રીવેન્જ - પ્રકરણ - 25 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રીવેન્જ - પ્રકરણ - 25

પ્રકરણ-25

રીવેન્જ

અન્યા... રાજ અને ફેમીલીનાં ગયાં પછી થોડીક ઉદાસ થઇ ગઇ. રોમેરોએ માર્ક કર્યું. રોમેરોએ કરિશ્મા, મારીયા, બધાને અન્યાની કંપની માટે બોલાવ્યા. થોડીવાર અન્યાને એ લોકો સાથે છૂટી મૂકી. દીધી અને એ અને હીંગોરી ત્થા અન્ય મહેમાનો અલગ ગુપ્રમાં ડ્રીંક લઇને બેઠા.

અન્યા કરીશ્મા સાથે બેઠી થોડીક હળવાશ અનુભવીને જોયુ કે રોમેરો બધાં અલગ જઇને બેઠાં છે ત્યાંજ હીંગોરી આવીને કરીશ્માને કહી ગયો કે અન્યાને ફીલ્મ વિષે - ઓડીશન સ્ક્રીનટેસ્ટ વિગેરે અંગે જાણકારી આપશે અને બધાં ખૂબ એન્જોય કરજો એમ કહી આંખ મીચકારી ત્યાંથી જતો રહ્યો. બધી હીરોઇન રોમેરો કેમ્પની જ હતી. રોમેરો પ્રોડકશનની ફિલ્મ્સ અને સીરીયલમાં કામ કરતી હતી. અન્યા કરીશ્મા સાથે વધુ કમ્ફર્ટ હતી એણે એની સાથે વાતો કરવાનું ચાલુ કર્યું.

મારીયાએ બેરાને બોલાવી બધાં માટે ડ્રીંક્સ અને સ્નેક્સ લાવવા ઓર્ડર કર્યા. પેલો હમણાંજ લાવુ છું મેમ કહીને ગયો. હીંગોરીએ માઇકલને કહ્યું મેં કીધું એ લાવ્યો ? માઇકલે હસતાં કહ્યું "સર મેનૈ રેકોર્ડ આપકો ભેજ દીયા હૈ દેખલો.. હીંગોરીએ થમ્બ બતાવી કહ્યું ઓકે. એટલામાં ફ્રેડી હીંગોરી પાસે આવી... હીંગોરીએ અન્યા તરફ ઇશારો કરીને ત્યાં જવા કહ્યું અને પાછી બોલાવી કાનમાં કંઇક ગણગણ્યો. ફ્રેડીએ કહ્યું "અરે ડોન્ટવરી આઇ વીલ મેનેજ એમ કહીને હસતી હસતી જતી રહી.

રોમેરો કયારનો હીંગોરીની હરકતો જોઇ રહેલો એણે હીંગોરીને પાસે બોલાવી કહ્યું "બહુ જલ્દબાજી ના કરીશ શરૃ થતાં પ્હેલાંજ ફ્લોપ ના થાય થોડો કાબૂ રાખજે બાંઠીયાએ થોડી નારાજગી સાથે કહ્યું "એનાં 50 લાખનું પેમેન્ટ એકાઉન્ટમાં ડેબીટ પણ થઇ ગયું છે આખી ફીલ્મ કરવાની હજી બાકી છે.

હીંગોરીએ કહ્યું "ડોન્ટ વરી સર કંઇ નહીં કરું જેમાં તમારું કોઇ નુકશાન થાય હું તો તમારી ચિંતા કરુ છું આજની રાત તમારી રંગીન થાય એનાં બંદોબસ્તમાં છું.

હીંગોરીએ કહ્યું એવું રોમેરોનાં શરીરમાં ઉતેજના પ્રસરી ગઇ અને વાસનાથી ભરપૂર મન લલચાઇ ગયું અને કહ્યું ઠીક છે ઠીક છે પણ ધ્યાન રાખજે ક્યાંય કાચુ ના કપાય.

હીંગોરી કહે આપણે ક્યાં નવું છે ? આજે તમારો વારો હશે તો કાલે મારો આવશે ને ? એમ નફટાઇથી બંધુ ખંધુ હસી રહ્યો પછી બોલ્યો ફ્રેડીને તૈયાર કરીને મોકલી છે પાકો પ્લાન છે નિશ્ચિંત રહો તમે એ ડોલ સાથે હશો. મારીયા આજે મને કંપની આપશે એમ કહીને ગંદો ઇશારો કરીને સ્કોચનો મોટો પેગ એક સાથે પી ગયો.

અન્યાને કરીશ્મા સાથે ટ્યુનીંગ સેટ થઇ રહ્યું હતું. મારીયા એને વધુ પડતી બોલ્ડ લાગી રહી હતી. કરીશ્મા સાથે વાત કરતાં વારે વારે મારીયા પર ધ્યાન જતું હતું. એ એક પછી એક પેગ પીતી જતી હતી. પાર્ટીમાં ખાસ ખાસ માણસો જ રહેલાં બાકીના ગેસ્ટ ધીમે ધીમે જઇ રહેલાં. બધાએ અન્યાને ખૂબ અભિનંદન અને અનેક મૂલ્યાવન ગીફટ આપીને નવાજી હતી. ગીફ્ટનો બધો વહીવટ સ્પોટબોય સલીમ જોતો હતો. અન્યાને એ પ્રામાણિક લાગ્યો હતો. ખાસ કરીને સાજનકુમારની ગીફ્ટ એને ખૂબ ગમી હતી.... પ્લેટિનમમાં અસલ હીરા ની ઇયરીંગ આપી હતી એને આશ્ચર્ય થયું હતું કે આટલી મોંઘી ગીફ્ટ ? એણે લેવાની જ ના પાડી ત્યારે બોલેલાં મને તારામાં કોઇની છાયા દેખાય છે દીકરા હું તને આપવા સાથે જાણે એને યાદ કરી લઊં છું તારો પ્હેલીવાર ન્યુઝમાં ફોટો જોયો અને તારામાં મને એની છાયા દેખાઇ. ગોડ બ્લેસ યુ પ્લીઝ ના ના પાડીશ અને જ્યારે સમય મળે એકવાર મળવા આવજે અને ફીલ્મનું પણ પ્લાનીંગ ફાઇનલ કરીશું.

આખી ફીલ્મી જમાતમાં એને સાજનકુમારમાં સાચી ઉષ્મા લાગી હતી અનુભવી હતી. આમને આમ આખી પાર્ટીમાં અનેક સાથે નમસ્કાર અને હસ્તધૂનન કર્યા હતાં. એને થાક પણ લાગ્યો હતો પણ કરીશ્મા સાથે એને બધું જાણવાની મજા આવી રહી હતી.

એટલામાં ફ્રેડી આવી અને બોલી અરે માય સ્વીટ ડોલ તારો ગ્લાસ તો સાવ ખાલી છે આમ કેમ ? પોતે સાથે લાવેલી શેમપેઇન ફોડી અને ફરીથી ઉજવણી કરી ફ્રેડીએ અન્યા તથા અન્ય હીરોઇનોનાં ગ્લાસમાં શેમ્પેઇન ભરી પછી સીધી બોટલ એણે મોએ લગાવી અને બધાએ હીપ હીપ હુરરે હીપ હુરેરે કરી વેલકમ અન્યા એમ કરીને વીશ કર્યું. અન્યાતો રાજી રાજી થઇ ગઇ ધીમે ધીમે એનું મહત્વ એને સમજાઇ રહેલું આટલી બધી જુનીયર-સીનીયર હીરોઇનમાં એની જ આજે બોલબાલા હતી. એને રોબ ચઢેલો.

કરીશ્માએ અન્યાને વીશ કરી એક પેગ આપ્યો. આમ દરેક જણ અન્યાને વીશ કરતાં ગયાં અને ડ્રીંક પીવરાવતાં ગયાં મારીયાએ છેલ્લે પોતાનો વારો આવતાં પેગમાં કંઇક મિક્ષ કર્યું બધાં પીવામાં અને વાતોમાં હતાં અને પોટલી પછી પોતાનાં પર્સમાં સંતાડી દીધી અને પેગ હલાવીને અન્યાને વીશ કરીને પેગ પીવા આપ્યો અન્યાને કંઇ ભાનજ નહોતું એ કેટલું પી રહી છે અને મારીયાનો પેગ પણ એક ઘડાકે પી ગઇ.

આખો માહોલ જાણે મયખાના થઇ ગયેલો ત્યાં માઇકલે ગઝલો મૂકી અને માહોલ બધો જાણે મદમસ્ત નશામય થઇ ગયો ત્યાં ભૂપેન્દ્રસિંહની ગઝલ વાગી. "જીતની ભી હે સાકી સબ પીલાદો આજ આસમાન સે શરાબ ગિરાદો.. બસ બધાં ઝૂમવાં લાગ્યાં નાચવા લાગ્યાં.

હીંગોરી અને રોમેરો અને અન્ય બધાં અહીં આ લોકો પાસે આવી ગયાં. મારીયા સીધી હીંગોરીને વળગી ગઇ ડાન્સ કરવા લાગી. સમયનું કોઇને ભાન નહોતું કોઇને એની જરૂર પણ ન્હોતી માઇકલે ફ્રેડી જોડે નાચવાનું શરૂ કર્યું મેકવાને કરીશ્માને કંપની આપી. રોમેરો સાવધાનીથી અન્યા પાસે આવી કહ્યું "હાય બેબી, કોન્ગ્રેચ્યુલેશન ડાર્લીંગ. આજે તારી ડેબ્યુની પાર્ટીમાં બધાને તારી સક્સેસ માટે કોઇ ડાઉટ નથી. યુ આર ડ્રીમગર્લ ઓફ ઇન્ડસ્ટ્રી. યુ આર સુપરસ્ટાર ડાર્લીંગ. અન્યાને દારૂ સાથે સાથે સૌદર્ય અને મહત્વકાંક્ષાનો નશો ચઢ્યો હતો.

અન્યાનાં શરીરમાં રંગ રગમાં દારૂ ફરી વળેલો એની ચાલ -ચલગત-બોલવાનું બદલાઇ ગયું હતું. એનું પર્સ અને મોબાઇલ એણે સલીમને સાચવવા આપી દીધું હતું. એણે રોમેરોને કહ્યું કાલે સ્ક્રીપ્ટ વંચાવો હું પહેલીજ ફીલ્મથી ઇન્ડસ્ટ્રીમાં સોંપો પાડી દઇશ અને રોમેરો કેમ્પમાં ટંકશાળ પાડી દઇશ... અં..અં..અં.. ગીવ મી મોર કહીને એણે પેગ માંગ્યો. રોમેરોએ હાથે કરીને દૂરની ડેસ્ક બતાવીને કહ્યું ચાલ બેબી ત્યાંજ છે આપણે શાંતિથી બેસીને ત્યાં પીવા બેસીએ.

અન્યાએ રોમેરોનાં ખભાનો આશરો લીધો અને લગભગ એનાં પર ઢળી ગયેલી એની આંખો મીંચાઇ જતી રહતી. સ્પોટબોય સલીમ આ બધું જોઇ રેહલો એને ખૂબજ ગુસ્સો આવી રહેલો એણે વિચાર્યું આજે મેડમ હાથથી ગઇ આ લોકો એને ... નહીં છોડે આજે ફરી ભોગ લેવાશે.

રોમેરો ખૂબ સલૂકાઇથી અન્યાને ટેકો આપી મનમાં ને મનમાં ખૂબ ખૂશ થતો અન્યાને ટેબલ નજીક લઇ જવાને બદલે પાછળનાં ભાગમાં ઓફીસ તરફ લઇ જવા લાગ્યો. બૂમ પાડીને માઇકલને પૂછ્યું બધું ગોઠવાઇ ગયું છે ? માઇકલે નજીક આવી અન્યાની તરફ જોઇ કહ્યું "યે તો ગઇ... હાં હાં સર બધુ જ તૈયાર છે તમારી સ્કોચ બધુ જ યુ કેન ગો. કંઇ કહેવુ નહીં પડે.

રોમેરો અન્યાને કેડમાંથી ટેકો આપીને પોતાની ઓફિસની અંદરનાં બેડરૂમમાં લઇ આવ્યો અંદર બેડ પર એને બેસાડીને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો. ત્યાં દરવાજે નોક થયું એણે જોયું સલીમ છે ? રોમેરોએ છણકાઇને કહ્યું "શું છે ? કેમ ડીસ્ટર્બ કરે છે ? ગેટ લોસ્ટ યુ બાસ્ટર્ડ, સલીમે અપમાન ગળી જતાં કહ્યું "સર મારે કંઇ કામ નથી આતો મેડમમનો મોબાઇલ અને પર્સ આપવા આવ્યો હું મારાં કામ પતાવીને ઘરે જઊ છું એમ કહી જવાબ સાંભળ્યા વિનાં મોબાઇલ પર્સ આપીને જોત રહ્યો.

રોમેરોએ એનો મોબાઇલ અને પર્સ લઇ લીધાં અને અન્યાની બાજુમાં પલંગ પર મૂકી દીધાં. રોમેરોએ જોયું કે ઘણાં મીસકોલ્સ હતાં એણે ફોન સ્વીચ ઓફ કરી દીધો અને ઝડપ કરવા માંડી. રોમેરોએ કહ્યું "અન્યા બેબી તારે સ્કોચ જોઇએ છે. આતો ખાસ બેલ્જીયમથી મંગાવ્યો છે અન્યાએ નશામાં કહ્યું ઓકે 1 પેગ આપ બસ પછી નહીં મને ચઢી ગઇ લાગે છે પછી મારે ઘરે જઊ છે. પ્લીઝ ડ્રોપમી એટ માય હાઉસ.

રોમેરોએ પેગ બતાવીને અન્યાને પોતે હાથથી પીવરાવા માંડ્યો. અન્યાએ થોડો પીધો અને પછી પલંગ પર પડી ગઇ એને કાંઇ ભાન જ નહોતું અધૂરો પેગ રોમેરો પી ગયો અને એણે પ્રથમ અન્યાનાં કપડાં ઉતારવા માંડ્યા અને અંતવસ્ત્રો પણ ઉતારી નાંખ્યા. એતો અન્યાને આ રૂપમાં જોઇ સાવ પગાલ થઇ ગયો.

રોમેરોએ ઝડપથી પોતાનાં કપડાં ઉતારી નાંખ્યા અને અન્યાની સાથે સૂઈ ગયો અને અન્યાનાં આંખાં શરીરને ચૂંથી નાંખ્યું અને સંપૂર્ણ રીતે ભોગવી લીધાં પછી એણે કપડાં પહેરી ફ્રેડીને બોલાવી. ફ્રેડી આવીને બીભત્સ હસીને અન્યાને કપડા પહેરાવી દીધા.

પ્રકરણ-25 સમાપ્ત.