અગ્નિપરીક્ષા - ૧૭ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અગ્નિપરીક્ષા - ૧૭

અગ્નિપરીક્ષા-૧૭ આ તે કેવી મા?

પ્રલય કોફી શોપ પર દેવિકા ની રાહ જોઈ રહ્યો હતો. એવામાં જ સફેદ સલવાર અને ગુલાબી કુર્તી પહેરીને દેવિકા આવી. એણે સફેદ દુપટ્ટો પણ ધારણ કર્યો હતો. દેવિકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. એણે પ્રલય ને એક કોર્નર ના ટેબલ પર પ્રલય ને બેઠેલો જોયો એટલે એ ત્યાં પહોંચી અને પ્રલય ને હાય કર્યું. દેવિકા ને જોઈને પ્રલય એ પણ સામે હેલ્લો કહી પ્રત્યુત્તર આપ્યો અને દેવિકા ને પોતાનું સ્થાન ગ્રહણ કરવા કહ્યું. દેવિકા ત્યાં બેઠી.
વાત ની શરૂઆત કરતાં પ્રલય એ જ કહ્યું, "દેવિકા, આમ તો મારે જે કહેવાનું હતું એ કહી જ દીધું છે પણ ફરી વખત કહું છું કે, આઈ રિયલી લવ યુ. હું ખરેખર તને સાચા હૃદય થી ચાહું છું. અને માટે જ મેં મારા પપ્પા ને પણ તારા પપ્પા જોડે વાત કરવા પણ કહયું હતું." એટલું બોલી પ્રલય અટક્યો.
હવે બોલવાનો વારો દેવિકા નો હતો. દેવિકા બોલી, "પ્રલય, એવું નથી કે તું મને પસંદ નથી પણ એક જીવનસાથી તરીકે તું લાઈફમાં ક્યારેય સ્ટેબલ થઈ શકીશ કે નહીં એ અંગે મને શંકા છે. એક મિત્ર તરીકે તું મને હંમેશા પસંદ છે પણ મારા જીવનસાથી તરીકે હું કદાચ તને ક્યારેય સ્વીકારી શકીશ નહીં. આઈ એમ સોરી."
"ઈટ્સ ઓકે દેવિકા, કોઈ ફોર્સ નથી. તું શાંતિથી વિચારી લે. કોઈ જબરદસ્તી નથી. જો તને યોગ્ય લાગે તો જ તું હા પાડજે નહીં તો હું માની લઈશ કે, ઈશ્વર એ આપણને કદાચ એકબીજા માટે બનાવ્યા જ નહોતા.
*****
થોડો સમય દેવિકા અને પ્રલય એ એકબીજા સાથે વિતાવ્યો પણ દેવિકા પ્રલય ને પોતાના જીવનસાથી તરીકે ક્યારેય સ્વીકારી ન શકી. દેવિકા ને હવે કાયમી નોકરી ભુજ માં મળી ગઈ હતી એટલે એણે ડૉક્ટર અંતરિક્ષ નું ક્લિનિક પણ છોડી દીધું અને હવે એ ભુજ જવા રવાના થઈ. વેકેશનમાં દ્વારકા ઘરે આવતી ત્યારે અંતરિક્ષ અંકલ ને અવશ્ય મળવા જતી. પ્રલય ને પણ મળતી. પ્રલય એ હવે પોતાના પિતાએ પસંદ કરેલી કન્યા સાથે લગ્ન કરી લીધા હતા. પ્રલય એની પત્ની સુહાની સાથે ખૂબ ખુશ હતો. બંને ને એક દીકરી પણ હતી. એનું નામ મધુરીમા રાખ્યું હતું. ત્રણેય પોતાના સંસારમાં ખૂબ સુખી હતા.
લગભગ વરસ પછી દેવિકા એ પણ પોતાની જોડે નોકરી કરતાં ઓર્થોપેડિક ડૉક્ટર ડૉ. સંગીત ચુડાસમા જોડે લગ્ન કરી લીધાં. બંને ના લગ્ન ખૂબ ધામધૂમથી લેવાયા. અમે બધાં એ એના લગ્ન માં ખૂબ મજા કરી.
*****
એ દરમિયાન અનેરી હજુ પણ એના પિતાના ઘરે જ હતી. વરસ જેવો સમય થવા આવ્યો હતો છતાં હજુ પણ અનેરી સાસરે જવાનું નામ પણ લેતી નહોતી. ઉલટું એ તો હવે છુટ્ટાછેડાની જીદ લઈને બેઠી હતી. એણે મનોમન નકકી જ કરી લીધું હતું કે, એ નીરવ જોડે છુટ્ટાછેડા લઈને જ રહેશે.
સૂરીલી એ ખૂબ સમજાવવા નો પ્રયત્ન કર્યો પણ અનેરી એક ની બે ન થઈ. એણે કહ્યું, હું હવે આ માણસ સાથે બિલકુલ રહી શકું તેમ નથી. આવી રીતે લોભ કરી કરીને હું જીવી નહીં શકું. મને શાંતિ જોઈએ. બધાં એ એને સમજાવવા નો પ્રયત્ન કરી જોયો. દીકરા હિમાંશુ નો તો વિચાર કર. અનેરી એ કહ્યું, હિમાંશુ ને હું મારી પાસે રાખવા માંગતી જ નથી. એ એના પિતા સાથે જ રહેશે. અનેરી પોતાની વાત પર અડગ રહી.
મારા મામા મામી, સમીર અને સૂરીલી ને થયું, "આ તે કેવી મા છે? પોતાના દીકરાને પણ તરછોડવા તૈયાર થઈ ગઈ છે. પણ એ તો માત્ર અનેરી જ જાણતી હતી કે, એના દીકરાનું ભવિષ્ય તો તો જ બનશે જો એ એના પિતા સાથે રહે. અને પોતાના પુત્રનું ભલું ઇચ્છીને જ એણે આ નિર્ણય લીધો હતો. પણ એના આ નિર્ણય ને કોઈ સમજી શક્યું નહીં.
*****
અંતે બધા એ અનેરી ની જીદ સામે નમતું મૂક્યું અને અનેરી અને નીરવ રાજીખુશીથી છુટા પડી ગયા. અનેરી પોતાના દીકરા હિમાંશુ ને જોઈને ચોધાર આંસુ એ રડી પડી. શું ખબર? ફરી એ પોતાના પુત્રનું મોઢું જોઈ પણ શકશે કે નહીં? આજે છેલ્લી વાર એણે મન મૂકીને રડી લીધું.
*****
બધા ભારે મને ઘરે આવ્યા. અનેરી થોડી અપસેટ હતી. એને દીકરો ખૂબ યાદ આવી રહ્યો હતો પણ એણે પોતાના મનને સ્વસ્થ કર્યું. મનોમન નિશ્ચય કર્યો, જે હવે છોડી જ દીધું છે એની તરફ હવે એ પાછું વળીને નહીં જોવે.
એ વિચાર જ કરી રહી હતી ત્યાં જ એના ફોનની રિંગ વાગી. એણે નામ વાંચ્યું, "અનુપમ." એણે ફોન ઉપાડ્યો. અને એ જોરજોરથી રડવા લાગી. અનુપમ, બધું પૂરું થઈ ગયું. સંબંધ પૂરો થઈ ગયો. છુટ્ટાછેડા થઈ ગયા. મેં હિમાંશુ ને છોડી દીધો. એટલું બોલી એ સતત રડવા જ લાગી.
*****
કોણ હતો આ અનુપમ? શું સંબંધ હતો એને અનેરી જોડે? શું અનેરી ક્યારેય એના દીકરાને મળી શકશે? શું અનેરી ને પુત્ર નું સુખ પ્રાપ્ત થશે? કેવી હશે અનેરી ના જીવનની અગ્નિપરીક્ષા?

રેટ કરો અને રિવ્યુ આપો

Yakshita Patel

Yakshita Patel માતૃભારતી ચકાસાયેલ 3 વર્ષ પહેલા

Malti Patel

Malti Patel 3 વર્ષ પહેલા

Deboshree B. Majumdar

Deboshree B. Majumdar 3 વર્ષ પહેલા

Sonal Jadeja

Sonal Jadeja 3 વર્ષ પહેલા

SMIT PATEL

SMIT PATEL 3 વર્ષ પહેલા