secret jindgi - 3 books and stories free download online pdf in Gujarati

સિક્રેટ જિંદગી - (ભાગ-૩)


“જો તમે તમારું મનગમતું કામ લઇ તેની અંદર તમે કોઇ પણ કામ કરશો તો તમને જરૂર સફળતા મળશે તમે તે કામને વળગી રહેશો અને તમને નિરાશ થવાનો સમય પણ નહી મળે”


જીવનમાં લોકો પોતાના મનગમતાં કામ નથી કરતા એટલા માટે હેરાન થવાના દિવસો તેમને જોવા પડે છે તમે જે કામ કરો તે બેસ્ટ કરો.તમે બેસ્ટ ક્યારે કરી શકશો જ્યારે તમે જે કામ કરો છો તે તમને ગમતું હશે તો જ,નહી તો નહી.અલિશા માત્ર દસ વષઁની ઉંમરમાં હિન્દી,ગુજરાતી અને અંગ્રેજી ત્રણ ભાષામાં લખતા વાંચતા અને બોલતા શીખી ગઇ.બસ એક જ કારણ કે તેને ઢીંગલી સાથે વાત કરવી ગમતી હતી.તે બોલે તે અલિશાને ગમતું હતું.ક્યારેક તો અલિશાની માતા પણ ઢીંગલી બનતી.અલિશા તેની માતાને ઢીંગલી સમજી લેતી.માતા ઢીંગલી બોલે તેમ બોલતી અલિશા સામે તે જ રીતે બોલતી હતી.અલિશા ધીમે ધીમે મોટી થઇ રહી હતી.અલિશા મોટી તો થઇ ગઇ હતી પણ તે તેની જીંદગી માં શું કરવા માંગે છે તે તેની માતાને જાણવું હતું.અલિશાની માતા એ અલિશાને કહ્યું તું જાણે છે તું કોણ છે?

હુ,તારી પુત્રી છું, “માં”

"ના" અલિશા તું મારી પુત્રી નથી.તું ઈશ્વરની પુત્રી છો.અમારુ કામ તો ફક્ત તારુ ઘડતર કરવાનું હતું.

અલિશા એ કહ્યું; ઈશ્વર કોણ છે?

ઈશ્વરએ છે કે જેમણે આ પુથ્વીનુ સજઁન કરર્યુ જેમણે માણસનું સર્જન કર્યું.અનેક નાના જીવ -જંતુને પૃથ્વી પર જન્મ આપ્યો.જોવા માટે આંખ આપી!!! સાંભળવા માટે તેમણે કાન આપ્યા ચાલવા માટે પગ, અને કામ કરવા માટે હાથ આપ્યા,આ બધી જ વસ્તુ ઈશ્વર આપણને આપી.તો આપણે ઈશ્વર માટે કામ કરવુ જોઇને જીવનમાં?

"હા" માં

તું ઈશ્વરનું સંતાન છે.ઈશ્વર તને પૃથ્વી પર કોય કાયઁ કરવા માટે મૉકલી છે.જો તું ઈશ્વરને ગમતું કામ કરીશ તો ઈશ્વર તારા પર ખુશ થશે અને ઈશ્વર તારા કામમાં પુરે પુરો સાથ આપશે.

“માં” ઈશ્વર ક્યારે મને દેખાયા નથી.મારે ઈશ્વરને જોવા છે.શું ઈશ્વર મને જોવા મળી શકે?


અલિશા ઈશ્વર અનંત છે.બધી જ જગ્યા પર છે.જો ઈશ્વર દેખાશે અલિશા તો માણસ તેની નિંદા કરશે.આવો ઈશ્વર હોય?એમ કહીને લોકો તેને ધિક્કાર શે માટે ઈશ્વર દેખાતો નથી.જેમ કોઇ બેટરીનો સેલ જોઇએ તો બહારથી તેમાં પાવર દેખાતો નથી પણ તેની અંદર પાવર હોય છે તેવું જ ઈશ્વરનું કામ છે.

તો હું ઈશ્વર માટે શું કરુ?

તું તારા જીવનમાં તારુ મનગમતું કામ કર કે ઈશ્વર તારા પર ખુશ થાય.તું તારા જીવનમાં કોય સારુ કાયઁ કરીશ તો ઈશ્વર તારી સાથે જ રેહશે.તો શું હું ઈશ્વરને પ્રાર્થના કરું તો ઈશ્વર મારી પ્રાર્થના સાંભળશે.હા,જરુર સાંભળશે કેમ નહી? અને તેનો ઉતર પણ આપશે.તમે મને ઈશ્વર સાથે વાત કરતા શીખવશો.હા,કેમ નહી અલિશા..!!!!હું તને કાલે શીખવીશ.

સવાર આમ તો પોતાની રીતે જ સુંદર જ હોય છે, પરંતુ શિયાળાની સવાર આનંદદાયક હોય છે. શિયાળાની નયનરમ્યતા, શીતળતા અને સ્વાભાવિક્તા તો કંઈ અલગ હોય છે.જ્યારે પૂર્વની ક્ષિતિજે રંગોની અદ્દભુત છટા સાથે સૂર્યના કોમળ કિરણો જ્યારે પૃથ્વી પર પથરાય છે, ત્યારે સમગ્ર પ્રકૃતિ ચારે કળાએ ખીલી ઊઠે છે.


આકાશ સોનેરી રંગે રંગાઈ જાય છે.રાતભર કડકડતી ઠંડીમાં ઠૂઠવાતી વનસ્પતિમાં નવચેતનનો સંચાર થાય છે.વૃક્ષો જાણે સમાધિમાંથી જાગી ઊઠે છે અને ફૂલવેલીઓ આનંદથી ઝૂમવા લાગે છે.પુષ્પો અને પર્ણો પર પડેલાં ઝાકળનાં બિંદુઓ સૂર્યના પ્રકાશમાં મોતીની જેમ ચળકે છે.માળામાં રહેલ પક્ષીઓ ઉઠી ગીતો ગાઈને ઊગતી સવારનું સ્વાગત કરે છેઆવા જ રમણીય અને સ્ફૂર્તિદાયક અને ઉત્સાહવર્ધક સવારમાં અલિશા અને તેની માતા ઘરની બાહર રહેલ ગાડઁનમા જાય છે.અલિશા તું આ જગ્યા પર બેસ તું માંગીશ એ તને ઈશ્વર આપશે.
તું પ્રાર્થના કર.તારી પ્રાર્થનામા ઈશ્વર હશે એ તને પ્રેરણા આપશે.ઈશ્વર તને જે જોયે તે વસ્તુ આપશે પણ તારે તેની પાછળ કમઁ કરવુ પડશે.જો તું તેની પાછળ મહેનત નહી કરે તો ઈશ્વર પણ નારાજ થઇ જશે.

તો તમે મને એમ કહેવા માંગો છો કે ઈશ્વર કહે તે કર...

"ના" અલિશા...!!!!હું એમ કેહવા નથી માંગતી.હું એમ કહેવા માગું છું.અલિશા કે ઈશ્વર તારા શરીરમાં તને મનગમતી વસ્તું કરવાની શક્તિ મુકી છે,તેને તું બહાર લાવ અને તે જ શકિત પર જીવનમાં તું આગળ વધ.

પણ "મા" એ શકિત જાણવી કઇ રીતે? એ તો તું મને કે? ઈશ્વરે મારામાં આ શકિત મૂકી છે.
અલિશા તેના માટે તારે મહેનત કરવી પડશે.તારે ધ્યાન કરવું પડશે.ત્યારે જ તું જાણી શકીશ કે ઈશ્વર તારી અંદર કઇ શકિત મૂકી છે.તું ધ્યાનમાં ઈશ્વર સાથે વાતાઁલાપ કર એ તને જવાબ આપશે જેથી તું બીજા લોકોનું કલ્યાણ કરી શકે.તું જે કામ કર તે લોકાના કલ્યાણ માટે હોવું જોઇએ અલિશા.

લોકાના કલ્યાણ માટે કામ કરુ એટલે કે હું મારા માટે નહી બીજા માટે કામ કરુ?
હા" અલિશા તું કોય બીજા માટે કામ કરીશ તો ઈશ્વર તને તારા જીવનમાં ખુશ રાખશે અને તું પણ જીવનમાં આનંદ અનુભવીશ.

અલિશાને આટલીનાની ઉંમરમા વાત તેને ગળે ઉતરતી ન હતી પણ તે તેની માતા હતી તેની શિક્ષક હતી તે માનવા ત્યાર હતી તો મારે એવું કામ કરવુ જોયે કે મારા કામથી લોકોનું કલ્યાણ થાય અને મારા કામથી બીજાને પણ ખુશી મળે અને હું પણ ખુશ થાવ.

"હા" અલિશા...!!!

કાલે સવારે વહેલા તું ધ્યાન કરજે તને અંદરથી કોઇ કહી કઇ રહ્યું હશે.તે બીજું કોય નહી પણ ઈશ્વર હશે..અલિશા તું આમ કરજે,અલિશા તું આ કરજે,અલિશા હું તને આ બનાવા માંગુ છું,મન તો ચંચળ છે તે બધી બાજુ ફરશે.

જેમ ઘોડાને કાબુ કરવા માટે ઘોડોસવાર તેનામા રહેલી બધી શકતી લગાવી દે છે.તે ઘોડો ઘોડેસવારને મારશે. ઘોડેસવારને ઉપરથી પાડશે,પણ તે ઘોડેસવાર મનથી હારે નહી,અને ઘોડોને કાબુમા કરીલે,તે પછી ઘોડો ઘોડેસવાર કહે તેમ કરવા લાગશે.તારુ મન ભટકશે પણ તું ભટકવા નહી દેતી.તારા મનથી અને ઈશ્વર સાથેના વાર્તાલાપથી તને થોડાજ સમયમાં તને ખબર પડી જશે કે તું શું કરવા માંગે છો.તારું કામ તને મળતા જ ઈશ્વર તને કેહશે.અલિશા તારે આ કામ કેમ અને કેવી રીતે કરવુ,તું જીવનમાં શું બનવા માંગે છો,અને ઈશ્વર તને શું બનાવવા માંગે છે.

અલિશા એ સતત ત્રણ મહિના સુધી સવારમાં વહેલા ધ્યાન કર્યું.તેને અંદરથી કોઇ કહી રહ્યું હતું.તારી જીંદગીમા કોય એવી વસ્તુ નથી કે જે તું ન કરી શકે બસ તારી એક જ દિશામાં તે કામની શરુવાત કરવી પડશે,તારામાં એટલી તાકાત છે કે તું કઇ પણ કરી શકે છો કેમકે તું એક ઈશ્વર મારી પુત્રી છો.

ક્રમશ....લેખક -કલ્પેશ દિયોરા.આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવ સ્ટોરી,ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળ

સંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.મો-8140732001(whtupબીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED