રીવેન્જ - પ્રકરણ - 47 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રીવેન્જ - પ્રકરણ - 47

રીવેન્જ

પ્રકરણ-47

અન્યાએ સવારે માં પાપા ઉઠ્યા એની સાથે એમની પાસે ગઇ અને કહ્યું "હું આજે મુંબઇ જઇશ. પાપા તમે ઓફીસ જતાં મને એરપોર્ટ ડ્રોપ કરી દેજો મારી અગીયારની ફલાઇટ છે પ્લીઝ. રૂબીએ કહ્યું "દીકરા તું આવી શું ને ? જાય છે શું ? તારાં રજાનાં દિવસો તો જાણે હવા થઇ ગયાં... અમારી સાથે શું રહી ? અને હવે તારાં લગ્નની તૈયારી કરવી પડશે.

સેમે કહ્યું "ઠીક છે હું સમજુ છું તારે લગ્ન પહેલાં તારુ મૂવી પુરુ કરવુ પડશે અને ખાસ વાત એ છે કે તારાં લ્ગન માટે રાજનાં પાપાએ કહેવડાવીને શરૂઆત સારી કરી પણ દીકરીનાં પેરન્ટસની રુહે વ્યવહારીક રીતે અમારે એમને મળવા આવવું પડશે એટલે હું રાજ સાથે વાત કરીને નક્કી કરી લઇશ અને અને દીકરીનાં માં-બાપને શોભે એમ આવીશું... કરીયાવરનુ તારી કરીશું અને ભલે એ લોકો ના માનતાં હોય પણ વ્યવહારીક શોભે અને અમારી પણ ખૂબ ઇચ્છા છે... જે કંઇ છે તારું જ છે અને સારું પણ લાગશે. કાસ્ટ અલગ છે તો વ્યવહારની વાત અને તારીખની વાત થઇ જાય એ જ સારું.

રૂબીએ સેમની વાતમાં સૂર પૂરાવીને કહ્યું કોઇ પણ રીતે ક્યાંય અધુરુ ઓછું ના આવવુ જોઇએ અને ધ્યાન રાખીશું.

અન્યા બધુ સાંભળી રહી... પછી એટલું જ કીધું કંઇ નહીં તમને યોગ્ય લાગે એમ કરજો. રાજ સાથે વાત કરી લેજો અને મનમાં માં કાળીને યાદ કરી બોલી.. તને ખબર હવે તારે શું કરવું...

રૂબીએ કહ્યું કેમ મોન છે દીકરા ? શું મનમાં ગણગણે છે ? તારી કંઇ ઇચ્છા હોય જણાવજે મનમાં ના રાખીશ.

અન્યાએ કહ્યું મોમ એવું કંઇ નથી.. તમે મારાં કરતાં પણ વધુ વિચારો એવો છો. કંઇ નહીં હું મારી જવાની તૈયારી કરું એમ કહીને એણે બેગ તૈયાર કરવા અંદર ગઇ.

સેમ અને રૂબી અન્યાને અંદર જતાં જોઇ રહ્યાં. પછી એકબીજાની સામે જોઇ રહ્યાં.. રૂબીએ કહ્યું "સેમ શું હું વિચારું છું એ જ તમે વિચારો છો ? સેમે કહ્યું "શું રૂબી ? રૂબીએ કહ્યું એજ કે ક્યાં હસતી કૂદતી મારી અન્યા.. એકમદ રોબમાં રહેતી.. હુકમ કરતી. તોફાની અને ક્યાં આજની આ ધીર ગંભીર.. મારી હીરણી જેવી અન્યાને જાણે સમયે ગાય બનાવી દીધી... અને રૂબીની આંખો ભરાઇ આવી.

****************

હાય ! સર.. એમ કહીને અન્યાને રોમેરોની ઓફીસમાં એન્ટ્રી લીધી. રોમેરો એ અન્યાને જોઇને ચહેરા પર ખુશી દર્શાવી જાણે ચેરમાંથી ઉભો થઇ ગયો અન પાછો ચેરમાં બેસી પડ્યો એનાં ચહેરાં પર ઉદાસી છવાઇ ગઇ.

અન્યાએ પૂછ્યું "કેમ સર શું થયું ? કેમ ઉદાસ થઇ ગયાં. એવરીથીંગ ઓકે ? એની પ્રોબ્લેમ ? વોટ હેપન્ડ ?

અન્યાનાં બધાં પ્રશ્નોનાં એક વાક્યમાં જવાબ આપતાં રોમેરો બોલ્યો "એવરીથીંગ નોટ ઓકે.. પ્રોબ્લેમ હી પ્રોબ્લેમ.

અન્યાએ દાઢમાં હસતાં પૂછ્યું "ઓહ સર.. પ્લીઝ શેર વીથ મી શું થયું ? એન્ડ વેર ઇઝ હીંગોરી સર. આઇસી શુટીંગ આગળ કરવા માટેનું શીડ્યુલ હતું.. એન્ડ બાય ધ વે તમારી ઉદાસી દૂર કરે એવાં મસ્ત ન્યુઝ આપું.

રોમેરો એ ઉદાસ ચ્હેરા ધીમેથી ઊંચો કરીને પૂછ્યું વોટ ? હું તરસી રહ્યો છું સારાં ન્યૂઝ માટે.

અન્યાએ કહ્યું "નોપ... પ્હેલો તમે તમારાં પ્રોબ્લેમ શેર કરો પછી કહું છું એટલે બધી ઉદાસી અને ખરાબ સમાચાર સામે મારાં આનંદનાં સમાચાર તમને ... મનમાં બોલી હલાવી દેશે.. પછી મોટેથી કહ્યું "હળવા કરી દેશે.

રોમેરોએ કહ્યું "અરે અહીં શું ચાલી રહ્યં છે જાણે ખબર જ નથી પડતી. કોની કાળી નજર લાગી છે મારાં સ્ટુડિયો અને મને.. માઇકલ ફ્રેડીનું અપમૃત્યુ.. એ સ્યસાઇડ છે કે મર્ડર એ ઉકલાયું નથી. ત્યાં હીંગોરીનો એક્સીડન્ટ, એ ધવાયો હોસ્પીટર્સમાં છે બે કિંમતી કારનાં ફૂરચા ઉડયાં નુકશાન થયું આપણો કેમેરા મેન - મુસ્તાક ઘર સાથે સળગી ગયો. હીંગોરીને ખબર નહીં ડાયું પ્રેત દેખાય છે... હું તો કંટાળી ગયો છે આખર આ થવા શું બેઠું છે ?

અન્યાએ અફસોસ વ્યક્ત કરતાં કહ્યું "ઓહ નો વેરી બેડ... અને ત્યાં ઓફીસમાં બે ખુરશીની ગાદી દબાઇ અને ફ્રેડી માઇકલનાં પ્રેત આવીને બેઠાં.. એ લોકો રોમેરો તરફ હાથ કરીને કંઇ કહેવા માટે અધિરા થઇને પ્રયત્ન કરવા લાગ્યાં પણ રોમેરોને કોઇ એહસાસ જ નહોતો.

અન્યાએ એ બંન્નેનાં પ્રેતને ઊચંકી દિવાલ પર પછાડ્યા અને રોમેરોની મોટી તસ્વીર પડી ગઇને ફુરચા ઉડી ગયાં.

રોમેરોતો અચાનક આટલી મોટી આમકદની તસ્વીર પડીને તૂટી ગઇ એ એટલો ગભરાયો કે એણે અન્યાનો હાથ પકડીને ઓફીસની બહાર દોડ્યો. ચાલ ચાલ કોઇ કાળી શક્તિ ચોક્કસ પીછો કરે છે મારે આનો ઉપાય કરવો પડશે નહીં ચાલે મને બરબાદ કરવા કોઇએ બીડુ ઝડપ્યું છે ચોક્કસ...

અન્યાએ નીકળતાં નીકળતાં ફ્રેડી અને માઇકલનાં પ્રેતને બાંધીને સાથે બહાર નીકળી અને રોમેરો એને સ્ટુડીયો તરફ લઇ જતો હતો અને બંન્ને પ્રેતને સ્ટુડીયોથી બહાર ફેક્યાં.

રોમેરો અન્યાને અંદર તરફ લઇ જઇને ત્યાં સ્ટુડીયોમાં તૈયાર કરેલાં સેટ પાસે બેઠો કહ્યું "અન્યા હું ખૂબ ગભરાયેલો હીંગોરી વગર કામ ઠપ્પ થયાં છે મારે બીજા ડાયરેક્ટરને હાયર કરી ફીલ્મ પુરી કરવી પડશે અથવા મારે જ પુરી કરવી પડશે હીંગોરીનું ઠેકાણું નથી. કેમેરામેન મુસ્તાક ગયો... ફ્રેડી માઇકલ ગયાં ખબર નથી મારું શું થશે એમ કહીને અન્યાનાં ખભાનો સહારો લઇને આદ્રંદ કવા લાગ્યો.

અન્યાએ કહ્યું "સર... સર.. આમ તમે રડો સારું ના લાગે તમારાં આશરે જ છે બધુ તમે કહો તો આગળનું કામ હું જ પુરુ કરાવી આપુ જવાબદારી મને સોપી દો. અવ્વલ નંબરની ફિલ્મ પુરી કરાવી આપુ. એડીટીંગ - ડબીંગ પ્રમોશન અને રીલીઝ અરે બધી શહેરોમાં થીયેટર બુકીંગ બધુ જ હું કરીશ બોલો છે મંજુર ?

રોમેરો અન્યાની સામે જોઇ રહ્યો ? આજકાલની આયેલી આમને શું કહી રહી છે ? એનું માથું ભમી ગયું છે ? કે હું પાગલ છું એને ખબર છે ? આ કામ કેવાં છે ? પછી વિચારીને બોલ્યો ? તું કરીશ ? તને ઇન્ડસ્ટ્રીઝમાં આવે હજી 6 મહિનાં થયાં છે તને આ બધાં કામની શું ખબર ?

કેટલા વીસું શો થાય ખબર છે ? કે સવાર સવારમાં ડ્રીંક લીધું છે ? આ કંઇ ખાવાનાં ખેલ નથી. તું પણ સવાર સવારમાં મારી મજાક ઉડાવે છે ? પડ્યા પર પાટુ મારે છે ? આતો દાઝ્યા ઉપર ડામ દેવા જેવી વાતો કરે છે તું.. અને તું શું આ આનંદની વાત કરવાની હતી ?

અન્યાએ રોમેરાને બરાબર ઉશ્કેર્યો પછી બોલી સર તમને ખબર નથી મારો ફીઆન્સ કેટલો પહોંચેલો છે તે.

એ ખરબોપતિ છે એનાં ફાધર ઇન્ડસ્ટ્રીને પૈસા ધીરે છે અને એની મધર પ્રસિદ્ધ એક્ટ્રેસ છે હજી તો મે તમને મારી ઇનલોઝ ફેમીલીનું કંઇ જણાવ્યું જ નથી. તમે કંઇ જાણતાં જ નથી મને મારી રીતે ઇન્ડસ્ટ્રીમાં આવવું હતું એટલે તમને ચાન્સ આપેલો બાકી મારું બેકગ્રાઉડ જ મારાં માટે કાફી હતું.. અને વધુમાં આનંદમાં સમાચાર આપુ જેવુ મારું મૂવી પુરુ થાય હું રાજ સાથે લગ્ન કરી લેવાની છું બસ એણે મને સમય આપ્યો છે ત્યાં સુધીમાં મૂવી પુરી કરવાનું છે...જો અધૂરુ રહ્યું તો હું ના જાણુ પછી મારો કોઇ કસૂર નહી.

રોમેરો બે ઘડી આશ્ચર્ય અને આધાતની સાંભળી રહ્યો પછી બોલ્યો શું વાત કરે છે ? તારા ઇનલોઝનું શું નામ છે અને એની મધર એક્ટ્રેસ ? શું નામ એમનું... હું ઓળખતો જ હોઇશ બોલ.. એન્ડ બેબી આપણી વચ્ચે કોન્ટ્રાક્ટ થયો છે જ્યાં સુધી મૂવીનું શુંટીગ એડીટીંગ, ડબીંગ, પ્રમોશન બધુ જ પુરુ ના થાય ત્યાં સુધી બીજી ફીલ્મ શું મેરેજ કે વિવાહ કંઇજ કરી નહીં શકે. રોમેરોએ દાબ મારતાં કહ્યું.

અન્યાએ બેફીકરાઇ સાથે કહ્યું જોઇ લેજો કોન્ટ્રાક્ટ એક વર્ષની અવધિ ફીક્ષ થઇ છે પછી મને નાં કહેતાં અને બાય ધ વે મારાં સસરાનું નામ છે સુમિધસિંહ...માર્કેટનાં રાજા એન્ડ માય મધર ઇન લો ઇઝ પન્ના બગ્ગા ઉર્ફે નેશનલ એવોર્ડ વીનર નીલમાલિની...

રોમેરો તો કાપો તો લોહીનાં નીકળે એવી સ્થિતિ થઇ ગઇ. થોડી વખત એ અન્યાને બબુચકની જેમ જોઇ રહ્યો પછી થોડો નરમ પડીને બોલ્યો.. ઓહો સુમીધસિંહ ઘણાં પ્રોડ્યુસરો એમની પાસેથી ફંડ લાવે છે. આપણે પણ લીધેલું છે અને એમની વાઇફ તો જુદા રહે છે ડાઇવોર્સ થયાં છે એવું સાંભળ્યુ છે અને શેઠતો કોઇ પાર્ટીમાં આવતાં જ નથી. રાજ એમનો દીકરો છે ? તું તો ફાવી ગઇ જબરજસ્ત હાથ માર્યો છે. એવું બોલવાં સાથે અન્યાએ એ ડાયલોગ સાંભળ્યો અને એની ભૂફૂટી તંગ થઇ ગઇ આંખોમાંથી અગ્નિ વરસવા માંડ્યો એનાં રૂપમાં જાણે ફેરફાર થઇ ગયો અને એણે રોમેરોને જડબા પડ એવો મુક્કો માર્યો કે રોમેરો ત્યાંજ ચીસ પાડી બેભાન થઇ ગયો.

વધુ આવતા અંકે - પ્રકરણ-48