secret jindgi - 9 books and stories free download online pdf in Gujarati

સિક્રેટ જિંદગી - (ભાગ-૯)

અત્યારે માણસ કોઇને દેખાવડો કરવા માટે જીવી રહ્યો છે.બાજુમાં કોઇ સારી કાર લાવે તો આપડે પણ એ કાર જોઇએ જ.તમે તે કાર લઇને હેરાન પણ થય શકો છો! તમે તમારી પરિસ્થતિ મુજબ જીવન જીવતા શીખી જાવ તો જીવનનો આનંદ માણવાની મજા આવશે..


મે આગળ પણ કહ્યું અને અત્યારે પણ કહૂ છું તમે એક ઇશ્વરનાં સંતાન છો.તમે સાથે કઇ લઇ જવાના નથી તો શા માટે આ દોડધામ ભરી જિંદગી જીવી.ઇશ્વર એક આપણેને સરસ મજાનો દિવસ આપ્યો છે.એ દિવસને તમારે જીવી લેવો જોઇએ.અલિશા ને સૌથી વધુ નોકરી આ ગમી હતી પણ અલિશાને હજી દુનિયામાં ફરવું હતું.તે જાણતી હતી કે આગળ વધવા માટે અનુભવ જરુરી છે.

તેને હવે પાગલખાનાથી કઇ દુર જવું હતું.તે રાત્રે મનમાં રટણ કરી રહી હતી.હવે હું શું કામ કરું જેના થી મને મારા જીવનમાં લાભ થાય?અલિશા બિઝનેસ કરવા માંગતી હતી પણ તેની પાસે પૈસા ન હતા.પણ અલિશાને તેના માના શબ્દો યાદ આવ્યાં.આલિશા તું ઇશ્વરને ગમે તેવું કામ કરજે ઇશ્વર તારી મદદ કરશે.ઇશ્વર તને બધું જ આપશે.પણ તું જે કામ કર એ ગરીબોના કલ્યાણ માટે હોવું જોઈએ.


અલિશા સવાર પડતા જ બજારમાં જવા નીકળી.તેની પાસે ફક્ત પંદર હજાર રૂપિયા જ હતા. તેમાથી તેણે બિઝનેસ કરવાનું નક્કી કયુઁ.પંદર હજારમાં કઇ બિઝનેસ થાય?પણ અલિશા બિઝનેસ કરવા માંગતી હતી.તેને અંદરથી કોઇ કહી રહ્યું હતું કેમનો થાય બિઝનેસ?તું એક ઇશ્વરનું સંતાન છે અને ઇશ્વર તારી સાથે છે.હું જે કરીશ તે ઇશ્વરને ગમે તે જ કરીશ.તે બજારમાં ફરી રહી હતી.ત્યાં જ તેને સામેની દુકાનમાં ઘણા બધા ટીફીન જોવા મળ્યા.અલિશા એ ટીફીન જોયને સ્મિત કર્યૃઁ.હું ટીફીનનો બિઝનેસ શરું કરીશ.લોકોના ઘરે ઘરે હું ટીફીન પહોંચાડીશ.લોકોને હું ગરમ ગરમ ભોજન આપીશ પણ તેને થયું પૈસા..?તેને ફરી વાર અંદરથી કોઇ કહી રહ્યું હતું અલિશા તું ઇશ્વરનું સંતાન છે.


અલિશા એ તે જગ્યા પરથી જ ૩૦૦૦ રૂપિયાના દસ ટીફીન ખરીદ્યા.તે જયા રહેતી હતી ત્યાં જ રૂમ પર તેણે જમવાનું બનાવવાનું નક્કી કયુ પણ ' લોકો આવશે કઇ રીતે ટીફીન લેવા મારી પાસે.તે ટીફીન લઇ બજારમાં વેચવા માટે દરરોજ નીકળતી પણ એમ કોય ટીફીન લે.તેણે વિચાર કર્યો ટીફીન તો કોય લેતું નથી?હું શું કરું મારી પાસે હવે પૈસા પણ નથી.પણ” અલિશા તેની જિંદગીમા હારે તેમ ન હતી.

અલિશા એ ઇશ્વરને પ્રાર્થના કરી.હે ઇશ્વર મને કઇક એવો રસ્તો બતાવ કે હું ગરીબ લોકોને મારા ટીફીન પહોંચાડી શકું.તે સાંજના સમયે ચાલતા ચાલતા જતી હતી ત્યાં કોઇના હાથમાં ન્યુઝપેપર જોયું.તેને થયું હું આ ન્યુઝપેપરમા જાહેરાત આપીશ.અલિશા ન્યુઝવાળા પાસે ગઇ ન્યુઝપેપરમાં એક સરસ જાહેરાત આપી.આજથી અમે "ગરમ ભોજન"ની ટીફીન સેવાની શરુવાત કરીયે છીએ.જે કોઇની ઇચ્છા હોય તે આ નંબર સંપકઁ કરે.ફૉન નંબર-૨૮૦૫૩૩(અલિશા)


સવારમાં ઊઠતા જ અલિશાને ફોન આવવા લાગ્યા.તેને પહેલા દિવસે જ આઠ ટીફીનના ઓર્ડર આવ્યા.તે રાજી રાજી થઇ ગઇ અને ઇશ્વરમો આભાર માન્યો.ઇશ્વર જ્યારે રસ્તો બતાવવા અને દોરવા માંગે છે ત્યારે ગમે તે રીતે સ્વપ્‍નમાં ૫ણ રસ્તો બતાવે છે. ભાવનાઓ શુદ્ધ હોય તો જીવનની દિશા બદલાઇ જાય છે.અલિશા એ હોટલમાં કામ પણ કર્યું હતું સરસ મજાની રસોય પણ બનાવતા આવડતી હતી.તેને હવે ધીમે ધીમે ગ્રાહક વધતા જતા હતા.એક મહિનામાં સત્યાવીસ ગ્રાહક બધાય ગયા હતાં.જે અલિશાની મહેનત અને ઇશ્વરમો સાથ હતો.તે કોય પણ જગ્યાપર ટીફીન આપવા માટે જાય તો.તે તેને પૃછતી કેમછો.મજામાં જમવાની મજા આવે છે ને.સત્યાવીસમાથી ૨૦ ગ્રાહક સિતેર ની આસપાસની ઉંમરના હતા.અલિશા ટીફીના પણ માત્ર સાઇઠ રૂપિયા લેતી હતી.તે એટલું સરસ ભોજન બનાવતી કે લોકો ટેસ્ટ લઇને ટીફીન શરુ કરાવતા હતા.અલિશાએ ઇશ્વરનો ખૃબ ખૃબ આભાર માન્યો.ટીફીન સેવા શરું કરવામાં તેમણે મદદ કરી.
આજ અલિશાને આચાનક પગનો દુ:ખાવો શરુ થઇ ગયો.તેને તરત જ હોસ્પીટલમા દાખલ થવું પડ્યું.તપાસ કરતા જાણ થય કે અલિશાના બને પગમાં ઈન્ફેકશ લાગી ગયું છે..
જો તે પગ નહીં કપાવે તો આખા શરીરમાં ઇન્ફેકશન લાગી જશે.અલિશા ને થયું હુ હોસ્પીટલમા દાખલ થઇશ તો મારી ટીફીન સેવા બંધ થય જશે.હું શું કરીશ? પણ અલિશાને યાદ આવ્યું
હું એક ઇશ્વરનું સંતાન છું.ઇશ્વર મારી મદદ કરશે.


કદાસ મને આખા શરીરમાં ઇન્ફેકશન લાગી ગયા પછી ખબર પડી હોત તો હું ન જીવી શકેત?
હુ ઇશ્વરનો આભાર માનીશ કે મને વહેલા ખબર પડી.અલિશા એ પગનું ઓપરેશન કરાવું..
અલિશા ના બંન્ને પગ કાપી નાખવા મા આવ્યા.અલિશાને જરા પણ દુ:ખ નહૉતું કેમકે અલિશા જાણતી હતી ઇશ્વર જે કરે એ સારા માટે કરે છે.અલિશા મનથી હારે તેમ ન હતી.ભલે તેની ટીફીન સેવા છ મહીના સુધી બંધ રહે.અલિશા ને હવે ધીમે ધીમે સારું થઇ રહ્યું હતું.અલિશા ના ગ્રાહક પણ જાણતા હતા કે અલિશાને તેના પગ કપાવવા પડયા ઇન્ફેકશના કારણે એટલા માટે ટીફીન સેવા બંધ કરી છે..એ પણ ટીફીનની રાહ જોય રહ્યાં હતાં.


થોડાક દિવસો માંજ હોસ્પીટલમાંથી રજા મળી ગઇ..પણ' અલિશા ને થયું હું પગ વગર કેવી રીતે ટીફીન સેવા શરુ કરીશ ?પણ' તે હારી નહી.તેણે એક છોકરી રાખી કામ પર.તેનું કામ ફક્ત લોકો ને ટીફીન પહોંચાડવાનું જ હશે.અલિશા એ ફરી વાર ન્યુઝવાળા પાસે ગઇ ન્યુઝ પેપરમાં એક સરસ જાહેરાત આપી.આજથી અમે "ગરમ ભોજન"ની ટીફીન સેવાની શરુવાત કરીએ છીએ.જે કોઇની ઇચ્છા હોય તે આ નંબર સંપકઁ કરે.
ફૉન નંબર-૨૮૦૫૩૩(અલિશા)
સવાર ઉઠતા જ અલિશાને ફરી વાર લોકોના ફોન આવવા લાગ્યા.તેને પહેલા દિવસે જ ત્રીસ ટીફીનનો વોડઁર આવ્યો.અલિશા એ ઇશ્વરનો આભાર માન્યો.

તે ફક્ત હવે ભોજન બનાવવાનું જ કામ કરતી હતી.ટીફીન આપવા માટે એક છોકરી રાખી લીધી હતી.માનવી ની સામે કોય પણ પરિસ્થિતિ આવે તો હારી ન જવું જોઇએ..
ઇશ્વર તમારી પરીક્ષા લેતો જ હોય છે..જો તમે તેમા નિષ્ફળ ગયા અથવા મહેનત કરવાનું કામ છોડી દીધું તો ઇશ્વર પણ તમારો સાથ નથી આપતો.અલિશાની જેમ આગળ વધવું પડશે.,
ઇશ્વરને પ્રાર્થના કરવી જોઇએ.

હે ઇશ્વર..!હું તારુ સંતાન છું
તું જો દુ;ખ આપે તો હું દુ;ખ ભોગવવા તૈયાર છું ..
અને તું જો સુ;ખ આપે તો તેનો આનંદ માણવા પણ હું તૈયાર છું.


ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવસ્ટોરી,
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળસંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.મો-8140732001(whtup)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED