અગ્નિપરીક્ષા - ૧૬ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

અગ્નિપરીક્ષા - ૧૬

અગ્નિપરીક્ષા-૧૬ પ્રશ્નાર્થ મન

દેવિકા ખૂબ ગુસ્સામાં હતી. એ ધુઆપુઆ થઈને આમતેમ આંટા મારી રહી હતી. એને આમ પરેશાન જોઈને એના મમ્મીએ એને પૂછ્યું, "શું થયું દેવિકા? આમ ગુસ્સામાં કેમ આંટા મારે છે?"
"અરે એ સમજે છે શું એના મનમાં? હું છોડીશ નહીં એને. મારી સાથે આવી રીતે એ વર્તન જ કેમ કરી શકે?" દેવિકા બોલી.
પણ હજુ મારા મામી ને સમજાઈ રહ્યું નહોતું કે દેવિકા કોની વાત કરી રહી છે એટલે હવે મારા મામી એ સ્પષ્ટ પૂછ્યું, "કોની વાત કરે છે દીકરી?"
"પ્રલય ની વાત કરું છું મમ્મી." દેવિકા એ જવાબ આપ્યો.
"પણ પ્રલય એ કર્યું છે શું એ તો કહે!" મારા મામી બોલ્યા.
"એણે મને આજે આઈ લવ યુ કીધું." દેવિકા એ કહ્યું.
આ સાંભળીને મારા મામી ને હસવું આવ્યું. એ હસવા લાગ્યા અને હસતાં હસતાં જ બોલવા લાગ્યા, "શું દેવિકા તું પણ! આમાં તો ગુસ્સે થવા જેવી કોઈ વાત છે જ નહીં. એણે તને માત્ર આઈ લવ યુ જ કહ્યું છે. કદાચ તું એને પસંદ પડી હોઈશ એટલે એણે તને કહી દીધું. તને એ ગમતો હોય તો તું હા પાડ અને ના ગમતો હોય તો ના પાડી દે."
મારા મામી હજુ આટલું બોલી રહ્યા ત્યાં જ મારા ડૉક્ટર મામા ઘરે આવ્યા. એ ખૂબ ખુશ દેખાઈ રહ્યા હતા. એમના ચહેરા પર ખુશી જોઈને મારા મામી એ પૂછ્યું, "શું વાત છે? આજે આટલા બધા ખુશ કેમ છો?"
"ખુશ થવા જેવી જ વાત છે. પેલા ડૉ. અંતરિક્ષ છે ને એ આજે મને મળવા માટે આવ્યા હતા. એનો દીકરો છે ને પ્રલય. એને આપણી દેવિકા પસંદ પડી ગઈ છે. એ લગ્ન કરવા માંગે છે દેવિકા સાથે."
આ સાંભળીને બંને મા દીકરી એકબીજા ની સામે જોવા લાગ્યા. પછી મારા મામી એ જે કાંઈ બન્યું દેવિકા જોડે એ બધી વાત મારા ડૉક્ટર મામા ને કરી.
આ સાંભળીને મારા મામા એ દેવિકા ને કહ્યું, "બેટા, મને કોઈ ઉતાવળ નથી. તું તારે શાંતિ થી વિચાર કરી લે. વિચારી ને પછી જવાબ આપજે. પણ મારી દ્રષ્ટિએ છોકરો સારો છે. એવું લાગે તો તું એને મળી પણ શકે છે. એની સાથે થોડો સમય વિતાવ. પછી તને યોગ્ય લાગે તો જ તું હા પાડજે. તારી ઈચ્છા વિરુદ્ધ અમે તને ક્યારેય નહીં પરણાવીએ.
"હા, પપ્પા. તમે સાચું કહો છો. હું પ્રલય ને પહેલાં એક વખત મળવા માંગુ છું. હું એને બરાબર પારખી લઉં પછી જ હું કોઈક નિર્ણય પર આવી શકીશ.
*****
આ બાજુ મારા મામા, મામી, સમીર અને સૂરીલી ને અનેરી નું અહીં આવવાનું કારણ સમજાઈ રહ્યું નહોતું. ના અનેરી કંઈ બોલી રહી હતી કે ન નીરવ મગનું નામ મરી પાડી રહ્યો નહોતો.
સૂરીલી એની રીતે અનેરી નું મન જાણવાની કોશિશ કરી રહી હતી. પણ એમાં એ હજુ સફળ થઈ રહી નહોતી. પણ એને એટલું તો સમજાઈ જ ગયું હતું કે, વાત તો કંઈક મોટી જ હોવી જોઈએ તો જ અનેરી આવી રીતે આવે. સૂરીલી નું પ્રશ્નાર્થ મન અનેરી નો કોયડો ઉકેલવા મથી રહ્યું હતું પણ એમાં એ સફળ થઈ રહી નહોતી. પણ એણે દ્રઢપણે નિર્ણય કર્યો હતો કે, ગમે તે થાય એ અનેરીનું મન તો જાણી જ લેશે. અને જ્યાં સુધી એ જાણી નહીં લે ત્યાં સુધી એને ચેન નહીં પડે."
*****
દેવિકા એ હવે પ્રલય ને ફોન જોડ્યો.
"હેલ્લો!" સામે છેડે થી પ્રલય નો અવાજ સંભળાયો.
"હાય, પ્રલય, દેવિકા બોલું છું."દેવિકા એ કહ્યું. "આઈ એમ સોરી. મેં કંઈ વિચાર્યા વિના જ તને તમાચો મારી દીધો. આઈ એમ રિયલી વેરી સોરી." દેવિકા એ માફી માંગી.

"ઈટ્સ ઓકે દેવિકા. બોલ તે ફોન શેના માટે કર્યો હતો?" પ્રલય એ પૂછ્યું.
"હું તને મળવા માંગુ છું પ્રલય." દેવિકા એ કહ્યું.
"ઓકે. તો કાલે સાંજે 5.30 વાગ્યે કોફી શોપ પર?" પ્રલય એ કહ્યું.
"ઓકે ડન." એટલું કહી દેવિકા એ ફોન મૂકી દીધો.
*****
શું સૂરીલી નું પ્રશ્નાર્થ મન અનેરી નો કોયડો ઉકેલવા સક્ષમ બનશે? કેવી હશે દેવિકા અને પ્રલય ની આ મુલાકાત?

રેટ કરો અને રિવ્યુ આપો

Kamini Shah

Kamini Shah 3 વર્ષ પહેલા

Yakshita Patel

Yakshita Patel માતૃભારતી ચકાસાયેલ 3 વર્ષ પહેલા

Hema Patel

Hema Patel 3 વર્ષ પહેલા

Malti Patel

Malti Patel 3 વર્ષ પહેલા

Deboshree B. Majumdar

Deboshree B. Majumdar 3 વર્ષ પહેલા