રિવેન્જ - પ્રકરણ - 6 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રિવેન્જ - પ્રકરણ - 6

પ્રકરણ – 6

રિવેન્જ

અન્યાની બાજુમાં આવીને એક અપટુડેટ 40/45 એજની પ્રૌઢ સ્ત્રી આવીને બેસી ગઇ એ દેખાવમાં સુંદર અને ઘાટીલી હતી એનાં સુંદર ડ્રેસમાંથી પરફ્યુમની સુગંધ આવી રહી હતી એણે અન્યા સાથે બોલવાને ઘણો ટ્રાય કર્યો પરંતુ અન્યા ખાસ રીસ્પોન્સ આપી નહોતી રહી બાજુનાં પેસેન્જર ઉતરી ગયાં અને અન્યાની બાજુમાં આવીને એ લેડી બેસી ગઇ. થોડીવાર બંન્ને ચૂપ ચાપ રહ્યાં ત્યાં બાંદ્રા આવ્યુ અને બીજી લોકોની ભીડ આવી અને ગઇ પછી અન્યા ધીમે રહીને ઉભી થઇ ગઇ એને પછીના સ્ટેશન માહિમા ઉતરવાનું હતું. પેલી લેડી પણ એની પાછળ ઉભી થઇ ગઇ. અન્યાને આશ્ચર્ય થયું પણ એ ચૂપ રહી. થોડીવારમાં માહિમ આવી ગયું અને અન્યા ઉતરી ગઇ એની પાછળ જ ત્વરાથી પેલી લેડી એની પાછળ જ ઉતરી ગઇ. અન્યાએ એને ટાળવા માટે ઝડપથી ચાલવા માંડ્યું અને એનાંથી ઘણી આગળ નીકળી ગઇ.

માહિમ સ્ટેશનથી બહાર નીકળી એણે ચર્ચ જવા માટે એસ.વી.રોડ તરફ જવા માટે ઝડપથી પગ ઉપાડ્યાં અને 5/6 મીનીટમાં એ ચર્ચમાં પહોંચી ગઇ. માંડ એકાદ કિમીનું અંતર હશે. સીધોને સીધો જ રસ્તો છે. એણે વચમાં નર્સરી જોઇ. પછી થયું પાછાર ફરતાં 2/3 છોડ લેતી જઇશ આમ પણ વરસાદની સીઝન છે બે ત્રણ કૂંડા તૈયાર કરીને બાલ્કનીમાં મૂકીશ. અને વિચારતાં વિચારતાં ચર્ચ પહોચી ગઇ. ચર્ચ પહોચીને એ વિશાળ હોલમાં સીધી. પ્રેયર કરવા માટે જ ગઇ અને બેન્ચ પર જઇને ઉભી રહી અને આંખો બંધ કરી એક ધ્યાનથી પ્રેયર કરી રહી.

અન્યાએ આંખો ખોલી અને એણે જોયુતો બાજુમાં જ ટ્રેઇનમાં મળેલી લેડી પ્રેયર કરી રહી છે એ આશ્ચર્યથી એની સામે જોઇ રહી. પેલી લેડીએ પ્રેયર કરીને અન્યા સામે જોયું અને બોલી ઓહ માય બ્યુટીફુલ બેબી આર યુ હીયર ? આર યુ ક્રીશ્ચીયન ? અન્યાએ હકારમાં માથું ધુણવ્યુ અને પેલી લેડી સાથે હવે એ થોડી કમ્ફર્ટ અનુભવવા લાગી.

બેન્ચની બહાર નીકળતાં જ એ લેડીએ અન્યાને કહ્યું "હાય બ્યુટીફુલ માય નામ ઇઝ ફ્રેડી અને અહીં સેંટ માઇકલ ચર્ચમાં કાયમ આવું છું જીસસને પ્રેયર કરીને પછી જ સ્યુડીઓ પહોચું અન્યાયને થોડું કૂતૂહૂલ થયું એણે કહ્યું "ઓકે આંટી બાય..માય નેમ ઇઝ અન્યા ફર્નાન્ડીઝ હું પણ અહીં પ્રેયર માટે આવું છું પણ નિયમિત નથી જયારે મન થાય ત્યારે આવી જઊં છું. ફ્રેડીએ હવે અન્યા સાથે પરિચય કેળવવા માંડ્યો. એણે પૂછ્યું તું શું કરે છે ? ભણે છે ક્યાં રહે છે ? અને વાતો કરતાં કરતાં મધર મેરીનાં સ્ટેચ્યુ પાસે આવી ઉભા અને ફ્રેડીએ વાત બંધ કરી પ્રેયર કરવા માંડી અન્યા પણ એને અનુસરવા માંડી પ્રેયર પત્યા પછી ફ્રેડીએ કહ્યું યસ બેબી શું કરે છે તું ?

અન્યાએ કહ્યું મારું સ્ટડી પુરુ થઇ ગયું છે હું સાંતાકુઝ રહુ છું. ફેન્ડીએ આગળ વધી પૂછ્યું. હેવ યુ બ્રધર ઓર સિસ્ટર?. આન્યાએ કહ્યું "નો મેમ આઇ એમ એ ઓનલી ચાઇલ્ડ ઓફ માય પેરેન્ટ્સ એન માય ફાધર ઇન ગર્વેમેન્ટ જોબ.

ફ્રેડીએ ખૂબ વાત્સલ્ય ભર્યો હાથ અન્યાનાં ચહેરા પર ફેરવીને ક્યું ગોડ બ્લેસ યુ માય ચાઇલ્ડ કહીને પોતાનો પરિચય આપી કીધું. "આઇએમ એ સીનીયર એક્ટ્રેસ ઇન રાયડાં સ્ટુડીયો એન આઇ એમ વર્કીંગ ઇન મુવીઝ એન સીરીયલ્સ. જો મેં તને જોઇને જ કહ્યું કે તું ખૂબ જ બ્યુટીફુલ છે તું તો સિનેમાં માટે જન્મી છે.

અન્યાએ થેંક્સ કહીને આગળ વધી કહ્યું "આન્ટી મને ડાન્સમાં ખૂબ ઇન્ટરેસ્ટ છે હું કથ્થક શીખી રહી છું અને હવે ફાઇનલ સ્ટેઝ માં છુ અને આગળ મોહીનીયત્તમ પણ મારાં ગુરુ પાસે શીખવાની છું.

ફ્રેડીએ કહ્યું ઓહ ગ્રેટ... આઇ નો યુ આર નોટ ઓર્ડિનરી ગર્લ યુ વિલ શૉ બ્રિલિઅન્ટ ટેલેન્ટસ. આઇ મસ્ટ સે બેબી યુ શુડ ટ્રાય ફોર મુવીસ. તું ખૂબ સફળ થઇશ નામ કરીશ. અન્યાએ કહ્યું "થેક્યું આંટી... બટ આઇ એમ ઇન્ટેરેસ્ટેડ ઇન કલાસીકલ ડાન્સ ઓન્લી. બાય ધ વે ગુડ ટાઇમ વીથ યુ કહીને બાય કહી અને ચર્ચની બાહર જવા નીકળી ગઇ.

ફ્રેડી અન્યાને બહાર જતી જોઇ રહી. એને મનમાં વિચાર્યુ. આ ખૂબ જ સુંદર શિકાર છે આ ટ્રેપમાં આવી જાય તો મારી જીંદગી બની જાય અને ... પછી મનમાં હસવા લાગી. એ ચર્ચનાં પાછળનાં ભાગમાં એક કેબીન જેવું હતું એ તરફ જવા લાગી. ત્યાં બે જણ માણસો એની રાહ જોઇને જ બેઠેલાં હતાં ફ્રેડીએ પ્હેલાં એ લોકોની વાત સાંભળી પછી બોલી એક મસ્ત શિકાર હાથમાં આવ્યો છે ખૂબસુરત છે પણ સાચવીને કરવું પડશે ઉતાવળમાં બાજી બગડી જશે.

**********

ચર્ચની બહાર નીકળીને અન્યા વિચારમાં પડી ગઇ એ એકદમ અનનોન વ્યક્તિએ આજે મારામાં આટલો બધો રસ લીધો ઠીક છે એને મારું રૂપ ગમી ગયું અને ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં છે એટલે મને કહ્યું હશે. આ ઇન્ડસ્ટ્રીઝ છે તો લલચામણી. પણ મારો ગોલનો બેસ્ટ ડાન્સરનો છે અને દેશનો સોંથી મોટો કીતાબ જીતવો છે. અને મંગેશ યાદ આવી ગયો અને નવો ડાન્સ ફોર્મ શીખવો છે. એણે પારલા સ્ટેશન પહોચીને ટ્રેઇનની રાહ જોવા લાગી.

એણે વિચાર્યું આજે મારે ચર્ચમાં શાંતિથી બેસવું હતું રાજવીર સાથે બન્યાં પછી અને બીજા મગેશનાં વિચારેમાં જીસસ પાસેથી માર્ગદર્શન લેવું હતું બ્લેસીંગ લેવા હતાં પણ પેલાં આંટી એવા ચોંટેલા કે બહાર નીકળવું જ મુનાસીબ માન્યુ.

અન્યાએ પાપાને ફોન લગાવ્યો અને બીજી જ રીંગે સેમે ફોન ઉપાડ્યો પૂછ્યું બોલ બેબી શું વાત છે ? આજે તો આવા સમયે ફોન નવાઇ લાગે છે ? આજે પણ ક્યાંક જવાનું મન છેકે શું ? નો પાપા નો મારે તમને અગત્યની વાત કરવી છે તમને સમય છે ને? સેમે કહ્યું "બચ્ચા તારાં માટે સમય જ સમય છે પણ તું મારાથી અગત્યની વાત હોયતો ઘરે કરી શકે છે ને ?

અન્યાએ કહ્યું "નો યુ આર નોટ પનકચ્યુલ ફોર કમિંગ બેક ટુ હોમ. તમારું ઠેકાણું નહી વાત કરવી રહી જાય. સાંભળો આજે મારે ગુરુજીનાં ત્યાં ... એમ કહીને બધી જ વાત કરી અને ફ્રી શીખવશે એવું પણ કહ્યું એ મારાથી ખૂબ ઇમ્પ્રેસ છે પોપ... સેમે કહ્યું "મારી દીકરી છે જ એવી ટેલેન્ટેડ તું જોઇ લે બધી રીતે ઓકે હોય તો જોઇન્ટ કરી લે આઇ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ. છતાં ફરીથી ઘરે વાતો કરીશું જ.

અન્યાને ફ્રેડી અંગે વાત કરવાનું પણ મન થયું પણ એણે ટાળ્યું ના કરી વાત. ઓકે પાપા બાય કહીને ફોન મૂક્યો. ત્યાં સુધીમાં એની ટ્રેઇન આવી ગઇ અને એ સાંતાક્રુઝ માટે બેસી ગઇ એની પાસે સીઝન પાસ હતો એટલે કોઇ પ્રોબ્લેમ નહોતો એ વિચારોમાં બેસી રહી અને સાંતાકુઝ આવી ગયું એ ત્વરાથી ઉતરી ગઇ સ્ટેશનની બહાર નીકળીને તરતજ એણે મંગેશને ફોન કર્યો.

અન્યાએ કહ્યું હાય મંગેશ... મંગેશે કહ્યું "હાય અન્યા પછી શું વિચાર કર્યો તેં તારાં પેરેન્ટન્સ ને પૂછ્યું ?

અન્યાએ કહ્યું "હાય મેં મારાં ડેડી સાથે હમણાં જ વાત કરી છે એમણે પરમીટ કરી છે અને પછી શાંતિથી હું મોમ-ડેડ બંન્ને સાથે વાત કરી લઇશ. મંગેશે કહ્યું "એમની પરમીશન લઇ લઇશ પણ તારું મન શું કહે છે ? તારું ડાન્સ પરફોર્મન્સ જોઇ હું ખૂબ ખુશ થઇ ગયો હતો અને જે રીતે તારી શીખવાની ધગશ અને ડાન્સમાં બારીકાઇ, મહેનત છે એટલે મને ખૂબ આશા છે કે તું મોહીનીયત્તમમાં ખૂબ આગળ વધીશ. અને મારો બીજો સ્વાર્થ છે કે આ ફોર્મમાં મારે મહેનતી અને ડાન્સમાં સમર્પિત હોય એવી વ્યક્તિની જરૂર છે જે મારું પાર્ટનર બની શકે મારે મારાં ગુરુ જેવી સફળતા મેળવવી છે.

અન્યાએ કહ્યું થેંકસ મંગેશ મને પણ ખૂબજ ઇચ્છા છે કે હું ડાન્સમાં ખૂબ આગળ વધુ નામ કમાઉં અને સંપૂર્ણ સમર્પિત થઇને કામ કરું ઓકે હું તમને ફરીથી ફોન કરીશ અત્યારે મારાં પર બીજો કોલ આવી રહ્યો છે બાય... એમ કહીને ફોન કાપ્યો.

અન્યાનાં ફોન પર રાજવીરનો ફોન હતો ક્યારનો વચ્ચે એની રીંગ આવી રહી હતી અન્યાએ એનો ફોન રીસીવ કર્યો અને રાજવીરે કહ્યું "અન્યા હું ક્યારનો તને ફોન કરુ છું તારે ફોન ઉપર ફોન ચાલે છે.

અન્યાએ કહ્યું "હાં મારે પાપા સાથે અને મારાં ડાન્સ માસ્ટર્સ સાથે વાત ચાલુ હતી. બોલ શું કામ હતું તો ક્યારનો ફોન કરે છે ? હું ઘરે પહોચ્વા જ આવી છું હમણાં જ ટ્રેઇનમાંથી ઉતરી છું.

રાજવીર કહ્યું "ઓહ તું ક્યાં છે ? હું ત્યાં બાઇક લઇને આવી જઊં પ્લીઝ ઘરે ના જતી ક્યાંક લોન્ગ ડ્રાઇવ પર જઇને આવીએ. અન્યાએ કહ્યું "રાજવીર અત્યારે ? રાજવીરે કહ્યું "પ્લીઝ ના ના પાડીશ એસ એ ફ્રેડ તને રીકવેસ્ટ કરુ પ્લીઝ ચલને ખૂબ બોર થઊં છું ક્યારનો બધાને એક્ષ્સરસાઇઝ કરાવીને હું થાક્યો છું પ્લીઝ.

અન્યાએ હસતાં હસતાં કહ્યું "ઓકે આવી જા હું અહીં કેનેરા બેંક પાસે વેઇટ કરું છું. અન્યા ત્યાં ઉભી રહી હતી અને અંદર પાર્કીગમાંથી એક બાઇક નીકળી અને બાઇકરે અન્યાને જોઇ અન્યાએ એને...અન્યાએ નજર ફેરવી લીધી.

પ્રકરણ -6 સમાપ્ત.

રેટ કરો અને રિવ્યુ આપો

Shreya

Shreya 2 વર્ષ પહેલા

Nitesh Shah

Nitesh Shah 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Neepa

Neepa 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા