રીવેન્જ - પ્રકરણ - 5 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રીવેન્જ - પ્રકરણ - 5

પ્રકરણ-5

રીવેન્જ

રાજવીર વિચારમાં પડી ગયો અન્યાએ મારી સાથે કેમ આમ કર્યું એણે તો મારી સાથે શરૂઆત કરેલી એણે જ મને ભીંસથી વળગીને કીસ કરેલી... પછી દોડીને જતી રહેલી. રાજવીર બધું વાગોળી રહ્યો અને નક્કી કર્યું કે હવે એની સાથે આગળના વધવું કામથી કામ જ રાખીશ ભલે જીમમાં ના આવે. હજી એ આ બધાં વિચારોમાં હતો જીમ શરૂ થયો કલાક જ થયો હતો અને અન્યાની એન્ટ્રી પડી. રાજવીરે જોયું અન્યા આવી અને અન્યા સાથે આંખો મળી અને રાજવીરે ફેરવી લીધી.

અન્યા પણ એની જગ્યાએ જઇને એક્સરસાઇઝ કરવા માંડી અને ગંભીરતા પૂર્વક બધા ઇક્વીપમેન્ટસ યુઝ કરી રહી હતી એટલે ટ્રેડમીલ પર ખાસીવાર વોક કરીને પછી એ એબ્ડોમનલ ક્રાંચર્સ પર ગઇ હવે રાજવીરની એનાં પર નજર ગઇ અન્યા આજે જે એને પ્રેક્ટીસ નહોતી કરાવી કે ઇન્સ્ટ્રકટરે કહ્યું નહોતું એ પણ કરી રહી હતી એણે ગંભીરતાથી એનાં તરફ જોયું અને એની પાસે જવા લાગ્યો તો અન્યા કેબલ પૂલી મશીન પર જઇ પૂલ કરવા માટે ગઇ તો રાજવીરે કહ્યું "અન્યા તું વેઇટ અને બધું ચેક કર્યા વિના એમ જ કેમ આ બધું પૂલ કરે ? આમાં તને નુકશાન થઇ શકે છે.

અન્યા એ કહ્યું "હું ક્યારની આવી છું અહીં કોઇ ઇન્ટ્રક્ટર જ નથી કોણ સમજાવે ? રાજવીરે કહ્યું ચાલ હું તને બતાવું પણ ધ્યાન રાખીને કરજે અન્યાએ થોડાં સ્માઇલ સાથે કહ્યું "રાજવીર આજે મારાં પૈસા વસૂલ કરાવ ચાલ. બધીજ પ્રેક્ટીસ મને. રાજવીરે કહ્યું બધું એક સાથે ના થાય એક પછી એક વારા ફરથી એનાં ક્રમ પ્રમાણે થાય નહીંતર બોડીને નુકશાન થાય.

અન્યાએ કહ્યું "હું તને એજ કહેવા માંગતી હતી પણ તું એક નંબરનો ભોટ નીકળ્યો હું શું કરું ? ભોટ ? રાજવીરે પૂછ્યું "વોટ ભોટ ? અન્યાએ કહ્યું "આઇ મીન સ્ટુપીડ.... હવે ખબર પડી ભોટ ? હજી આપણી દોસ્તી થઇ છે પૂરાં એકબીજાને હજી ઓળખતાં નથી અને તું લવ પર આવી ગયો અને પાછો મને એડલ્ટ મ્યુઝીક વીડીયો મોકલે છે ? તને ભોટના કહુ તો શું તું ? તને ખબર છે આ વીડીયો કોઇનાં હાથમાં આવ્યો મારી શું ઇમ્પ્રેશન પડે ? પાપા મને મારી જ નાંખે. ઘરમાં બોલ્ડ વાતાવરણ છે પણ એટલું નહીં કે સીમા ઓળંગાઇ જાય. ઠીક છે પાપાને કહીને મેં બધુ શાંત કરી દીધું છે પરંતુ બી વેર ધ્યાન રાખજે.

રાજવીર તો અન્યાને સાંભળી રહ્યો પછી ખરેખર સ્ટુપીડની જેમ હસી પડ્યો અને અન્યાને તાળી આપીને કહે "બોલ …કહેવુ પડે તે મને જબરો લેશન આપ્યો તને નો શીલ્ડ આપવું પડે તને ખબર છે બે દીવસ મારી શું વાટ લાગી છે ? અત્યારે કહુ યુ ઇડીયટ તને સંભાળવો જરૂરી હતો નહીંતર તને પાપા સંભાળી લેત તું બચી ગયો છે.

રાજવીરે ફરીથી થોડી હિંમત કરી એણે ચેઇન પુલ કરતી સૂતેલી અન્યાને ગાલે ચૂમી ભરી લીધી તે જે કર્યું એ પણ તું છે મસ્ત મસ્ત આઇ કાન્ટ કન્ટ્રોલ માય સેલ્ફ અન્યા તારા ફાધર ભલે જેલમાં નાંખે બટ આઇ લવ યું અને મીસ યુ અન્યાએ કહ્યું "એય રાસ્કલ જો સામે બધાની નજર ચોટી છે મને આમ નહીં ફાવે મારે હજી કેરીયર બનાવવાની છે તારી જેમ અહી બધાને કસરત નથી કરાવવાની મારે ઇન્ડીઆની બેસ્ટ કલાસીક ડાન્સર બનવાનું છે. એટલે કાબૂમાં રહેજે તને મેં ફ્રેન્ડ તરીકે જ એક્સેપ્ટ કર્યો છે આગળ ના વધીશ નહીતર રબર ખેંચાઇને ટૂટી જશે. રાજવીર કહે તારા નખરા ખૂબ છે પણ તારાં નખરાં પણ સહી લઇશ કારણ કે આઇ લવ યું અન્યા.

અન્યાને અંદરથી બધું સાંભળવું ગમતું હતું અને રાજવીરનો સ્પર્શ પણ ગમી રહેલો પણ એનું લક્ષ્ય બેસ્ટ ડાન્સર થવાનું હતું તેથી એ અત્યારથી કોઇ કુંડાળામાં પડવા નહોતી માંગતી પણ રાજવીરને છોડવા પણ નહોતી માંગતી એણે કહ્યું હું કથક સામે મોહીનીયત્તમ ડાન્સ પણ શીખવાની છું એમાં સાઉથનાં એક યન્ગ ડાન્સર એક્ષપર્ટ છે મંગેશજી એમની પાસે શીખવાની છું. શું ડાન્સ કરે છે હું તો જોતી જ રહી ગઇ એમનાં ડાન્સ વીડીઓ જોઇને મને ખૂબ રસ પડ્યો છે અન્યા એમજ બેઠી બેઠી વાત કરતી હતી. રાજવીર સાંભળી રહેલો એણે કહ્યું એય અન્યા ચાલ કોફી પીએ નહીતર પછી તું ક્યારે નીકળી જઇશ મને ખબર જ નહી પડે.

અન્યાએ ઓફર સ્વીકારી અને રાજવીર ત્વરાથી કોફી મશીનમાંથી બે ગ્લાસ ભરી લાવ્યો અને જીમની બાલ્કનીમાં આવીને બંન્ને બેઠાં. રાજવીર કહે તને તારાં પેરેન્ટસ ખૂબ સ્પોર્ટ કરે છે બધામાં સારું કહેવાય પણ તારું ધ્યાન પણ રાખે છે ને તું કરવા જાય શું કરે ? અન્યા એનાં પ્રશ્ન ઉપર છેડાઇ ગઇ વોટ ટુ યુ મીન બાય ? ધ્યાન રાખે છે એટલે ? હવે હું મોટી થઇ ગઇ છું યુવાન છું મારું ખુદનું ધ્યાન હું રાખી શકું છું હું એમને બધા રીપોર્ટ કરું છું હું અહીં છું અહીંથી નીકળીશ ક્યાં જઇશ, ઘરે પાછી ક્યારે ફરીશ બધીજ એમને ખબર જ હોય છે પણ તું કેમ આટલી પંચાત કરી રહ્યો છે ? રાજવીરે કહ્યું બેબી આઇ લવ યું કેર ફોર યું આ મુંબઇ છે ક્યાં ક્યારે કેવો ટર્ન આવે ખબર ન પડે પણ તું સતત મને પણ કહેતી રહેજે જ્યારે કોઇ જરૂર પડે મને યાદ કરજે મારું સકર્લ પણ મોટું છે બધી જાતની ઓળખાણ છે કંઇ પણ કરી જઇશ તારા માટે તારાં પપ્પાને તો કહેતી જ હોઇશ મારાં કેસમાં મને ખબર છે તું કહે જ છે. અન્યા હસતાં હસતાં એકદમ ગંભીર થઇ ગઇ અને રાજવીરની આંખોમાં જોયું સચ્ચાઇ વાંચીને એ અંદરથી ખૂબ ખુશ થઇ પરંતુ જતાવા ના દીધું. એણે કહ્યું "થેક્સ રાજવીર પણ મને શા માટે કોઇની જરૂર પડે ?

રાજવીરે કહ્યું "આઇ પ્રે ફોર તને ક્યારેય ના જરૂર પડે પણ તારી બ્યુટી તારી દુસ્મન છે એક નજરમાં કોઇપણ ઘાયલ થઇ જાય એવી સ્વરૃપવાન છે તું એટલે તો આટલો જલ્દી તારાં પર ક્રશ આવી ગયો છે મરું છું તારા પર તને સાચવા જીવ જણ આપી દઇશ આ બગ્ગાનું પ્રોમીસ છે.

અન્યાએ ઉડતી નજર રાજવીર તરફ હાથે કરીને નાંખી અને ફેરવી લીધી રાજવીરની આંખો નમ થઇ ગઇ હતી એ સાચે જ એને ખૂબ પ્રેમ કરતો હતો. અન્યાએ ઉભા થઇ બાય રાજવીર થેંકસ ફોર મોર કેર... આઇ મસ્ટ કન્સિડર માય રીયલ ફ્રેન્ડ.... થેક્સ અગેઇન એમ કહીને આંખો છૂપાવી ઝડપથી જીમની બહાર નીકળી ગઇ.

અન્યા આજે ઘરે પાછી ના ગઇ અને થોડીવાર એમજ જઈ બેઠી પછી એણે મોબાઇલ જોયો તો આવતી કાલે મંગેશે સવારે જ એને ડાન્સ કલાલ પર બોલાવી છે... એણે લખેલું તું મળ પછી વાત કરીશું અન્યાએ વિચાર્યુ સાથે મોમ ડેડને આ નવા ડેવલપમેન્ટ અંગે વાત કરી લઇશ. અને એણે ત્યાંથી ફાસ્ટ ટ્રેન પકડવા માટે સ્ટેશન તરફ જવા નીકળી ગઇ અને રાજવીર જીમની બાલ્કનીમાંથી જતાં જોઇ રહ્યો હતો. ""

અન્યા રેલ્વે સ્ટેશન પહોંચીને જોયું ફાસ્ટ નીકળી ગઇ હતી આ પછીની લોકલ હતી થયું આમાં બેસી જાઊં ત્રણ જ સ્ટેશન છે ને માહીમતો હમણાં આવી જશે. અંદર ગઇ અને ત્યારે વરસાદ તૂટી પડ્યો. ઠેર ઠેર પાણી ભરાયાનાં ન્યૂઝ તો હતાંજ એને થયું ત્રણ સ્ટેશનનો હમણાં નીકળી જશે એ ટ્રેઇનની રાહ જોવા લાગી અને ત્યાં સામેથી ટ્રેઇન ખૂબ ધીમાં ગતિમાં આવતી જણાઇ. રેલ્વે ટ્રેક પર પણ પાણી ભરાયેલાં એટલે ખૂબ ધીમી ગતિએ ચાલી રહી હતી. ટ્રેઇન ઉભી રહી અને અનેક મુસાફરોને ઘસારો ઉતરવા માટે આવ્યો ભીડ ખાલી થઇ અને એણે રાહતનો દમ લીધો અને ટ્રેઇનમાં જઇને બેસી ગઇ અત્યારે સમય એવો હતો કે ભીડ નહોતી એને બેસવાની જગ્યા મળી ગઇ. પણ ટ્રેઇન ઉપડવાં સુધીમાં તો ખૂબ જ ભીડ થઇ ગઇ ડબ્બો ખીચો ખીચ ભરાઇ ગયો.

અન્યા ટ્રેઇનમાં છેક છેડે સીટ પર બેઠી હતી અને અંદરતો બધાં બેઠેલાં જ હતાં અને થોડીવારમાં એકદમ ટીપટોપ લેડી આવીને અન્યાની બાજુમાં ઉભી રહી ગઇ એનાં કપડામાંથી લેટેસ્ટ લેડી પરફ્યુમની સુગંધ આવી રહી હતી એકદમ એટીટ્યુડમાં હતી અને અહીં ભીડમાં કેમ આવી હશે ? પેલી સ્ત્રીએ અન્યાને જોઇને સ્માઇલ આપ્યું. અન્યાએ કંઇ ભાવ ના આપ્યો પેલીએ કંઇના કહ્યું ફરીવાર બંન્નેની નજર મળી ત્યારે ફરીથી પેલીએ સ્માઇલ આપ્યું અન્યાથી હવે સ્માઇલ અપાઇ ગયું એને શું ખરાબ લાગશે એમ કરીને. ખાર રોડ સ્ટેશન આવ્યું ને અન્યાથી બાજુમાં બેઠેલું ઉઠીને ઉતરી ગયું ત્યાં પેલી ફેશનેબલ સ્ત્રી આવીને બેસી ગઇ અને ઉંમર હશે 40 થી 45 વચ્ચેની પણ ખૂબ સુંદર અને ઘાટીલી હતી મોં પર ઊંમરની છાયા સ્પષ્ટ વર્તાતી હતાં છતાં રોબદાર લાગતી હતી.

પેલી સ્ત્રીએ અન્યાને કહ્યું "યુ આર વેરી બ્યુટીફુલ બેબી. અન્યાએ કહ્યું થેક્સ. પેલી થોડીવાર ચૂપ રહી પછી કહ્યું યુ આર લાઇક હીરોઇન. વાય ડોન્ટ યુ ટ્રાય ફોર મુવી ઓર સીરીયલ ડેફીનેટલી યુ આર સીલેક્ટ એન્ડ ઇટ્સ હન્ડ્રેડ પરસન્ટ અન્યાએ કહ્યું "થેક્સ આંટી બટ આઇમ નોટ ઇન્ટરેસ્ટેડ પેલીએ કહ્યું ઓકે અને ચૂપ થઇ ગઇ પણ અન્યાની સામે જ જોઇ રહી.

પ્રકરણ-5 સમાપ્ત.

અન્યાનો જીવનમાં શેની તક આવે છે ડાન્સ કે મૂવી ?