રીવેન્જ - પ્રકરણ - 8 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રીવેન્જ - પ્રકરણ - 8

પ્રકરણ-8

રિવેન્જ

અન્યાને પેલાએ કારમાંથી ઉતારીને કીસ કરતાં કહ્યું ડાર્લીંગ ફીર મીલેંગે અને અન્યાએ તરતજ રસ્તાની બે બાજુ જોયું ભચ્ચક ટ્રાફીકમાં પણ એનો એકલી જ હતી એણે રાજવીરને ફોન લગાવ્યો રીંગ વાગી હેલ્લો રાજવીર બોલીને ધુસ્કે ધૂસ્કે રડવા લાગી. રાજવીરે શું થયું પૂછ્યું ક્યાં છે ? અને અન્યાએ રડતાં રડતાં કહ્યું હું શાંતાકુઝ જોગેશ્વરી વચ્ચેનાં હાઇવે પર છું અને હોટલ બ્લુ સ્ટારની સામે ઉભી છું રાજવીરે કહ્યું ઓકે હુ તરતજ પ્હોચું છું અને અન્યાને કહ્યું ફોન કાપીશ નહીં ચાલુ જ રાખ અને ઇયર ફોન પહેરી બાઇક મારી મૂકી. રાજવીર આવ્યો નહીં ત્યાં સુધી અન્યા ભયથી ફફડતી રહી આવનજાવનમાં લોકોની નજર પડ્યા કરતી હતી તેથી કોઇ ખોટો અર્થ ના નીકળે કરીએ અંદરની સાઇડ ઉભી રહી. આજનો આખો દિવસ કેવો સરસ ગયો અને સાંજે આ શું થઇ ગયું ? રાજવીરને હર્ટ કર્યો એની સજા મળી મને ?

એણે વિચાર્યું કે ઘરે ફોન કરું કે ના કરું ? ના કંઇ કહેવું નથી મોમ ડેડ ચિતાં કરશે. નહીં કહું એમ કહીને વિચાર ફેરવી નાંખ્યો. સારું થયું મારો મોબાઇલ પેન્ટનાં ખીસામાં હતો નહીંતર ..... મારી કુર્તી પિશાચે ફાડી છે અને પાછું એનું મન આખુ થઇ ગયું. ત્યાં રાજવીરનો અવાજ આવ્યો મેં તને જોઇ આવું છું.

રાજવીર આવી ગયો એણે ફોન બંધ કરીને અન્યાની સામે જોયું અન્યા રાજવીરને જોઇને એકદમ દોડી અને એનાં ગળે વળગી ગઇ અને ધુસકે ધુસ્કે રડી પડી રાજવીર એની પીઠ સહેલાવા લાગ્યો બેબી બસ બેબી બસ તું મને પ્હેલાં કહે એ લોકો કોણ હતાં શું કર્યું તને ? અત્યારે એને કહ્યું "તારાથી છુટી પડી હજી તું થોડેક જ પ્હોંચ્યો હશે અને એક કાર આવી અને..... એણે ઇતીથી અંત સુધી બધીજ વાત કહી અને ફરી ધુસ્કે ધુસ્કે રડી પડી.

અન્યાને થોડાં સ્વસ્થ થતાં કહ્યું "ચાલ ક્યાંક કોફી પીએ પછી શાંતિથી કહું "રાજવીરે કહ્યું ઓકે. પણ તે ઘરે વાત કરી ? અન્યાએ કહ્યું ના નથી કરી... નથી કરવી ચિંતા કરશે. રાજવીરે કહ્યું "ઓકે પણ તું હમણાં આવે છે એવું કહી દે નહીંતર પણ ચિંતા કરશે પ્લીઝ.

અન્યા રાજવીર સામે જોઇ રહી પછી બોલી "હાં હું કરી દઊં અને એણે મોમને ફોન જોડ્યો. "અરે અન્યા તું તો ચર્ચથી ઘરે આવવાની હતી હજી કેમ નથી આવી દીકરા ? ક્યારની તારી રાહ જોઊં છું. અન્યાએ કહ્યું "મોમ સોરી મારે ચર્ચમાં પણ વાર લાગી અને હવે મારો દોસ્ત મળી ગયો રાજવીર એની સાથે છું કોફી પીને આવું છું. રૂબીએ કહ્યું "ઓકે ઠીક છે પણ જલ્દી આવીજા પણ તારો અવજ કેમ આવો છે ? તુ ખૂબ ઢીલુ બોલી રહી છે વોટ ઇઝ ધ મેટર ? ઓલ વેલ ? બેબી શું વાત છે.

અન્યાએ સાવધ થતા કહ્યું "નથીંગ મોમ કેમ ચિંતા કરે આતો બોલતાં બોલતાં અંત્રાલ આવી ગઇ ઇટ્સ ઓકે ચાલ હું હમણાં આવું છું એમ કહીને ફોન કાપ્યો.

રાજવીર, અન્યા સીસીડીમાં આવ્યાં અને હોટ ડાર્ક કોફી ઓર્ડર કરી અને અન્યા થોડી સ્વસ્થ થઇ રહી હતી એણે થોડો સમય લીધો પછી બોલી રાજવીર હું તને સાચું જ કહું છું બધું તને યાદ હોય તો હું પોતો ડેડ સામે પબમાં ગઇ હતી ત્યાં બાજુમાં ટેબલ પર બે છોકરાઓ હતાં અને વીડીયોમાં કોઇ પોર્ન ફીલ્મ જોઇ રહેલાં મારી અચાનક નજર પડેલી અને મેં પણ એ ફીલ્મ જોઇ પાછળ બેઠાં અને પછી જમી લીધૂં. પણ એ છોકરાએ મારી સામે એવી રીતે જોયેલું..... આ વાત એટલે કહી કે એણે છોકરાઓમાંથી એક છોકરાનું તારું મને મૂકીને ગયો પછી પાર્કીગમાંથી બાઇક લઇને મારી બાજુમાંથી નીકળેલો. હું હજી ઘર તરફ જઊં ત્યાં સુધીમાં તો એ બી.એમ.ડબ્લ્યુમાં એનાં દોસ્તારો સાથે ક્યારે આવ્યો ખબર ના પડી દરવાજો ખોલી મને અંદર ખેંચી લીધી અને મારી સાથે..... એમ કહીને બધું જ વર્ણન કર્યું.

રાજવીરની આંખો લાલ થઇ ગઇ હતી એને ખૂબજ ગુસ્સે આવી રહેલો એણે કીધું પણ કોણ હતા એ લોકો ? અન્યાએ કહું હું ઓળખતી નથી પણ એ લોકો ત્રણ જણાં હતાં અંદર અંદર વાતો કરતાં હતાં એટલે નામ સાંભળેલાં એક જોગી જેણે મારી સાથે.. બીજો નસીમ હતો જે જોગીને અટકાવતો હતો ત્રીજાનો ચહેરો બરોબર યાદ છે પણ નામ નથી ખબર આ જોગી અને ડ્રાઇવીંગ કરતો હતો એ લોકો ત્યાં પબમાં મળેલાં.

અને આ નસિમ વારે વારે બોલતો હતો કે ચાલ છોડ એ ફરીવાર જોજે તારે ક્યાં છોકરીઓની કમી છે બોસ જાણશે નારાજ થશે એમનાં મેસેજ આવી ગયાં છે જલ્દી પ્હોચવાનું છે એમાં જ હું બચી ગઇ અને મને અંહી ઉતારી દીધી. રાજવીર વિચારમાં પડી ગયો આવી કઇ ગેંગ છે જે કારમાં ફરી છે. અને બોસને ખબર પડશે... રાજવીરે કહ્યું બધાંએ ડ્રીક્સ લીધેલું હતું ? નશામાં હતાં. ? અન્યાએ કહ્યું હું નસીમ કહું છું એ બીયર પીતો હતો અને આ જોગીનાં મોઢામાંથી કાંઇક બીજીવાસ આવતી હતી કદાચ ડ્રગ્સ લીધું હોય એવું લાગતું હતું જે ડ્રાઇવ કરતો હતો એ સ્મોક કરતો હતો. મને વધારે કંઇ ખબર નથી પણ એલોકો ખૂબ ડેન્જર માણસો હતાં એ નક્કી.

રાજવીરે કહ્યું "તારાં પાપાને તો બધી ઓળખાણો છે એમને વાત કરીને તપાસ કરાવીએ આતો તને ધ્યાનમાં રાખી છે અન્યાએ કહ્યું મને યાદ આવ્યું કે પેલા નસીમે મારો ફોટો પણ કદાચ લીધો છે મને એવો અહસાસ છે. પણ ના પાપાને હમણાં વાત નથી કરવી ખોટું ટેન્શન ઉભું થશે. હમણાં નહીં. હમણાં મારે ડાન્સ પર કોન્સન્ટ્રેટ કરવું છે રાજવી. અને મારો પ્રોગ્રામ છે ડાન્સતો મારે માનસિક ડીસ્ટર્બ નથી થવું આટલું થયું ઘણું છે પછી વાત જરૂર કરીશ હમણાં પ્રેક્ટીસમાં જ બીઝી છું.

રાજવીરે કહ્યું ભલે તારો ડાન્સ ક્યાં છે ? ક્યારે છે ? અન્યાએ કહ્યું દાદર માટુગા સેન્ટરમાં છે. રાજવીરે તું ઓહ ઓકે માટુંગા વેસ્ટમાં છે એ સાવંત માર્ગ પર મેં જોયું છે ક્યારે છે ? અન્યાએ કહ્યું ત્રીજી ઓગસ્ટે અને આજે 31 જુલાઇ તો થઇ ગઇ હું હમણાં એમાં જ રહેવા માગુ છું મારા ગુરુજીએ મોટો ઇવેન્ટ રાખ્યો છે અને એમાં બધી જાતનાં ગેસ્ટ બોલાવ્યા છે આર્મી ઓફીસર - ડાન્સ માસ્ટર્સ, ફીલમી હસ્તીઓ ડાયરેક્ટર પ્રોડ્યુર્સ, આર્ટીસ્ટ મારાં પાપા મોમ તો હોય જ એટલે મારાં માટે કેરીયરનો મોટો ઇવેન્ટ છે ખૂબ આઇ એમપી છે.

રાજવીરે કહ્યું "ઓહો તો મને તો હજી આમંત્રણ જ નથી. અન્યાએ પ્રેમથી ગાલે ટપલી મારી કહ્યું "એય યુ આર ઓલેવેઝ ઇનવાઈટેડ માય ગુડ ફ્રેન્ડ. રાજવીરે કહ્યું ગુડ ફ્રેન્ડ ? આઇ લવ યું અન્યા. અન્યાએ કહ્યું "મી ટુ આઈએમ એ બેસ્ટ ફ્રેન્ડ. અને અન્યાને કહ્યું રાજવીર આઇ લાઇક યું. ચાલ મોડું થશે. મે મોમને કહેલું હું આવુ છું કહી લેટ થશે પ્લીઝ.

રાજવીરે અન્યાને લઇને નીકળ્યો અને ઊંડાં વિચારોમાં પડી ગયો. અન્યા એની પાછળ બેસી ગઇ અને રાજવીરે બાઇક ચલાવી લીધી.

**************

દાદર માટુંગા કલ્ચરલ કેન્દ્રનો માટુંગા રોડ પર આવેલા હોલ પર હકડેઠ્ઠ ભીડ જામી છે. અન્યાનો ડાન્સનો કાર્યક્રમ છે એ આજે ખૂબ એક્સાઈટેડ છે. એણે કારમાં જે કંઇ બની ગયું કોઇને કંઇજ કહ્યું નહીં અને રાજવીર સાથેની ફ્રેન્ડશીપને કારણે એ થોડી કમ્ફર્ટ મળી ગઇ હતી. ત્રણ દિવસ આખો સમય પ્રેક્ટીસ કરીને હવે છેલ્લે એ દિવસ આવી ગયો હતો.

મંગેશે સવારથી અન્યાને બેસ્ટલક નો મેસેજ મોકલાવેલો ગુરુજીએ પણ સંપૂર્ણ આશીર્વાદ આપ્યાં હતાં. ગુરુકૃષ્ણામાચારીએ મંગેશને ખાસ હાજર રહેવા જણાવેલું જેથી અન્યાની નૃત્ય પ્રત્યેની સાધના જોઇ શકે. આજે ખાસ મહેમાનમાં ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝનાં મોટાં માથાં પ્રોડ્યુસર ડાયરેક્ટર, ડાન્સ, માર્સ્ટરો, મેન્ટર્સ, મોટાં સરકારી અફસરો, નૃત્યનાં વિદ્યાર્થીઓ, મુંબઇનાં મેયર, અને પોતાનાં મોમ ડેડ તો ખાસ હતાંજ, ગુરુજીની બાજુમાં મેયર પછી મંગેશ, પછી અન્યાનાં મોમ-ડેડ અને પછી સરકારી ઓફીસરો પછી મોટાં ડાયરેક્ટર પ્રોડ્યુસર્સ બધાંજ હાજર હતાં.

અન્યાનાં ડાન્સનો ચાલુ થવાનો સમય આવ્યો અને બધાંજ બોલાવેલાં ગેસ્ટ પોતાની જગ્યાએ ગોઠવાઇ ગયાં હતાં બહાર ખૂબ વરસાદ વરસી રહેલો પરંતુ હોલમાં ખૂબ શાંતિ અને વાતાનૂકૂલીન હોવાથી ખૂબ શીતળતા હતી. એકદમ શાંતિ પથરાઇ ગઇ અને સ્ટેજ પાછળથી અન્યાનાં ડાન્સનું માઇક પર એનાઉસ્મેટ થયું અને સામે સાથે ડાન્સનો પ્રકાર, ઘરાના, અને ગુરુ સાથેની બધીજ માહિતી આપી અને પડદો ખૂલ્યો.

પડદો ખૂલતાંજ પ્રથમ ગણેશ સ્તુતિ થઈ ગુરુ વંદના કરી અને અન્યા સ્ટેજ પર થી પગથિયા ઉતરીને ગુરુ પાસે આવીને ચરણસ્પર્શ કર્યા અને મો ડેડને પગે લાગી. મોમ એને કપાળે ચૂમીને આશિષ આપ્યાં. મંગેશ ત્થા બધુ જ ઓડીયન્સ અન્યાને નજીકથી જોઇને ખુશ થઇ ગયું. બીજી હરોળમાં બેઠેલા રાજવીર વધુ મોહી પડ્યો. બધાની નજરમાં ફક્ત અન્યા હતી. આજે એ ટ્રેડીશનલ પોષાકમાં માથામાં અંબોડો સુંદર કળીઓથી સંજાવેલી વેણી ખૂબ શોભી રહી હતી. ઘરેણાંનો શણગાર ચાર ચાંદ લગાવી રહેલાં. મોટાં માથાનાં ગજનાં ડાયરેક્ટરો પ્રોડ્યુસરોનો મોઢામાં આંગળી નાંખી ગયાં બસ ડાન્સ પરફોર્મ થવાની રાહ જોઇ રહ્યાં અને એને બીજી ચાર આંખ ખાસ નીરખી રહી હતી.

પ્રકરણ -8 સમાપ્ત.