સપના અળવીતરાં - ૩૩ Amisha Shah. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપના અળવીતરાં - ૩૩

બોબી - એક હોંશિયાર જાસૂસ... ગમે તેવી પરિસ્થિતિ ને પહોંચી વળવા માટે નો તેનો ઘમંડ આજે ચૂર ચૂર થઈ ગયો હતો. એક છોકરી ને નજર સામે તડપતી જોઈને તેની આંખમાંથી આંસુ સરી પડ્યું! સ્ટ્રેન્જ...

તેણે જાતેજ માથા પર હળવી ટપલી મારી અને ટેરવા પર એ આંસુ ઝીલી, ફૂંક મારીને ઉડાડી દીધું. ફરી એક હાથે પકડેલા દૂરબીન દ્વારા રાગિણી ની પ્રત્યેક હિલચાલ પર નજર રાખી બીજા હાથે તેણે એક નંબર ડાયલ કરી મોબાઈલ કાને ધર્યો.

"હલો, ઈટ્સ મી. એ મારી નજર સામે જ છે. બે કલાક ની ઊંઘ પછી અચાનક એ જાગી ગઈ. બહુ જ ડિસ્ટર્બ્ડ અને સ્ટ્રેસફુલ લાગે છે. અચાનક કોઇ બુક લઈ તેમાં કશુંક કરવા માંડી. "

"....... "

"વેલ, એ બુક માં શું કરે છે એ એક્ઝેક્ટલી દેખાતું નથી. બટ લેટ મી ટ્રાય. હું થોડી વાર પછી કોલ કરું છું. "

દૂરબીન નું ફોકસ બુક પર કેન્દ્રિત કરી તેણે જોવાની કોશિશ કરી કે આખરે રાગિણી અડધી રાત્રે ઝબકીને અચાનક બુકમાં શું કરી રહી છે... તેણે નજર ઝીણી કરી જોયું તો રાગિણી ના હાથમાં એક ડ્રોઇંગ બુક હતી. એમા તેણે કશુંક દોર્યું અને હવે ઝનૂન પૂર્વક પેન્સિલ ના લીટા કરી એ ચિત્ર પર છેકા મારી રહી હતી. આખું પાનું ઘૂંટાઇ ગયા પછી તેણે બુક પર જ પેન્સિલ પછાડી. બુક સાઇડ પર મૂકી બંને હથેળી મા પોતાનો ચહેરો છુપાવી દીધો. તેના ખભાના હલનચલન પરથી તે ધ્રુસકે ને ધ્રુસકે રડતી હોય એવું લાગ્યું. થોડી વાર એમજ પસાર થઈ અને ફરી રાગિણી એ બુક હાથમાં લીધી. 

બોબીએ તેનુ સંપૂર્ણ ફોકસ બુક પર જ રાખ્યું. રાગિણી દ્વારા દોરાઈ રહેલી એક એક રેખા અને તેના દ્વારા તૈયાર થઈ રહેલ ચિત્ર ને તે આશ્ચર્ય પૂર્વક જોઇ રહ્યો. 

રાગિણી પહેલા કરતાં થોડી શાંત પડી હતી. તેણે આંખ બંધ કરીને એક ઊંડો શ્વાસ લીધો. પોતાને આવેલ સપનું ફરી એકે એક ઝીણી ઝીણી ડિટેઇલ સાથે યાદ કરવા માંડ્યું. એ સાથે જ તેના હાથમાં રહેલી પેન્સિલ બુકમાં બે હાથ દોરવા માંડી. 

અંધારામાં દેખાતા બે હાથ... એ હાથ વચ્ચે પકડેલું બોક્ષ, એની ઉપર એનાથી સ્હેજ નાનું બોક્ષ... અને એની ઉપર એક ઘણું નાનું બોક્ષ... અંધારાને ચીરતા બીજા બે હાથોએ એ નાનકડું બોક્ષ ખોલ્યું અને.... 

ફરી રાગિણી થી રાડ પડાઈ ગઈ. તેમાં એક મસ્તક હતું... ધડ થી જુદું પડી ગયેલું... એક ક્ષણ... બસ એકજ ક્ષણ માટે તેની નજર સામે એક ચહેરો આવ્યો અને અદ્રશ્ય થઈ ગયો... સપના મા સંભળાયેલ સંવાદ ફરી તેના કાનમા ગૂંજી ઉઠ્યો... 

"હલો, રાગિણી... આપણે મોડા પડ્યા... એને ન બચાવી શક્યા... "ઇમરાને આટલુ કહી કોલ કટ કરી નાંખ્યો અને તે એકદમ બઘવાઇ ગઇ... થોડી વાર તો શું કરવું સમજાયું નહીં. પછી તેણે પોતાની જાતને એકદમ હાંફળીફાંફળી જોઈ... એક ચહેરો નજર સામે આવીને ઓઝલ થઈ ગયો... એનીજ ભૂલ... હા, એનીજ ભૂલ... એ ધારત તો આ બધું જ નિવારી શકાયું હોત, પણ... શું કરું... ઇમરાને પણ અધુરી માહિતી આપી કોલ કટ કરી દીધો.. શું... શું... હા, ઇમરાન ને કોલ કરુ... નંબર??? ઇમરાન  નો નંબર???... બધું જ બાષ્પીભવન થઈ ગયું... હા, મોબાઇલ... એમાં નંબર સેવ કરેલો છે... તેણે ફટાફટ મોબાઈલ ઓન કરી ઇમરાન નો નંબર શોધ્યો... આખું કોન્ટેક્ટ લીસ્ટ અને કોલ લીસ્ટ ફરી ફરીને ચેક કર્યુ... ઇમરાન નો નંબર ક્યા? પરસેવે રેબઝેબ... ગભરામણ તેની ચરમસીમાએ હતી ત્યાંજ ડોરબેલ વાગી... તે દોડતી દરવાજે પહોંચી... એક સેકન્ડ.... માત્ર એક સેકન્ડ માટે મગજ માં કશુંક ખટક્યું - પગનો દુખાવો ક્યાં?... પણ વધારે વિચારવાનો સમય ક્યાં હતો? તેનું હ્રદય જાણે ઉછળી ને બહાર આવી જશે... લમણાની નસોમાં ધબકારા અનુભવાતા હતા... મેઈન ગેટ ખોલ્યો અને બે હાથ લંબાયા... ઉપરાઉપરી ચડઉતર સાઈઝના ત્રણ બોક્ષ સાથે... ધ્રુજતા હાથે સૌથી ઉપરનું બોક્ષ ખોલ્યું અને... 

કપાયેલું મસ્તક... બંધ આંખો... ચહેરા પર થીજી ગયેલુ સ્મિત અને પાંપણ પર સુકાઇ ગયેલા આંસુ.... એક કંપારી આખા શરીરમાં ફરી વળી... તેની આંખો ખૂલી ગઈ... ઘણી કોશિશ છતાં પાર્સલ લાવનાર વ્યક્તિ નો ચહેરો ન દેખાયો... રાગિણી ઝાટકા સાથે બેઠી થઈ ગઈ. ચીસ રોકી રાખવા માટે તેણે બંને હથેળી મોઢા પર દાબી દીધી... સખત રીતે હાંફતી છાતી પર મણ મણ નો ભાર સહન ન થયો એટલે તેણે હથેળીઓ ગળા તરફ સરકાવી... આખરે દબાયેલી ચીસ બહાર આવીજ ગઈ... અને સાથે ચોધાર આંસુ... 

રાગિણી એ શક્ય એટલી ડિટેઇલિંગ સાથે આખુ સપનુ બુકમાં ઉતારી લીધુ અને બોબીએ તેનો ફોટો પાડી પોતાની પાસે રાખી લીધો. સ્ટેબલ થયા પછી બાજુમાં પડેલી બોટલ માં થી બે ઘુંટ પાણી પી ને રાગિણી ફરી વિચારે ચડી. તેણે જે સપનુ જોયુ... શું ખરેખર આવું શક્ય છે ખરું? આવી રીતે બોક્ષમાં... આટલું અંધારુ... કોણ હતું એ જે બોક્ષ લાવ્યું હતું? અને બીજા બે બોક્ષમાં શું હશે? શું હોઈ શકે? અને સૌથી મોટી વાત... મારો પગનો દુખાવો!... અને પેલો ચહેરો... શું ખરેખર એની જ ભૂલ હતી આ બધી? 

તે વિચારી રહી. આ માત્ર એક સપનુ જ હતું કે ફરી કોઇ એંધાણી? રાગિણી એ બંને હાથે માથું પકડી લીધું. અચાનક એક વિચાર આવ્યો. દુખાવો... જ્યા સુધી તેના પગમાં દુખાવો છે ત્યા સુધી આવું કશું નહિ બને... કદાચ! ડૂબતાને તરણાનો સહારો... બસ આ એક વિચારે તેને થોડીક શાતા વળી. તેણે ઘડિયાળ મા જોયું. સવારના પાંચ વાગ્યા હતા. મોબાઇલ હાથમાં લઈ ફરી મૂકી દીધો. કોને ફોન કરૂં? સમીરાને? કે ઇમરાન ને? ફરી તેણે ફોન હાથમાં લઈ એક નંબર ડાયલ કર્યો. 

"હલો... "

***

"હેલો, ઇટ્સ મી. એક વોટ્સ એપ મોકલું છું. ચેક કરી લો."

આટલું કહી બોબીએ રાગિણી એ દોરેલા ચિત્રનો ફોટો એક નંબર પર મોકલી દીધો. તે પોતે પણ ધ્યાનથી એ ચિત્રને ઉકેલવા મથી રહ્યો. સાથે જ તેના કાન અત્યારે રાગિણી ની ટેલિફોનિક વાતચીત પર મંડાયેલા હતા. 

***

"હલો... કેયૂર... રાગિણી હીઅર... "

કેયૂરે ભર ઊંઘમાં મોબાઈલ નું વાઇબ્રેશન અનુભવ્યું અને તે ઝબકીને જાગી ગયો. રાગિણી નું નામ બ્લીંક થતું જોઈ સેકન્ડના સો માં ભાગ જેટલા સમયમાં તો મગજમાં કેટકેટલાય વિચારો આવી ગયા... નજર સામે થી રાગિણી સાથે ની મુલાકાત ના દ્રશ્યો પસાર થઈ ગયા... રાગિણી સાથેના સંવાદો કાનમાં સળવળી ઉઠ્યા... સાથે જ સંભળાયો સબ ઇન્સ્પેક્ટર શિંદે નો ચેતવણી ભર્યો અવાજ... એ કોઈ સામાન્ય ટપોરી નથી... એ લોકોને રાગિણી સાથે કોઈ કનેક્શન હોઇ શકે... 

બધા વિચારો ખંખેરી તેણે કોલ રીસીવ કર્યો. રાગિણી નો ધ્રુજતો અવાજ સંભળાયો. 

"હલો... કેયૂર... રાગિણી હીઅર.. "

"હા, રાગિણી... ઇઝ એવરીથીંગ ઓકે? આઇ મીન યુ સાઉન્ડ વેરી ડિસ્ટર્બ્ડ... "

"યા... આઇ નીડ વન ફેવર. કેન યુ કમ ટુ માય હાઉસ, રાઇટ નાઉ? "

"નાઉ? "

કેયૂરે ઘડિયાળ માં જોયું. સવારના સવાપાંચ વાગતા હતા. તેને થોડી નવાઇ લાગી. સાથે જ ફરી શિંદે નો અવાજ કાનમાં અથડાયો... રાઘવ અને આદિ પર એ લોકોએ હુમલો કર્યો હતો. રાગિણી પર પણ જોખમ હતું. એ જોખમ કેયૂર માટે પણ હોઈ શકે, જો તેનો ચહેરો ખૂલીને સામે આવે! એટલેજ તો તે રાઘવને મળવા પણ ન જઇ શક્યો અને રાગિણી ને મળવા પણ! તેણે ફોન પર જ આદિત્ય પાસે થી બધી માહિતી મેળવી હતી. 

"હલો, આર યુ ધેર? "

રાગિણી ના અવાજે તે વર્તમાન મા ખેંચાઈ આવ્યો. 

"એનીથીંગ સીરીયસ? "

"પ્લીઝ ડોન્ટ આસ્ક એની ક્વેશ્ચન. કમ એઝ સુન એઝ પોસિબલ. "

"યા. ઓકે. આઇ વીલ બી ધેર વીધીન હાફ એન અવર. ડોન્ટ વરી. "

કેયૂર ઝડપથી ફ્રેશ થઈ ગાડીમાં ગોઠવાયો. સવારે ટ્રાફિક એકદમ પાંખો હતો એટલે એની ગાડી ટોપ ગિયરમાં દોડતી હતી. સાથે જ બ્લ્યુ ટૂથ વડે શિંદે સર ને રાગિણી ના કોલ વિશે મેસેજ આપી દીધો. આટલી વહેલી સવાર અને સેલ્ફડ્રાઇવીંગ... ગાડીની સાથે સાથે કેયૂર નુ મગજ પણ ફુલ સ્પીડ મા દોડતું હતું. તેને અત્યારે આદિત્ય સાથે થયેલી વાતચીત નો શબ્દે શબ્દ મગજમાં ફરતો હતો. 

એરપોર્ટ થી તે સીધો શિંદે સર ને મળવા ગયો હતો. અને ત્યાંથી જ તેણે આદિત્ય ને કોલ કર્યો હતો. 

"આદિ, આવું કેમ કર્યું?"