સિક્રેટ જિંદગી - (ભાગ-૮) kalpesh diyora દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સિક્રેટ જિંદગી - (ભાગ-૮)



અલિશા ઘણા દિવસ પછી તેની રૂમ પર આવી.તેણે નક્કી કર્યુ કે હું લોકો ને પૂછીશ કે તમે શા માટે તમારું જીવન બરબાદ કરો છો?તેને બળાત્કારની પીડા યાદ આવી રહી હતી.પણ અલિશા એને ભુલી તેની નવી જીંદગી શરુ કરવા માંગતી હતી.તે સવાર મા વહેલાં તૈયાર થઇ નીકળી પડી.તે હવે ધીમે ધીમે ચાલવા લાગી હતી.તે લોકોને સવાલ કરી રહી હતી તમે શું કરો છો?તમે કંઇ કામ નથી કરતા?અલિશાને એક જ જવાબ મળંતો હતો.તું કોણ મને કેહવા વાળી? મારી મરજી હું જે કરું એ.

અલિશા મનમાં ને મનમાં વિચાર કરી રહી હતી આ લોકો ૨૪ કલાક સમય બરબાદ જ કરતા હશે.અલિશાને તો નવાઇ લાગતી હતી કેમકે તે પણ એક ઇશ્વરની સંતાન હતા ને હું પણ એક ઇશ્વરની સંતાન હતી.તેનું પણ કામ દુનિયામાં આવી કમઁ કરવાનું હતું અને મારું પણ કામ એ જ હતું,પણ અલિશા ઘણા દિવસ પછી એ તારણ પર આવી કે માણસ ફક્ત શરીરથી એક હોય છે પણ તેના કમઁથી તે જુદો જુદો હોય છે.કોઇને કમઁ કરવુ ગમે છે.તો કોયને તેની જિંદગી શું છે એ જ ખબર હોતી નથી.

જિંદગી એક ઇશ્વર આપેલ ભેટ છે.તમારી જિંદગીમાં તમે જો ઇશ્વરને ગમતું કામ કરશો તો ઇશ્વરને તમે ગમશો.જેમ તમારા માતા-પિતાને તમે સારું કામ કરો તો ખુશ થાય તેમ ઇશ્વર પણ ખુશ થાય છે.તમે સારું કામ કરશો તો ઇશ્વરને તમે ગમશો.માણસને પોતાના કમઁથી હંમેશા જોડાયેલુ રહેવું જોયે..પોતાના માટે નહી પણ બીજા માટે એ સત્ય છે!!!!!!

અલિશા હવે મોટી થઇ રહી હતી.તે હવે એ જાણવા માંગતી હતી કે માણસમાં પ્રેમ ,લાગણી દયાના ભાવ ક્યાંથી? અને ક્યારે આવે છે?માણસ માણસને પ્રેમ કરે એ વાત સત્ય છે.પતિ-પત્ની,ભાઇ -બહેન પરસ્પર પ્રેમ ભાવના હોય છે.ઘણા લોકો પ્રેમ કરે તો ફક્ત દેખાવ માટે જ કરે છે.માણસને કોઇના પર લાગણી થાય પણ તે કઇ કરી શકતો નથી.માણસને દયા આવે છે પણ થોડી વાર જ રહે છે.

આવું કેમ?અલિશા તેનો જવાબ શોધવા માંગતી હતી.પૃથ્વી પર માણસ સામે માણસ જ ઇષાઁ કરશે તો તે માણસ આગળ કેમ વધશે.?માણસ શા માટે આવુ કરી રહ્યો છે?માણસ શા માટે આવુ કરે છે ?
કેમકે એને ખબર જ નથી.કે હું કોણ છું? હું ક્યાંથી આવુ છું ?અને હું કોનું સંતાન છું?માણસે સમય કાઢીને તેના આત્માને પૃછવું જોયે કે હું કોણ છું?હું શા માટે પૃથ્વી પર આવ્યો છુ?હું શું કરી શકુ તેમ છુ?મારામાં કઇ એવી તાકાત છે,કે મારા થકી હુ કોઇને કઇ આપી શકુ?હું કોઇનું કલ્યાણ કરી શકું?
હે ઇશ્વર મને એવી શકિત આપ તે થકિ હુ જગતના કલ્યાણ ના માગઁ પર ચાલી શકુ.


મારા શરીરમાં એક પણ વસ્તુ મારી નથી.હુ જ્યારે મૃત્યુ પામીશ ત્યાર એક પણ વસ્તુ સાથે હું લઇ જવાનૉ નથી.હુ માટી માંથી બન્યો છું અને એક સમયે માટી પર પથરાય જઇશ.એ હું જાણું છુ ઇશ્વર!!!મે ફક્ત એક નાનકડી સફર માટે પૃથ્વી પર જન્મ લીધો છે.તો મારે શા માટે બીજા માટે ઇષાઁ કરવી જોઈએ.એ તેનું પણ રહેવાનું નથી ને મારું પણ રેહવાનું નથી.જો આ વાતની માણસને ખબર પડી જાય તો માણસ ઇષાઁ ,લોભ, કપટ ,કરતો બંધ થઇ જશે..


અલિશાએ યુવાનીમાં પ્રવેશ કર્યો.તે હવે તેના જીવનમાં ઘણુ બધું જાણવા લાગી હતી.
અલિશા જ્યારે બરોડામા બહાર નીકળે તો લોકો તેને તાકી તાકી ને જોઈ રહ્યા હતાં.તે જતી હોય તો લોકો પાછળથી કઇ બોલી રહીયા હતા.આજ તો હદ થઇ ગઇ.અલિશા જઇ રહી હતી તેના ઘરની બાહાર તો કોઇ પાછળથી કહ્યું ચલતી હે કયા?

અલિશાને આ વાક્ય લાગી આવ્યું.શું આ લોકો બળાત્કાર થયેલ સ્ત્રીને આ રીતે જ જોતા હશે..
અલિશા આ બધું ભુલવા માંગતી હતી.ને લોકો તેને ભુલવા દેતા ન હતાં.અલિશા એ આજ નિણઁય કર્યાઁ હું બરોડા છોડી મુંબઇ જશ.એવી જગ્યા શોધીશ કે ત્યાં કૉઇ લોકો મને ઓળખે નહી કોઇ એવા શબ્દના બોલે કે ચલતી હે કયા?બસ !લોકો મને જીવવા દે.

અલિશા મુંબઇમા પણ એક સરસ એવી નાનકડી રુમ રાખી રહેવા લાગી.તે બરોડાથી મુંબઇ આવી પણ તે હવે પૈસા કમાવવા માટે આવી હતી.તે કોઇ બિઝનેસ કરવા માંગતી હતી.અલિશા એ નક્કી કર્યું હતું કે હું ૨૦વષઁ પછી કઇક પૈસા કમાવવાની શરુવાત કરીશ હવે તે શરુ કરવા માંગતી હતી.તેમાથી જે પૈસા આવશે તે હું ગરીબોને કલ્યાણ માટે વાપરીશ.અલિશા જાણવા માંગતી હતી કે બિઝનેસ શું છે?બિઝનેસ કેવી રીતે થાય છે પછી જ તે આગળ વધવા માંગતી હતી.

તેને સૌ પ્રથમ સ્ટેશનરીની દુકાનમાં કામ મળ્યું.અલિશા એ તે કામની હા પાડી દીધી.
કેમકે અલિશાને લોકોને મળવું ગમતું હતું.ઘણાં લોકોને અલગ અલગ સ્થળ પર ફરવું ગમતું હોય છે.ઘણાં લોકોને માકેઁટીંગ કરવુ ગમતું હોય છે.અલિશા સવારમાં આઠ વાગ્યાથી ચાર વાગ્યા સુધી કામ કરતી હતી બાકીનો ટાઇમ તે બુક રીડીંગ કરવામાં પસાર કરતી હતી.અલિશા ને સ્ટેશનરીમાં નવા નવા લોકો સાથે મળતી તેની સાથે વાત કરતી.અલિશા શીખી રહી હતી કે લોકો સાથે વાત કેમ કરવી?લોકો સાથે કેમ વતઁવું?તે સ્ટેશનરીની દૃકાન પરથી ઘણું બધુ શીખી રહી હતી.માત્ર ત્રણ મહીના મા અલિશા એ સ્ટેશનરીની જોબ છોડી દીધી.તે કઇક બનવા માંગતી હતી.તેને બિઝનેસ કરવો હતો..

અલિશા એ એક હોટલમાં કામ કરવાનું નક્કી કર્યુ ત્યાં તેને જમવાનું પણ મળી રહેતું હતું
તેને હોટલમાં પણ નવા નવા લોકો સાથે મળવાની મજા આવતી હતી.હોટલમાં મેનેજમેન્ટ બાબતે ઘણું બધુ શીખવા મળતું હતું.દરરોજ નવીનવી ટેક્રનિક શીખી રહી હતી.અલિશા ને ઘણીવાર થતું હું જિંદગીમાં કંઇક નવું શીખી રહી છું.હોટલમાં પણ ચાર મહીનાની અંદર જ જોબ છૉડી દીધી..


તેણે એક કપડાંની દુકાનમાં કામ કરવાનું નકકી કર્યૃ.અલિશા જાણતી હતી કે હું જે કામ કરું તે મને આગળ જતા કામ લાગશે અલિશા જે કામ કરતી તે બેસ્ટ કરતી અને તેમાથી તે શીખતી.કોઇ એવું કામ નથી હોતું કે તમને એમાંથી કઇ શીખવા ના મળે..?નાનકડા એવા કામ માથી પણ ઘણું બધુ શીખવા મળતું હોય છેઅલિશા કાપડની દુકાનમાંથી ઘણુ બધુ શીખી તે કાપડ ક્યાંથી લાવે છે?
તે કાપડ કેવું લાવે છે?શું ભાવમાં આપે છે?અલિશા એ ત્યાં છ મહીના નોકરી કરી.


ત્યાંથી અલિશા એ એક પાગલખાનામા નોકરી કરવાનું નક્કી કર્યું.તે સવારે નવ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી પાગલખાનામા કામ કરતી.અલિશા જોવા માંગતી હતી કે તે લોકોનું જીવન કેવું છે..?
તે જગ્યા પર રહેવા લાગી તેમ તેમ તેને નવા જ અનુભવ થવા લાગ્યા.અલિશા ને થતું હતું કે પાગલખાનામાં લોકો તેને ગમતી વસ્તુ કરે છે,અને બહાર લોકો કોઇને દેખાવડો કરવા માટે બિઝનેસ કરે છે.પાગલખાનામાં લોકો બીંદાસથી ફરતા હોય છે ન કોઇ ટેન્શન કે ન કોઇ સમાજની જવાબદારી.તેને બાહરના લોકો કરતા આ પાગલખાનામાં રહેતા લોકો ગમ્યા.કેમકે નય કોઇ ભેદભાવ નહી કોઇ માન બડાય.સવારમાં જાગતા જ લોકો સંગીત પર નાચતા એનાથી સરસ તમારી જિંદગી કઇ હોય..

અત્યારે માણસ કોઇને દેખાવડો કરવા માટે જીવી રહ્યો છે.બાજુમાં કોઇ સારી કાર લાવે તો આપડે પણ એ કાર જોઇએ જ.તમે તે કાર લઇને હેરાન પણ થય શકો છો! તમે તમારી પરિસ્થતિ મુજબ જીવન જીવતા શીખી જાવ તો જીવનનો આનંદ માણવાની મજા આવશે..



ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવસ્ટોરી,
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળસંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.



મો-8140732001(whtup)