રીવેન્જ - પ્રકરણ - 52 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રીવેન્જ - પ્રકરણ - 52

રીવેન્જ
પ્રકરણ-52
રાજવીરે રાધાકૃષ્ણનાં મંદિર જવાનું સૂચન કર્યું અને અન્યાએ તરતજ સ્વીકારી લીધું. અને મંગેશનો ફોન આવ્યો મળવા અંગે એનાં નવા ડાન્સ ફલેવર એક જુદીજ જાતની નૃત્ય રચના છે એમ કહીને અન્યાને બોલાવી. અન્યાએ કહ્યું.. હાં હું ચોક્કસ આવીશ છતાં અન્યાને જાણે કોઇ અજુગતો એહસાસ થયો હોય એવું લાગ્યું અને એની આંખમાંથી જાણે તણખાં થયાં.
તૈયાર થઇને આવેલાં રાજે પૂછ્યું "હાય.. ડાર્લીંગ કોનો ફોન આવ્યો ? અન્યાએ વાત અને નામ છૂપાવીને કહ્યું અરે કોઇ પ્રોડ્યુસર... છોડને આવ્યા કરે આવાં બધાં ફોન...
રાજે કહ્યું "શું વાત છે ? થોડાંક જ સમયમાં મારી અન્યાની તો ડીમાન્ડ વધી ગઇ છે ક્યા બાત હૈ ?
રાજે પોરસાવા માટે કહ્યું "પણ અન્યાને આ ડાયલોગ કોણ જાણે ના ગમ્યો. સામાન્ય સંજોગોમાં આવો ડાયલોગ સાંભળ્યો હોત તો પોરસાઇ હોત પણ ઇન્ડસ્ટ્રીનું સાચું રૂપ સામે આપ્યાં પછી... એને ચીઢ આવી ગઇ હતી.
અત્યારે અન્યાને કંઇ સારી ફીલીંગ નહોતી આવી રહી એ વિચારમાં પડી ગઇ કે મને શું થઇ રહ્યું છે ? શેનાં એહસાસ છે આવા ? કંઇક.. અને એને યાદ આવ્યું અને પાછી રૂમમાં જઇને એણે કાળો લાલદોરો અઘોરીબાબાએ આપણે એ યાદ આવ્યો એણે રાજને બેસવા કહ્યું "રાજ હું કોલકાતામાં કાળીનાં દર્શને ગઇ હતી ત્યાં સંતબાબાએ આ દોરાં અને ચુંદડી આપી છે આપણી રક્ષા માટે અને એક કવચ બની ચ્હેરો કોઇ આપણને કોઇપણ રીતે નુકશાન નહીં પ્હોચાડી શકે.. આમ બોલીને અન્યાએ કાળો અને લાલ બન્ને દોરાં માં કાળીનું નામ લઇને રાજનાં જમણાં હાથે બાંધ્યા અને એનાં દોરાં એનાં ડાબા હાથે રાજ પાસે બંધાવ્યાં. ચુંદડી એણે રાજને એનાં સેવારૂમમાં મૂકવા કર્યું.
રાજ થોડીવાર અન્યાની સામે જોઇ રહ્યો પછી બોલ્યો માય લવ તું કેટલી કાળજી રાખે છે. આઇ લવ યુ વેરી મચ. આ ચુંદડી હું આપણી રક્ષા મહાદેવ મંદિરમાં મૂકુ છું અને પછી ચાલ દર્શન કરવા જઇએ. એમ કહીને અન્યાને કપાળે ચૂમી ભરીને એ ઘર મંદિરમાં ચુંદડી મૂકવા ગયો. અન્યા મંદિર જવા માટે આગળ નીકળી.
રાજ અને અન્યા બંને કારમાં બેસીને મંદિર થવા માટે નીકળ્યાં અને ગાડી બંગલામાંથી બહાર નીકળી મુખ્ય રસ્તા ઉપર આવી અને રાજ અન્યાની સામે જોઇને કહ્યું "જાન... આપણાં લગ્નની બધી જ તૈયીરી હું પુરી કરીશ.. ખાસ તો માં ને મળીને તેં જે યોગ ઉભો કર્યો છે એ માં-બાબાં પાસે આશીર્વાદ લઇને પહેલાં પાપા સાથે વાત કરીને માં ને લેવા જ જઇશું બસ આજે સંપૂર્ણ આશીર્વાદ મળી જાય.
અન્યાએ રાજને હેત કરતાં કહ્યું મળીજ જશે મારાં રાજ.. જોને માં એ પણ મારી સામે કેવી સરસ રીતે વાત કરી અને તારું નામ મારાં હોઠે આવતાં જ એમનો ચહેરો જ બદલાઇ ગયેલો એટલાં ખુશ અને આનંદમાં આવી ગયાં જાણે એમનો ખોવાયેલો ખજાનો હાથ લાગી ગયો.
રાજ પણ સાંભળીને ખુશ થઇ ગયો. હવે ક્યારે માં ને મળું અને ઘરે લઇ આવું બસ એજ વિચારોમાં ખોવાઇ ગયો.
થોડેક જ આગળ જ હજી કાર ગઇ અને કાર જાણે ખોટવાવા લાગી આંચકા લાગવાં માંડ્યા. રાજ ગભરાયો અને આ શું થઇ ગયું ? મારી ઔડી તો એકદમ અપટુડેટ હોય છે આમ કેમ થાય ? એણે ફરીથી ગીયર ચેન્જ કરીને થોડી ફાસ્ટ ડ્રાઇવ કરવા પ્રયત્ન કર્યો પણ કાર જાણે આગળ જ નહોતી જતી સ્પીડ સાવ ધીમી થઇ ગઇ અને આંચકા ખાવા લાગી.. રાજે અન્યાની સામે જોઇ ક્હ્યુ "અચરજ છે આ શું થાય છે ? કાર તો હજી ગઇકાલે જે સર્વિસ થઇને બધીજ રીતે ચેક થઇને આવી છે.
અન્યાએ રાજનાં ચહેરાં પર ગભરાહટ જોઇને કહ્યું "રાજ ચિંતા ના કર કંઇ જ નહીં થાય.. અન્યાને એહસાસ થઇ ગયો એણે વક્રદ્રષ્ટિથી મીરરમાં જોયું તો માઇકલ અને ફ્રેડીનાં પ્રેત ગાડીમાં જ હતાં. એ લોકોએ અન્યાને જોઇને વિકૃત હસવા લાગ્યાં. અન્યાએ આંખથી એવી તીક્ષ્ણ નજર કરી કે બંન્ન જાણે શીંખાવીયાં થઇ ગયાં પણ રાજની પાછળ જ બેસી રહ્યા.
અન્યાએ રાજને કહ્યું "તું ગાડી એક સાઇડ કર અને ઉભી રાખ... મને જોવા દે હું ડ્રાઇવ કરીને જોઊં મંદિર પહોચી જઇએ પછી ત્યાં ચેક પણ કરીએ... રાજે કહ્યું "ઓકે અને એ કારમાંથી નીચે ઉતર્યો અને અન્યા ડ્રાઇવીંગ સીટ પર બેઠી અને બેસતાં રહેલાં એમને બંન્ને પ્રેતને એના સીટ બેલ્ટ સાથે બાંધી દીધાં.. એ લોકો ચીચીયારીઓ પાડી પહેલાં પણ અન્યા સિવાય કોઇએ સંભળાતી નહોતી અન્યાએ ગાડી ચલાવીને મંદિર તરફ લીધી ગાડી આંચકા આપતી બંધ થઇ ગઇ અને સ્મૂધલી ચાલવા લાગી.
રાજને આશ્ચર્ય થયું "અરે હું બરાબર જ ચલાવતો હતો પણ અત્યારે જાણે કશુ જ નથી. આવું કેવી રીતે થાય ? અન્યાએ કહ્યું "માય ડાર્લીંગ... કદાચ તું થાકેલો છે સ્વીટુ બીજું શું કારણ હોય ? જોતે અત્યારે છે કાંઇ ? ઓકે છે ને મંદિર આવ્યુ અને અન્યાએ બંન્ને પ્રેતને બાધેલા જ રાખ્યા એની અગમ શક્તિ એ બંન્નેને કાબૂમાં કરી લીધાં હતાં.
કંઇક વિચારીને અન્યાએ કહ્યું.. ચાલ રાજ પ્હેલાં દર્શન કરી આવીએ પછી કાર ચેક કરીશું. એમ કહીને રાજનો હાથ પકડની ચાલવા લાગી. બંન્ને જણાંએ રાધાકૃષ્ણની મૂર્તિ સમક્ષ હાથ જોડી... પરસ્પર હથેળી મિલાવી દર્શન કર્યા.
અહા ! શું રૂપ સ્વરૂપ હતું રાધા કૃષ્ણનું જાણે સાક્ષાત હાજર હતાં. એટલે સરસ શ્રૃંગાર અને વસ્ત્રો પરિધાન કરાવેલાં જાણ હમણાં બોલી ઉઠશે.
રાજે બે હાથ ફેલાવીને પ્રાર્થના કરતાં કહ્યું "હે પ્રભુ તમે અન્યાને નિમિત્તે બનાવીને માં નો સંપર્ક કરી રહ્યો હવે હું એને ઘરે લેવા જઇશ. પાપાને પણ તમે મનાવી લેજો બધુ સાચું નરસું થઇ જાય એવું કરજો પછી જ હું માંડવે બેસી જ એ લોકોનો યુગ્મ આશીર્વાદ લઇને જ પ્રભુતાનાં પગલાં માંડીશ એમ પ્રાર્થન કરીને આંખો બંધ કરીને એ સાષ્ટાંગ નમસ્કારની મુદ્દામાં પ્રભુ સામે જમીન ઉપર લંબાવીને દર્શન કરી રહ્યો.
અન્યાએ પણ ખૂબ પ્રાર્થના કરી... આભાર માન્યો જેવો રાજ સાષ્ટાંગ દર્શન કરવા ભોંય પર ઉભો થયો એ તરતજ કારમાં પહોચીને બંન્ને પ્રેતને એવાં બાંધ્યા અને એવાં સ્ટકાર્યો કે રાડારાડ ચીસાચીસ કરી મૂકી અને અધમૂઆ કરીને છોડ્યાં પાછી રાજ પાસે આવી ગઇ.
રાજે દર્શન કરીને ઉભો થયો અને બાજુમાં ઉભેલી અન્યાનો હાથ પકડી એનાં હાથે ચૂમી ભરીને ક્યું ખૂબ ખૂબ થેંક્સ ડાર્લીંગ આજે માં બાબા સાક્ષીને તું મારો જ જીવ.
અન્યા પણ એકદમ લાગણીશીલ થઇ ગઇ અને એણે રાજને ચૂમીને કહ્યું "થેંક્સ કેવુ રાજ ? જો તારાં છે એ મારાં છે મારાં એ તારાં આપણાં માટે કરેલાં કામનો આભાર હોય ? તારાં જીવનમાં ખૂટતો માં નો પ્રેમ તને પાછો મળ્યો એ મને ગમ્યાં બરાબર છે માય લવ... તારાં માટે આ જીવ... અટકી પછી બોલી સર્વસ્વ ન્યૌછાવર છે.
રાજ થોડીવાર અન્યા સામે જોઇ રહ્યો "બોલ્યો હું તને ઓળખતો થયો ત્યારે તું સાવ નાદાન હતી અને અત્યારે જાણે કેટલીય અનુભવ સિધ્ધ હોય એવી વાતો કરે છે. એવું તો શું થયું છે કે મારી ડાર્લીંગ આવી શાણી અને ડાહી વાતો કરે છે ? ક્યાં ગયુ તારું તોફાન, નાદાની, જીદ, ગુસ્સો એ બધું પણ હું મીસ કરું છું એય લવ યુ કહીને એણે અન્યાને ચૂમી લીધી.
અન્યાંએ કહ્યું "રાજ બસ બધું જ તારામાં સમાઇ ગયું હવે મારું કશું રહ્યુ નથી બધુ તારામાં સમાયું તારા થકી તારાં સુધી જ રહી ગયું. તારામાં જ મારો જીવ પરોવાયો એય મારો નથી રહ્યો. લવ યુ રાજ.
રાજે પ્રેમથી હસતાં હસતાં કહ્યું "આઇ એમ સો બ્લસેડ યુ લવ યુ ડાર્લીંગ એમ કહી કાર ખોલીને બેસી ગયો અને બોલ્યો આઇ હોપ હવે કાર તેં ચલાવી એમ સરસ જ ચાલશે.
અન્યાએ કહ્યું "ઓફકોર્સ... બધા અંતરાય હટાવી દીધાં છે શાંતિથી ચલાવ ઘરે જઇને તું પાપા સાથે માં અંગે બધી વાત કરીલે પછી આપણે એમને લેવા જવાનું નક્કી કરી લઇએ. અને હું મારાં થોડાં કામ નીપટાવી દઊં પછી ફી થઇ જાઊ. તારી સાથે માં ને લેવા જવા અંગે.
"યસ માય લવ એમ કહીને રાજે કાર હંકારી મૂકી... મુખ્ય રસ્તા પર કાર ચાલી રહી છે અને અન્યાએ રાજનો એક હાથ પકડી રાખ્યો છે બંન્ને જણાં સ્પર્શ અને પ્રેમનો એહસાસ કરતાં આગળ વધી રહ્યાં.
અચાનક જ કારનાં ફ્રન્ટ કાચ પર લોહીનો ફુવારો ઉડે છે આખો કાચ લોહીલૂહાણ જાણે થઇ ગયો એવું દેખાય છે. રાજ એકદમ ગભરાઇ જાય છે કાર પર કાબૂ ગુમાવે છે અને કાર.....
વધુ આવતા અંકે .......... પ્રકરણ-53


રેટ કરો અને રિવ્યુ આપો

Seema Shah

Seema Shah 4 માસ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Nitesh Shah

Nitesh Shah 2 વર્ષ પહેલા

Neepa

Neepa 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા