રીવેન્જ - પ્રકરણ - 46 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

રીવેન્જ - પ્રકરણ - 46

પ્રકરણ - 46

રીવેન્જ

સેમ અને રૂબી સાથે અન્યા ચર્ચ આવી અને જીસસને પ્રાર્થના કરવા લાગી. પ્રાર્થના કરીને અન્યાએ કહ્યું "ડેડ હું આવું છું પાંચ મીનીટ. સેમે કહ્યું ક્યાં જાય છે દિકરા ? અન્યાએ કહ્યું તમે પ્રેયર કરો મારે એક અરજન્ટ કોલ કરવાનો છે પ્લીઝ વેઇટ હીયર હું આવું છું એમ કહીને જવાબ સાંભળ્યા વિના પ્રેયર હોલમાંતી બહાર નીકળી ગઇ. સેમ અને રૂબી બેન્ચ પર બેસી જીસસને પ્રેયર કરી રહ્યાં.

બહાર આવીને અન્યા... સીધી હીંગોરીને જ્યાં દાખલ કરેલો ત્યાં પહોંચી. એણે જોયું એનાં ICU રૂમમાં પોલીસ રોમેરો ડોક્ટર બધાં ઉભાં છે એણે એ લોકોની વાતચીત સાંભળી.. ડોકટરે કહ્યું ચિંતા ના કરો તમને સારું થઇ જશે ધીરજ રાખજો અને અન્યાનો ગુસ્સો આસમાને ગયો.. જેવાં બધાં જ રૂમની બહાર નીકળ્યા એણે વિકરાળ રૂપ ધારણ કર્યું અને હીંગોરીની છાતી પર જ ઉભી રહી ગઇ.

હીંગોરીતો જોઇને ડઘાઇ જ ગયો એને માત્ર જાણે ધુમાડાં આકારે કોઇ પ્રેત નજરે પડ્યુ હતું. એણે હાથ જોડી કહ્યું તમે કોણ છો ? મારો શું ગુનો ?

અન્યાનો પિત્તો ગયો અને એણે ચીસ જેવા અવાજે કહ્યું "તારો ગુનો પૂછે છે ચંડાળ ? તને યાદ નથી તારાં કરતુત ? જુવાન છોકરીઓનાં જીવન બરબાદ કરો છો બધાં ? લાલચ અને પ્રસિદ્ધીનાં મોહજાળમાં ફસાવીને શિયળ લૂંટો છો રાક્ષસો પાછો પૂછે છે ગુનો શું છે.

હીંગોરીએ કરગરતા કહ્યું "ભૂલ થઇ ગઇ માફ કરો પણ તમે કોણ ? માફ કરો માફ કરો.

અન્યાનાં પ્રેતે કહ્યું "હજી તો મારી ઓળખાણ જોઇએ છે ? તને શું ઓળખાણ આપું બોલ ? આટલા આટલા દેહ ચૂંથ્યા તે યાદ છે કેટલાં ? કેટલી જીંદગીઓ બરબાદ કરી બોલ ? એમાંની એક હું તારો હિસાબ લેવા આવી છું. અને હવે પછી મારી ઓળખ નહીં પૂછવી પડે... તારી સામે હું રૂપ લઇને આવીશ ત્યારે પીછાલી લેજે અને એ દિવસ તારો છેલ્લો દિવસ હશે યુ બાસ્ટર્ડ એમ કહીને હીંગોરીનાં દેહને ઉઠાવી ઉછાળયો સીધો પંખે જઇ ઊંધો લટક્યો. હીંગોરીએ ચીસાચીસ કરી મૂકી...

બહાર નીકળેલાં રોમેરો ઇન્સપેક્ટર અને નર્સ બધાં અંદર દોડી આવ્યા ને હીંગોરીને આવી અવદશામાં લટકેલો જોઇ આધાત પામી ગયાં. અન્યાએ દૂર રીતે હસતાં ત્યાંથી એને નીચે પછાડીને ત્યાંથી નીકળી ગઇ.

"પાપા, માં, ચલો ઘરે જઇએ અન્યાએ પ્રેયર હોલમાં આવીને કહ્યું "હાં મારે વાત થઇ ગઇ એક કામ ફોનથી જ પતે એવું હતું. ચાલો નીપટયુ બાકી મુંબઇ જઇને પુરુ કરીશ.

સેમે અન્યા સામે ધ્યાથી જોયું તો કોઇક અગમ્ય સંતોષનો એહસાસ જોયો એણે કહ્યું "અન્યા તારી આંખો અત્યાર સુધી જે દેખાતી હતી એનાથી વધુ શાંત થઇ છે જાણે.

અન્યાએ કહ્યું "યસ ડેડ, માં અને જીસસ પાસે આવ્યા પછી સ્વાભાવિક આત્માં શાંત થાય. અને ખાસ તો હું તમારી લોકોની પાસે છું એ ખાસ કારણ છે.

સેમે કહ્યું.. કાશ તને વિદાય નાં કરવાની હોત.. મારો દિકરો કરીને રાખત. આમ તને ક્યાંય જવાના દેત અને અમારી પાસે જ રાખત. એક પળ મારી દીકરીને આધી જ ના કરત.

અન્યા મનમાં ને મનમાં બોલી. પાપા હું તો ક્યારની વિદાય પણ થઇ ગઇ અને તમે પહોચો નહીં એટલી દૂર થઇ ગઇ એની આંખો ભરાઇ આવી અને સેમને વળગી પડતાં બોલી "પાપા... બધુ આપણાં હાથમાં ક્યાં હોય છે ? જુઓને ગઇ કાલ સુધી જાણે ભણતી રમતી તમારાં ખોળામાં... હવે ક્યાંય દૂર દૂર રહેવું પડે છે... ના ગમતું કે ગમતુ સ્વીકારવું જ પડે છે ને..

રૂબીએ આંખનાં આંસુ લૂછતાં કહ્યું "જુઓ મારી અન્યા કેટલી મોટી થઇ ગઇ છે કેવી કેવી કહી વાતો કરે છે મારી અનુ માત્ર છ માસમાં જ જાણે... રૂબીથી હીબકુ નંખાઇ ગયું. સેમે રૂબી અને અન્યા બંન્ને બાંહોમાં લઇને પોતાનાં આંસુ પી ગયો અને બોલ્યો. કોઇને ક્યાંય દૂર નથી જવા દેવાનો તારુ મૂવી પુરુ થાય તારે મારી પાસે આવી જવાનું છે.

અન્યાએ સ્વસ્થ થતાં કહ્યું "ડેડ આપણાં વશમાં ક્યાં છે બધુ ? જીવનનાં ગરબડ ગોટાળાં-ઉતાર ચઢવા તમને ક્યાંથી ક્યાં લઇ જાય છે ? એકવાત ચોક્કસ શીખી છું કે અરમાન એવા નાં રાખવા કે માન ગુમાવવું પડે અ અભરખા એવા ના કરવા જે જીંદગી ખલાસ કરે...

સેમે કહ્યું "કેમ દિકરા એવું બોલે છે ? તારું તો ઇન્ડસ્ટ્રીઝમાં નામ થયું નામ અને કલદાર બંન્ને તારાં ચરણોમાં છે તારી ડીમાન્ડ છે. રાજવીર જેવો સમજું સંસ્કારી -ધનીક મિત્ર અને હસબંડ થવાનો .. મળ્યો છે મારી એકની એક ખોટની દિકરી છે તારે ખોટ શું વાતની છે કે આમ ખૂબ પીઢ અનુભવીની જેમ વાતો કરે છે ? તારું તો જીવન શરૂ થયું છે.. ખૂબ જીવીને ખૂબ આનંદ કરવાનો છે.. અમને નાના-નાની બનાવવાના છે.

અન્યાએ કંઇ ચર્ચા કરવાનું મુલત્વી રાખી મૌન ધારણ કરી લીધું. સેમે કહ્યું "કેમ દીકરા કંઇ બોલી નહીં ? એવું કશું તો નથી ને કે તું કહીન થી રહી ? તારાં જીવનમાં કંઇક ગરબડ થઇ છે ? તને કોઇ પ્રોબ્લેમ કોઇ હેરાનગતી છે ? રાજ સાથે કંઇ થયું છે ? બોલ દીકરા મહાકાળીનાં સમ છે.

અન્યા હવે સાવધ થઇ એણે મૂડ બદલીને કહ્યું" શું સેમ તુ પણ.. હું તમારી દીકરી નહીં ફ્રેન્ડ છું હું કંઇ છૂપાવું કે શેર ના કરુ ? યાર તમે લોકો બહુ ઇમોશનલ થઇ જાવ છો હું પ્રેકટીકલ થઇ ગઇ છું એજ ફરક...

જુઓને કીર્તી અને કલદાર મળવા સાથે જ તમારાથી દૂર થઇ ગઇ. હું કામ કરુ છું એ મારાં થનાર સસરાને કહી નથી શકતી એમને કંઇક પ્રોબલેમ છે. જ્યારે મળવું ફરવું હોયત્યારે શીડ્યુલ શુટીંગ, ડબીંગ વિગેરે હોય છે સમયની કોઇ સીમા નથી પરોઢ હોય કે અડધી રાત કામ માટે એલર્ટ રહેવું પડે છે. કામથી કંટીળો નથી પણ... તમારાં લોકોનો વિરહ પણ મને... પાપા બીજુ કંઇ નથી.. લવ યુ યુ. બોથ. એમ કહીને અન્યાએ વાત વાળી દીધી.

સેમે કહ્યું "ઓકે બધી ત્યારે ગંભીર વાતો બંધ લેટસ સેલીબ્રેટ યોર હોલી ડેઝ... એમ કહીને બધાં ગાડીમાં બેસીને કોલકોત્તાની મશહુર બાર/રેસ્ટોરાંમાં ડીનર માટે ગયાં.

****************

રાજવીરે પાપા પાસે જઇને કહ્યું "પાપા અન્યાએ એનાં પેરેન્ટસ સાથે વાત કરી લીધી છે એ લોકો ખૂબ રાજી થયાં અને એમને સંબંધ કબૂલ છે હવે તમે કહેશો એમ આગળ વધીશું...

રાજનાં પાપા ખૂબ ખુશ થઇ ગયાં. એમણે રાજ સામે પ્રેમથી જોઇને કહ્યું "ગુડ.. દીકાર હવે જો મારી તૈયારીઓ.. પંડિતને બોલાવીને સારામાં સારું મૂહૂર્ત કઢાવીને તારીઓ નક્કી કરી નાંખુ છું અને એ પ્રમાણે હોટલ, હોલ, બધાંજ બુકીંગ માટે નટરાજનને સૂચના આપી દઊં ચું તારાં લગ્નની તૈયારીઓ એવી કરાવીશ કે.... બસ જગત જોતું રહી જશે અમુક પ્લાન હું પાકા કરીને પછી તને જણાવીશ.

રાજે જોયું પાપા ખૂબ જ ખુશ થઇ ગયાં છે અને હવે રોકે રોકાશે નહીં હું અન્યાએ કીધેલી મોમની વાત અત્યારે જ શેર કરી લઊં પાછળથી કોઇ ગરબડ જ ના થાય.

રાજે કહ્યું "આઇ લવ યુ ડેડ... પણ એક વાત તમને કરવી છે.. આપણે અત્યારે જ કરી લઇએ જરૂરી છે.

સુમીધસિંહે પ્રશ્નાર્થ નજરે રાજ સામે જોતાં કહ્યું કેમ દીકરા ? એવી શી વાત છે ? તારાં મનમાં એવું કંઇ હોય કે અન્યાનાં પેરન્ટસ પાસેથી આપણે કાંઇ ડોવરી માંગવાનાં કે શરતો રાખવાનાં એવું કંઇ વિચારતો હોય તો સ્પષ્ટ કહુ કે આપણે અન્યાને જ સ્વીકારીશું કાંઇ જ માંગણી નહીં કોઇ શરતો જ નહીં.

રાજવીરે કહ્યું ડેડ એવી કોઇ વાત નથી. અમારાં લગ્નમાં કન્યાદાન માટે પેરેન્ટસ એનાં હશે. અમને આશીર્વાદ આપવા તમારી સાથે માં હોય તો... મારી.. નહીં અમારી એવી અપેક્ષા છે ડેડ.. પ્લીઝ તમે નારાજ નાં થતાં જસ્ટ મનની વાત કીધી.

સુમધસિંહ થોડીવાર માટે વિચારમાં પડી ગયાં ક્યાંય સુધી કંઇ બોલ્યાં જ નહીં. રાજવીર ગભરાયો અને ચિંતામાં પડી ગયો.. એને થયું મેં ડેડનો બધો જ મૂડ અને ઉત્સાહ પણ ઠડું પાણી ફેરવી દીધું. હવે ખબર નહીં ડેડ શું કેવું રીએક્ટ કરશે ?

સુમીધસિંહે મોન તોડતા કહ્યું "દીકરા હું તારો દુશ્મન નથી. મારી હૃદયની બિમારીએ મારાં ઘણાં વિચાર બદલ્યા છે.. તારી ઇચ્છા પુરી કરજે મને વાંધો નથી પણ એ ક્યાં છે એ પણ ખબર નથી.

રાજ ઉત્સાહમાં આવીને બોલ્યો "થેક્યું ડેડ એમ કહી પાપાનું કપાળ ચૂમ્યા કહ્યું "તમે હા પાડી એટલે બધું સારુ થશે. એમ કહીને ફોન કરવા બહાર દોડી ગયો.

વધુ આવતા અંકે પ્રકરણ-47

રેટ કરો અને રિવ્યુ આપો

Sheetal Pathak

Sheetal Pathak 10 માસ પહેલા

Meena Raval

Meena Raval 2 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Nitesh Shah

Nitesh Shah 2 વર્ષ પહેલા

Neepa

Neepa 2 વર્ષ પહેલા