રીવેન્જ - પ્રકરણ - 53 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રીવેન્જ - પ્રકરણ - 53

રીવેન્જ -53
અન્યા અને રાજ રાધાકૃષ્ણનાં મંદિરથી દર્શન કરીને ઘરે પાછાં વળવાં નીકળે છે બંન્ને ઘણાં ખુશ અને આનંદમાં છે કાર ડ્રાઇવ કરતાં કરતાં પણ રાજ અન્યાને નીરખીને જાણે નજરોથી પણ પ્રેમ કરતો હોય છે.
કાર ગતિમાં આગળ વધી રહી છે અને અચાનક જ કારનાં ફ્રન્ટ કાચ પર લોહીનો ફુવારો થાય છે અને રાજ આ જોઇને ખૂબ ગભરાઇ જાય છે અને ડ્રાઇવીંગરનો કાબૂ ગુમાવે છે.
કાર બેકાબૂ થઇને આગળ જતાં ટ્રક સાથે જોરથી ભટકાય છે અને મોટો એક્સીડન્ટ થઇ જાય છે. અન્યા કંઇ વિચારે એ પહેલાં પલકવારમાં ઘટનાં ઘટી જાય છે.
એણે જોયું રાજે કાબૂ ગુમાવ્યો છે અને કાર ભટકાઇ રહી છે એણે રાજને પોતાનાં તરફ ખેંચી લીધો અને રાજને બચાવી લીધો. આગળનાં કાચનાં ફુરચે ફુરચા ઉડી જાય છે કારનો એક્સીડન્ટ થાય છે પરંતુ રાજ બચી જાય છે અન્યાએ એને પોતાની અગમ શક્તિથી ઉગારી લીધો હોય છે પરંતુ ખૂબ ગભરાહટમાં રાજ બેભાન થઇ જાય છે.
અન્યા જુએ છે કે ફ્રેડી અને માઇકસ નાં પ્રેત કાચ પર બેસીને અન્યા સામે ગુસ્સાથી જોઇ રહ્યાં છે. ફ્રેડીનું પ્રેત વધુ ભયાનક અને બિહામણું લાગી રહ્યું હતું. અન્યાએ એ લોકોને ન ગણકારીને પહેલાં એમ્બુલન્સ બોલાવી અને ઇમરજન્સીમાં હોસ્પીટલમાં દાખલ કર્યો.
સીટી હોસ્પીટલમાં સીધો ઇમરજન્સીમાં દાખલ કરીને દોડીને ડોક્ટરને ઓળખ આપી અને તાત્કાલીક રાજને સારવાર આપવા વિનંતી કરી. ડોક્ટરે સત્વરે રાજને ટ્રીટમેન્ટ આપવી શરૂ કરી... અન્યા મનોમન માં ને પ્રાર્થના કરવા માંડી રાજનો વાળ વાંકો ના થાય એવી પ્રાર્થના કરી કરગરી, એણે કહ્યું માં નિમિત્ત હું છું રાજને કંઇ ના જ થવું જોઇએ.
અન્યાને યાદ આવ્યુ ઘરેથી નીકળતાં માં એજ એહસાસ કરાવેલો રાજને માં નાં ઘરાવેલાં દોરાં પહેરાવેલાં અને એની શ્રદ્ધા બમણી થઇ ગઇ એ મનોમન પ્રાર્થના કરી રહી હતી અને એણે સાંભળ્યું "અનુ.... અનુ... રાજનો અવાજ સાંભળીને એ રાજ પાસે દોડી આવી. એણે કહ્યું "રાજ આર યુ ઓકે ? રાજે કહ્યું "હાં ડાર્લીંગ... હું એક્સીડન્ટ થતાં પ્હેલાંજ પેલો લોહીનો ફુવારો જોઇને જ ગભરાઇને કાર પરથી કાબૂ ગુમાવેલો શું શું પછી ? તને કંઇ થયું નથીને ? આર યુ ઓકે ? એ લોહી શેનું કોનું હતું ? કેવી રીતે કાચ પર આવ્યું ?
અન્યા એનાં પ્રશ્નો સાંભળીને મૌન થઇ ગઇ પછી કહ્યું "તું એ બધી ચિંતા છોડ.. મને લાગે ઉપર ઝાડ કે તાર ખબર નથી કોઇ પક્ષી-પ્રાણી ધાયલ થયુ હશે એનુ લોહી હશે પણ એ બધી હું તપાસ કરી લઇશ. કાર ડેમેજ થઇ છે એની વ્યવસ્થા કરવી પડશે મને કહે હું કોને ક્યાં ફોન કરું ? સૌથી અગત્યની વાત એ છે કે તને કંઇ જ નથી થયું તું સાવ સલામત છે... માં તારો ખૂબ ખૂબ ઉપકાર એમ કહીને ફરીથી થેંક્સ કહેવા લાગી.
રાજે ડોક્ટરને કહ્યું "હું સાવ ઓકે છું.. હું ગભરાઇને બેભાન થયેલો હું ઓકે જ છું જઇ શકું ?"
ડોક્ટરે કહ્યું "તમે ઓકે છો પણ થોડાં કલાક અહી જ અમારી દેખરેખમાં આરામ લો સાંજે તમને ઘરે જવા દઇશ.
અન્યાએ કહ્યું "હું પાપાને ફોન કરી દઊ છું. કે આપણે….. રાજ કહ્યું "ના હું જ કરુ છું તું કરીશ તો ખૂબ સીરીયસલી લેશે એમને માંડ સારુ છે હમણાં એ કોઇ આધાત નહીં પચાવી શકે પ્લીઝ. એમને કહેવું જ નથી કે હું બેભાન થયેલો. હું નટરાજન અંકલને એકસીડન્ટ થયો છે એ પ્લેસ બતાવી દઊં છું સ્થળ સમજાવી દઊં એટલે એ આગળ મેનેજ કરી દેશે અને કહું છું પાપાને કહે નહીં. પાપાને મારે કોઇ ચિંતા કે ટ્રેસમાં નથી મૂકવાં.
રાજે એમ કહીને નટરાજન અંકલને ફોન કરીને બધી જ વાત સમજાવી અને કહ્યું પાપાને કહેવાનું નથી.
"અરે રાજ હું પાપાને કંઇ જ નહીં કહું. મને ખબર છે સરની તબીયત હમણાં જ સુધરી છે પણ કેવી રીતે એક્સીડેન્ટ થયો ? શું થયો ? આર યુ ઓકે ? તમે ક્યાંય કંઇ ડેમેજ નથી થયું ને ? મને તારી ચિંતા છે વીર.. અને અન્યા તારી સાથે છે ? એ ઓકે છે ને ! કારની ચિંતા છોડ હું કરી દઇશ અને હું તારાં માટે બીજી કાર મોકલું છું... તું ક્યાં છે ? ત્યાં ગાડી મોકલું છું અન્યાએ ઇશારાથી ના પાડી કે ગાડી ના મંગાવ આપણે મેનેજ કરી લઇશું.
રાજે અન્યાનો ઇશારો સમજી જઇને કહ્યું "કાંઇ નહી એતો અમે લોકો ઘરે પહોંચી જઇશું બસ તમે કારનું મેનેજ કરી દો અને મારી જરૂર જણાય તો બોલાવ જો હું અત્યારે કાર આપણાં ડ્રાઇવરને બોલાવીને સોંપી દઊં છું એ થોડા બાકીનું તમે જોઇ લેજો.
નટરાજને કહ્યું કંઇ નહીં તમે લોકો તમારું કામ પતાવો હું ડ્રાઇવરને સ્થળ પર મોકલું છું ડોન્ટ વરી ટેઇક કેર.. કહીને ફોન મૂક્યો અને અન્યાનાં મનમાં એક સાથે ગણાં વિચાર આવી ગયાં.
અન્યાએ કહ્યું "રાજ ડોક્ટરની એડવાઇઝ પ્રમાણે તું થોડો રેસ્ટ લે.. હું તારી પાસે જ બેઠી છું... તું થોડી નીંદર લઇ લે આમ પણ તને ઇન્જેકશન આપ્યા છે.. પ્રીવેન્શનનાં રૂપમાં તને નીંદર એમ પણ આવશે... સ્વીટું પ્લીઝ ટેક રેસ્ટ.. હજી અન્યા એને કહે ત્યાં રાજ સૂઇ પણ ગયો. અન્યાએ એને બ્લેન્કેટ ઓઢાડ્યો અને નર્સને ધ્યાન રાખવાની સૂચના આપીને એણે પોતાનું લક્ષ્ય નક્કી કર્યું અને ત્યાંથી નીકળી ગઇ.
એક્સીડેન્ટ સ્થળે પહોચીને અન્યાએ કારની દુદર્શા જોઇ આગળનો કાચ લાલ ચટ્ટક લોહી વાળો હતો અને કારનું બોનેટ ડેમેજ થયેલું બાકી કંઇ ખાસ નહોતુ ત્યાંજ ટ્રકવાળોએ આવીને કહ્યું મેમ ઐસે કૈસી ગાડી ચલાઇ જો પીછેસે ઠોક દી.. હમારી ગાડી તો ખડી હી થી.
અન્યાએ અકળાઇને કહ્યું "યે ક્યા પાર્કીગ કી જગહ હૈ. ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે.. તુમ અપના લાયસન્સ દીખાવો મેં પોલીસમેં કમ્પ્લેઇન કરતી હૂં ના તુમ્હારા પાર્કીંગ લાઇટ ચાલુ હૈ ઐસે કૈસે ખડી કર દી.
પેલાં સરદાર ડ્રાઇવરને થયું આતો ઉલમાં થી ચૂલમાં પડવાનું થશે એટલે કહ્યું "સોરી મેમ છોડો આપશે નુકશાન હુઆ હૈ મૈ તો ઇસલીએ બોલા.. મૈં ચલા એમ કહીને ટ્રક લઇને ભાગી ગયો. ત્યાંજ રાજનો ડ્રાઇવર આવી ગયો. એને અન્યાએ કહ્યું "તું કાર લઇને સીધો કંપનીમાં પહોચ અને જરૂરી રીપેરીંગ કરાવવા આપી દે જો કાર ચાલે છે ને ?
ડ્રાઇવરે બેસીને કાર સ્ટાર્ટ કરી.. થોડાં અવાજ સાથે ચાલુ થઇ પણ થોડો બોનેટનો અવાજ હતો છતાં એણે ક્યું મેમ હું કાર આપી દઊં છું પછી રાજ સાબ સાથે વાત કરી લઇશ સર ક્યાં છે ? અન્યાએ કહ્યું "એ જરૂરી કામમાં છે તું જા...
અન્યાનો ગુસ્સો સાતમે આસમાને હતો... એણે મનોમન ધ્યાન ધરીને જોયું કે ફ્રેડી અને માયકલનાં પ્રેત હીંગોરીને દાખલ કરેલો ત્યાં હાજર છે અને તરત જ ત્યાં પહોચી અને બંન્ને જણને સામેથી ઉશ્કેર્યો. ફ્રેડીનું પ્રેત કહે તે અમારાં સરને ડેમેજ કર્યા.. નુકશાન કર્યુ અને જોરથી હસ્તી હસ્તી વિકરાળ અવાજે બોલી... તું તો ગઇ.. અમારાંથી પહેલી પ્રેત બની ગઇ.. તને કોણે મારી એ તો કહી દે અમે તો તને.. હા.હા. હા. અમે તો તને હીંગોરી અને રોમેરોનાં હવાલે જ કરી હતી મારી નહોતી.. તું મરી કેવી રીતે ?
તને તો પેલાં કેમેરામેને ફેંદી... રોમેરો અને હીંગોરીઓ તો તારી સાથે રીતસર સુહાગરાત માણેલી... બે.. બે વાર તને તો આખી જ નગ્ન કરીને... અમે... માઇકલ બોલ્યો... મારી તો અત્યારે પણ લાળ ટપકે છે... તને બેભાન કરીને... સરે ભોગવી પછી ફ્રેડીનાં સહકારથી મેં તને પણ મનભરીને માણી છે... આ હા હા પ્રેત સ્વરૃપમાં પણ હજી એ સ્વાદ યાદ છે એમ કહીને બિહામણું હસી રહ્યો... તારી બધી ચરબી ઉતારી નાંખી હતી.. સુંદરતાનું અભિમાન તારું આભ આંબી ગયેલું.. તને ફિલ્મમાં લીધી અને થોડાં દિવસમાં અને બધાએ તારો સ્વાદ માણી લીધેલો હા.. હા..હા.. એમ કહીને બન્ને જણાં હસવા માંડ્યા.
અન્યાથી આ સંભળાઇ નહોતું રહ્યુ એનાથી સેહવાતું નહોતું. આ નીચ અને ગંદા માઇકલે પણ મારું શિયળ લૂટેલું હું એટલી હલકી અને અપવિત્ર થઇ ગઇ હતી ? સારુ થયું મેં શરીરથી જીવ જુદો કર્યો. એ શરીર મારાં રાજને લાયક જ નહોતું રહ્યુ. અન્યાની આંખો ગુસ્સાથી લાલ થઇ ગઇ હતી એણે કાબૂ ગુમાવ્યો અને હીંગોરીનાં રૂમમાં જ બંન્ને પ્રેતને પોતાની અગમ્ય શક્તિથી હીંગોરીના શરીરમાં દાખલ કરી દીધાં. હીંગોરી તો બેડ ઉપર ઉછળવા માંડ્યો. પ્રેત અને હીંગોરી બંન્ને જણાં ચીસો પાડવા માંડ્યા. .. વાતાવરણ એકદમ ભયાનક થઇ ગયું.
અન્યાએ ત્યાં બોટલ લટકી રહ્યુ સ્ટેન્ડ ઉંચકીને હીંગોરી અને એનામાં રહેલાં પ્રેતને ફટકારવા માંડ્યાં ચારે તરફ શોર બકોર થઇ રહ્યો. ડોક્ટર, નર્સ અને બીજા લોકો હીંગોરીનાં રૂમમાં દોડી આવ્યા. એ લોકોને માત્ર ઉછળતો હીંગોરીજ દેખાઇ રહેલો અને ડોક્ટરે સિધ્ધાર્થને ફોન કર્યો.
વધુ આવતા અંકે - પ્રકરણ -54