રીવેન્જ - પ્રકરણ - 51 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રીવેન્જ - પ્રકરણ - 51

પ્રકરણ - 51
રીવેન્જ
અન્યા રાજ પાસે આવીને બંન્ને જણાં જાણે વિરહની ખૂબ વિવહળ થઇ ગયેલાં અન્યોઅન્યને સ્પર્શીને સુખ માણી રહ્યાં-ખાસ તો અન્યા રાજને સ્પર્શનું સુખ બધે પ્રેમાળ સ્પર્શ કરીને આપી રહેલી અને રાજ આનંદ સાગરમાં ડૂબી ગયો.
રાજે કહ્યું તું કાલે આખો દિવસ ક્યાં ગૂમ રહી ? હું આ પાપાનાં હુકમ પ્રમાણેનાં કામ કરવામાં જ વ્યસ્ત રહ્યો.
અન્યાએ બેઠાં થઇને સૂતેલાં રાજનાં વાળમાં હાથ ફેરવતાં ફેરવતાં એની આંખોમાં આંખો પરોવીને કહ્યું “રાજ હું કાલે માં ને મળીને આવી... બેઘડી રાજ સાંભળી રહ્યો પછી ના સમજ્યો હોય એમ થોડાં આશ્ચર્ય સાથે બેઠો થઇ ગયો અને પૂછ્યું "માં ને મળી આવી એટલે ? મારી માં ને ? ક્યાં ? કેવી રીતે ? ક્યારે ગઇ ક્યારે આવી ? શું વાત થઇ ? તેં મને જણાવ્યું જ નહીં.
અન્યાએ ખૂબ પ્રેમથી કહ્યું "એય મારાં રાજ કેટલાં પ્રશ્નો કરે એક સાથે ? તને બધું જ એક એક વાત કહું એક એક પળતો હિસાબ આપું છું તને સરપ્રાઇઝ આપવી હતી અને તને મેં પ્રોમીસ આપેલું કે હું માં ને મળીશ અને આપણાં લગ્નમાં હું માં પાપા બંન્નેનાં આશીર્વાદ મેળવીશ મારાં માં-પાપા હાજર હશે એમ તારાં પણ બન્ને હાજર હશે જ.
રાજે કહ્યું "પણ મને વાત તો કરવી જોઇએ.. તું આમ ? અન્યાએ કહ્યું "ના પહેલાં મારે જાણવાનું હતું શોધવાનું હતું કે માં ક્યાં છે ? અને હું તને તરત નજર સામે એમની... હાજર કરી કોઇ એવું રીએકશન નહોતું લેવું કે મૌન પથરાઇ જાય એમ કહીને અન્યાએ બધી જ વાત કરી.
હું અહીંથી ફલાઇટમાં પોંડીચેરી જઇને સીધીજ અરવિંદો આશ્રમ ગયેલી અને સાચું કહુ તો મે રાજન સર પાસેથી વાત કઢાવેલી... રાજન સરને તો તું અને પાપા બંન્ને ઓળખો છો પણ પાપાએ ક્યારેય એ પછી માં અંગે પૂછેલું નહીં પણ મારે માં નાં આશીર્વાદ જોઇતાં જ હતાં.
મને પાકો વિશ્વાસ હતો કે માં નિર્દોષ છે પણ એક અહમની દિવાલે આ પરિસ્થિતિ સર્જી છે. અને હું અજાણી છોકરીની જેમ અમને મળી એમનો વિશ્વાસ જીત્યાં પછી જ તારી અને પાપાની વાત કરીને મારી ઓળખાણ આપી હતી એમણે ખૂબ આશિષ આપ્યાં અને મને વચન આપ્યું છે કે એ હું અને તું જ્યારે લેવા જઇએ ત્યારે આપણી સાથે ઘરે આવશે એમણે એવું પણ સ્પષ્ટ કર્યું છે કે રાજ માટે જ આવે છે આવશે એને આંખોથી જોવો છે ધરાઇને વાસલ્ય લુંટાવવું છે અને... પછી ફક્ત આંખો વરસી હતી આગળ કંઇ બોલી શક્યા નહોતાં.
રાજ અન્યાની વાત સાંભળી રહ્યો એને મૂડ સાવ બદલાઇ ગયો એ પ્રણય મસ્તીમાંથી માં નાં વિરહનાં દુઃખમાં જાણે નાહી રહ્યો. એની આંખો સજળ થઇ.. થોડીવાર એ અન્યાને ટગર ટગર નિરખી રહ્યો અને પછી એકદમજ જોરથી અન્યાને ભીંસમાં લીધી અને ધ્રુસ્કે ધ્રુસ્કે રડી ઉઠ્યો. હું શું કરું તે મારો ઉજડેલો, ખોવાયેલો માં નો પ્રેમ જાણે ફરી મેળવી આપ્યો. થેંક્યું વેરી મચ.
અન્યા હું પાપાને સમજાવીશ. હવે તો મારી ધીરજ જ નથી રહી પાપા કહે અને આપણે માં ને લેવા જવાનો પ્લાન સત્વરે બનાવીએ. અન્યા માપ લવ તે મારાં માટે ખૂબ મોટું કામ કર્યું છે. માં દિકરાને વરસો પછી મેળવી આપવા માટે જાણે રસ્તો ખૂલ્લો કરી નાંખ્યો થેંક્યુ માય લવ થેંક્યુ.
અન્યાની આંખોમાં પણ આંસુ ઉભરાયાં. પણ એ હર્ષનાં હતાં એણે કહ્યું એમાં મને થેંક્યુ શું કહેવાનું રાજ તું મારો પ્રેમ છે મારો જીવ જીવન છે અને મારે પણ માં પાપાનાં બંન્નેનાં આશિષ જોઇએ છીએ એટલે જ... અને આ અન્યાનો અનન્ય જીવ છે જો જ્યારે પ્રભુતામાં પગલાં માંડશે ત્યારે ખબર નહીં માં મહાદેવે સાક્ષાત આવવું પડશે.
રાજ અન્યાને સાંભળી રહ્યો અને અહોભાવ થી અન્યાને જોઇ રહ્યો. એનાં આનંદનો પાર નહોતો માનો... એણે આજે જીવનનું સાચુ સુખ ફરી પ્રાપ્ત કર્યું. એવી ભાવના થતી હતી.
**********
ઇન્સપેક્ટર સિધ્ધાર્થે સેમનો ફોન મૂક્યો અને ત્યાં સુધીમાં જીપ હોસ્પીટલ સુધી પહોંચી ગઇ. એણે ઇન્સપેક્ટરને સાથે લીધો અને કહ્યું ક્યાં છે પેલો હીંગોરી ? ચાલ ત્યાં જઇએ આ PSI એ એને ત્યાં સાથે લઇને ગયો અને ત્યાંસુધીમાં નર્સે પણ ડોક્ટરને જાણ કરી.
સિધ્ધાર્થ જોવો રૂમમાં પ્રવેશ્યો અને હીંગોરીની જાણે આંખ ખૂલી... એ ઘણો ગભરાયેલો લાગતો હતો એણે સિધ્ધાર્થને જોયો અને કણસતા અવાજમાં બે હાથ જોડીને સિધ્ધાર્થને એ કરગર્યો... સર અહીથી મને છોડાવો પ્રોટેકશન આપો મને ખૂબ ડર લાગે છે. સર પ્લીઝ.
સિધ્ધાર્થ કહ્યું "અહીં શેનો ડર ? તમે તો ડૉક્ટરની નિગરાની નીચે અહીં ટ્રીટમેન્ટ લઇ રહ્યાં છો તમારું ધ્યાન રાખવામાં આવે છે પછી શેનો ડર ?
હીંગોરીએ કહ્યું "તમારી વાત સાચી પણ અહી આ હોસ્પીટલ ભૂત-પ્રેત વસે છે મેં મારી આંખે સફેદ ધુમાડો જેવો આકાર મને ઉચકીને ફેકેલો... હું શું કામ ખોટું બોલું ? ત્યાં ડોક્ટર દોડી આવ્યા.... ડોક્ટરને જોઇ હીંગોરી બોલ્યો ખોટું બોલતો હોઊં તો પૂછો આ ડૉક્ટરને... મને ઉપર પંખે લટકાવીને નીચે ફેકેલો.
થોડીવાર સિધ્ધાર્થ સાંભળી રહ્યો પછી હસીને બોલ્યો "ખરી વાત કરો છો તમારો માનસિક ભ્રમ છે. સાચું કહું તમે એવાં એવાં મૂવી બનાવો અને સ્ક્રીપટ વાંચો એટલે આવો ભ્રામક ડરાવણા વિચારો આવે છે એની અસર છે. શાંતિથી આરામ કરો સારવાર લો બહુ સારૂ થઇ જશે. પણ તમને આવું થયું એની જુબાની આપી છે મેં વાંચી છે પણ તમારો સ્ટીયરીંગ પર કાબૂ કેવી રીતે ગયો ? તમે ડ્રીંક નહોતું લીધું. એવો રીપોર્ટ છે તો ડ્રાઇવીંગ એવું કેવું કર્યું.
"અરે સર હું તો ગાડી લઇ નીકળ્યો થોડોક આગળ ગયોને સ્ટીયરીંગ પર કોઇ બીજાનો કાબૂ હતો મારો નહીં અને એણે એવી સ્પીડ વધારી કે હું એટલી સ્પીડે ચલાવવાનું સ્વપને વિચારી ના શકું. અને હું સમજી વિચારી હાથે કરીને મારી ગાડી અને પાર્ટનરની ગાડીને નુકશાન પહોચાડુ અને મને કેટલી ઇજા પહોચી છે. સર... નક્કી કંઇક ગરબડ છે અમારાં સ્ટુડીયોનાં બે જણાં અપમૃત્યુ પામ્યા.. સ્યુસાઇડ કહીને કેસ ઊંચો મૂક્યો છે... અમારો કેમેરામેન ઘર સાથે બળી ગયો આમ એક સાથે આવું થાય ? ચોક્કસ કોઇ કાળી શક્તિ છે.
સિધ્ધાર્થ થોડીવાર વિચારમાં પડી ગયો એણે કીધુ ઓકે ઓકે... અમે શોધી નાંખીશુ તમારાં પાર્ટનર ને અહીં બોલાવીએ છીએ પછી સંયુક્ત નિવેદન લઇશું પછી કંઇક આગળ વધી શકાશે એક કહી સિધ્ધાર્થ રૂમમાંથી નીકળી ગયો.
*************
રાજ આજે ખૂબ જ આનંદમાં હતો. એણે જોયું પાપા ઘરે નથી કદાચ ઓફીસ ગયાં હશે એને વિચાર આવ્યો અને અન્યાને કહ્યું. "ચાલ અન્યા આપણે માંબાબાનાં દર્શન કરી આવીએ આમે તું જે સમાચાર લાવી છે એનો આભાર અને આશીર્વાદ લઇ આવીએ. મંદિરે રાધાકૃષ્ણ બસ આપણી ત્યાં જવાની રાહ જ જોતાં હશે. હું બસ બે મીનીટમાં તૈયાર થઇ જઊં... તું પણ થઇ જા અને હાં પાસ વાત આટલી કેશ ક્યાંથી લાવી ? શું વહીવટ છે ?
અન્યાએ કહ્યું એ બધી પછી વાત હમણાં એને સેઇફ જગ્યાએ મૂકી દે પ્હેલા રાધાકૃષ્ણનાં મંદિર જઇને દર્શન કરી આવીએ જા હું રેડી જ છું. હમણાં જ તૈયાર થઇને આવેલી. તું પણ તારી રાહ જોઊં છું એમ બોલી અને રાજ અંદર ગયો.
અન્યાનાં મોબાઇલમાં રીંગ વાગીને સ્ક્રીન પર એણે જોયું મંગેશનો ફોન છે. એને થયું આટલાં સમયે આ ક્યાંથી જાગ્યો ? એણે તરત જ ફોન ઉપાડ્યો સામે મંગેશે કહ્યું "હાય બેબી હાઉ આર યુ ? બોલી તું મારી પાર્ટનર ડાન્સમાં ના બની પણ એક અદર્ભૂત નૃત્ય કૃતિનું સર્જન કર્યું છે ખાસ તને બતાવવા માટે આતૂર છું. એક એક અંગ મુદ્દાઓ તું જોઇને આશ્ચર્ય પામી જઇશું ? ક્યારે આવ છે ? તારું મૂવી તો પુરુ થવા આવ્યુ હશે. ઘણાં સમયથી તને યાદ કરુ છુ પણ તારી વ્યસ્તતાને ધ્યાનમાં લઇને ફોન નહોતો કરતો... પણ હું પણ પછી કાયમ માટે મદ્રાસ સેટેલ થવાનો છું મેં ત્યાં એક નૃત્ય અકાદમી ચાલુ કરવાનું નક્કી કર્યું છે આઇ વૉન્ટ યુ શો યુ..મ કમ એન્ડ સી માય ડાન્સ ફલેવર.
અન્યાએ થોડાં આશ્ચર્ય સામે કહ્યું "હાં તો જરૂર આવિશ. કાલે સાંજે આવીશ. અને અન્યાએ ચાલું ફોનમાં ચાલુ વાતે મંગેશનાં મન સુધી એનાં વિચાર એની દાનતને પકડી લીધી આંખોમાં અંગાર સળગયાં પછી એણે શાણપણ શાંતિ રાખીને કહ્યું કાલે સાંજે મળીએ...
તૈયાર થઇને આવેલાં રાજે પૂછ્યું "કોનો ફોન હતો ? અન્યાએ કહ્યું ફાલતું કોઇ પ્રોડ્યુસર હતો ટાઇમ માંગતો હતો મેં કહ્યું "કાલે સાંજે ફોન કરજો કાલે મળીશું એમ કહીને અન્યાએ વાત આટોપી.. સમજીને મંગેશનું નામ ન આપ્યું.
રાજવીરે અન્યાને ચૂમીને કહ્યું "ક્યા બાત હૈ મારી જાનની તો થોડાં સમયમાં જ ડીમાન્ડ જ ડીમાન્ડ છે... કોણ જાણે અન્યાને આ ડાયલોગ ના ગમ્યો...
વધુ આવતા અંકે -52 માં.