પ્રકરણ - 48
રીવેન્જ
સુમેધસિંહ અને ફેમીલીની ઓળખાણ આપ્યાં પછી રોમેરોનાં વાક્ય સાંભળીને અન્યા ભડકી ગઇ. રોમેરોએ કહ્યું" વાહ અન્યા તેં જબરો હાથ માર્યો છે.. આ તો જબરજસ્ત ફેમીલી છે તેરી તો નીકલ પડી.. અન્યાએ વધુ સાંભળ્યા વિનાંજ રોમેરોનાં જડબા પર એવો પંચ માર્યો કે એ ઓય ઓય કરતાં નીચે પડી બેભાન થઇ ગયો. અન્યા એને ખૂબ નફરતથી જોઇ રહી.
થોડીવારે કળ વળતાં રોમેરો ધીમે ધીમે ઉભો થયો અન્યા હજી એજ જગ્યાએ જાણે કાળકારૂપમાં ઉભી હતી. એની આંખો જાણે અંગારા વરસાવતી હતી એને રોમેરોનાં એની સાથેનાં વર્તન-એને ઘેનમાં રાખી લીધેલી લાજ અને મુસ્તાકનાં કેમેરામાં કેદ બધાં વીડીયો એણે જોઇ લીધેલાં ભયથી જ એને ખૂબ જ નફરત થઇ ગઇ હતી. સીસીટીવીની જેમ રાખેલાં બધાં ખૂફીયા કેમેરાની બધી જ લીંક એને હાથ આવી ગઇ હતી. રોમેરો અને હીંગોરીએ એનો ખૂબ ગેરલાભ લઇને એનું શિયળ લૂંટી લીધું હતું. એનો દેહ અભડાવીને ભવ બગાડેલો એનાં લીધેજ એને એનું શરીર ગંદુ અને અપવિત્ર મહેસુસ થયેલું.,
એને એમ થઇ ગયેલું કે જાણતાં અજાણતાં મારાથી ખૂબ મોટું પાપ થઇ ગયું આ ભેડીયાઓમાં ભરાઇ ગઇ. મને નશામાં રાખીને મારી લાજ અને મારો રોબ લૂંટી લીધો. મારાં જીવનનો જીવવાનો અભરખો ભાંગી નાંખ્યો. છતાં નિર્લજ્જ માણસ હજી મારાં ઇંલૉસને જાણે મેં ફસાવ્યા હોય એમ હલકાઇતી વાતો કરે છે.
રોમેરો હજી ઉભો થાય સ્વસ્થ થાય પ્હેલાં અન્યાએ કહ્યું "તું બધાને ફસાવીને ઘડો લાડવો કરે છે લાજ લૂંટે છે. જીંદગીઓ બરબાદ કરે છે. બધાને એવાં જ સમજે છે ? યુ બાસ્ટર્ડ એમ કરીને ફરી મારવા હાથ ઉપાડ્યો અને રોમેરો રીતસર પગમાં પડી ગયો.
"અન્યા મારી ભૂલ થઇ ગઇ હું આમ પણ બરબાદ થઇ ચૂક્યો છું. તારાં કહેવા પર વિશ્વાસ રાખી ફિલ્મ પુરી કરવા રાજી છુ તને જ સોપું છું બસ એકવાર રાજ સાથે મારી મીટીંગ કરાવી દે પ્લીઝ.
અન્યાએ કહ્યું આગળ જોઇ છીએ શું થાય છે હમણાં મને આ કામનાં એડવાન્સ 25 લાખ જોઇએ છે બાકીનાં તૈયાર રાખજે પછી મીટીંગ થશે.
"અન્યા 25 લાખ ? હમણાં ક્યાંથી કાઢું ? તું જાણતી નથી હમણાંથી મારી દશા બેઠી છે.. અન્યા મનમાં કંઇક બબડીને કહ્યું "અત્યારે જ જોઇએ મારે વાત કરતાં પહેલાં પેમેન્ટ પણ આપવું પડે એમ હવામાં વાતો નહીં ચાલે પેમેન્ટ આપ પછી નક્કી ગણાશે મને પણ થાય કે તું વાતમાં ગંભીર છે.
અહીં વાતો થતી હતી ત્યાં રોમેરોનાં કેબીનનાં દરવાજા ઉઘાડ-બંધ થઇને પછડાતાં હતાં. ફ્રેડીનું પ્રેત રોમેરોને બીવડાવીને અત્યારની એની અને અન્યાની ડીલ કેન્સલ કરાવવા પ્રયત્ન કરી રહ્યું હતું. અન્યાએ આખરી, વોર્નીંગમાં કહ્યું "જાવ સર કેશ લાવો હું રાહ જોઊં છું અને રોમેરો જેવો ફર્યો કે તુરંત જ અન્યાએ હાથ એટલો લાંબો કર્યો કે ફ્રેડીનું પ્રેત તરફડવા માંળ્યું અને અન્યાએ એનો છૂટ્ટો ઘા કરીને સ્ટુડીયો બહાર ફેંક્યો.
રોમેરો 25 લાખ કેશ લઇને આવ્યો અને અન્યાને પૈસાથી (નોટોથી) ભરેલી બેગ આપી કહ્યું જોઇલે.. બટ.. બટ.. હું ભરોસો રાખું છું કે કામ પૂર્ણ થશે જ.
અન્યાએ બેગ રીતસર ખૂંચવી લીધી અને કહ્યું થઇ જશે અને હું કહું ત્યારે બીજા તૈયાર રાખજે. એન્ડ..બાય ધવે કાલે મીસીસ રોમેરોની બર્થડે છે મને પાર્ટીનું આમંત્રણ નહીં આપો ? મારી હાજરી જરૂરી છે બધાં સેલીબ્રીટી સાથે.
રોમેરોએ.. જીભમાં જાણે તાકતના હોય એમ ગુણ ગુણ અવાજે ત્યારે "હાં હાં હું કહેવાનો જ હતો પ્લીઝ કમ વીથ રાજ ઓલ્સો. પાર્ટી મારાં બંગલે જ છે રાત્રે 9.00 ઓનવર્ડઝ અન્યાએ ત્યારે "આઇ નો વેલ વી વીલ મીટ ટુ યોર હોમ ટુમોરો નાઇટ.. બાય કહીને કેશની બેગ લઇને નીકળી ગઇ.
*****************
અન્યા અહીંથી સીધી રાજનાં બંગલે પહોંચી પણ રાજ ક્યાંક બહાર ગયો હતો એણે ભવદાસને કહ્યું "ડેડી છે ? ભવદાસે કહ્યું "બેટા બંન્ને જણાં સાથે બહાર ગયાં છે અને ક્યાંક શોપીંગમાં જવાનું છે બોલતાં હતાં વધુ કંઇ ખબર નથી તમારે ફોનમાં કંઇ વાત નથી થઇ ?
અન્યાએ બાજી સંભાળતાં કહ્યું "અટસ ઓકે હું પછી વાત કરી લઊં છું. અને આ બેગ સાચવીને રાજનાં રૂમમાં મૂકી દેજો. હું રાત્રે આવીને લઇ લઇશ. ભવદાસે ઓકે કહ્યું. અને બેગ લઇને અંદર ગયો.. અન્યા ત્યાંથી સીધી પ્રોડ્યુસર ડાયરેક્ટર રાજન સાજનની ઓફીસે પહોંચી ગઇ. રીશેપ્નીસ્ટે એને જોઇને એકદમ ઉભી થઇ ગઇ. “આર યુ અન્યા મેમ ? હમણાં તમારું નવું આઇ મીન ફર્સ્ટ મૂવી રીલીઝ થવાનું છે.. મેમ યુ આર વેરી બ્યુટીફુલ... મે આઇ હેલ્પ યુ ?
અન્યાએ એને થેંક્સ કહીને બોલી" મારાથી એપોઇન્ટમેન્ટ લેવાઇ નથી પણ રાજનસરનું ખાસ કામ છે.. વીલ યું... હજી આગળ બોલે તે પહેલાં પેલીએ કહ્યું "જસ્ટ મીનીટ હું સરને પૂછી જ લઊં એમ કહીને એણે ફોન ઉપાડીને અન્યા મળવા આવી છે વાત કરી સામેથી જવાબ સાંભળી પેલીએ સસ્મિત કહ્યું મેડમ જાવ સરે આપને બોલાવ્યા છે."
અન્યાએ થેંક્સ કહીને પ્રભાવશાળી ઓફીસ અને પ્રભાવશાળી વ્યક્તિત્વની સામે આવી ઉભી. એણે કહ્યું "હેલ્લો સર, આઇ એમ સોરી.. આઇ, કેઇમ, વીધાઉટ એપોઇન્ટમેન્ટ....બટ...
રાજને કહ્યું "ઇટસ ઓકે અન્યા, પ્લીઝ બિસિટેડ એન્ડ ટેલ વોટ કેન આઇ ડુ ફોર યું ?
અન્યાએ થેંકસ કરીને કહ્યું સર... આમ તો હું મારાં એક પર્સનલ કામ માટે આવી છું જો આપને સમય હોય તો હું આશા રાખું કે તમે મને હેલ્પ કરી શકશો.
રાજનએ કહ્યું "સંકોચ વિના કહે... આમ તો મારી પાસે બધાં રીપોર્ટ છે રોમેરોએ તારી 80% ફીલ્મ પુરી કરી દીધી છે હવે 4/5 માસમાં રીલીઝ થવી જોઇએ. આમ તો એનાં સ્વભાવ પ્રમાણે 3 માસમાં થઇ જાયતો નવાઇ નહીં ખૂબ ઝડપી ટીમ છે. બાય ધ વે હું બીજી દિશામાં ગયો પણ તને જોઇને પૂછવાનું મન થયું એન્ડ રાજને તારી સાથે જોયો ત્યારે સાચું લાગેલું સારાં ફેમીલીની સાથે છું એટલે સંતોષ થયેલો. બાકી આ લાઇન અને માણસો... ઠીક છે બોલ તારું કામ ?
અન્યાએ આભારવશ આંખો સાથે કહ્યું "સર બસ એ ફેમીલી સાથે સંકળાયેલી છું એટલે એનાં જ પ્રશ્ન અંગે એનાં કામ માટે જ આવી છું મને ખબર છે તમે પાપાનાં ધનિષ્ટ મિત્ર છો. મારો એક સવાલ છે. "રાજનાં મોમ ક્યાં છે ?
રાજન તો સવાલ સાંભળી હબકી ગયો અને ઊંડા વિચારમાં પડી ગયો કે મને સુમિધે ક્યારેય પુછ્યું નથી અને અન્યા મને આવીને સીધો જ પ્રશ્ન કરે છે ? અને મને જ કેમ ?
રાજનને ચૂપ જોઇને અન્યાએ કીધું. "સર ભલે કોઇ જાણતું ના હોય કે કોઇને જાણવાની ઉત્સકતા ના હોય પણ મને છે. મને એ પણ ખબર છે તમે જાણો છો. એ ઘરમાં મારાં લગ્ન લેવાનાં છે મારે માં ના આશીર્વાદ સાથેજ એ ઘરમાં જવું છે અને આ જ માત્ર કારણ છે. પ્લીઝ હેલ્પ મી.
રાજનનાં હાવભાવ બદલાયાં એણે અન્યાને કહ્યું "એવું કેમ તેં ધારી લીધું કે એની મોમ એટલે કે નીલમાલિની વિશે હું જાણું છું ? એ પહેલાં મને કહે....
અન્યાએ હસતાં હસતાં કહ્યું "સાચો છે પ્રશ્ન તમારો પણ મેં રીસર્ચ કર્યું છે મોમનાં વીડીયો... ઇનામ એવોર્ડ ફંકશન એ પછીનાં ઇન્ટરવ્યુ... બધામાં તમારી હાજરી આંખે ચઢીને વળગી હતી એટલે.
રાજન અન્યાની હોંશિયારી પર હસી પડ્યો અને કહ્યું તું ખાલી સુંદર નહીં ખૂબ ચાલાક પણ છે. બાય ધ વે હું હમણાંથી એમનાં સંપર્કમાં નથી પણ છેલ્લાં મારી પાસે જે મેસેજ અને જાણકારી છે તે પ્રમાણે અરવિંદો આશ્રમ પોંડીચેરીમાં છે.
અન્યા ખુશીથી ઉછળી પડી અને રાજનનાં હાથ પકડીને હસ્તધૂનન કરી કહ્યું "થેંક્યુ વેરી મચ સર તમે મારું ખૂબ મોટું કામ કરી દીધું. બસ એ ક્યાં છે એજ સર્ચમાં નહોતું પકડાતુ તમે ગૂગલ બની મારું કામ કરી આપ્યુ થેંક્સ અગેઇન સર.
રાજને કહ્યું ઇટ્સ ઓકે તું એ ઘરની પુત્રવધૂ થવાની છે એ હું જાણું છું એટલેજ કીધું પણ નવાઇની વાત એ છે કે હજી સુધી રાજે કે સુમિધે મને કદી પૂછ્યું નથી. ઠીક છે એમની પર્સનલ મેટર છે મારે કોઇ મતલબ નથી. અન્યા... તારી મુવીનું કામ કેવું ચાલે છે ? અને મારી પાસે પ્રશ્ન છે તારાં માટે સાચું કહીશ ?
અન્યાએ કહ્યું "શ્યોર સર... શા માટે ખોટું બોલું પૂછો. રાજનએ કહ્યું "હીંગોરી અને રોમેરો સાથે કામ કરવાનું ફાવે છે ? એ લોકો તો હીરોઇનનો બધી રીતે કસ કાઢી રસ ચૂસીલે છે એમ અધ્યાહારમાં પૂછી લીધું.
અન્યાએ થોડાં થડકાર સાથે કહ્યું "ફાવે છે સર બધાને એક સરખા નહીં ગણી શકે.. હું કંઇક અલગજ છું એમ કહીને નિસાસા સાથે આભાર માનીને આગળનાં મિશને બહાર નીકળી
વધુ આવતાં અંકે - પ્રકરણ -49