અગ્નિપરીક્ષા - ૧૮ - છેલ્લો ભાગ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અગ્નિપરીક્ષા - ૧૮ - છેલ્લો ભાગ

અગ્નિપરીક્ષા-૧૮ કુદરતનો ન્યાય

અનેરી નીરવ સાથેના છુટા છેડાથી ખૂબ દુ:ખી હતી. એણે અનુપમ નો ફોન જોયો એટલે એણે ઉપાડયો અને એની સામે પોતાના હૃદય ની બધી જ વ્યથા ઠાલવી દીધી.
અનુપમ અનેરી નો સ્કૂલ ટાઈમ નો મિત્ર હતો. અનેરી પોતાના દિલની બધી વાત અનુપમ ને કરતી. એ હંમેશા એને સપોર્ટ કરતો. નીરવ સાથે ના એના સંબંધ, અનેરી ની વ્યથા એ બધું જ જો કોઈ જાણતો હોય તો એ અનુપમ હતો. અનુપમ ની પત્ની કે જે હવે આ દુનિયામાં નહોતી તે મીરા પણ અનેરી ની દોસ્ત હતી. થોડા સમય પહેલાં જ એનું મૃત્યુ થયું હતું. અનુપમ અને મીરા ને એક પુત્ર જય પણ હતો. અને બીજી સુવાવડ માં અનુપમ એ પત્ની અને બાળક બંને ગુમાવ્યાં હતા. જ્યારે મીરાં નું મૃત્યુ થયું ત્યારે અનેરી એ જ અનુપમ ને એક મિત્ર તરીકે સંભાળ્યો હતો. એણે જ અનુપમ ને મીરાં ના દુઃખ માંથી બહાર કાઢ્યો હતો.
આજે હવે અનુપમ અનેરી ને એના દુઃખ માં સાથ આપીને કદાચ એનું ઋણ ચૂકવી રહ્યો હતો. સમય વીતતો ચાલ્યો.
*****
થોડા સમય પછી અનુપમ એ તક જોઈને અનેરી ને લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. એણે અનેરી ને કહ્યું, "હું તને પસંદ કરું છું. મારી પત્ની મૃત્યુ પામી છે. મારે દીકરા માટે મા ની જરૂર છે. અને તે દીકરો ગુમાવ્યો છે. તું જો હા પાડે તો હું તારી સાથે લગ્ન કરવા માગું છું. અને તું મારી પત્ની મીરાં ની અને મારી મિત્ર પણ છો એટલે હું કોઈ બીજા ને જય ની માં તરીકે લાવું એના કરતાં જો તું જ જય ની મા બને તો હું એને મારી ખુશનસીબી સમજીશ. અને તને પણ કદાચ જય માં તારો હિમાંશુ મળી જાય."
અનેરીએ થોડો સમય વિચારવા માટે માંગ્યો. થોડા સમય પછી અનેરીને પણ હવે જય માં હિમાંશુ દેખાવા લાગ્યો હતો અને થોડા દિવસ પછી એણે અનુપમ નો પ્રસ્તાવ સ્વીકાર્યો. ઘરમાં બધાને વાત કરી. પહેલાં તો બધા એ ખૂબ વિરોધ કર્યો પણ પછી સમજાવટ થી બધા બંને ના લગ્ન માટે માની ગયા. અનેરી અને અનુપમ ના સાદાઈ થી લગ્ન સંપન્ન થઈ ગયા. બંને એકબીજા સાથે ખુશ હતા. કિસ્મત નો આ કેવો ખેલ છે કે એક દીકરો મા જીવતી હોવા છતાં મા નું સુખ નથી પામી શકતો અને બીજો દીકરો મા મૃત્યુ પામી હોવા છતાં મા નું સુખ પ્રાપ્ત કરે છે. વાહ કુદરત શું તારો ન્યાય છે! શું તારી લીલા છે!!
*****
સમય વીતી રહ્યો હતો. સમીર ને હવે જામનગર ની રિલાયન્સ માં સારી નોકરી મળી ગઈ હતી એટલે હવે મારા મામા મામી, સમીર અને સૂરીલી પુત્રી ધન્યા ને લઈ ને જામનગર શીફ્ટ થઈ ગયા હતા. દરમિયાન સુરીલી ફરી વખત મા બનવાની હતી. મારા પણ લગ્ન ની વાત ચાલી રહી હતી. મે ત્રણેક છોકરા જોયા પછી મને એક ડૉક્ટર છોકરો રાજ પસંદ પડ્યો.
*****
સમય વીતતો ચાલ્યો. સુરીલી એ પુત્ર રત્ન ધ્રુવ ને જન્મ આપ્યો. મારા અને રાજ ના પણ લગ્ન થઈ ગયા. અમારા લગ્નને પણ લગભગ એક વર્ષ જેટલો સમય થઈ ગયો. લગ્ન પછી મેં મારું પી. એચ. ડી. પૂર્ણ કર્યું. એમાં મને રાજ નો ખુબ સાથ સહકાર મળ્યો. દેવિકા એ પણ પુત્ર રણવીર ને જન્મ આપ્યો હતો. મેં પણ એક વર્ષ પછી પુત્રી આત્મિકા ને જન્મ આપ્યો. નીતિ અને મનસ્વી પણ પોતાની બંને પુત્રી ઓ સાથે સુખી હતા. બધા હવે પોતાના જીવનમાં વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગયા હતા. મારી બહેન નિશિતા ને પણ અમદાવાદ ઝાયડ્સ ફાર્માસ્યુટિકલ માં નોકરી મળી ગઈ હતી. એ પણ ખૂબ ખુશ હતી.
એવું લાગતું હતું જાણે હવે બધાના જીવનની અગ્નિપરીક્ષા પૂર્ણ થઈ હતી.
*****
(સંપૂર્ણ)

નોંધ: આ વાર્તા "અગ્નિપરીક્ષા" વિશે
આ વાર્તા લખવાની પ્રેરણા મને મારા જ પરિવાર ના જીવન માં બનેલી સત્યઘટના ઓ પરથી મળેલી. હા, વાર્તા સત્યઘટના પર આધારિત જરૂર છે પણ બધાં જ પ્રસંગો સત્ય નથી. વાંચકો નો વાર્તા માં રસ જળવાઈ રહે અને રસભંગ ન થાય તે હેતુથી અમુક કાલ્પનિક પ્રસંગો પણ ઉમેર્યા છે. પણ મૂળ વાર્તા નું હાર્દ જાળવી રાખેલ છે. દરેક ના જીવનમાં મુશ્કેલીઓ તો આવતી જ હોય છે પણ આ દરેક અગ્નિપરીક્ષાઓમાંથી પાર નીકળવું ખૂબ જરૂરી હોય છે એ જ આ વાર્તા લખવાનો હેતુ હતો.
મારી આ વાર્તા વાંચવા વાળા દરેક મિત્રો નો ખુબ ખુબ આભાર.

રેટ કરો અને રિવ્યુ આપો

Jagdish Patel

Jagdish Patel 5 માસ પહેલા

Parul

Parul 5 માસ પહેલા

Daksha

Daksha 2 વર્ષ પહેલા

seema

seema 3 વર્ષ પહેલા

Preeti Shah

Preeti Shah 3 વર્ષ પહેલા