રિવેન્જ - પ્રકરણ - 3 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રિવેન્જ - પ્રકરણ - 3

પ્રેમવાસના -સીરીઝ-2

રિવેન્જ

પ્રકરણ-3

અન્યા અનનોન નંબરથી આવેલો મ્યુઝીકલ વીડીયો અને પાછળ આખો પોર્ન વીડીઓ મર્જ કરેલો હતો. એ બધુ ભૂલીને એ જોવામાં તલ્લીન થઇ ગઇ એ સીપ મારતી જતી હતી અને પોર્ન વીડીઓ જોતી જતી હતી એનાં મનમાં અને શરીરમાં જાણે અવનવા ફેરફાર થઇ રહેલાં એને મજા આવી રહી હતી પેલા યુવકનાં મોબાઇલ કરતાં તો જાણે રસપ્રદ વીડીઓ એની પાસે હતો એને મોબાઇલમાં તલ્લીન જોઇને પિતા સેમે પૂછ્યું હેય બેબી.. ક્યાં ખોવાઇ ? ક્યારનો તારાં હાથમાં ગ્લાસ સ્થિર થઇ ગયો છે અને તું મોબાઇલમાં છે એવું તો શું જુએ છે ?

અન્યા ગભરાઇ એણે શાન ઠેકાણે લાવતાં કહ્યું એય કાંઇ નહીં પાપા એક મસ્ત પોપ સોંગ હતું એડશીરીનનું એ જોઇ રહી હતી એનું નવું આલ્બમ આવે છે એનો "ઝીરો પ્રોમો હતો. એમ કહી મોબાઇલ બંધ કર્યો અને વાઇન એક સાથે પૂરો કર્યો. એણે કહ્યું “ પાપા મેંઇન કોર્સ જેવું કાંઇ મંગાવશો નહીં. હું તમને ક્હુંને એ મંગાવો આજે નોનવેજ ડીશ એન્જોય કરીએ.. મજા આવશે અને અહીંનો શેફ બહુ મસ્ત કૂક કરે છે જુઓ ચીકન સાઇડઅપ બર્ગર વીથ ડરાઇડ-સલાડ, મુર્ગ મલાઇ ટીક્કા અને પ્રાઉન્સ ટેન્કુરા બહુ મજા આવશે. એને કહ્યું તું જ લખાવી દે અને એણે મોટી સીપ મારી. અન્યાએ બેરાને કહ્યું ઓર્ડર લઇ જાવ એણે મેનેજરને બોલાવ્યો અને અન્યાએ બધો ઓર્ડર લખાવ્યો અને સ્મોલ વાઇન રીપીટ કરવા કહ્યું.

સેમ અને રૂબી એકબીજામાં પરોવાયેલા રહ્યાં અને અન્યા પેલા ચુવકનાં મોબાઇલમાં ઝાંખવા લાગી અન્યાએ મોબાઇલ તો બંધ કરેલો પણ ત્યાં હજી પોર્ન મુવી ચાલુજ હતું અન્યાએ હવે ત્યાં ધ્યાન સ્થિર કર્યું. પેલાં યુવકને મોબાઇલ સ્ક્રીનમાં અન્યાનો ચહેરો સ્પષ્ટ દેખાતો હતો અને જાણ થઇ કે પેલી છોકરી પાછી આમાં જોઇ રહી છે. એણે સ્ક્રીન સરખો કરીને એવો ગોઠવ્યો કે અન્યા સારી રીતે જોઇ શકે. થોડીવાર પછી એણે ફોન બંધ કરીને અચાનક પાછળ જોયું તો અન્યા જાણે જોતી પકડાઇ ગઇ હોય એવું થયું પેલાએ જાણે કશું નથી થયું એમ ચહેરો રાખીને પાછું સીગરેટ બોક્ષ કાઢીને સીગરેટ સળગાવી અન્યા થોડી ખમચાઇ ગઇ પણ સ્વસ્થ રહીને એ પાછી વાઇન પીવા લાગી. પેલો યુવાન પણ દેખાવમાં હેન્ડસમ હતો પણ એણે અન્યાને સહેજ પણ ભાવ ના આપ્યો. અને થોડીવાર બેસીને એ અને એનો મિત્ર એકવાર પણ પાછલ જોયા વિના રેસ્ટોરન્ટની બહાર નીકળી ગયાં. અન્યા એ લોકોને જતા જોઇ રહીને પછી એણે પણ નજર ફેરવી ને માં-પાપા તરફ ધ્યાન ગયું. બંન્ને જણાં બરાબર "મૂડ"માં હતાં અન્યા હસતી હસતી જોઇ રહી અને પછી રહેલો મોબાઇલમાં એ લોકોનાં ફોટાં લીધાં. ત્યાં સુધીમાં જમવાનું આવી ગયું. અને એણે પાપાને કહ્યું પાપા ચાલો જમી લઇએ પછી ઘરે જઇએ અને તો ઊંઘ આવવા લાગી છે.

રૂબીએ કહ્યું "હાં સેમ ચાલો હવે અહીંયા બહુ રોમેન્ટીક ના થવા ઘર માટે બાકી રાખો એમ કહીને હસી અને સેમને આંખ મારી એમ કહે ચાલો જમી લઇએ બેબીને પણ ઊંઘ આવે છે. રેસ્ટોરાંમાં ખૂબ ખાઇ-પી મજા કરીને બધાં ઘરે પાછાં આવ્યાં.

**********

અન્યા એનાં પાપા અને મોમ સાથે ઘરે આવી ગઇ. ત્રણે જણા ડ્રીંક્સ કરીને આવેલાં સેમે બાઇને કહ્યું "બાઇ તમે બધુ બંધ કરી દેજો અને જમવાનાં નથી એટલે તમે બધું પરવારીને સૂઈ જજો. રૂબીતો જાણે ભાનમાં જ નહોતી. સેમે કહ્યું બાઇને એ સાંભળી હાં હા ઓકે ઓકે બોલતી બેડરૂમમાં જઇને પહોંચી. બેડરૂમમાં જઇ રૂબીએ માંડ નાઇટી બદલીને બડે પર સુઈ ગઇ સેમે રૂમમાં આવીને બોટલ જે સાથે લાવેલો એમાંથી પાછો એક પેગ બનાવીને શાંતિથી પીધા અત્યારે મીસકોલ નંબર ફોન કરી સર્વેલાન્સમાં મૂકાવી દીધો. પછી સીગરેટ સળગાવીને આમતેમ આંટા મારી સૂવા માટે ગયો.

અન્યા પણ રૂમમાં આવી એવી બાથરૂમમાં ગઇ ફ્રેશ થઇને કપડાં બદલ્યાં અને સૂવા માટે બેડ પર આવી. હમણાં એ ખૂબ ફ્રેશ ફ્રેશ અનુભવી રહેલી અને જેવી આડી પડી અને ફરીથી પેલો અનનોન નંબર પરથી રીંગ આવી. એને પેલો વીડીયો પણ યાદ આવી ગયો એને થયું. કોણ છે આ ? ફોન ઉપાડવા દે.

અન્યાએ ફોન ઉપાડયો અને સામેથી હલ્લો ડાર્લીંગ એવો અવાજ આવ્યો એ તરત જ અવાજ ઓળખી ગઇ અને ચીસ જેવા અવાજે બોલી... યુ ઇડીયટ રાજવીર.... રાજવીર જવાબમાં ખડખડાટ હસ્યો એણે કીધું કેવી મજા આવીને ? મીસ કોલ મીસ કોલ રોંગ નંબર રોંગ નંબર રમવાની. એય સ્વીટી તારી યાદ આવતી હતી પણ આજે તને હેરાન કરવાનું જ નક્કી કરેલું. આમે આ સવારે બીજો નંબર લીધો હતો તને સીધી રીતે ફોન ન હોતો કરવો એટલે ખેંચી... શું કહે છે ? મજા આવી ? અન્યા ગુસ્સામાં બોલી "એય ઇડીયટ કોઇવાર મોટી મુશ્કેલી થશે મેં તો ડેડને કહ્યું કે કોઇ મીસકોલ કરે છે બોલતું નથી ડેડે તો કહ્યું કાલે વોચમાં રાખશે અને અરે તારો આ નંબર સર્વેલાન્સમાં મૂકયો સાવ રાસ્કલ છે તું આટલો લાંબો સમય મજાક કરાય ? એય રાજવીર તારો વીડીયો.... તું તો સાવ ગંદોજ છે આવા વીડીયો મોકલાય ? પછી એમ થાય કે... રાજવીરે કહ્યું "એય માય સ્વીટ ડાર્લીગ મૂડમાં હતો એટલે મોકલાવ્યો... અન્યા કહે હું તારી પ્રેમીકા નથી તે આવા વીડીયો મોકલે. જસ્ટ ફેન્ડ અને પાપાને ખબર પડી તો તારી ખેર નહીં રહે... તારું નસીબ તું જ જાણે આવી બેહુદી મજાક તને ભારે જ પડશે.

રાજવીરે કહ્યું "બટ બેબી આઇ લવ યુ તારો ફ્રેન્ડ છું. ખાસ છું કેમ ભૂલે ? અન્યાએ કહ્યું "એય તારી હેલ્થ કલ્બમાં આવું છું. તારી પાસે એક્ષેરસાઇઝ શીખું છું. એક દોસ્ત છું એનાથી વધીને કંઇ નહીં. અત્યારથી મને પટાવવાનાં પાઠના ભણાવીશ મારો ગોલ તો ઘણો ઊંચો અને આગળ છે.... આવી વીડીયો બે મીનીટની મજા ગણી જોઇને ડીલીટ કરી દઊં છું અને એ કરી પણ દીધો છે. ઓકે ગુડ નાઇટ કાલે કલબમાં વાત કરીશ અને એણે કંઇ આગળ સાંભળ્યા વિનાં જ ફોન કટ કરી દીધો.

રાજવીર હેલો હલો બોલતો રહ્યો અને ફોન કટ થઇ ગયો. રાજવીર ઊંડા વિચારમાં પડી ગયો એને થયું શિકાર ફેઇલ થઇ ગયો ધાયલ જરૂર થયો છે પણ કાબૂમાં નથી હજી કંઇક કરવું પડશે... ઉતાવળ કરીને બાજી બગાડવી નથી.... તું ક્યાં જવાની અન્યા ? છેવટે તું મારી પાસે જ આવીશ એ નક્કી જ. એમ વિચાર કરતાં એણે પણ ફોન મૂક્યો.

***************

સેમ સવારે તૈયાર થઇને ઓફીસ જવા નીકળી ગયો. રૂબી ઉઠીને કોફી-સ્નેક્સ આપીને વિદાય કર્યો. અન્યા હજી ઉઠી જ નહોતી. સેમે ઓફીસ પહોંચીને પ્હેલાંજ તરત જ એનાં ઇન્સપેક્ટર ફ્રેન્ડ જે એની સાથે કાયમ રેડ પર પણ આવતો એ સિધ્ધાર્થને ફોન કર્યો. સિધ્ધાર્થે કહ્યું "હાય સેમ શું વાત છે ? સવાર સવારમાં યાદ કર્યો ? કાલની પાર્ટી ફેમીલી સાથે કેવી રહી ? અને શું તારી સાથે લાંબી વાત કરીશ તો ફેમીલી ડીસ્ટર્બ થશે એટલે મેં ટૂંકમાં પતાવેલું. સેમે કહ્યું "અરે પાર્ટી ખૂબ સરસ રહી રૂબી થોડી નારાજ થઇ પણ વાંધો ના આવ્યો બધાં પીવામાં મસ્ત હતાં એમ કહીને ખડખડાટ હસ્યો પછી ગંભીર થઇને કહ્યું "સિધ્ધાર્થ યાર પેલો નબંર આપ્યો એ કોનો છે ? સિદ્ધાર્થે કહ્યું એ બધી જ ડીટેઇલ્સ મળી ગઇ છે રાત્રે જ મળી ગઇ હતી પણ ? પાર્ટીમાં ફેમીલી સાથે હતો એટલે થયું સવારે જ વાત કરીશ. આ નંબર સાંતાકૂઝનાં હેલ્થ કલબનો ઓવનર રાજવીર બગ્ગાનો છે. મને યાદ છે ત્યાં સુધી અન્યા એજ જીમમાં જાય છે એટલે પ્હેલાં અન્યા સાથે વાત કરી લે જે. પછી તું કહીશ એમ કરીશું.

સેમે કહ્યું "ઓહો એમ વાત છે તો હું પ્હેલાં અન્યા સાથે વાત કરીને તને જણાવીશ. ઓકે ચાલ હું પછી પાછો ફોન કરું છું. કહીને ફોન મૂકી તરત જ અન્યાને ડાયલ કર્યો.

હાં પાપા અન્યા આળસ ખાતી બોલી શું થયું. પપ્પા હજી સવાર પણ પૂરી નથી ઊગી. સેમે કહ્યું "તારો પેલો અનનોન નંબર મળી ગયો એટલે... સેમ આંગળ કંઇ બોલે પ્હેલાં અન્યાયે કહ્યું "સોરી પાપા એતો પેલો જીમ વાળો રાજવીર હતો મારી સાથે મસ્તી કરતો હતો પણ મેં એને ખખડાવી દીધો છે તમે કંઇ ના કરતાં હું આજે જીમ જવાની વાત કરી લઇશ. સેમે આગળ કંઇ ચર્ચા ના કરતાં કહ્યું" ઓકે બેબી ટેઇક કેર.... ફોન મૂક્યો.

અન્યાએ આળશ ખંખેરી અને ઉભી થઇને જીમ જવા માટે ફ્રેશ થઇ ગઇ. મોમને કહીને નીકળી.... મોમે કહ્યું તારે આજે કોફી-સેન્ડવીચ કાંઇ .... નાં કંઇ નહીં મારે ખૂબ લેટ થયું છે. હું જીમ જઇને આવું છું. કહીને જીમ જવા નીકળી ગઇ.

સાંતાકુઝ પરામાં અન્યાનાં ઘરથી થોડેક જ આગળ જીમ હતું એ ત્યાં પહોંચી અને એણે જોયું રાજવીર કોઇ બીજી છોકરીઓની ટ્રેઇનીંગ આપી રહ્યો છે. એણે એની જીમ બેગ બાજુમાં મૂકી એ રાજવીરની સામે તરફની સાયકલ પર બેસી ગઇ અને સાઇકલીંગ કરવા લાગી રાજવીરની નજર પડી એણે પેલી છોકીરઓને કહ્યું "પ્લીઝ બી કેરફુલ એન્ડ પ્રેક્ટીસ ઇટ કહી અન્યા પાસે આવીને બોલ્યો. "એય અન્યા આઇ લવ યુ, અન્યાએ એની સામે જોયાં વિના કહ્યું "બટ આઇ ડોન્ટ. સો પ્લીસ કીપ ડીસ્ટન્સ ફ્રોમ મી. એમ કહીને ઉભી થઇને બીજી તરફ જતી રહી... પ્રકરણ -3 સમાપ્ત.

""""""""""""""

રેટ કરો અને રિવ્યુ આપો

Rimaa

Rimaa 8 માસ પહેલા

Jamna Bhansali

Jamna Bhansali 7 માસ પહેલા

Bhaval

Bhaval 4 વર્ષ પહેલા

Deepa Joshi

Deepa Joshi 2 વર્ષ પહેલા

Bhavesh Dhandhukiya

Bhavesh Dhandhukiya 2 વર્ષ પહેલા