગ્લેન્ડના વડાપ્રધાન ચર્ચિલ કહેતા,

જે વ્યક્તિ પોતાના વારસામાં જેટલું ઊંડે સુધી જોઈ શકે છે,તે પોતાના ભવિષ્યમાં એટલો આગળ વધી શકે છે.


અલીશા ટેનિસ જગતમાં અર્થાર એશનું નામ બહુ જાણીતું છે.તે વિમ્બલ્ડનમાં એ વિશ્વ વિજેતા બનેલો હતો.૧૯૮૩માં અર્થાર એશને એઇડસ ડિટેકટ થયો.

આ એઇડસ માટે તેનું અસંયમિત જીવન નહીં પણ એના હૃદયમાં ઓપરેશન વખતે ચડાવવામાં આવેલું લોહી જવાબદાર હતું.અને તે એવો સમય હતો ત્યારે હજુ દુનિયા એઇડ્સથી પરિચિત ન હતી.

આર્થર એશ જ્યારે પથારી પર હતો તારે તેના લાખો ચાહકો એના માટે ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા હતા એમાંના એક સાહકે આર્થર એશને પત્ર લખીને કહ્યું કે તમારે ઈશ્વરને પ્રશ્ન કરવો જોઈએ આ દુનિયામાં કરોડો માણસો છે આવા મહાભયંકર રોગ માટે તમે મને જ કેમ પસંદ કરયો.

ત્યારે આર્થર એશે તેના આ ચાહકને બહુ સરસ જવાબ લખીને મોકલ્યો એ જીવનમાં તારે ઉતારવા જેવો છે.

ભાઈ તમારી શુભેચ્છાઓ બદલ આભાર તમારા પ્રશ્નોના જવાબ માટે મારે એટલું જ કહેવું છે કે આ દુનિયામાં લગભગ 5 કરોડ બાળકો ટેનિસ રમવાની શરૂઆત કરે છે,તેમાંથી 50 લાખ જેટલા સારું રમી શકે છે.આ 50 લાખ માંથી 50 હજાર જેટલા લોકો પ્રોફેશનલી રમવા માટે સક્ષમ બને છે,તેનાથી વધુ 5000 જેટલા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રમી શકે છે,અને ગ્રાન્ડસ્લેમ સુધી તો માંડ 50 પહોંચી શકે છે,સેમિફાઇનલમાં માત્ર 4 લોકોને જ તક મળે છે,અને ફાઇનલમાં 2 જ હોય છે,અને તેમાં પણ જે વિશ્વ વિજેતા નો ખિતાબ તો કોઈ 1 ને જ મળે છે.

મને જ્યારે આ વિશ્વ વિજેતા નો ખિતાબ મળ્યો તારે ઈશ્વર ને એવું નોહતુ પૂછ્યું કે આ કરોડો લોકો માંથી વિશ્વ વિજેતા બનવા માટે તે મારી જ પસંદગી કેમ કરી.

તો અત્યારે હું ઈશ્વરને આવો સવાલ કેમ કરી શકું કે આ રોગ માટે તે મારી જ પસંદગી કેમ કરી.અલીશા સવળી સમજથી દુઃખોની વચ્ચે પણ સુખની અનુભૂતિનો આનંદ આવે છે.

તું તારી યુવાનીને સેલિબ્રેશન કરજે.તારી અંદર જે ઉર્જા છે,તેને તું જીવી જાણે જે,તારી અંદર જ ઈશ્વરનો પ્રકાશ છે.તે પ્રકાશને તું બહાર લાવવાની કોશિશ કરજે.તે ઊર્જા નું નામ જ યુવાની છે.

"માં" એ ઉર્જાને મારે કેવી રીતે પ્રાપ્ત કરવી.તે પ્રકાશને મારે કેવી રીતે જોવો.મારી અંદર રહેલી શક્તિને મારે કેવી રીતે બહાર લાવવી.

અલીશા ઈશ્વરે યુવાન અદભુત દિવસો આપ્યા છે. આ યુવાની થી જ તું તારું જીવન બનાવી શકે છે.તારે નબળી વાતો પર રડવાનું બંધ કરી કોઈ સારી વાત પર ચાલવાનું શરૂ કરવું પડશે.તારે તારા અંદરના અવાજને સાંભળવો પડશે.ધ્યાન કરીને તું તારી સાથે જ વાર્તાલાપ કરી તને કોઈ પ્રકાશ દેખાશે તને ઊર્જાથી ભરપૂર કરશે.


અલીશા ખુશી તો એટલી જ હોય છે.જેટલી તમેં માણી શકો ઘણી વખત પાંચ કલાકની પાર્ટીમાં પણ મજા નથી આવતી અને ઘણી વખત પાંચ સેકન્ડ હાથ પર બેઠેલું પતંગિયું દિલમાં રંગો ભરી જાય છે.

અલીશા હું તને મારાથી દુર કરવા નથી માગતી પરંતુ તું કોઈ હેતુથી જઇ રહી છો.તો હું તને ખુશીથી રજા આપવા માંગો છું.તને મારી પાસે રેહેવા માટે દબાણ નથી કરી રહી છે અને અહીં રહેવા માટે દબાણ નથી કરી રહી.પણ તું મારી આ વાતને ક્યારે ભૂલતી નહીં તું તારા જીવનમાં દરેક લક્ષને પ્રાપ્ત કરીશ.

હા ,માં હુ ક્યારેય નહી ભુલુ.ઈશ્વર સાથેની વાત અને તારી સાથેની એ વાત.


ક્રમશ....લેખક -કલ્પેશ દિયોરા.આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળ

સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.મો-8140732001(whtup

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED