રીવેન્જ - પ્રકરણ - 10 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રીવેન્જ - પ્રકરણ - 10

પ્રકરણ -10

રીવેન્જ

અન્યાએ બધા મળવા સાથે પાછળની રો માં ઉભેલી ફ્રેડીને જોઇ અને એની મુલાકાત યાદ આવી ગઇ ફ્રેડી એનાં વખાણ કર્યા કરતી હતી અને ફીલ્મમાં જોડાવા માટે કહયા કરતી હતી. અન્યાને આશ્ચર્ય પણ થતું હતું કે પ્હેલી જ મુલાકાતમાં આ લેડી મને આટલું કેમ સમજાવે છે ? મારાં જેવી ઘણી છોકરીઓ મુંબઇમાં છે.

ફ્રેડીએ હાથ હલાવીને કહ્યું” હાય અન્યા કોન્ગ્રેયુલેશન યુ આર લુકીંગ વેરી પ્રીટી એન્ડ બીયુટીફુલ. તારા માટે તો આજે બધાં સામેથી વધાવા વેલકમ કરવા ઉભા છે. યુ શુડ જોઇન્ટ અવર કેમ્પ અન્યા. અન્યાએ કહ્યું આઇ વીલ થીંક, આઇ એમ નોટ કન્ફ્રર્મ નાઉ પ્લીઝ અને ફ્રેડી એ જોતી જ રહી અને એં શેતાની મગજમાં પ્લાન આકાર લઇ રહ્યો. ડાયરેક્ટર પ્રોડયુસર રોમેરો અને હીંગોરીએ ઘણો દબાવી એમાં પણ દાળ ના ગળી એટલે હસ્તા હસ્તાં કહ્યું "ઓકે થીંક બેબી અને પછી એમને કહ્યું " યોર ડોટર ઇઝ વેરી ટેલેન્ટેડ અમારી ઓફર તમારી પાસે છે પ્લીઝ થીંક એબાઉટ એન્ડ થેંક્સ ફોર હોસ્પીટાલીટી કહીને ગુરૂજીને પણ થેંક્સ કહીને વિદાય લીધી. બધાં ગેસ્ટ હોલ છોડી ગયાં.

રાજવીરે કહ્યું "ઓકે અન્યા બાય જીમામાં મળીશું એમ કહી આંખ નીચી કરીને જતો રહ્યો એનો ચેહરો ખૂબ ઉદાસ હતો. મંગેશ કહ્યું "વેલ ડન અન્યા તારાં માટે તો બધાં હાર લઇને જ ઉભા છે તારાં માટે ખૂબ મોટી ઓપોર્ચ્યુનીટી છે તારાં માટે વેરીગુડ અને મંગેશ ત્થા ગુરુજી પણ બધાને કહી મળીને વિદાય થયા.

રૂબીએ કહ્યું "એય માય ડોલ આઇ એમ વેરી હેપી ધીસ ઇઝ યોર સકસેસ ડે. એન વી આર થીંક એબાઉટ બટ ફર્સ્ટ યોર ડીસીઝન ઇઝ વેરી ઇમોરર્ટન્ટ એમે કહ્યું ચાલો પહેલાં ઘરે જઇએ પછી વાત કરીશું.

**********

હેલો અન્યા હાઉ આર યું ? મંગેશ સવારે અન્યાને પ્હેલો ફોન કરીને કહ્યું, અન્યાએ થોડી આળશ સાથે કહ્યું " હાય ગુડ મોર્નીંગ આઇ એમ ફાઇન થેંક્યું.

મંગેશે કહ્યું "તે શું નિર્ણય કર્યો ક્યારે તું મળવા આવે છે ? ગુરુજી સાથે બેસીને નૃત્યનું રીહર્સલ અને ટ્રેઇનીંગ શરૂ કરીએ અત્યારે કહ્યું હું આમે જીસસનો આભાર માનવા માટે ચર્ચ જવાની પછી ત્યાંથી હું ગુરુજીને મળવા આવીશ ત્યારે રૂબરૂ મળવા માટે આવીશ. બાય મંગેશ કહી એ વધારે વાતો કરે પ્હેલાંજ મૂકી દીધો એ કાલનાં પ્રોગ્રામ પછી થાકી હતી એને રીલેક્ષ થવું હતું અને પહેલાં જીસસને થેંક્સ કેહવું હતું એણે વિચાર્યું આજે જીસસ પાસે જઇને પછી ક્યાંક મસ્ત પાર્ટી કરીશ આજે બસ મજા કરવી છે એવો પ્લાન બનાવીને વિચારવા લાગી ખે કોને કોને બોલાવીશ ? પછી થયું એકવાર ચર્ચ જઊં પછી વાત.

ઉઠી ફ્રેશ થઇને એણે મોમને કહ્યું "મોમ ગુડ મોર્નીંગ રૂબીએ એને વ્હાલ કરતાં કહ્યું "ગુડ મોનિંગ માય બેબી ? તારો થાક ઉતર્યો હજી સૂવૂ હતું ને કેમ ઉઠી ગઇ ? બી રીલેક્ષ.... અન્યાએ કહ્યું "મોમ હું રીલેક્ષ જ છું અને ચર્ચ જઇને પછી સાચાં અર્થમાં રીલેક્ષ થઇશ એમ કહીને આંખ મીચકારી, રૂબીએ ક્યું" ઓહ શું વાત છે શું કરવાની છે પ્રોગ્રામ ? ક્યાં ? કોણ કોણ છે સાથે ?

અન્યાએ કહ્યું હજી જસ્ટ વિચાર આવ્યો છે અને તેં તો લીસ્ટ માંગી લીધૂ જોઉં જેવો મૂડ પણ તને હું પ્હેલીજ જણાવીશ ઓકો બાય હું તૈયાર થઇને ચર્ચ જવા નીકળું. રૂબીએ કહ્યું "બેટા વ્હેલા કોફી અને તારી ખાસ ભાવતી ગ્રીલ સેન્ડવીચ અને ઓમલેટ બનાવી છે ખાઇને જજે એમતેમ નથી જવાનું તારા ડેડ પણ આજે સવારથી જતા રહ્યા છે માટે ખાસ કામ છે કહીને... હું શું કરીશ ? ઠીક છે તારો રૂમ બધુ સફાઇ કરાવીને ગોઠવાવી દઇશ.

અન્યા તૈયાર થઇને આવી કોફી નાસ્તો કરીને ટેક્ષી બોલાવીને સ્ટેશન પહોંચી ત્યાંથી માહીમ જવા માટે ટ્રેઇનમાં બેસી ગઇ.

અન્યા જેવી અંદર ટ્રેઇનમાં પ્રવેશી ખૂબ જ ભીડ હતી સવારનો ઓફીસ અવર્સનો સમય ખૂબ ધક્કા મૂક્કી હતી એ દરવાજા પાસે પાઇપનો સહારો લઇને એકતરફ ઉભી રહી અને થોડીવાર પછી ખાર રોડ આવ્યું બધાં ઉતર્યા અને થોડી જગ્યા થઇ એ અંદરની તરફ સરખી અને એને કોઇનો અવાજ સંભળાયો પરિચિત્ લાગ્યો એણે ચારે બાજુ પેલા માંડ્યુ ત્યાં ફરીથી બોલ્યુ "અન્યા ધીસ વે આમ જો અને એની નજર ફ્રેડી પર પડી ફ્રેડીએ એની પાસે આવવા ઇશારો કર્યો. ફ્રેડીએ એટલા વ્હાલથી બોલાવી જાણએ... એ ના ન પાડી શકી ફ્રેડીએ થોડાં બાજુમાં ખસીને જગ્યા કરી આપી અને ક્યું "એય માય સ્વીટચબેબી અન્યા. તું ચર્ચ જાય છે ? અને કાર્યક્રમનાં વખાણ કરવા માંડ્યા. અન્યાને હવે આ ફ્રેડી પરીચીત લાગવા માંડી પ્હેલાં ટ્રેઇન અને ચર્ચમાં સાથે હતી અને ગઇ કાલે મારાં પ્રોગ્રામમાં ફીલ્મી લોકો સાથે હતી.

અન્યાએ કહ્યું "થેક્યું આંટી" ફ્રેડીએ ક્યું"ઓહ નોટી હું આંટી લાગું છું આઇ એમ જસ્ટ 45 અને પછી હસી પડી. આજે પણ એણે સુંદર ડ્રેસ પહેરેલો અને ઊંમર છૂપાવવાનો વ્યર્થ પ્રયાસ કરી રહી હતી.

અન્યાએ કહ્યું "ઓહ ઓકે ફ્રેડી એન્જોય યોર મૂડ કહીને ચૂપ થઇ ગઇ. ફ્રેડીએ એનો કેડો ના મૂકતાં ક્યું બેબી અમારાં ડાયરેક્ટર અને પ્રોડ્યુસર બંન્ને તારાં વખાણ કરતાં થાક્તા નહોતાં હું તને એક એડવાઇઝ કરું બેબી ? તું એ તક ઝડપી લે ડોન્ટ મીસ ચાન્સ. આવા ચાન્સ કોઇને મળતાં નથી આમાં ખૂબ પૈસો, ગ્લેમર અને મજા જ મજા છે અને પ્રસિદ્ધિ સામેથી આવીને કદમ ચૂમશે. મેં તને તારો પ્રોગ્રામ જોતાં જ પ્હેલાં કીધેલું કે યુ આર હીરોઇન મટીરીયલ અન્યાએ ફ્રેડીની વાતોને થોડી સીરીયસ્લી લઇને કહ્યું "મીસ ફ્રેડી તમે એ લોકો સાથે કેવી રીતે સંકળાયેલા છો ?

ફ્રેડીને હવે મજા પડી એને થયું અન્યાને રસ પડ્યો છે. લાવ હવે હું એને.... એવો કહું "બેબી હું પણ તારાં જેવી ખૂબ બ્યુટીફુલ હતી અને મને બધાંજ ખૂબ પસંદ કરતાં હું તારી જેમ ડાન્સમાં અવ્વલ હતી મારું ડાન્સ ફોર્મ બેલે ડાન્સ અને બીજું મને ટેન્ગો પસંદ હતું. હુ પણ તારી જેમ ડાન્સમાં આગળ આવવા માંગતી હતી મારી યુવાની આખી એમાં ખર્ચી નાંખી બેલે ડાન્સમાં મારુ નામ હતું પરંતુ જેટલું નામ, ગ્લેમર, પૈસો મળવો જોઇએ ના મળ્યું. અને થાકીને ફીલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં આવી ત્યારે હીરોઇનનો સપોર્ટીંગ રોલ કરવા કલબ ડાન્સરનો રોલ મળતાં હીરોઇન તરીકે હું મોટી દેખાવા લાગી હતી જ્યારે મને બધાએ સામેથી ઇન્વાઇટ કરી ત્યારે મોં ધોવા ગઇ પછી ખૂબ પરવાઇ અને બીજું ઘણું બધું મારાં જીવનમાં બની ગયું.

મારો અનુભવ એવું કહે છે કે જ્યારે તક સામેથી આવે ત્યારે એને જવા ના દેવી વધાવી લેવી ફરી ચાન્સ નથી મળતાં અને જીવનમાં પછી સંજોગો એવાં બને કે આપણે ક્યાંયના ના રહીએ. અન્યાએ કહ્યું "તમારી વાત સાચી છે હું વિચારીશ અને માહીમ આવી ગયું અને બંન્ને જણાં ઉતરી ગયાં.

ચર્ચમાં પ્હોચી પ્રેયર કર્યા પછી ફ્રેડી પાછી અન્યા પાસે આવી અને કહ્યું "જીસસને પૂછ્યું ? ચાલ મારી વાત માન હું આવતી કાલે જ તારી એપોઇન્ટમેન્ટ ફીક્ષ કરું છું એકવાર જો, મળી જો પછી તારે જે નિર્ણય કરવો હોય કરજે ને પણ તક ના ગુમાવ એવી મારી એડવાઇઝ છે. તારી આ સુંદરતા જીંદગીભર નથી રહેવાની આને તું વટાવીલે બેફામ તક અને પૈસો મળશે પછી આખી જીંદગી એશ જ કરવાનું, મે ભૂલ કરી અને હજી ટ્રેઇનના ધક્કા ખાઊં છું મળે એ રોલ કરું છું તારી પાસે સુંદરતાનો આ ખજાનો છે તું ખૂબ પૈસો અને નામ કમાઇ શકીશ હું તને બધી જ મદદ કરીશ, મારી ઓફરનો વિચાર કરજે પછી બાજુમાં ડાન્સનાં શોખ ક્યા નથી પોષતા ? વિચારજે બેબી. બેસ્ટ લક કહીને ફ્રેડી ચર્ચનાં પાછળનાં ભાગમાં જવા નીકળી ગઇ.

અન્યા થોડીવાર એને જતાં જોઇ રહી અને વિચારમાં પડી ગઇ. એને થયું શું આ સલાહ સાચી છે ? મંગેશને શું જવાબ આપું ? ત્યાંજ ચર્ચમાંથી મીસીસ બ્રિગન્ઝા નીકળી અને અન્યાને જોઇને બોલી "હેય અન્યા માય ડાર્લીગ.... અન્યાએ એકદમ એમની તરફ જોયું અને હસીને એમની પાસે જઇને હગ કરીને પૂછ્યું આંટી તમે ક્યારે આવ્યા ?

મીસીસ બ્રિગન્ઝાએ કહ્યું "અરે બેબી સોરી હું તારા પ્રોગ્રામમાં ના આવી શકી પણ તું યુએસ થી બે દિવસ પ્હેલાંજ આવી હતી મારાં ફ્રેન્ડ હીંગોરીનો ફોન હતો કે એક બ્યુટીફુલ આર્ટીસ્ટનો ડાન્સ શો છે તું આવીશ ? પણ જ્યારે એણે વોટસઅપ પર તારો ફોટોવાળું ઇન્વીટેશન જોયું મે કીંધુ એમ બાંઠીયા આઇ નો હર શી ઇઝ માય નેબર્સ ડોટર સોરી હું એ હીંગોરીને ફ્રેન્ડશીપમાં એમ બોલાવું છું. આઇ નો તે બધાની આંખો પહોળી કરી દીધી હશે યુ આર સો બ્યુટીફુલ - તું એની સાથે કામ કરતી હોય તો સ્ટાર બનાવી દેશે.

પ્રકરણ-10 સમાપ્ત.

"""""""""""

રેટ કરો અને રિવ્યુ આપો

Nitesh Shah

Nitesh Shah 2 વર્ષ પહેલા

Neepa

Neepa 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા

DEEP CHAUDHARI

DEEP CHAUDHARI 2 વર્ષ પહેલા

Anp

Anp 3 વર્ષ પહેલા