રિવેન્જ - પ્રકરણ - 4 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રિવેન્જ - પ્રકરણ - 4

પ્રકરણ - 4

રિવેન્જ

અન્યા જીમમાં આવી એને જોઇ રાજવીર બીજી છોકરીઓને એક્ષ્સરસાઇઝ કરાવતો હતો એણે એ છોડી અન્યા પાસે આવી ગયો અને કહ્યું "અન્યા આઇ લવ યુ અન્યાએ કહ્યું" બટ આઇ ડોન્ટ, એન્ડ કીપ ડીસ્ટન્સ વિથ મી એમ કહીને ઉભી થઇ બીજે જતી રહી રાજવીરે એનો પીછો કરતાં કહ્યું "અરે એવું મારાથી શું થયું કહેવાયું કે તું આમ ? અન્યાએ કહ્યું "મેં તને જવાબ આપી દીધો તું એવું ઇચ્છે છે કે હું અહીં આવવાનું પણ બંધ કરું ? એન્ડ હાઉ ડેર યુ ટુ સેન્ડમી સચ વીડીયો ? રાજવીર હવે સમજી ગયો એનાથી થયેલી ભૂલ પર હવે ફસાયો એણે કહ્યું "અરે એ તો માય મીસ્ટેક સોરી હું મારાં ફેન્ડને મોકલતો હતો અને ભૂલથી તારાં નામ પર ..... આઇ એમ સોરી...... રાજવીર તને ખબર છે આ તારો નંબર મારાં પાપા અને હવે ક્યાં ક્યાં ગયો ? તારું કરેલું તું ભોગવ એન્ડ યુ આર જસ્ટ માય ફ્રેન્ડ ઓકે ? તેં સીમા તોડી છે આઇ એમ નોટ રિસ્પોનસીબલ .

અત્યારે પાપાને અટકાવેલાં તો છે પણ એને ડર હતો કે તપાસમાં એ વીડીયોની જાણ થશે તો... શું થશે એજ ચિંતા હતી એણે એટલે અત્યારથી સાવધાની કરવા માંડી રાજવીરને ચેતવ્યો અને એનાથી દૂરી બનાવવા માંડી. રાજવીર થોડો આશ્ચર્યચિકિત થયો એણે જે ફ્રેન્ડલી લીધું હતું એ અત્યારે સીરીયસલી લઇને ધમકાવ્યો રાજવીર ચિંતામા પડ્યો હવે શું થશે ?

************

અન્યા તો જીમ છોડીને ઘરે આવી ગઇ અને હજી ફરીથી પાપાનો કોઇ કોલ નથી આવ્યો એટલે રાહત હતી. એણે જઇને કહ્યું મોમ હું અત્યારે થોડો રેસ્ટ લઇને પછી ડાન્સ કલાસમાં જાઊં છું અને સાંજે થોડું લેટ થાય તો ચિંતાના કરીશ મારે આજે બંન્ને રીયાઝ સાથે જ કરી લેવાં છે હું કથ્થક અને કન્ટેમટરી બંન્ને પરફોર્મ કરવા માટે તૈયારી કરીશ અને આજે ખૂબ થાકવું છે જોવું મનમાં બોલીને આરામ કરવા જતી રહી.

*********

સિધ્ધાર્થ પાસે એનો આસીસ્ટન્ટ આવીને રાજવીરનાં ફોનની બધીજ ડિટેઇલ્સ આપી ગયો અને સિધ્ધાર્થે એને જોઇ શરૃ કરી. રાજવીરે અન્યાને કુલ 6 કોલ્સ કરેલાં એમાં 4 મીસ કોલ હતા અને બે પર વાત થઇ છે અત્યાર સુધી અને એક વીડીયો અને બીજા 3-4 ફોટાં મોકલ્યાં છે પણ મીડીયા રન નથી થઇ રહ્યું. બીજા ફોન કોલ્સ પણ હતાં તે એનાં જીમ એટેન્ડન્ટનાં હતાં. એણે આટલું જોઇ બાજુમાં મૂક્યું વિચાર્યું મીડીયા પછી ઓપન કરીને જોઉં છું. અને કામમાં પરોવાયો.

***********

અન્યા આરામ કરીને ઉઠી અને તૈયાર થઇને મોમને કહીને નીકળી ગઇ એણે ફોન ચેક કર્યો કોઇનાં ફોન કોલ્સ નથીને ? કોઇનો નથી જોઇને એણે ટેક્ષી બોલાવીને અંધેરી ડાન્સ કલાસમાં જવા નીકળી ગઇ. એ ડાન્સકલાસ પહોચીને એણે ડાન્સસરને કહ્યું "હેલો સર હું આજે બંન્ને ડાન્સ ફોર્મની પ્રેક્ટીસ કરીશ. સરે કહ્યું "બંન્ને સાથે ? ઓકે બેબી તું જા અંદર જઇને તારી પ્રેક્ટીસ ચાલુ કર હું એક ગેસ્ટ આવ્યા છે એને એટેન્ડ કરીને આવું છું એમ કહીને એ લચકતી ચાલે ઓફીસ તરફ ગયાં અને અન્યા બાજુમાં મોટાં વિશાળ રૂમમાં ગઇ ત્યાં ઘણી છોકરીઓ હતી બધાં ડાન્સ પ્રેક્ટીસમાં બીઝી હતાં એમનાં મેંન્ટર એમને શીખવી રહેલાં. અન્યાએ એની જગ્યા લઇ લીધી અને કથ્થકની જે પોજીશન હતી એ લઇને પ્રેક્ટીસ શરૂ કરી શરૂઆત કર્યા પછી થોડાં સમયમાં તો એ પ્રેક્ટીસમાં લીન થઇ ગઇ. એનાં ડાન્સ ફોર્મમાં ક્યાંય ભૂલ ન હોતી એ એટલી બધી મગ્ન હતી આખાં શરીરે અને ખાસ કપાળ પર પ્રસ્વેદ બીંદુ જામી ગયેલાં બાકીની છોકરીઓ એમની પ્રેક્ટીસ મૂકીને અન્યાને ડાન્સ જોવા ઉભી રહી ગઇ.

થોડીવારમાં ગુરુ કુષ્ણામાચારી એમનાં ગેસ્ટને લઇને નૃત્ય ખંડમાં આવ્યા બધીજ છોકરીઓ અન્યાનો ડાન્સ જોવામાં વ્યસ્ત જોઇ એ લોકો પણ કૂતૂહલથી અન્યાની સામે આવીને ઉભા રહ્યાં અને અન્યાને જોવા લાગ્યા. આવનાર ગેસ્ટ મંગેશકૃપાલી તો બસ અન્યાને જોતો જ રહ્યો અને એણે ગુરુજીને ઇશારો કરી ના બોલવા કહી ડાન્સ જોતો રહ્યો.

અન્યાએ નૃત્યમાં ભૃકુટી અને આંખોની હરક્ત કરી એની નજર ગુરુ અને સાથે ગેસ્ટ પર પડી એ અટકી અને નમસ્કાર મૃદ્રા કરીને ઉભી રહી. ગુરૂજીએ અને ગેસ્ટ ત્થા બધી છોકરીઓએ ક્લેપીંગ કરીને બિરદાવી.

કૃષ્ણામાચારી એ સાથે આવેલ કેરળનાં ગ્રેટ ડાન્સર મંગેશકૃપાલીની ઓળખાણ અન્યા સાથે કરાવી આ મારી બેસ્ટ સ્ટુડન્ટ છે અને એ ખૂબજ દીલથી મહેનત કરે છે આપે જોયું હશે. મંગેશે કહ્યું "આઇ એમ ઇમ્પેસ રીયલી આઇ લાઇક યોર પરફોર્મન્સ તમે લખનવી ઘરાનાનો કંસેપ્ટ લીધો છે. પૂર્વજ સરસ રીતે નિભાવ્યો છે અને ગુરુજી મારું એક સૂચન છે કે એમને મોહીની કટ્ટમ ફોર્મ પર કેમ શીખવા માટે સજેસ્ટ નથી કરતાં ? કથ્થક પર આટલી સરસ પક્કડ છે તો એ કોઇ પણ નૃત્ય ખૂબ સરસ રીતે કરી શકશે. ગુરુજી એ કહ્યું ઇટ્સ ગુડ સીજેશન બાય ધ વે અન્યા માય બેબી મંગેશજી મોહીનીયટ્ટમનો કુશળ ડાન્સર અને એવોર્ડ વીનર છે અને કેરળમાં એમની ડાન્સ સ્કૂલ ચાલે છે એ પોતે ખૂબ સારા ગુરુ છે તું ભાગ્યશાળી છે એમની નજરે ચઢી છે. મંગેશે કહ્યું "હું તમને મોહીનીયત્તમ શીખવા માટે ઇન્વાઇટ કરું છું.

અન્યાએ બે હાથ જોડી નમસ્કાર કરીને થેક્યુ ક્યું ગુરુજી એ કહ્યું ખૂબ નાની ઊંમરમાં મંગેશે ખૂબ સફળતા મેળવી છે. એમનાં પિતા પણ ખૂબ સારાં ડાન્સર છે તને આમંત્રીત કરી એ મારી ડાન્સ સ્કૂલનું માન વધાર્યું છે આઇ એમ પ્રાઉડ ઓફ યુ અન્યા. મંગેશે અન્યાની સામે જોયાં કર્યું, અન્યા શરમાઇને આંખ નીચી કરીને પછી કહ્યું થેક્યું મંગેશજી હું મારો પેરેન્ટસને વાત કરીશ. આપે મારે પ્રેક્ટીસ કરવાની હતી વધુ કે ત્યારે એક વીક પછી સ્ટેજ પર પરફોર્મ કરવાનું છે.

મંગેશે કહ્યું "વેલકમ અન્યા તમે ચોક્કસ વાત કરજો અને મારું તમને આમંત્રણ છે અને ફ્રી કોર્સની ઓફર છે અને સાથે સાથે સ્ટાઈપંડ પણ મળશે એવી વ્યવસ્થા કરીશ વિચારીને કહે જો તમારી મહેનત અને નૃત્ય પર કાબૂ જોઇને ખૂબ આનંદ થયો. આમ કહીને ગુરુજી અને મંગેશ અન્યાને વધાઇ આપીને ગયાં.

અન્યા વિચારમાં પડી ગઇ. એણે વિચાર્યું પાપાને વાત કરીશ પછી વાત એમ કહીને એ ડાન્સ પ્રેક્ટીસ કરવા લાગી, ડાન્સ સમય પુરો થતાં. એ ઘરે જવા નીકળી ત્યારે મંગેશે એને જોઇ કહ્યું "અન્યા પ્લીઝ કીપ ધીસ માપ કાર્ડ એન્ડ કન્ફર્મ ઓન કોલ પ્લીઝ આઇ એમ ઇન્ટરેસ્ટેડ ઇન યુ બીકોઝ ઓફ યોર ડાન્સ. અન્યાએ થેક્યું કહી કાર્ડ લીધું અને ઘરે જવા નીકળી.

અન્યા એ જતાં જતાં વિચારમાં પડી કે આ નવું આવ્યું હું શં કરું ? આમાં જ આગળ વધું કે ઓફર સ્વીકારી લઊ ? ઠીક છે વિચારું શું પછી વાત હમણાં તો હું જે કરું છું એ કરું.

****સિદ્ધાર્થે મીડીયા ફરીથી ખોલ્યું તો એમાં રાજવીરનાં ફોટાં જુદા જુદા પોઝમાં અને વીડીયો જેમાં શરૂઆતમાં મ્યુઝીકલ હતો એ જોઇને બંધ કર્યો કે કોઇ ગમતું ગીત મોકલ્યું છે અને એણે સેમને ફોન કરી જણાવ્યું કે ફોટાં છે અને કોઇ ઇંગ્લીશ ગીત છે. બસ તમે જોઇ લો અને જો હોય એ મને જણાવ્જો સેમે કહ્યું ઓકે સિધ્ધાર્થ ડન્. ચાલ પછી વાત કરીએ એમ કહીને ફોન મૂક્યો. સેમે વિચાર્યું ઠીક છે બન્ને ફ્રેન્ડ છે તો હશે એમ કહીને એ વિચાર પર પડદો પાડી દીધો.

************

અન્યા ઘરે પહોંચી અને એણે જોયું કે એનાં ફોનમાં મેસેજ છે એમાં એક વીડીયો છે જે મંગેશે મોકલ્યો છે મોહીનીયત્તમ ડાન્સફોર્મનો જે એણે પોતે પરફોર્મ કર્યું છે અને બીજો વીડીયો ફેમસ કલામંડલમ ક્રીશ્ચનનાયર અને કલામંડલમ કલ્યાણી કુટ્ટી અમ્માનો હતો એ તો વીડીયો જોઇને આશ્ચર્ય પામતી આંખો પહોળી થઇ ગઇ એણે થયું શું સુપર્બ ડાન્સ ફોર્મ છે અ આ કપલે કેટલો સરસ ડાન્સ કર્યો છે. એકબીજામાં જાણે પરોવાઇને પણ ઇશ્વર જાણે સાક્ષાત સામે હોય એવુ પરફોર્મ કર્યુ છે એનાંથી મનો મન નમસ્કાર થઇ ગયાં. એ આકર્ષાઇ ગઇ અને નક્કી કર્યું કે મંગેશની ઓફર સ્વીકારી લેશે અને મોહીનીયત્તમ શીખશે જ.

**********

રાજવીર વિચારમાં પડી ગયો એણે વિચાર્યું આજે અત્યારે અન્યાએ આમ કેમ કર્યું કે અત્યાર સુધી તો એ બધામાં રીસ્પોનસ આપતી હતી હું એટલેજ આગળ વધેલો હુ તો એને જ પ્રેમ કરુ છું. અને ફાઇડે ઇવનીંગ જ્યારે એ સાંજની ટ્રેનમાં આવી ત્યારે એણે જ મારી સાથે ટ્રેઇનીંગ દરમ્યાન..... બધું યાદ આવી ગયું એની મને વળગીને લીધેલી ભીંસ મારી ગરદન પર કીસ અને પછી એકદમ દોડી જઇને નીકળી ગયેલી કેમ આમ કર્યું એણે ?

પ્રકરણ-4 સમાપ્ત

અન્યા અને રાજવીર અને મંગેશમાં આગળ શું થાય છે વાંચો પ્રકરણ-5 રેપ-રીવેન્જ - પ્રેમવાસના સીરીઝ-2