sikret jindgi - 11 books and stories free download online pdf in Gujarati

સિક્રેટ જિંદગી - (ભાગ-૧૧)હાય..અલિશા!!!!દરરોજના જેમ આજ પણ અલિશા એ કહ્યું;કેમ છે મજામાં?એકદમ મજામાં
આજ અલિશા થોડી ગભરાય રહી હતી.જમવામા ટેસ્ટ બરાબરતો છે ને.

એકદમ મસ્ત અલિશા..!!તું અત્યારે મુંબઇમા શું કરી રહ્યો છે..?હુ મુંબઈમાં બિઝનેસ કરવા માટે આવ્યો છુ.કોય સારા બિઝનેસની શોધમાં છુ.ઓહ તો તું મુંબઈમાં બિઝનેસ માટે આવ્યો છે એમને.
હા" અલિશ પણ ,મને શું બિઝનેસ કરવો એ જ ખબર પડતી નથી અલિશા.હું સારામાં સારી યુનિવસિઁટી માંથી અભ્યાસ કરીને આવુ છુ ,પણ મને એ નથી સમજાતું કે હું શરુવાત ક્યાંથી કરુ.


ડેનીન મારી માં કહેતી હતી કે તમે એક ઇશ્વરના સંતાન છો.તમે જે કામ કરવાની શંરુવાત કરો તે તમે કરી શકો છો.કામ ઇશ્વરને ગમતું હોવું જોઇએ.પણ ડેનીન અહીં મારી વાત હું પુરી કરવા નથી માંગતી.ડેનીન તારા શરીરમાં ઇશ્વર કોઇ એવી શકિત મુકેલી છે.તેને તુ જગાડ ઊભો થા તેને તું શોધ.ડેનીન તારે યાદ રાખવું પડશે કે આ શરીર તારું છે.પણ તે એક સમયે તું છોડીને ચાલ્યો જવાનો છે.તું કઇ લાવ્યો પણ નથી ને તું કઇ લઇ પણ જવાનો નથી.


અલિશાની વાત સાંભળી ડેનિન થોડીવાર અલિશા સામે જોઈ રહ્યો.એટલે અલિશા તું એમ કહેવા માંગે છૉ કે તું ને હુ ઇશ્વરના સંતાન છીએ.હા" ડેનીન હું તને એજ કેહવા માંગું છુ.ડેનીન જમીને પાણીથી હાથ ધોય એ જ ટેબલ પર ફરી બેસી ગયો.અલિશા ની વાતમાં તેને કઇક સત્ય લાગતું હતું.અલિશા તું મને કઇશ કે હુ શું કરવા માગું છુ?ના" ડેનીન એ હું નહી કહી શકુ.તું કોય બીજા કહે એમ ન કરી શકે "ડેનીન "


તું તારા મનથી નક્કી કર !!મારે ઇશ્વરને ગમે તેવું કાયઁ કરવુ છે!તને સફળતા મળશે જ .
મને બાળપણથી લોકોની સેવા કરવી ગમે છે.હું મારા ગામમાં પણ લોકોની સેવા કરતો મને આજ પણ લોકોની સેવા કરવામાં ઉત્સાહ આવે છે.પણ " અલિશા તે જે આજ વાત કરી તેનાથી મારુ શરીર આજ ધુર્જી રહ્યું છે.અલિશા જાણતી હતી ડેનીન મેનજમેન્ટ સારુ કરી શકે છે.તે ઘણી વાર હોટલમાં મને સલાહ આપતો મેનજમેન્ટ માટે.તેણે તરત જ કહ્યું ..ડેનીન મારી આ હોટલની સામે જ ટીફીન સેવા છે.તે હું ચલાવી રહી છું.શું તું તેનું મેનજમેન્ટ કરી શકે..

ટીફીન સેવા અલિશા તું ગાંડી નથી થય ગઇને.હુ સારામાં સારી યુનિવસિઁટીમાંથી અભ્યાસ કરીને આવું છું.હું ટીફીન સેવામાં કામ કરું.ડેનીન કોઇ લોકો કામને મોટું જોવે છે તો કોઇ લોકો નાનું.ડેનીન તું એ ટીફીન સેવા એક વાર જોઇ શકે છો.?.ડેનીન હું તને બતાવું કે હું કઇ રીતે મેનજમેન્ટ કરી રહી છુ ટીફીન સેવાનું.ચાલ" અલિશા હું પણ જોવા માંગું છું તારી ટીફીન સેવા.પણ " અલિશા તું જાણે છો કે હુ સારામાં સારી યુનિવસિઁટીમાથી પાસ કરીને આવુ છું.હું તારીએ ટિફિન સેવામાં કામ નહીં કરું.

ડેનીન હું ફરી વાર તને કઉ છુ કે કોઇ કામ નાનું નથી હોતું બધા કામ મોટા જ હોય છે.
અમુક લોકો તેને નાની નજરે જુવે છે તો અમુક લોકો તે કામને મોટી નજરે જુએ છે.
એ જ ફરક છે.
હા ,હું તને તે કામ માટે ફોર્સ નથી કરી રહી.તને ગમે તો તું રહી શકે છો.તારી ઇચ્છા છે કે હું કોઇની સેવા કરુ માટે હું તને કહી રહી છું.હા” અલિશા ડેનીને ગરમ ભોજનનું બોડઁ જોય તેમા પ્રવેશ કરો ડેનીન અલિશાની ટીફીન સેવા જોઇને આશ્ચર્યપામી ગયો.અલિશા તું આ બધુ કઇ રીતે કરે છો?
અલિશા એ કહ્યું ,ડેનીન હું એક ઇશ્વરની સંતાન છું.મારી સાથે ઇશ્વર છે .હું કઇ પણ કરીં શકું છું .
મારા આ ૬૦૦ ટીફીન માંથી હુ ૧૦૦ ટીફીન ગરીબોને મફતમા આપું છું .

શા માટે અલિશા?

તારી મહેનતના પૈસા છે એ તો?હા,ડેનીન હું જાણું છું કે મારી મહેનતના પૈસા છે પણ જન્મ આપનાર ઇશ્વરને તો ખુશ કરવો જોઇ ને.ડેનીન મને ખબર નથી.હું ક્યારે મારો દેહ છોડી ચાલી જઇશ.એક સેકન્ડ પછીની મારી બીજી સેકન્ડ કેવી હશે તે હું જાણતી નથી.માટે હું દરેક સેકન્ડ જીવા માંગું છુ.જો ડેનીન તારી ઇચ્છા હોય તો તું આ ટીફીન સેવાનું કામ કરી શકે છો.


અલિશા !!ખરેખર !તું એક અદભુત કામ કરી રહી છો.!હું ભલે મેનેજમેન્ટમાં ફસ્ટ રેંક લાવી પાસ થયો હોઉ પણ તું તારા મેનજમેન્ટમા એકો છે એકૉ મારાથી ઘણી આગળ છે, અલિશા!!!
હું તારી આ ટીફીન સેવામાં મેનેજમેન્ટ કરવા માટે તૈયાર છું .થેન્કયુ ..!ડેનીન,પણ એક શરત પર અલિશા!!!

કઇ શરત?

તું ના નહી પાડી શકે, મને દરરોજ આ હોટલમાં જમવા માટે.અલિશા હસી!!!
હું તને તે હોટલમાં જમવામાટે ના નહીં પાડુ મને મંજુર છે,ડેનીન તારી વાત!

ડેનીન મેહનતુ હતો અને તે મેનેજમેન્ટ પણ સારી રીતે જાણતો હતો.અલિશા હવે ડેનીન પર ભરોસો કરવા લાગી હતી.અલિશાનો બિઝનેસ પણ હવે વધતો જતો હતો.તેને આજ સાંજે હોટલ પર મળવા માટે કોઇ આવવાનું હતું .જેનું નામ હતું "રોયપીન મેકસ"તે અલિશાના કામથી પ્રભાવિત થયો હતો.તે અલિશાને મળવા માંગતો હતો.સાંજ પડતા જ રોયપીન મેકસ અલિશાને મળવા માટે આવ્યો બન્ને ટેબલ પર બેઠા.

હુ એક બિઝનેસમેન છું,તમારું નામ ટીફીન સેવાના વ્યવસાય બાબતે મે સાંભળ્યું છે.અને હા , મે એ પણ સાંભળ્યું છે કે તમે ગરીબોને મફતમા ટીફીન આપો છો.
હા!! તમારું નામ?

" અલિશા "

અલિશા મારી કમાણી માંથી અમુક પૈસા હું ટીફીન સેવામાં આપવા માંગું છુ.જેથી તમે ગરીબો ને મદદ અને ઘણા લોકોને તમે સારુ ભોજન આપી શકો.હું તમને દર મહિને મારી કમાણી માથી એક ચેક મોકલીશ.તમે ગરીબ લોકો માટે મદદ કરજો.

થેન્કયુ રોયપીન મેકસ...!!તમારી વાત મને મંજુર છે.મારી દરેક રકમ હું ગરીબો માટે વાપરીશ
રોયપીન મેકસે તેની બાજુમા પડેલ ચેક બુકમાંથી ચેક લખી આપ્યૉ.એ ચેક જોઇ અલિશાનુ મોં ત્યાં જ ફાટી ગયું..!!!જે પાંચ લાખનો ચેક હતો.અલિશાને દર મહિને પણ એટલો ખર્ચો થતો ન હતો.
અલિશા એ ઇશ્વરનો આભાર માન્યો.મને ખબર છે ઇશ્વર આ પૈસા તારા છે.
હું તારા આ પૈસાને એ રીતે ઉપયોગ કરીશ કે તું પણ ખુશ થઈશ.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવસ્ટોરી,
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળસંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.મો-8140732001(whtup)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED