secret jindgi - 10 books and stories free download online pdf in Gujarati

સિક્રેટ જિંદગી - (ભાગ-૧૦)

હે ઇશ્વર..!હું તારુ સંતાન છું
તું જો દુ;ખ આપે તો હું દુ;ખ ભોગવવા તૈયાર છું ..
અને તું જો સુ;ખ આપે તો તેનો આનંદ માણવા પણ હું તૈયાર છું.


અલિશા ને હવે ટીફીન સેવા સારી ચાલવા લાગી હતી ચાર મહીનાની અંદર નેવુ ટીફીન થઇ ગયા હતા.તેને થયું મારે બહાર એક ભાડેથી સારી દુકાન હવે રાખી લેવી જોઇએ જેથી સરળતાથી ગરમ ટીફીન લૉકૉને પહોંચાડી શકું.તેની પાસે પગ નોહતા તો પણ તે દરેક ગ્રાહકને મળવા જતી હતી.અલિશા એ પણ જાણતી હતી કે કોને શું ભાવે છે અને કોને ડાયાબિટીસ છે?કોને મીઠું વધારે ખાવાની મનાય છે.?કોને તીખું નથી ભાવતું.તે જાણી તેનું ટીફીન તેજ પ્રમાણે તૈયાર કરતી હતી.

અલિશા તેની મા ના શબ્દ હંમેશા યાદ રાખતી.બેટા! તું જે કર એ બેસ્ટ કરજે તારા જીવનમાં
અલિશા ટીફીનની બધી જ સુવીધા પુરી પાડતી હતી.થોડાક દિવસની અંદર જ અલિશાને ભાડેથી દુકાન મળી ગઇ.


ઇશ્વર બધાં જ લોકો માટે સરખો છે,તમે "ચા"ની લારી નાખો તો એવી "ચા" બનાવો કે લોકોને ત્યાં આવવાનું મન થાય.જો તમે તમારા ગ્રાહકને પસંદ પડે તે નહી કરો તો ગ્રાહક તમારી પાસે બીજી વાર ક્યારેય નહી આવે.એટલે જે કરો તે બેસ્ટ કરો ગ્રાહકને ગમે તેવું કરો.

અલિશા તેની માં ના શબ્દો હમેશાં યાદ રાખતી હતી.જે કરો જીવનમાં તે બેસ્ટ કરો.અલિશા ને ભલે તેની માતા એ ઘરે જ અભ્યાસ કરાવો હોય પણ તેના માતા-પિતા પાસેથી ઘણું બધુ શીખી હતી.અલિશા તું જે કર તે તને ગમવું જોઇએ.જિંદગી તારી છે.તું બીજા કહે એમ જીંદગી જીવી ને તારી જિંદગી બરબાદ નહીં કરતી.અલિશા ને આજ તેની માં યાદ આવી રહી હતી.


અલિશા હવે પચ્ચીસ વષઁની થઇ ગઇ હતી.અલિશા એક સ્ત્રી હતી હવે તે જાણવા લાગી હતી કે કયા વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરાય.કયા વ્યક્તિ સાથે મિત્રતા કરાય.બિઝનેસ વધતો જતો હતો અલિશા હવે દરરોજના ૨૦૦ ટીફીન બનાવતી થઇ ગઇ હતી.તેની પાસે પૈસા પણ હવે ઘણા બધાં થઇ ગયા હતા.

અલિશા એ આજ બીજો નિણઁય લીધો.હું આ પૈસામાંથી સરસ એક હોટલ બનાવીશ પણ મારી પાસે એટલા બધા પૈસા નથી કે હુ હોટલ બનાવી શકુ.પણ અલિશા ને આજ પણ અંદરથી કોઇ કહી રહ્યું હતું.તું એક ઇશ્વરનુ સંતાન છે ઇશ્વર તારી સાથે છે તું કમઁ કર ઇશ્વર તારી સાથે જ છે.

અલિશા એ મુંબઈ શહેરમાં સરસ મજાની એક જગ્યા ભાડેથી લીધી તે જગ્યા પર અલિશા એ હોટલ બનાવવાનું નક્કી કરુ.સ્ત્રી એકલી કંઇ કરી ન શકે.સ્ત્રીઓ કંઇ કરી નથી શકતી.સ્ત્રીઓ ઘરની બહાર નીકળી શકે નહી.ઘરની બાહર સ્ત્રીઓનું નામનો હોય.શું સ્ત્રીઑ ઘરમા નથી રહેતી?ભારત દેશના ઘણા નિયમ આજ પણ દરેક સ્ત્રીને ઝેરીલા સાપની જેમ ડંખે છે!!

શું સ્ત્રી કઇ બની ન શકે?શું સ્ત્રી તેની મનગમતી ચીજ ન કરી શકે..?દુનિયામાં કોય પણ વસ્તુ અશક્ય નથી.જો સ્ત્રી ધારે તો માઇન્ટ એવરેસ્ટ પણ ચડી શકે છે,એકલા જ!!!પણ ભારત દેશમાં આજ પણ સ્ત્રીઓને ઘરમાં પુરી રાખવામા આવે છે..સ્ત્રી પાસે કઇ આવડતના હોય ?સ્ત્રી કઇ કરી ન શકે?તે તદન વાત ખોટી છે.જે આવડત સ્ત્રી પાસે હોય તે પરુષ પાસે પણ હોતી નથી.સ્ત્રી હમેશા ધીરજથી કામ લેવાનું પસંદ કરે છે.પુરષને તે પસંદ નથી.

સ્ત્રી જો ધારે તો તે ગમે તે કરી શકે છે.તેને નક્કી કરી લેવું જોઇએ કે હુ એક ઇશ્વરનું સંતાન છુ અને ઇશ્વર મારી સાથે છે.હું મારા જીવનમાં ગમે તેવું મુશ્કેલ કામ હોય તે કરી શકું છું.


અલિશા એ થોડાદિવસમાં જ એક સરસ મજાની હોટલ તૈયાર કરી. તેણે હોટલનું મુહૂર્ત પણ એક ગરીબ માણસ પાસે કરાવું. તેની હોટલમાં માત્ર ૧૦૦ રૂપિયાની ડીસ મળતી હતી.અલિશાની હોટલમાં લોકો ધીમે ધીમે આવવા લાગ્યાં હતાં.હવે તે હોટલમાં સુવીધા વધારતી જતી હતી.એક બાજુ ટીફીનની આવક અને એક બાજુ હોટલની આવક વધતી જતી હતી.


અલિશાને તેની માતાના શબ્દો યાદ હતા.“અલિશા તું ગરીબને માટે જીવ જે”“ગરીબની સેવા કરજે”..
તેની આજ પણ તેની માં ના શબ્દો યાદ હતા.અલિશા એ રાત્રે જ નિણઁય લીધો.જે લોકો વુધ્ધ છે.જે લોકો પાસે પૈસા નથી તેને મફત ટીફીન સેવા આપશે.અલિશા એ સવારથી જ શરું કરી દીધું.
તે દરરોજના ચારસો ટીફીન આપી રહી હતી.તેમાથી ૫૦ ટીફીન મફત આપવાનું નક્કી કર્યૃ.અલિશા ને વુધ્ધ લોકોને ગરીબ લોકોના આશીઁવાદ મળતા તેનાથી તે ખુશ થતી હતી.


અલિશાને થતું ઇશ્વર મારા કામથી ખુશ થશે કે નહી.મારી માં કહેતી કે દુનિયામાં કોઇ પણ વસ્તુ તારી નથી ને તારે સાથે કઇ લઇ જવાનું નથી.તે વિચારવા લાગી થોડી વાર.અલિશા એ તરત જ નિણઁય બદલ્યો હું ૧૦૦ ટીફીન મફતમા ગરીબોને આપીશ.અલિશા ને માત્ર બે જ મહીનામા ૪૦૦ માથી ૬૦૦ ટીફીન થઇ ગયા.તેણે ઇશ્વરનો આભાર માન્યો.જગતનો એક નિયમ છે.તમે જેટલું ગરીબોને આપશો તેનાથી બમણું તમને ઇશ્વર આપશે..

આ જગતનો નિયમ અલિશાને આજ અનુભવ થયો હતો.
આજ અલિશા પાસે એક સારી હોટલ હતી અને સારામાં સારી ટીફીન સેવા પણ શરું હતી.
પણ સ્ત્રી જેમ મોટી થાય એમ કોયના હુંફ લાગણી અને પ્રેમની તેને જરુર હોય છે.તે ઘણી વાર તેના જીવનમાં એકલતા અનુભવી રહી હતી.અલિશા હવે સત્યાવીસ વર્ષ ની થઇ ગઈ હતી.
તેણેઆજ વિચાર કરો મારે કોય સારો છોકરો શોધી તેની સાથે લગ્ન કરી લેવા જોઇએ.પણ અલિશા ને થયું હું એક બળાત્કારી યુવતિ છું.નથી મારે પાસે પગ.કે નથી મારા માં-બાપ
મને કોણ પસંદ કરશે?


પણ તેને અંદરથી કોઇ કહી રહ્યું હતું અલિશા તું ઇશ્વરની પુત્રી છો.ઇશ્વર તારા માટે નક્કી કરીજ રાખું હશે કે તારે આ છોકરા સાથે જિંદગી પસાર કરવાની છે.

તેની હોટલમાં દરરોજ સાંજે જમવા માટે એક છોકરો આવતો હતો.તેને ઘણી વાર તેની સાથે વાત કરતી હતી જમવા બાબતે.અલિશાને તે છોકરો ગમતો હતો.તેને થયું ઇશ્વર મારા માટે જ આ છોકરાને મારી હોટલમાં જમવા માટે નહીં મેકલયો હોય ને.તે થોડી વાર વિચારમાં પડી ગઇ.તે છોકરાને અલિશા સારી રીતે જાણતી હતી.પણ અલિશાને જાણવું હતું કે તે છોકરો મારા માટે યોગ્ય છે..

તે છોકરાનું નામ હતું ડેનીન.અલિશા એ આજ સાંજે જ તેની સાથે વાત કરવાનું નક્કી કર્યૂ.તે રાત્રે તેની હોટલ પર આવી.ડેનિન તેની સામે જ ભોજન કરી રહ્યો હતો.હાય ડેનીન..!!!

હાય..અલિશા!!!!દરરોજના જેમ આજ પણ અલિશા એ કહ્યું;કેમ છે મજામાં?એકદમ મજામાં
આજ અલિશા થોડી ગભરાય રહી હતી.જમવામા ટેસ્ટ બરાબરતો છે ને.

એકદમ મસ્ત અલિશા..!!તું અત્યારે મુંબઇમા શું કરી રહ્યો છે..?હુ મુંબઈમાં બિઝનેસ કરવા માટે આવ્યો છુ.કોય સારા બિઝનેસની શોધમાં છુ.ઓહ તો તું મુંબઈમાં બિઝનેસ માટે આવ્યો છે એમને.હા" અલિશ પણ ,મને શું બિઝનેસ કરવો એ જ ખબર પડતી નથી અલિશા.હું સારામાં સારી યુનિવસિઁટી માંથી અભ્યાસ કરીને આવુ છુ ,પણ મને એ નથી સમજાતું કે હું શરુવાત ક્યાંથી કરુ.

ક્રમશ....

લેખક -કલ્પેશ દિયોરા.

આ ઉપરાંત તમે મારી અન્ય નવલકથા પ્રેમકુંજ, કોલેજ ડે એક લવસ્ટોરી,
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ,અલિશા ,થાર મરુસ્થળસંકટ અને પ્રેમકુંજ માતૃભારતી પર તમે રીડિંગ કરી શકો છો...

મારા મોબાઈલ નંબર પર તમે તમારો કિંમતી અભિપ્રાય મેકલી શકો છો.



મો-8140732001(whtup)


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED