Revenge - 9 books and stories free download online pdf in Gujarati

રીવેન્જ - પ્રકરણ - 9

પ્રકરણ-9

રીવેન્જ

અન્યા આજે ખૂબ સુંદર દેખાઇ રહી હતી એનું લાવણય મય ચહેરો, નાજૂક ચિબુક અણીદાર શ્રેષ્ટ, લાલ પરવાણાં જેવાં હોઠ અને દાડમ કળી જેવા દાંત, સુંદર મરોડદાર ગરદન અને સુંદર ઘાટીલા ચૂસ્ત પયોધર અને પાતળી કેડ અને ભરાવદાર માંસલ થાઇ અને સોટા જેવા પગ જાણે એક અનુપમ સુંદર હરણી ભવ્ય પોશાકમાં સજી ધજીને ઉભી છે. બધાની આંખો અન્યા પર ચોંટી ગઇ છે બધાં એનાં રૂપનું પાન કરી રહ્યાં છે પોષાક - પરીધાનથી સજ્જ હોવાં છતાં એની યુવાની ડોકીયા કરતી હતી અને આજે એક સાથે ઘણાંની જાણે વિકટ પડી ગઇ હતી ક્યારે અન્યા સાથે દોસ્તી કરી લઇએ એની જ લ્હાયમાં ફીલ્મી ગેસ્ટ હતાં.

ગણેશ સ્તુતિ અને ગુરુવંદના પછી બધી લાઇટો બંધ થઇ ગઇ અને સ્ટેજ પર કાળું અંધારુ છવાઇ ગયું અને ધીમે ધીમે ગુલાબી રંગની રોશની ગોળાકારે સ્ટેજ પર છવાઇ એને એણાં અન્યા એનાં કથ્થકનાં પોઝમાં ઉભી હતી બધાનાં મુખેથી આહ નીકળી ગઇ અને ગુરુજીનો આદેશ થયો અને તબલાની થપાટ અને વીણાંના તાર ઝણઝણી ઉઠ્યાં અને અન્યાએ કથ્થકની મુદ્રાઓ સાથે તાલબદ્ધ નૃત્ય ચાલુ કર્યું.

ઇન્દ્રીયન કલાસીક બનારસ ધરાનાનું કથ્થક નૃત્ય ચાલુ થયું અને બધાં અન્યાનાં નૃત્યમાં તલ્લીન થયાં. એની આંખોથી કરવાના ઇશારા અને સંવાદ નૃત્યનો વિષય સમજાવતાં હતાં એક પ્રેમિકા એનાં પ્રિયતમને પ્રેમથી આકર્ષણ કરી રહી છે પ્રેમ જતાવી રહી છે. નૃત્યની જુદી જુદી મુદ્દાઓ એનું તનનું લચીલાપણું બધાને મોહીત કરી રહ્યું હતું અને આજે જાણ બધાને બીરજુ મહારાજની યાદ તાજી થઇ ગઇ અને એમનાં પછી જાણે આજે અન્યાએ બનારસ ધરાનાનું કથ્થક અહીં સાકાર કરી દીધું.

તબલાની થપાટ, વીણા-સારંગીની તાન અને તાલ સાથે તાલ મિલાવી હવે નૃત્ય એની પરાકાષ્ઠા પર હતું અને અન્યા એકદમ તન્મય થઇને ખૂબ સુંદર નૃત્ય કરી રહી હતી એના એક એક મુદ્રા અને ઠહેરાવ સાથેના નૃત્ય પર બધાં વાહ વાહ પોકારી ઉઠ્યાં નૃત્યની આંખની મુદ્રા સાથે ગુરુજી અને અન્ય મહેમાનો ખુરશી ઉપરથી ઉભા થઇને તાળીઓના ગડગડાટ સાથે ખુભ સન્માન આપ્યું અને અન્યાના નૃત્યને બિરદાવ્યું અને ગુરુજીએ ગુલાબની પાંખડી અને અત્તરનાં છંટકાવ સાથે અન્યાને વધાવી લીધી. પડદો બંધ થયો.

નૃત્ય પુરુ થયાં પછી અન્ય મહેમાનોએ હોલમાંથી ધીમે ધીમે વિદાય લેવા માંડી પણ બધાનાં મન મસ્તકમાં અન્યાનો ડાન્સ જ જાણે કોતરાઇ ગયેલો આખો 90 મીનીટનો કાર્યક્રમ ક્યારે પુરો થઇ ગયો ખબર ના પડી. ગુરુજી - મંગેશ અને અમુક પ્રોડ્યુસર -ડીયરેક્ટરો અન્યાને મળવા માટે રોકાઇ ગયાં. અન્યાની મોમ રૂબી સ્ટેજપાછળ ગ્રીનરૂમમાં ગઇ અને અન્યાને વળગી જ ગઇ કોન્ગ્રેચ્યુલેશન માય બેબી કહીને વધાવી લીધી સેમ એનાં ડેડ ગુરુજી અને મહેમાનો સાથે વાતો કરતાં રહ્યાં. એની મોમે કહ્યું અન્યા હમણાં ચેન્જ ના કરીશ તારો બધાં સાથે ગ્રુપ ફોટો અને બીજા ફોટાં લેવાં છે અને અન્યાએ ક્યું ઓકે મોમ એમ કહીને એણે બોય પાસે જયુસ મંગાવી પીધો.

ગુરુજીએ અન્યાને બોલાવી અને સ્ટેજ ઉપર જ ગુરુજી અન્યા, ગુરુજી અન્યા અને મોમ ડેડ સાથે ફોટાં લીધાં મંગેશે પણ રીક્વેસ્ટ કરી મારો અને અન્યાનો ફોટો લઇલો એ લોકોનો લઇને ત્યાં પાછળ રાજવીર દેખાયો અન્યાએ એને સ્ટેજ પર બોલાવ્યો અને અન્યા રાજવીર અને મંગેશ ત્રણેનો એકસાથે ફોટો લીધો. રાજવીરે હાથ મિલાવીને ક્હ્યું "કોન્ગ્રેચ્યુલેશન અન્યા" વેરી વેલ ડન... આજે તને કોઇ નવા જ રૂપમાં જોઇ મેં જાણે સ્વર્ગની કોઇ દેવી કોઇ અપ્સરા... આઇ... આઇ.. અન્યાએ ક્હ્યું " રાજવીર મીટ મી.મંગેશ મેં તને વાત કરી હતી એમની પાસે હું નૃત્યુનું નવું ફોર્મ મોહીનીયત્તમ શીખવાની છું અને મંગેશ ધીસ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ રાજવીર અને મંગેશે હાથમિલાવી અભિવાદન કર્યું.

સેમે અન્યાને ક્હ્યું દીકરા હવે તું ચેન્જ કરીલે પછી અહીં થોડાં મહાનુભાવો ગુરુજીનાં જાણીતાં તારી રાહ જોઇ રહ્યાં છે. એમને મળવાનું છે. અન્યાએ હોલમાં બેઠેલા થોડાં લોકોને જોયાં અને ઉતાવળમાં ચેન્જ કરવાં ચાલી ગઇ.

ઓડીયનસમાં ઓછામાં ઓછાં 15-20 જણાં અન્યાને મળવા માટે આતુર હતાં. એ લોકો ગુરુજી અને અન્યાનાં ડેડ સેમ સાથે વાતો ચાલુ કરી હતી એમાં ચાર આંખો ખાસ અન્યાની રાહ જોઇ રહી હતી અને અન્યા જોઇને શું રીએક્ટ કરશે એજ વિચારતી હતી. અને અન્યા થોડાં સમયમાંજ ચેન્જ કરીને બહાર આવી ગઇ.

અન્યાએ ભારેખમ ડ્રેસ,ઘરેણાં મેકઅપ બધુ જ ચેન્જ કરી ફ્રેશ થઇને ગુલાબી કુર્તી અને જીન્સ પેરીને બહાર આવી ગઇ અને એકદમ તરોતાજા લાગી રહેલી એ બહાર આવીને ગુરુજીને બાજુની ખુરશીમાં બેઠી. પાપા અને મોમે કહ્યં દીકરી તું થાકેલી બીલકુલ નથી લાગતી. અન્યાએ ક્હ્યું "માં મે નૃત્ય સાધના કરી છે કોઇ મહેનત નહીં હું તો બધુ જ ફ્રેશ થઇ ગઇ છું એનો જવાબ સાંભળી બધાંજ ખુશ થઇ ગયાં અને નૃત્ય પ્રત્યેની અન્યાની લગાવ અને વફાદારી જોઇ સ્તબ્ધ થયાં. ગુરુજીએ ક્હ્યું અન્યામાં એક અજબ ગુણ છે જ્યારે એ નૃત્યમાં પરોવાય પછી એને બીજું કોઇ ભાન નથી હોતું અને આમ એટલી સામાન્ય છોકરી લાગે... કે કોઇને અંદાજ જ ના આવે કે આ છોકરી અદભૂત ડાન્સર છે.

મંગેશ ધારી ધારીને અન્યાને જોઇ રહેલો અને રાજવીર મંગેશ અને ગુરુજીને એને અંદરને અંદર ઇર્ષ્યા થઇ રહી હતી કે આ લોકો કેટલાં અન્યાનાં નજીક છે અને હું હજી પ્રેમ અને દોસ્તી વચ્ચે ઝોલા ખાઊં છું હજી પ્રેમના રસ્તે હું ભાખોડીયા ભરતો હોઊં એવું લાગે છે એ અન્યાને આંખથી દૂર નહોતો કરી શકતો.

ગુરુજીએ અન્યાને ક્હ્યું "દિકરા તને મળવા માટે ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝનાં ખ્યાતનામ પ્રોડ્યુસર ડાયરેક્ટર અને એમનાં મિત્રો તથા આસીસ્ટન્ટ રાહ જોઇ રહ્યાં છે ચાલ હું મુલાકાત કરાવું કહીને ઉભા થઇ ગયાં. અને અન્યાને હાથ પકડીને આગળ દોરીને જે લાઇનમાં બેઠાં હતાં એ લોકોને એમનાં મોભા પ્રમાણે માન સચજવાય. એમ ઓળખાણ કરાવતા ક્યું "આ છે રાજન કપૂર ખૂબ મોટાં ડાયરેક્ટર છે એમની ફીલ્મ આશીકદીવાના હમણાંજ રીલીઝ થઇ છે અને સુપર ડૂપર હીટ થઇ છે અને હજી તો ઘણાં રેકોર્ડ તોડશે સાથે એમનાં ભાઇ કીશનકપૂર એ પ્રોડ્યુસર છે અન્યાએ હાથ જોડીને એમનું અભિવાદન કર્યું, રાજનકપુરે કહ્યું "અન્યા યુ આર એક્ષેલેન્ટ અમે તારી રીયલમાં એન્ટ્રી ઇચ્છીએ છીએ તારા જેવી સુંદર અને ટેલેન્ટેડ છોકરી અમારા કેમ્પસમાં આવી જાય તો બ્લોક બસ્ટર ફીલ્મોની વણઝાર લાગાવીશું.

અન્યાએ ક્હ્યું "થેક્યું સર હું વિચારીને જવાબ આપીશ મને એને યોગ્ય સમજી માટે આપની આભારી છું રાજન કપૂરે એને કાર્ડ આપતાં ક્હ્યું "આમ તો અમારી ઓફીસ બધાનાં ચપ્પલ પણ ધસાઇ જાય તોય ચાન્સ નથી મળતો પણ ગુરુજીએ ભલામણ કરેલી પ્રોગ્રામ જોવા માટે અને અને સાચે જ નગીનાં જોઇ લીધો અમે તો વિચાર જે અને કહેજે હા પાડીશ તો ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પહેલી ડેબ્યુ ફીલ્મનીજ બધા રેકોર્ડ તોડીશ એવો અમારી ધારણા છે અમારો વરસોનો અનુભવ કહી રહ્યો છે.

અન્યાએ ખૂબ નમ્રતાથી થેક્યું કહ્યું અને કહ્યું હું જરૂરથી આપતો સંપર્ક પછીથી કરીશ. અને બંન્ને હાજર ભાઇઓ ગુરુજીનો આભાર માનીને નીકળી ગયાં.

ગુરુજીએ પછી આગળ ઓળખાણ કરાવતાં કહ્યું "અન્યા આ વેબસીરીઝ અને સીરીયલ્સ બનાવે છે એમનું નામ છે ગુરુજી નામ બોલે તે પ્હેલાંજ પ્રોડ્યુસર ઉભો થઇને બોલ્યો "બેબી માય નેમ ઇઝ રોમેરો નેલસન એન્ડ માય ફ્રેન્ડ. હીંગોરી જે ડાયરેક્ટર છે એમ કહીને બંન્ને ઉભા થઇને અન્યાને હેન્ડશેક કરવા હાથ લંબાવ્યો પણ અન્યાએ નમસ્કકાર મુદ્રા કરીને આભાર માન્યો. રોમેરોએ કહ્યું "બેબી વી આર વેરી ઇમ્પ્રેસ બાય યોર ડાન્સ પરફોરમન્સ એન્ડ યુ આર ગ્રેટ આર્ટીસ્ટ વી આર ઓફર એ મેઇન રોલ ઇન અવર કમીંગ ફીલ્મ એન વેબ સીરીસ એન ધીસ ઇઝ યોર એડવાન્સ ચેક એક્ટ કરીને ખીસ્સામાંથી તૈયાર કરેલો દસ લાખનો ચેક આપવા માંડ્યો ગુરુજી તો જોતાં જ રહી ગયાં અન્યાએ કહ્યું "ઓહ નો સર થેક્યું વેરી મચ બટ આઇ વોન્ટસ ટુ થીંક બીફોર એની કમીટમેન્ટ થેંક્સ અગેઇન. રોમેરોએ કહયું ઓકે બેબી ટેઇક માય કાર્ડ અને એવું કહીને કાર્ડ આપ્યું બટ ધીસ ઇઝ માય સ્ટેન્ડીંગ ઓફર એની ટાઇમ વેલકમ યુ માય ઓફીસ - સ્ટુડીયો, અન્યાએ ક્યું થેક્યું સર,

મંગેશ અને રાજવીર ક્યારથી આ બધુ જોઇ રહેલાં અને મનમાં ખૂબ અકળાઇ રહેલાં એનાં મોમ ડેડ ખૂબ જ ખુશ હતાં કે બેબી આજે એકદમ સકસેસફુલ પ્લેટફોર્મ પર છે.

અન્યાએ હીંગોરીની પાછળ ઉભેલી લેડીને જોઇ અને એની આંખો પ્હોળી થઇ ગઇ એ ફેડી હતી એણે અન્યાને હાથ ઉંચો કરી હાય કીધું અને બોલી કોન્ગ્રયુલેશન અન્યા ધીસ ઇઝ યોર ફસ્ટ ફીલ્મ નાઉ. અન્યાએ કહ્યું આઇ વીલ થીંક આઇ હેવ નોટ કનફર્મ એનીથીંગ અને ફ્રેડી એની સામે જોઇ રહી.

પ્રકરણ - 9 સમાપ્ત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED